Rahul Makwana

Horror Crime

3.4  

Rahul Makwana

Horror Crime

ઊટી ભાગ ૨૪

ઊટી ભાગ ૨૪

11 mins
571


(ડૉ.અભય હનીફની કાર દ્વારા ઊટીનાં બોટેનિકલ ગાર્ડનની મુલાકાત લે છે...આ દરમ્યાન ડૉ. અભયને હનીફ દ્વારા એવી બાબત જાણવાં મળે છે કે જે અજુગતી તો હતી જ તે પરંતુ સાથે - સાથે આ બાબત અખિલેશની સારવારમાં પણ ખુબજ ઉપયોગી નીવડી શકે તેમ હતી, જે આગળ જતાં અખિલેશની જિંદગી સાથે જોડાયેલા કેટલાય રહસ્યોને ખુલ્લાં પાડવામાં ઊપયોગી સાબિત થવાની હતી...ડૉ. અભય બોટેનિકલ ગાર્ડનની મુલાકાત લીધાં બાદ હોટલે પરત ફરે છે, અને હનીફને ત્રણ વાગ્યે ફરી પાછું આવવાં માટે જણાવે છે)

સમય : બપોરનાં ત્રણ કલાક

સ્થળ : સિલ્વર સેન્ડ હોટલ.

વાતાવરણ એકદમ શાંત હતું, સૂર્ય નારાયણે જાણે બધાંને પોતાનો પ્રતાપ બતાવવાનું નક્કી કર્યું હોય, તેમ એકદમ આકરો તડકો વરસાવી રહ્યાં હતાં, રસ્તા પર જાણે કરફ્યુ લાગેલ હોય તેવું લાગી રહ્યું હતું, સૌ કોઈ પોત- પોતાના ઘરમાં ઠંડક હેઠળ આરામ ફરમાવી રહ્યાં હતાં, જ્યારે અમુક લાચાર ફેરિયાઓ, લારીવાળાઓ, રીક્ષા ડ્રાઈવરો, અને દુકાનદારો કે જે પોતાનાં પરીવાર માટે થોડાક વધું રૂપિયા કમાવવાની ઈચ્છા કે મજબૂરીને લીધે ના છૂટકે એકપણ શબ્દ બોલ્યાં વગર ચુપચાપ પોતાનો ધંધો કરી રહ્યાં હતાં.

હનીફ પણ આ બધાં માંથી એક હતો, હનીફ સમયનો એટલો પાક્કો હતો કે બરાબર ત્રણનાં ટકોરે ડૉ. અભયને પીક-અપ કરવાં માટે હોટલ સિલ્વર સેન્ડએ આવી પહોંચ્યો હતો, જ્યારે આ બાજુ ડૉ. અભય પણ બરાબર ત્રણનાં ટકોરે પોતાનો રૂમ લોક કરીને હોટલની બહાર આવી રહ્યાં હતાં, તેના ચહેરા પર આજે એક પ્રકારનાં આનંદની લાગણી છવાઈ હતી, કારણ કે હવે તે અનુભવી રહ્યાં હતાં કે અખિલેશનો કેશ પોતાનાથી ચોક્કસપણે સોલ્વ થઈ શકશે..! 

ડૉ. અભય કારમાં બેસે છે, અને હનીફ તરફ એક સ્મિત આપે છે. હનીફ પણ ડૉ. અભય તરફ એક હળવું સ્મિત આપે છે. હનીફને ડૉ. અભયનાં ચહેરા પર આવેલા બદલાવ સ્પષ્ટપણે દેખાય રહ્યાં હતાં, સવારે જે ડૉ. અભય મૂંઝાયેલા અને ઉદાસીભર્યા ચહેરા સાથે પોતાની કારમાં બેસેલ હતાં, એ જ ડૉ. અભય હાલમાં પહેલાં કરતાં થોડાંક ખુશ લાગી રહ્યાં હતાં, જેનું કારણ પણ પોતે જ હોય એવું હનીફને લાગી રહ્યું હતું.

"તો ! સાહેબ ! હવે અત્યારે તમારે કઈ જગ્યા કે સ્થળની મુલાકાત લેવાની છે….?" - હનીફે પોતાની કાર સ્ટાર્ટ કરતાં પૂછ્યું.

"હનીફ ! અખિલેશે ઊટીમાં જેટલાં સ્થળોની મુલાકાત લીધેલ હતી તેમાંથી આપણે મોટાં ભાગનાં સ્થળોની મુલાકાત લઈ ચૂક્યાં છીએ…..પરંતુ હજુપણ એક સ્થળની આપણે મુલાકાત લેવાની બાકી છે…!" - ડૉ. અભય પોતાની સીટ પર સરખા બેસતાં-બેસતાં બોલ્યાં.

"સર ! આપણે કયાં સ્થળની મુલાકાત લેવાનું બાકી રહી ગયું છે….?" - હનીફે નવાઈ સાથે ડૉ. અભયને પૂછ્યું.

"હનીફ ! આપણે એક જ સ્થળની મુલાકાત લેવાનું બાકી છે….અને એ સ્થળ છે…“ધ ટાઇગર હિલ." - ડૉ. અભય બોલ્યો.

"ધ ટાઇગર હિલ" - આશ્ચર્ય સાથે નવાઈ પામતાં હનીફ બોલ્યો.

"કેમ ! હનીફ ? તને ધ ટાઇગર હિલ - નામ સાંભળતાની સાથે જ તને નવાઈ લાગી….?" - એક જાસૂસની માફક ડૉ. અભયે હનીફને પૂછ્યું.

"સર ! તો તમારે અત્યારે ધ ટાઇગર હિલની મુલાકાત લેવી છે એમ ને…? પણ…?" - હનીફે પોતાનું માથું ખંજવાળતા - ખંજવાળતા પૂછ્યું.

"પણ ! પણ શું ? હનીફ…?" - ડૉ. અભયે પૂછ્યું.

"સર ! હકીકતમાં તો હું અખિલેશ સરને ધ ટાઇગર હિલ પર લઈ જ નથી ગયો…!" - હનીફ થોડુંક ખચકાતાં-ખચકાતાં બોલે છે.

"શું ! વાત કરે છો… હનીફ…?" - ડૉ. અભયે આતુરતા સાથે પૂછ્યું…..જાણે એક પછી એક એમ ધીમે-ધીમે બધાં રહસ્યો ખુલી રહ્યાં હોય તેવું ડૉ. અભયને લાગી રહ્યું હતું.

"હા ! સાહેબ ! હું સાચું જ બોલી રહ્યો છું, અખિલેશ સરની કંપનીના સોફ્ટવેર લોન્ચિંગ ઇવેન્ટનાં આઠમાં દિવસે લગભગ સાંજના 5 વાગ્યાની આસપાસ મારા મોબાઈલ ફોનમાં રિંગ વાગી, મેં જોયું તો અખિલેશ સરનો કોલ હતો...આથી મેં કોલ રિસીવ કર્યો તેમણે મને પૂછ્યું કે પોતે જે હોટલે રોકાયા હતાં, ત્યાંથી સૌથી નજદીક કોઈ ફરવાં લાયક સ્થળ છે…? તો મેં અખિલેશ સરને ધ ટાઇગર હિલનું સજેશન આપ્યું, કારણ કે તે હોટલથી થોડુંક જ દૂર હતું, ત્યાં પહોંચતા લગભગ 30 મિનિટ જેટલો સમય લાગે, ત્યારબાદ અખિલેશ સર ટાઇગર હિલે જવાં માટે તૈયાર થઈ ગયાં, આથી મેં પૂછ્યું કે સાહેબ તો હું કાર લઈને હોટલ પર આપને પીક -અપ કરવાં માટે આવું…? તો તેમણે મને જણાવ્યું કે, “જો ! હનીફ ! હાલમાં 5 વાગી ચૂક્યાં છે, તું આવીશ તો વધારે લેટ થઈ જશે.....માટે હું લોકલ ટેક્ષી કરીને ટાઇગર હિલે પહોંચી જઈશ...આમપણ હાલમાં હું એકલો નથી…" આથી હું તેઓને ટાઇગર હિલ પર લઈ ગયેલ ન હતો, પરંતુ તેઓ કોઈ લોકલ ટેક્ષી કરીને જ ટાઇગર હિલે પહોંચ્યા હતાં…!" - હનીફ સ્પષ્ટતા કરતાં બોલે છે અને પોતાની કાર ટાઇગર હિલે જવાનાં રસ્તે દોડાવે છે.

"પણ….હનીફ ? તને અખિલેશ કહ્યું કે હું આમપણ હું અત્યારે એકલો નથી એનો મતલબ…શું થાય...? અખિલેશ કહેવા શું માંગતો હતો…? આ વાક્ય દ્વારા….? અખિલેશ સાથે કોણ હતું એનું નામ તને જણાવ્યું…?" - અચરજ પામતાં ડૉ. અભયે હનીફને પૂછ્યું.

"સાહેબ ! એ તો મને એક્ઝેટલી કોઈ આઈડિયા નથી પરંતુ જો આપણી દ્રષ્ટિએ વિચારીએ તો અખિલેશ સર સાથે કદાચ તેમની કંપનીનો જ કોઈ સહકર્મચારી હોઈ શકે...પરંતુ જો અખિલેશ સરની દ્રષ્ટીએ વિચારીએ તો માત્રને માત્ર એક જ વ્યક્તિ અખિલેશ સર સાથે હોય શકે….અને તે છે...શ્રેયા મેમ..!" - હનીફ પોતાનું લોજીક લગાડતાં બોલ્યો.

જેવી રીતે પુસ્તકમાં એક પછી એક ચેપટરો આવતાં હોય તેવી રીતે ડૉ. અભય સામે પણ અખિલેશનાં જીવનમાં ઘટેલી ઘટનાનાં એક પછી એક ચેપટરો ખુલવા લાગ્યાં હતાં, અને ધીમે-ધીમે રહસ્યો ખુલી રહ્યાં હતાં...જે ડૉ. અભયને અખિલેશનો કેસ સોલ્વ કરવામાં કે તેની સારવાર કરવામાં આગળ જતાં ખુબજ ઉપયોગી નીવડે એમ હતાં..

હનીફની કારમાં એક પ્રકારનો છન્નાટો છવાય ગયો, ડૉ. અભય વિચારી રહ્યાં હતાં કે શું પોતે જે રસ્તે ચાલી રહ્યાં છે, તે રસ્તો અખિલેશનો કેસ સોલ્વ કરવામાં મદદરૂપ થશે...કે બધી મહેનત વ્યર્થ જશે….? હકીકતમાં અખિલેશ કોની સાથે ટાઇગર હિલે ફરવાં ગયેલો હશે…? આ બાબતે તેઓ અખિલેશને પણ પૂછી શકે તેમ ના હતાં કારણ કે જો અખિલેશને આ બાબતે પૂછવામાં આવશે તો તેનો એક જ જવાબ હશે...કે પોતે શ્રેયા સાથે જ ઊટીનાં ટાઇગર હિલે ફરવાં માટે ગયો હતો….આથી ડૉ. અભય બારીનાં કાચમાંથી પોતાની નજરો આજુબાજુમાં દોડાવવા લાગે છે.

હનીફ પણ શાંતિથી પોતાની કાર ટાઇગર હિલ બાજુ જતાં રસ્તે દોડાવી રહ્યો હતો, પોતે જાણે આ અખિલેશ સાથે ઘટેલ સમગ્ર ઘટનાનો એક જીવતો જાગતો પુરાવો હોય તેવું હનીફ અનુભવી રહ્યો હતો. ડૉ. અભય પાસેથી જ્યારે હનીફને અખિલેશની હાલતની ખબર પડી ત્યારે હનીફને ખૂબ જ દુઃખ લાગી આવ્યું હતું, અખિલેશ સાથે હનીફને કોઈ ખાસ સબંધ હતો નહીં, પરંતુ ઊટીમાં અખિલેશ સાથે વિતાવેલા દસ દિવસ બાદ અખિલેશ અને હનીફને જાણે એક પ્રકારની મિત્રતા બંધાય ગઈ હોય તેવું હનીફને લાગી રહ્યું હતું, આથી હનીફ અખિલેશને કોઈને કોઈ રીતે ઉપયોગી થઈ શકે...તે માટે ડૉ. અભયને પોતાનાં રીતે જેટલું મદદરૂપ થવાય એટલું મદદરૂપ થઇ રહ્યો હતો.

એવામાં હનીફે ટાઇગર હિલે પહોંચીને પોતાની કારની બ્રેક લગાવી અને બોલ્યો.

"સાહેબ! આપણે ટાઇગર હિલે પહોંચી ગયાં છીએ…"

"ઓકે !" - આટલું બોલી અભય પોતાનાં ખભે બેગ લગાવી ટાઇગર હિલનાં દરવાજા તરફ પોતાનાં પગલાંઓ ભરવા માંડે છે."સર ! એક મિનિટ !" - ડૉ. અભયથી થોડેક દૂર ઉભેલ હનીફ બોલે છે.

"હા ! હનીફ ! બોલ…!" - ડૉ. અભય પોતાનાં ચાલતાં કદમોને સ્થિર કરતાં બોલ્યાં.

"સર ! જો તમને કાંઈ પ્રોબ્લેમ ન હોય તો હું પણ તમારી સાથે આવું….?" - હનીફે ડૉ. અભયને પૂછ્યું.

"ઓકે ! જો તું મારી સાથે આવવાં માંગતો હોવ તો મને કોઈ પ્રોબ્લેમ નથી...ચાલ..!" - ડૉ. અભયે હળવા સ્મિત સાથે હનીફને જણાવ્યું.

ત્યારબાદ હનીફ ડૉ. અભયનાં ખભે રહેલ બેગ પોતાનાં હાથમાં લઈ લે છે, અને પોતાનાં ખભે લટકાવી દે છે, અને બનેવ ટાઇગર હિલ તરફ જવાં માટે આગળ ચાલવા માંડે છે, ટાઇગર હિલ અખિલેશનાં જીવન સાથે જોડાયેલા ઘણાં બધાં રહસ્યોને લઈને બેસેલ હતું, જે બાબતથી ડૉ. અભય તદ્દન અજાણ હતાં, પરંતુ તેને એક અંદાજો હતો કે ટાઇગર હિલે એવી કંઈક તો માહિતી પોતાને મળશે...જે અખિલેશનાં કેસને સોલ્વ કરવામાં ઉપયોગી પુરવાર થશે.

ટાઇગર હિલે પહોંચતાની સાથે જ ડૉ. અભયને આ જગ્યાએ કંઈક એનર્જી હાજર હોય તેવું મહેસુસ થયું, એવામાં હનીફના ખભે રહેલ ડૉ. અભયની બેગમાંથી એક પ્રકારનું બીપ સાઉન્ડ સાંભળવા માંડ્યું, આથી હનીફે ઉત્સુકતાપૂર્વક ઝડપથી પોતાનાં ખભેથી બેગ ઉતારીને ડૉ. હનીફને આપી, આથી ડૉ. અભયે બેગની ચેન ખોલીને એક પ્રકારનું સાધન બહાર કાઢ્યું જેમાંથી આ બીપ સાઉન્ડ આવી રહ્યો હતો, આથી હનીફે અચરજ પામતાં ડૉ. અભયને પૂછ્યું.

"સાહેબ ! આ તમારા હાથમાં જે સાધન છે...એ શું છે…? તેનું નામ શું છે…? તેમાંથી શાં માટે એકાએક આવું બીપ સાઉન્ડ સંભળાવા લાગ્યું…?" - હનીફે નવાઈ પામતાં ડૉ. અભયને પૂછ્યું.

"હનીફ ! મારા હાથમાં જે સાધન છે તેનું નામ છે...તેનું નામ છે યુનિવર્સલ નેગેટિવ એનર્જી ડિટેક્ટર ઓર સ્કેનર...જે આપણી આસપાસ રહેલ નેગેટિવ એનર્જી કે પોઝિટિવ એનર્જીને ડિટેકટ કરવામાં મદદ કરે છે, અહીં હાલમાં આપણી આસપાસ પણ એક પ્રકારની એનર્જી છે, જે આ સાધને ડિટેકટ કરી, અને આમાંથી બીપ સાઉન્ડ સંભળાવા લાગ્યો, હું જ્યારે કારમાં બેઠો હતો, ત્યારે જ મેં આ ડિટેક્ટરનું પાવર બટન ઓન કરી દીધું હતું….મને આ ડિટેક્ટર મારા એક અંગત મિત્રએ ગિફ્ટમાં આપ્યું છે, જે પોતે પણ એક જાણીતો પેરાનોર્મલ એક્સપર્ટ છે….!" - હનીફનાં પ્રશ્નનો જવાબ આપતાં ડૉ. અભય બોલ્યાં.

"સાહેબ ! આ પેરાનોર્મલ એક્સપર્ટ એટલું શું….?" - હનીફને જાણવામાં રસ પડતો હોય તેવી રીતે પૂછ્યું.

"હનીફ ! પેરાનોર્મલ એક્સપર્ટ એટલે એવી વ્યક્તિ કે જે આપણી આસપાસ રહેલા અગોચર વિશ્વમાં બનતી ઘટનાં અને આપણે જેના પર વિશ્વાસ ના કરી શકીએ એવી ઘટનાઓ કે જે આપણી સમજની બહાર છે, તેની સાથે જોડાયેલા રહસ્યો ઉકેલવાના પ્રયત્નો કરી રહી હોય...ટૂંકમાં ભૂત, પ્રેમ, આત્મા, અંધશ્રદ્ધા વગેરેની પૂરેપૂરી માહિતી ધરાવતી વ્યક્તિ…!" - ડૉ. અભય હનીફને સમજાવતાં બોલ્યાં.

"તો ! પછી સાહેબ તમે પણ પેરાનોર્મલ એક્સપર્ટ છો એમ ને..?" - હનીફે આતુરતાપૂર્વક ડૉ. અભયને પૂછ્યું.

"ના ! હનીફ ! હું કોઈ પેરાનોર્મલ એક્સપર્ટ નથી...હું એક સાઈકિયાટ્રિસ્ટ એટલે કે મનોચિકિત્સક છું, પરંતુ આ પેરાનોર્મલ એક્ટિવિટી વિશે મેં મારા અભ્યાસ દરમ્યાન ઘણી જાણકારી મેળવેલી હતી, અને મારી પાસે જીવન અને મૃત્યું, ભવિષ્ય અને વર્તમાનમાં ઝોકાં ખાઈ રહેલા અખિલેશને બચાવવા માટે આ સિવાય કોઈ રસ્તો પણ નથી..." 

"હા ! સાચી વાત છે...સાહેબ તમારી…!" - હનીફ ડૉ. અભયની વાત સાથે સહમત થતાં બોલ્યો.

ત્યારબાદ હનીફ અને ડૉ. અભય હાથમાં યુનિવર્શલ એનર્જી ડિટેક્ટર લઈને આગળ વધે છે….એવામાં તેઓ જ્યારે થોડાંક આગળ વધે છે, ત્યારે આ ડિટેક્ટર માંથી જોર-જોરથી બીપ સાઉન્ડ સંભળાવા લાગે છે, આથી ડૉ. અભયને ખ્યાલ આવી જાય છે, કે પોતે હાલમાં જે જગ્યાએ ઉભેલાં છે, એ જ જગ્યા એ એનર્જીનું એપીસેન્ટર આવેલું છે, આથી ડૉ. અભયે આ બાબતની ખાતરી કરવાં માટે ડિટેકરની પાવરની સ્વીચ ઓફ કરીને ઓન કરી….ત્યાં તો તરત જ પાછો જોર-જોરથી બીપ સાઉન્ડ ફરીથી સંભળાવા લાગ્યો, આથી ડૉ. અભયે જોયું તો પોતે હનીફની સાથે જયાં ઉભાં હતાં, ત્યાં એક બાંકડો હતો, જયાંથી આખું ઊટી શહેર દેખાય રહ્યું હતું…..આથી ડૉ. હનીફે વિચાર્યું કે આ બાંકડા સાથે અખિલેશનાં જીવનનાં ઘણાં બધાં રહસ્યો જોડાયેલાં હોવાં જ જોઈએ…!

આથી ડૉ. અભય પોતાની બેગમાંથી ડાયરી બહાર કાઢે છે, અને તેમાં કંઈક લખે છે...અને ત્યારબાદ ડાયરી પાછી બેગમાં રાખે છે, અને સાથે-સાથે યુનિવર્શલ એનર્જી ડિટેક્ટર પણ સ્વીચ ઓફ કરીને બેગમાં પાછું મૂકી દે છે...અને હનીફને કહે છે.

"તો ! હનીફ ! આપણે હવે જઈશું…?" - હનીફને ડૉ. અભય પૂછે છે.

"ઓકે ! સાહેબે !" - હનીફ ટૂંકમાં જવાબ આપે છે.

ત્યારબાદ હનીફ અને ડૉ. અભય ટાઇગર હિલની બહારની તરફ જતાં રસ્તે આગળ વધે છે, આ સમયે એકાએક ડૉ. અભયનું ધ્યાન ટાઇગર હિલ પર આવેલાં વર્ષો જૂનાં પેલા કબ્રસ્થાન પર પડે છે, આ જોઈ ડૉ. અભયને કંઈક એવો ભાસ થાય છે કે આ બધી જ જગ્યાઓ અખિલેશ સાથે કોઈને કોઈ સંબંધ ધરાવતી હોવી જોઈએ…...ચાલતાં - ચાલતાં ડૉ. અભય અને હનીફ ટાઇગર હિલની બહાર નીકળીને હનીફે જયાં પોતાની કાર પાર્ક કરી હતી ત્યાં પહોંચે છે….

જેવો હનીફ પોતાની કારમાં લોક ખોલવાં માટે ચાવી લગાવે છે, ત્યાં તેની નજર ટાઇગર હિલનાં પાર્કિંગ તરફ આવતી એક ટેક્ષી પડે છે, જેને જોઈને હનીફ ઉભો રહી જાય છે, થોડીવારમાં તે ટેક્ષીમાંથી મુલાકાતીઓ ઉતરે છે, બધાં મુલાકાતીઓ ઉતરી ગયાં પછી બધાંથી છેલ્લે એ ટેક્ષીમાંથી એક વૃધ્ધ એવો ડ્રાઇવર ઉતરે છે...જેને જોઈ હનીફ દોડીને તેની પાસે જઈને પગે લાગે છે અને કહે છે કે..

"કેમ ! છો ? ચાચુ જાન..?" - હનીફ તેનાં ચાચાને ગળે ભેટતાં બોલે છે.

"સબ ! ખેરીયત...મેરે બચ્ચે…!" - વૃધ્ધ ટેક્ષી ડ્રાઈવર હસતાં ચહેરે બોલે છે.

ત્યારબાદ પેલા વૃધ્ધ ટેક્ષી ડ્રાઇવર અને હનીફ પાંચેક મિનિટ વાત-ચીતો કરે છે, આ બધું ડૉ. અભય દૂરથી જોઈ રહ્યાં હતાં, આ જોઈને ડૉ. અભયને સમજાય ગયું કે પેલા વૃધ્ધ દેખાતાં ટેક્ષી ડ્રાઇવર હનીફનાં ચાચુજાન છે. પછી હનીફે તેના ચાચુજાનનાં હાથ ચૂમીને પાર્કિંગમાં રહેલી પોતાની કાર તરફ ચાલવા માંડે છે…? 

હનીફ કાર પાસે આવીને ફરીથી પોતાની કારનો દરવાજો ખોલે છે….એવામાં ડૉ. અભય બોલે છે કે..

"હનીફ ! પેલા વૃધ્ધ એવાં દેખાતાં ટેક્ષી ડ્રાઇવર કોણ છે…?" - ડિટેકટીવ એજન્ટની માફક ડૉ. અભયે હનીફને પૂછ્યું.

"સાહેબ ! એ મારા ચાચુજાન એટલે કે મારા કાકા સલીમભાઈ છે, જે ઊટીમાં છેલ્લા 40 વર્ષથી ટેક્ષી ફેરવી રહ્યાં છે, જે મારા કરતાં પણ ઊટીની રગે-રગથી વધું માહિતગાર છે, આ ઉપરાંત તેમણે જ મને કાર ચલાવતાં શીખવ્યું છે….જ્યારે મારાં અબ્બુજાન એટલે કે પિતાં, મને અને મારા અમીજાનને છોડીને અલ્લાહનાં દરબારમાં જતાં રહ્યાં ત્યારે મારી ઉંમર માત્ર 17 વર્ષ હતી, આથી મારા ઘરનું ગુજરાન ચલાવવા માટે મેં અભ્યાસમાં રુચિ હોવા છતાંપણ અભ્યાસ અધુરો છોડીને આ ડ્રાઇવિંગ શીખી લીધું, જેમાંથી હું મારું અને મારા ઘરનું ગુજરાન ચલાવી શકુ છું….મારા અબ્બુજાન એટલે કે પિતા ગુજરી ગયાં પછી મારા ચાચુજાને મારા પરિવારને હરહંમેશ સ્પોર્ટ આપ્યો છે, અને મદદ કરતાં આવ્યાં છે…" - હનીફ પોતાનાં ચાચુજાન એટલે કે સલીમભાઈની ઓળખાણ આપતાં બોલે છે.

"હનીફ ! મારે ! તારું ચાચુજાનનું થોડુંક કામ છે, થોડી માહિતી તેમની પાસેથી મેળવવી છે…!" - ડૉ. અભય હનીફને પોતાની ઈચ્છા જણાવતાં બોલે છે.

"ઓકે ! સાહેબ….!" - હનીફ ફરી પાછી પોતાની કાર લોક કરતાં બોલે છે.

ત્યારબાદ હનીફ અને ડૉ. અભય સલીમભાઈ પાસે જાય છે, અને હનીફ ડૉ. અભય અને પોતાનાં ચાચુજાન સલીમભાઈનો એકબીજા સાથે પરિચય કરાવે છે...અને કહે છે કે..

"ચાચુજાન ! આમનું નામ ડૉ. અભય છે જેને તમારી પાસેથી થોડીક માહિતી જોઈએ છે...તો તમે તેને માહિતી આપો…!" - હનીફ વિનંતી કરતાં પોતાનાં ચાચુજાનને કહે છે.

ત્યારબાદ હનીફ પોતાની કારમાં જઈને બેસે છે, અને ડૉ. અભય આવે તેની રાહ જોવા માંડે છે, જ્યારે આ બાજુ ડૉ. અભય સલીમભાઈ સાથે લગભગ પોણી કલાક જેટલી પૂછપરછ કરીને માહિતી મેળવે છે, અને બનેવે વચ્ચે ઊંડાણપૂર્વક કંઈક ડિસ્કકશન થાય છે….ત્યારબાદ ડૉ. અભય સલીમભાઈનો પોતાના બે હાથ જોડીને આભાર માને છે….અને હનીફ અગાવથી જે કારમાં બેસેલ હતો તે કાર બાજુ આગળ ચાલવા લાગે છે.

આ સમયે ડૉ.અભયનાં ચહેરા પર જાણે કોઈ જંગ જીત્યાંનો આનંદ છવાય ગયો હોય તેવું લાગી રહ્યું હતું, ડૉ. અભયની ચાલમાં પણ એક પ્રકારનો બદલાવ આવી ગયો હતો…તે હવે કોન્ફિડન્સ સાથે ચાલી રહ્યાં હતાં, ત્યારબાદ ડૉ.અભય હનીફની કારમાં બેસે છે...અને કારનો દરવાજો બંધ કરતાં કહે છે કે….

"હનીફ ! હવે ડાયરેકટ મને તું હું જે હોટલે રોકાયેલો છું તે હોટલે (સિલ્વર સેન્ડ હોટલ) ડ્રોપ કરી દે, પછી તું તમ-તારે ફ્રી જ છો...તું આરામથી તારા ઘરે જઈ શકે છો." - ડૉ. અભયે હનીફને જણાવ્યું, હવે ડૉ. અભયનાં અવાજમાં કે તેના દ્વારા બોલાતાં શબ્દોમાં વજન આવી ગયો હતો, તેના પુરેપુરા શરીરમાં એક પ્રકારનો આત્મવિશ્વસ આવી ગયેલ હતો.

આ બાજુ હનીફ પોતાની કાર ડૉ. અભય જે હોટલમાં રોકાયેલ હતાં તે હોટલનાં રસ્તે દોડાવવા લાગ્યો…અને લીલાંછમ લાગી જંગલ જેવાં, રસ્તા પર પોતાની કાર ચલાવવાં લાગ્યો.

ડૉ. અભયનાં ચહેરા પર આનંદ કેમ છવાય ગયો હતો…? ડૉ. અભય અને સલીમભાઈ વચ્ચે શું ડિસ્કશન થયેલું હશે..કે જેથી ડૉ. અભયનો આત્મવિશ્વાસ એક્દમથી વધી ગયો…? શું ટાઇગર હિલ સાથે અખિલેશ કોઈ જૂનો સબંધ હશે…? શાં માટે ટાઇગર હિલે થોડુંક આગળ વધતાં જ યુનિવર્શલ એનર્જી ડિટેક્ટરમાં બીપ સાઉન્ડ વાંગવા લાગ્યું….? પેલા બાંકડા પાસે એવી તે શું ઘટનાં બની હશે…? જે ઘટનાં બની હશે તે અખિલેશનાં જીવન સાથે શું સંબધ ધરાવતી હશે….? શું આ બધાં પ્રશ્નોના જવાબ ડૉ. અભય મેળવી શકશે…? - જે સમય જતાં જ ખ્યાલ આવશે..!


Rate this content
Log in

Similar gujarati story from Horror