The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW
The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW

Rahul Makwana

Drama Thriller

3  

Rahul Makwana

Drama Thriller

ઊટી ભાગ ૨૮

ઊટી ભાગ ૨૮

11 mins
298


અખિલેશ મીટિંગરૂમમાં ગભરાયેલી હાલતમાં દોડતાં- દોડતાં ઝડપથી આવે છે, અખિલેશ ખુબજ ડરી ગયેલ હતો, તેના શ્વાસો શ્વાસ અને હૃદયનાં ધબકારા એકદમ વધી ગયેલાં હતાં, ત્યારબાદ અખિલેશ મીટિંગરૂમમાં હાજર રહેલાં લોકોને પોતાની સાથે ખરેખર શું ઘટનાં બની તે વિસ્તારપૂર્વક જણાવે છે, જે સાંભળી મીટિંગરૂમમાં હાજર રહેલાં તમામ લોકોની આંખો પહોળી થઇ જાય છે, એ બધાં ના રુવાટા ઉભાં થઈ જાય છે, ત્યારબાદ બધાં જ લોકો રૂમ નં - 110 પાસે જાય છે, ત્યાતબાદ ડૉ. અભય યુનિવર્શલ એનર્જી ડિટેક્ટરની મદદથી પોતે હાલમાં જે જગ્યાએ ઉભા છે, ત્યાં કોઈ ને કોઈ પ્રકારની એનર્જી હાજર છે, એવું સાબિત કરી આપે છે, અને તેને હાજર થવાં માટે ચેલેન્જ સાથે વિનંતિ કરે છે, આથી થોડીવારમાં ધુમાડા સાથે બધાં પોતાની નજર સામે શ્રેયાને ઉભેલી જોવે છે, જેને લીધે બધાનાં શરીરમાં પરસેવો વળી જાય છે, ડરને લીધે બધાનાં રુવાટાઓ ઊભાં થઈ જાય છે, અને આશ્ચર્યથી આંખો પહોળી થઇ જાય છે, ત્યારબાદ શ્રેયા પોતાની વાસ્તવિકતા જણાવે છે...પોતાની તકલીફ જણાવે છે.

"તમારાં માંથી અમુક લોકો માટે હું શ્રેયાં છું, તો અમુક લોકો માટે હું નિત્યાં છું….પરંતુ હકીકતમાં હું શ્રેયાં નહીં પણ નિત્યાં જ છું…!" - પોતાની વાત શરૂ કરતાં નિત્યાં જણાવે છે.

"તો ! પછી ! તે અખિલેશને તારું નામ શ્રેયાં શાં માટે જણાવ્યું….અને તું અને અખિલેશ જ્યારે ઊટીમાં દસ દિવસ રોકાયેલાં હતાં, એ દરમ્યાન અખિલેશ તને આ જ હોટલ (સિલ્વર સેન્ડ) નજીક ડ્રોપ કરતો હતો, તો તે સમયે આ હોટલનાં રજીસ્ટરમાં તારું નામ શાં માટે લખેલ નથી….?" - ડૉ. અભયે પોતાનાં મૂળ મુદ્દા આવતાં શ્રેયાને પૂછ્યું.

"સાહેબ ! તમારી વાત સાચી છે, હું અને અખિલેશ જ્યારે ફરીને હોટલ પર પરત ફરતાં હતાં, ત્યારે અખિલેશ મને હોટલની નજીક ડ્રોપ કરીને જતો રહેતો હતો, અખિલેશને મનમાં એવું હતું કે હું હોટલ સિલ્વર સેન્ડમાં રોકાયેલ હોઇશ….પરંતુ સાહેબ તમને એક વાત જણાવી દઉં કે હું માત્ર એ દસ દિવસ પૂરતી જ નહીં પરંતુ છેલ્લાં ત્રીસ - ત્રીસ વર્ષોથી આ જ હોટલમાં અને આ જ રૂમ પાસે રહીને, મારા નિસર્ગની રાહ જોઈ રહી છું…અને રહી વાત રજીસ્ટરમાં મારા નામની એન્ટ્રીની તો એ એન્ટ્રી તો હું આજથી ત્રીસ વર્ષ પહેલાં જ કરી ચુકી છું, બાકી સાહેબ મારાં જેવી અધૂરી ઈચ્છા ધરાવતી ભટકતી આત્માને રજીસ્ટરોમાં પોતાનાં નામની એન્ટ્રી કરવાંની જરૂર જ ક્યાં છે….?" - નિત્યાં પોતાની વાત આગળ વધારતાં બોલે છે.

"હું અને નિસર્ગ એકભીંજાને સાચા દિલથી પ્રેમ કરતાં હતાં, અમે બે જાણે બે શરીર અને એક પ્રાણ હોય તેમ એકબીજા સાથે જોડાયેલ હતાં, અમારી પ્રેમ કહાની શરૂ થઈ હતી નિસર્ગના કોમ્પ્યુટર કલાસીસથી, હું નિસર્ગનાં કોમ્પ્યુટર કલાસમાં કોમ્પ્યુટર વિષય શિખવા માટે જતી હતી, ધીમે - ધીમે હું અને નિસર્ગ દરરોજ એકબીજાનાં કોન્ટેકટમાં આવવાં લાગ્યાં, અમારા બનેવનાં મન મળી ગયાં, ધીમે-ધીમે એ લાગણી પ્રેમનું સ્વરૂપ લેવાં માંડી, અને અમે બનેવ પ્રેમનાં ધોધમાં સંપૂર્ણપણે ભીંજાય ગયાં, એ એકબીજાને મળવા માટેની બેચેની, એકબીજા સાથે રાત - રાતનાં ઉજાગરા કરીને વાતો કરવાની ઉત્સુકતા, નાની નાની બાબતોમાં પણ સેલિબ્રેશન કરવાની આતુરતા, એકબીજાને પોતાની સુખ અને દુઃખની વાતો કરવાથી મનમાં અનુભવાતી હળવાશ, રજાનાં દિવસે બાઇક પર લોંન્ગ ડ્રાઈવ કરવાની મજા, એની સાથે હોટલમાં જમવાના ટેસ્ટની મીઠાસ, ઘરનાં ભોજનની મીઠાસ ભુલાવી દે, સાવ સામાન્ય એટલે કે શરદી - ઉધરસ થઈ હોય તો પણ પાંચ - પાંચ મિનિટે વારંવાર કોલ કરીને ખબર પૂછવી…સાહેબ મારા માટે જો લાઇફનો કોઈ પ્રિસિયસ કે ગોલ્ડન મેમરી હોય તો તે નિસર્ગ સાથે વિતાવેલ તે દરેક પળ કે જે મારાં માટે જાણે ખુલી આંખોએ જોયેલાં સપનાં સમાન જ હતાં….દરેક યુવતી આવી મોમેન્ટનની રાહ જોતી જ હોય છે…..પણ…!" - નિત્યા થોડુંક ખચકાતાં બોલી.

"પણ...પણ...શું નિત્યાં…?" - સાક્ષીએ નિત્યાની આંખોમાં રહેલાં આંસુઓ સામે જોઇને પૂછ્યું.

"પણ ! સાક્ષી ! જેવી રીતે દિવસ પછી રાત આવે, સુખ પછી દુઃખ આવે, તેવી જ રીતે મારી લાઈફમાં પણ જાણે અજવાસ પછી ઘોર અંધકાર છવાઈ ગયું હોય તેવું મને લાગ્યું, કારણ કે મારા જ કલાસમાં આવતી એક યુવતી દિવ્યા પણ નિસર્ગને મનોમન ચાહતી હતી, આથી હું અને નિસર્ગ એકબીજાને પ્રેમ કરી રહ્યાં હતાં, આ બાબત તેની આંખોમાં કણાંની માફક ખૂંચી રહી હતી...આથી દિવ્યાંએ મારા અને નિસર્ગની રિલેશનશિપ વિશે મારા પિતા રાઘવ કેશવાણીને ફોન કરીને જાણ કરે છે….આથી મેં અને નિસર્ગે પોત-પોતાનું ઘર છોડીને ભાગીને લગ્ન કરવાનું નક્કી કર્યું, આ દરમ્યાન હું અને નિસર્ગ આ જ હોટલનાં આ જ રૂમ એટલે કે રૂમ નં 110 માં રોકાયેલાં હતાં, એ આખી રાત મેં અને નિસર્ગે ખૂબ જ ભયભીય અને ડરી ગયેલી હાલતમાં વિતાવી છે, એ સમયે અમે બનવે જે ડર મહેસુસ કર્યો હતો, તે આજે યાદ આવે તો ગમે તેટલી હિંમતવાન વ્યક્તિનાં શરીરનાં રુવાટાઓ ઊભાં થઈ જાય, કારણ કે આ સમયે મારા પિતાનો ગુસ્સો સાતમાં આસમાને પહોંચેલો હતો, તેના માથે અમને બનેવને મારી નાખવાનું ખૂન સવાર થઈ ગયું હતું….બીજે જ દિવસે અમે વહેલી સવારે એટલે કે 8 વાગ્યાની આસપાસ આ હોટલમાંથી ચેક આઉટ કર્યું, અને ટાઇગર હિલ પર ગયાં, ત્યાં સાહેબ મારી આંખોએ જે ઘટનાં જોયી તેનાં પર મને વિશ્વાસ નહોતો આવી રહ્યો, નિસર્ગ પોતાના શરીરમાં જેટલું જોમ હતું, ત્યાં સુધી હિંમત કરીને એ લોકો સાથે લડતો રહ્યો, ત્યારબાદ તે ઘાયલ થઈ ગયો, અને જમીન પર બેસી ગયો, ત્યારબાદ મારા પિતાએ પોતાની જ ગનથી મને શૂટ કરી….અને ત્યારબાદ પેલા એમ.એલ.એ જયકાન્તે મારા વ્હાલા અખિલેશની ડોક પર નિર્દયતાથી તેજ ધારદાર તલાવરથી હુમલો કર્યો, અને એક જ ઝાટકામાં મારા નિસર્ગનું માથું ધડથી અલગ કરી નાખ્યું...અને મારા નિસર્ગનું પ્રાણ- પંખેરું ઊંડી ગયું...અને ત્યારબાદ તે કપટી જયકાન્તે છળથી મારા પિતાનું પણ ઠંડા કલેજે ખૂન કરી નાખ્યું….!"- નિત્યાં પોતાની આપવીતી જણાવતાં બોલે છે.

"એક મિનિટ ! નિત્યાં ! તે હમણાં અમને જણાવ્યું કે તારા પિતાએ પહેલાં તને ગોળી મારીને તારું ખૂન કરી નાખ્યું….તો પછી તારા મૃત્યું પછી તે સ્થળે શું બન્યું એ તને કેવી રીતે ખબર પડી…!" - ડૉ. રાજને પોતાનાં મનમાં રહેલ શંકાનું સમાધાન કરતાં પૂછ્યું.

"સાહેબ ! જ્યારે મારા પિતાએ મને ગોળી મારી એની થોડીક જ ક્ષણો બાદ હું જે જગ્યાએ હતી, ત્યાંથી નિસર્ગને બચાવવા માટે ઉભી થઈ અને દોડીને જયકાન્તભાઈ પાસે ગઈ અને તેને આવું ન કરવા માટે આજીજી કરી...પરંતુ જયકાન્ત ભાઈ જાણે મને સાંભળી કે જોઈ ન રહ્યાં હોય એવું મને લાગ્યું, જોત-જોતામાં તો એ ઘાતકી જયકાન્તે મારાં પ્રાણથી પણ વધુ વ્હાલા નિસર્ગનું માથું ધડથી અલગ કરી નાખ્યું….આથી હું હિંમત હારીને પાછું ફરીને ચાલવાં લાગી…..ત્યારબાદ મેં જે જોયું તે જોઈને તો મારા હોશ ઉડી ગયાં….મને એક જોરદાર આઘાત લાગ્યો કારણ કે મારી નજર સમક્ષ મારો જ નિષ્પ્રાણ મૃતદેહ લોહી-લુહાણ હાલતમાં પડેલ હતો, આથી મને સમજાય ગયું….કે શાં માટે મારો અવાજ પેલા જયકાન્તને સંભળાતો ન હતો, અથવા શાં માટે એ મને જોઈ શકતો ન હતો….કારણ કે હું હવે નિત્યાં માંથી માત્ર એક અધૂરી ઈચ્છા ધરાવતી ભટકતી આત્મા બની ગઈ હતી….કે જેનો પ્રેમ તેને આ જન્મમાં તો મળ્યો જ નહીં...કદાચ નિસર્ગનો પ્રેમ મારા નસીબમાં જ લખેલ નહીં હોય...હું મારા નસીબને કોશવા લાગી…..હાલમાં હું હજારો રહસ્યોથી ભરેલ આ અગોચર વિશ્વમાં એવાં તબબકા પર આવી ગઈ હતી કે ના તો હું ફરીથી અન્ય અવતાર ધારણ કરી શકુ….કે નાતો મારા આત્માને મુક્તિ મળી શકે….મારા નસીબમાં જાણે સાચો પ્રેમ મેળવવાં માટે ભગવાને હજુપણ ધણું ભટકવાનું લખેલુ હશે…..ત્યારથી માંડીને આજ દિવસ સુધી હું આવી જ રીતે ઊટીનાં એ દરેક સ્થળે ભટકતી ફરું છું કે જયાં હું અને નિસર્ગ અવારનવાર ફરતાં હતાં, અને દિવસનાં અંતે હું અહીં રૂમ નં - 110 પાસે આવી જાવ છું અને મારા નિસર્ગને યાદ કરતાં કરતાં સુઈ જાવ છું." - નિત્યાં એક પછી એક રહસ્યો ખોલતી જતી હતી, જ્યારે તેની સામે ઊભેલાં બધાં જ લોકો સ્તબ્ધ બનીને નિત્યાં જે કંઈપણ જણાવી રહી હતી, તે આંખો પહોળી કરીને અને કાન ખુલ્લા રાખીને સાંભળી રહ્યાં હતાં…!

    ધીમે - ધીમે ડૉ. અભય, ડૉ. રાજન, દીક્ષિત, સાક્ષી, હનીફ, સલીમચાચા અને ખુદ અખિલેશનાં મનમાં જે કંઈપણ પ્રશ્નો હતાં, એ બધાં જ પ્રશ્નોના જાણે ધીમે - ધીમે જવાબો મળી રહ્યાં હોય તેવું બધાં અનુભવી રહ્યાં હતાં, અને નિત્યાં જાણે અખિલેશનાં જીવન સાથે જોડાયેલ રહસ્યો એક - પછી -એક એમ ઉકેલી રહી હોય, તેવું લાગી રહ્યું હતું.

     ત્યારબાદ ડૉ. અભયને જાણે અખિલશેનો કેસ સોલ્વ થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું હતું, અને નિત્યાં પણ જાણે પોતાને આ લોકો પાસેથી કોઈને કોઈ મદદ મળી રહેશે તેવાં આશય કે ઈરાદાથી બધું જ સાચે - સાચું અને પૂરેપૂરું જણાવી રહી હતી….નિત્યાં આગળ જણાવતાં બોલે છે કે….

"સાહેબ ! હું માત્રને માત્ર નિસર્ગને મેળવવા માટે, કે તેનાં પ્રેમને મેળવવા માટે આવી રીતે ભટકું છું…..અને જ્યારે હું સિલ્વર સેન્ડ હોટલનાં રૂમ નં - 110 પાસે આવીને સૂવું છું…..તો મને એક એવો અહેસાસ કે અનુભવ થાય છે કે જાણે હું નિસર્ગનાં ખોળામાં મારું માથું નાખીને સુતેલ હોય, અને નિસર્ગ મારી આંખોમાં આંખ પોરવીને મારા ચહેરા તરફ પ્રેમથી તાકી - તાકીને જોઈ રહ્યો હોય, અને પ્રેમથી મારા માથાં પર હાથ ફેરવી રહ્યો હોય તેવું મને લાગે છે, આથી આખા દિવસ દરમ્યાન હું ભલે ગમે ત્યાં ભટકતી હોવ પરંતુ રાતે તો હું છેલ્લાં ત્રીસ વર્ષથી અહીં આવીને જ સૂવું છું." - નિત્યાં આગળ જણાવતાં બોલે છે.

" તો ! તે અખિલેશસરને તારું નામ નિત્યાને બદલે શ્રેયા શાં માટે જણાવ્યું…? તું અખિલેશ સરને પહેલીવાર જે જગ્યા એટલે કે લવડેલમાં મળી હતી...એ પાછળનું શું રહસ્ય છે…?" - સાક્ષીએ પોતાનાં મનમાં રહેલ પ્રશ્ન નિત્યાને પૂછ્યો.

"સાક્ષી ! હું અખિલેશને મારું સાચું નામ નિત્યાં છે તેવું ચોક્કસપણે જણાવવા માંગતી હતી, હું પોતે પણ મારી સાચી ઓળખાણ છુપાવવાં માંગતી ન હતી….પરંતુ અમુક કારણોસર મારે મારી સાચી ઓળખાણ છુપાવવાની જરૂરિયાત જણાય આથી મેં અખિલેશને મારું નામ નિત્યાં ને બદલે શ્રેયા એવું જણાવ્યું હતું…!" - નિત્યાં સ્પષ્ટતા કરતાં બોલે છે.

"પરંતુ ! નિત્યાં ! એવું તે શું કારણ હતું કે તારે તારી સાચી ઓળખાણ છુપાવવાની જરૂર પડી…!" - ડૉ. રાજને નિત્યાને પૂછ્યું.

"સાહેબ ! આ સોસાયટીમાં સ્ત્રી જાત એવી છે કે જેનાં ચારિત્ર પર લોકો સાચું ખોટું શું છે એ જોયા વગર જ "ખરાબ ચારિત્ર" નું લેબલ લગાવી દેતાં હોય છે, જ્યારે વાસ્તવમાં તો ઘણીવાર એ સ્ત્રી અગ્નિ જેટલી પવિત્ર હોય છે, સાહેબ આપણી સોસાયટીમાં જો પુરુષ ઘરે મોડો આવે તો તે ગર્વ કે વટની વાત ગણવામાં આવે છે….પરંતુ જો સ્ત્રી કોઈપણ આકસ્મિક કારણો સર ઘરે માત્ર થોડીક જ મોડી આવે તો તરત જ પહેલો પ્રશ્ન તેનાં ચારિત્રને લઈને ઉઠે છે…..!, "સાહેબ ! આપણાં સમાજમાં રામ ભગવાનને પૂજવા વાળા લોકો પણ રહેલાં છે, અને સીતા માતાં પર ખરાબ ચારિત્ર હોવાની શંકા કરનારા માણસો પણ આપણાં જ સમાજમાં રહે છે, જો સીતા માતાને પણ પોતાની પવિત્રતા સાબિત કરવાં માટે અગ્નિ પરીક્ષા આપવાની જરૂર પડી હોય...તો પછી આપણી તો શું હેસિયત છે કે આપણાં સમાજમાં રહેલા આવાં લોકો સામે લડી શકીએ…!" - આંખોમાં આંસુ સાથે લાચારી ભરેલાં અવાજમાં નિત્યાં બોલી.

     નિત્યાની આ વાત સાંભળીને નિત્યાની સમક્ષ ઊભેલાં દરેક વ્યક્તિઓનાં આંખોનાં ખુણા દુઃખ સાથે ભીનાં થઈ ગયાં, અને એ બધાને નિત્યા પ્રત્યે હમદર્દી જાગવા માંડી…!

      નિત્યાં સાક્ષીએ પૂછેલા પ્રશ્નનો જવાબ આપતાં જણાવે છે કે, " સાક્ષી ! મારા, નિસર્ગ અને મારા પિતાના મૃત્યુ બાદ પેલાં હેવાન જયકાન્તે મારા, નિસર્ગના અને મારા પિતાનાં મૃતદેહને પોતાનાં માણસોની મદદથી ટાઇગર હિલની ઘાટી એથી નીચે ઊંડી ખાયમાં ફેંકાવી દે છે….કે જયાં હું અને નિસર્ગ થોડા સમય પહેલાં બેઠેલાં હતાં, ત્યારબાદ તે હેવાન પોતાની તાકાતથી તમામ વર્તમાન પત્રોમાં એવી હેડલાઈન છપાવે છે...કે " ટાઇગર હિલ પરથી એક પ્રેમી પંખીડાં એટલે કે નિસર્ગ અને નિત્યાં એ પડતું મૂકીને આત્મહત્યા કરી લીધી, જ્યારે નિત્યાનાં પિતા એટલે કે આર.કે બીલ્ડર્સનાં માલિક રાઘવ કેશવાણીએ પણ પોતાની ઈજ્જત ગુમાવવાની કે બદનામી થવાની બીકથી તેણે પણ આત્મહત્યા કરી લીધી….ત્યારબાદ ઊટીમાં રહેતાં દરેક વ્યક્તિ, અને અમારા સગાસંબંધીઓ પણ મારા ચારિત્ર્યને લઈને મનફાવે તેવી વાતો કરવાં લાગ્યાં, આથી અખિલેશને ને જો મેં મારું સાચું નામ નિત્યાં છે એવું જણાવ્યું હોત તો...ઊટીનાં કોઈને કોઈ વ્યક્તિ પાસેથી મારી હકીકત અખિલેશ જાણી જશે….અને મને ક્યારેય પણ અપનાવશે નહીં...અને અખિલેશને હું ગુમાવી બેસીશ એ બીકને લીધે...મેં અખિલેશને મારું નામ નિત્યાને બદલે શ્રેયા એવું જણાવ્યું...આમ હું અને શ્રેયા બનેવ એક જ છીએ...શ્રેયા પણ હું જ છું...અને નિત્યાં પણ હું જ છું….?" - નિત્યાં સ્પષ્ટતા કરતાં બોલી.

ત્યારબાદ થોડીવાર માટે અટકીને નિત્યાં આગળ જણાવતાં બોલે છે કે…

"હું ! અખિલેશને પહેલીવાર લવડેલ રેલવે સ્ટેશને ટોય ટ્રેનમાં મળી હતી….હું જ્યારે લવડેલ રેલવેસ્ટેશને પહોંચી તો ટોય ટ્રેન ઊપડી અને પટરી પર આગળ ચાલવાં લાગી...એવામાં અખિલેશે ટ્રેનનાં ડબ્બામાંથી પોતાનો હાથ મને મદદ કરવાં માટે લાંબાવ્યો….આ જોઈ મને આશ્ચર્યનો કોઈ પાર ના રહ્યો, કારણ કે નિસર્ગને ગુમાવ્યાના ત્રીસ - ત્રીસ વર્ષો બાદ અખિલેશ એક માત્ર એવો વ્યક્તિ હતો કે જે મને જોઈ શકતો હતો….બાકી તો મને કોઈ જોઈ શકતું જ ના હતું….આથી મને થયું કે ભગવાને મારી મદદ કરવાં માટે એક ફરીસ્તો મોકલેલ હશે….કદાચ એવું પણ બની શકે કે અખિલેશ બીજું કોઈ નહીં પરંતુ મારા જ નિસર્ગનો બીજો જન્મ એટલે કે પુનર્જન્મ પણ હોઈ શકે….પરંતુ હાલમાં તો હું ખુશીઓથી સમાય નહોતી રહી કારણ કે વર્ષો બાદ કોઈ મને જોઈ શક્યું, મને સાંભળી શક્યું , કોઈ મને અનુભવી શક્યું હોય એવું મને લાગી રહ્યું હતું...આથી મેં કંઈપણ વિચાર કર્યા વગર જ અખિલેશનાં હાથમાં મારો હાથ આપ્યો, જ્યારે મેં મારો હાથ અખિલેશનાં હાથમાં આપ્યો ત્યારે મારા હાથમાં એક પ્રકાર કરંટ લાગ્યો હોય તેવું મેં અનુભવ્યું, અને એ કરંટ મારા પુરે - પુરા શરીરમાંથી પસાર થઈ ગયો…...અખિલેશનાં હાથમાં મારો હાથ આપવાથી લાગેલ કરંટ અનુભવ્યા બાદ મને એવું લાગ્યું કે જાણે ભગવાને મારી મુક્તિ કે મદદ માટે અખિલેશને મારી પાસે મોકલેલ હોય….ત્યારબાદ હું ટ્રેનમાં ચડી ગઈ...અને થોડીવારમાં આગળનું સ્ટેશન આવતાં હું એ સ્ટેશને ઉતરી ગઈ….ખરેખર હું એ સમયે નિસર્ગ ના ગામ એટલે કે ઉડગમંડલ્મ જઈને પાછી ફરી રહી હતી….કારણ કે નિસર્ગ ઉડગમંડલ્મમાં જ રહેતો હતો, પરંતુ હાલમાં તો ઉડગમંડલ્મમાં નિસર્ગનાં પરિવારનો એકપણ સભ્ય રહેતો ન હતો, નિસર્ગે આત્મહત્યા કરી એ સમાચાર મળતાં જ તેની માતાને એટલો આઘાત લાગ્યો કે તેનું હૃદય ધબકતું બંધ થઈ ગયું...તેની માતાની તમામ અંતિમવિધિ પુરી કર્યા બાદ નિસર્ગની બહેન કાયમિક માટે તેનાં મામાના ઘરે રહેવા માટે ચાલી ગઈ….મને કદાચ નિસર્ગ તેનાં ઘરની આસપાસ ક્યાંક મળી જશે એવી આશાથી હું તેનાં ઘરની આસપાસ ભટકતી રહુ છું….!." - શ્રેયાએ જાણે હજારો રહસ્યોથી ભરેલ એક પુસ્તક બધાની નજરો સમક્ષ ખોલી નાખ્યું હોય તેવું બધાને લાગી રહ્યું હતું.

   ત્યારબાદ નિત્યાએ જણાવેલ વાત સાંભળી અખિલેશ પણ પોતાની જાતને રોકી ના શક્યો અને નિત્યાને પૂછ્યું કે…"ચાલ ! અમે માની લઈએ કે તું શ્રેયા નહીં પરંતુ નિત્યા જ છો...પરંતુ તે મારી સાથે પ્રેમ હોવાનું નાટક શાં માટે કર્યું….? જો તે મને એમ જ મદદ માટે પૂછ્યું હોત તો પણ મેં તારી મદદ કરી જ હોત….?" 

     અખિલેશ દ્વારા બોલાયેલાં દરેક શબ્દો નિત્યાનાં હૃદયની આરપાર સોંસરવા નીકળી ગયાં…...ત્યારબાદ નિત્યાએ આંખોમાં આંસુ સાથે અખિલેશે પોતાને પુછેલ પ્રશ્નનો જવાબ આપતા આગળ જણાવે છે….!

      પોતાનાં કેસ કે પોતાનાં કેસ સાથે જોડાયેલા તમામ રહસ્યો વિશે શું આજે અખિલેશ જાણી શકશે…? અખિલેશને જ્યારે વાસ્તવિકતા જાણવાં મળશે ત્યારે તેની શું હાલત થશે…? શું આજે અખિલેશનાં જીવન સાથે જોડાયેલા તમામ રહસ્યો પરથી કાયમિક માટે પડદાઓ ઉઠી જશે...અખિલેશને સારું થઈ જશે...કે પછી તે વધું ને વધું પાગલ બની જશે… શું આજ પછી અખિલેશનો પેલાં ભયંકર અને ડરામણા સપનાં થી કાયમિક માટે છુટકારો થઈ જશે….? આ બધાં જ પ્રશ્નોના જવાબ નિત્યાની નજર સમક્ષ હાજર રહેલાં દરેક વ્યક્તિને થોડી જ વારમાં મળી જવાનાં હતાં…!

ક્રમશ : 


Rate this content
Log in

More gujarati story from Rahul Makwana

Similar gujarati story from Drama