Unveiling the Enchanting Journey of a 14-Year-Old & Discover Life's Secrets Through 'My Slice of Life'. Grab it NOW!!
Unveiling the Enchanting Journey of a 14-Year-Old & Discover Life's Secrets Through 'My Slice of Life'. Grab it NOW!!

ઊટી ભાગ ૨૩

ઊટી ભાગ ૨૩

10 mins
255


(અખિલેશ વેદાંત હોસ્પિટલનાં સાઈકિયાટ્રિક આઈ.સી.યુ માં બેભાન હાલતમાં બેડ પર સુતેલ હતો, અને આ બાજુ ડૉ. રાજન, અભય, અને દીક્ષિત ત્રણેય રાજનની ચેમ્બરમાં બેસીને સાક્ષી સાથે ફોન પર વાત કરી રહ્યાં હતાં, એવામાં વોર્ડબોય દ્વારા ખબર મળે છે કે અખિલેશ ભાનમાં આવી રહ્યો છે, અખિલેશ સંપૂર્ણ ભાનમાં આવી ગયો ત્યારબાદ ડૉ. અભય અખિલેશ પાસેથી જરૂરી માહિતી મેળવે છે, અને ત્યારબાદ અભય રાજનની પરમિશન લઈને પોતાની હોસ્પિટલે જવાં માટે વેદાંત હોસ્પિટલમાંથી બહાર નીકળે છે !)

ધીમે - ધીમે એક પછી એક એમ દિવસો વીતવા લાગે છે, આવનાર દિવસો અખિલેશને તેના માથા પર આવેલી આફત કે મુસીબતો માંથી ઉગારશે કે નહીં એ તો હજુ પણ એક પ્રશ્ન જ હતો, આ બાજુ ડૉ. રાજન અને અભયે નકકી કર્યુ, તે મુજબ ડૉ. અભય અખિલેશનાં કેસ સાથે જોડાયેલા રહસ્યોને ઉકેલવા માટે ઊટી જવા રવાના થાય છે, ડૉ. અભય ઊટી ગયાં તે પહેલાં અખિલેશ પાસેથી ઊટીમાં જે - જે ઘટનાં બની હતી તેની ડિટેઈલ હિસ્ટ્રી લઈ લીધેલ હતી, આ બાજુ ડૉ. અભય ઊટી પહોંચે છે, જ્યારે આ બાજુ અખિલેશની હાલત દિવસેને દિવસે ગંભીર બની રહી હતી.

પહેલા અખિલેશને માત્ર સપનામાં જ પેલો વ્યક્તિ તેને મારવા આવતો હોય તેવું દેખાતું હતું, પરંતુ હવે અખિલેશને વિઝયુલ હેલ્યુઝીનેશન, અને ઓડિટરી હેલ્યુઝીનેશન પણ થવા માંડ્યું હતું…...(વિઝયુલ હેલ્યુઝીનેશન એટલે વ્યક્તિની નજર સમક્ષ કંઈપણ ના હોવાછતાં પણ દર્દીને પોતાની નજર સમક્ષ વ્યક્તિ કે વસ્તુ દેખાય….જ્યારે ઓડિટરી હેલ્યુઝીનેશન એટલે વ્યક્તિનાં કાને અલગ - અલગ પ્રકારના અવાજો સંભળાય, જ્યારે વાસ્તવમાં કોઈ જ અવાજ હોતો નથી…) આમ અખિલેશ જાણે એક પાગલ હોય તેવું તેનું વર્તન થઈ રહ્યું હતું, તેણે લોકો સાથે હળવા-મળવાનું પણ ઓછું કરી દિધેલ હતું, કોઈને મળવાની ઈચ્છા પણ નહોતી થઈ રહી, અખિલેશ જાણે ભૂખ અને તરસ પણ ભૂલી ગયો હોય તેવું લાગી રહ્યું હતું….આ બાજુ દિવસ રાત એક કરીને ડૉ. અભય અખિલેશનો કેશ સોલ્વ કરવાં માટે પ્રયત્નો કરવા લાગ્યાં હતાં.

ડૉ. અભય ઊટી પહોંચીને સાક્ષીને કોલ કરે છે, અને સાક્ષી જે હોટલમાં રીસેપનિસ્ટ તરીકે જોબ કરતી હતી તે જ હોટલ સિલ્વર સેન્ડમાં રોકાવાનું પસંદ કર્યું હતું….જેથી જ્યારે તેને સાક્ષી પાસેથી અખિલેશનાં કેસ વિશે કોઈ માહિતી જોતી હોય તો તે માહિતી સરળતાથી મળી રહે.

ત્યારબાદ ડૉ. અભય અખિલેશ જે હોટલમાં રોકાયેલ હતો તે હોટલમાં એટલે કે ધ સીટી પેલેસ હોટલમાં તપાસ કરવાં માટે જાય છે, અને ત્યાં જઈને પૂછપરછ કરે છે, અને અખિલેશે ધ સીટી પેલેસ હોટલ ચેક-ઈન કર્યું ત્યારથી માંડીને ચેક આઉટ કર્યુ, ત્યાં- સુધીની બધી જ માહિતી ધ સીટી પેલેસ હોટલનાં રીસેપનિસ્ટ અને મેનેજમેન્ટ પાસેથી મેળવે છે….ત્યારબાદ ડૉ. અભય રીસેપનિસ્ટ પાસેથી ડ્રાઇવર હનીફનો મોબાઈલ નંબર લે છે, અને હનીફને કોલ કરીને જણાવે છે કે પોતે અહીં ઊટીમાં એક અઠવાડિયું રોકાવાનાં છે...આ દરમ્યાન ઊટીમાં બધી જ જગ્યા કે જે હું જણાવું ત્યાં લઈ જવા માટે હનીફને વાત કરે છે, હનીફ પણ રાજીખુશીથી ડૉ. અભયની વાત સાથે સહમત થઈ જાય છે.

એ દિવસે રાતે ડૉ. રાજને અભયને કોલ કર્યો અને અખિલેશની હાલત પહેલા કરતાં વધુ ગંભીર બની રહી છે તેની જાણ કરી અને સાથોસાથ જણાવ્યું કે અખિલેશમાં હેલ્યુઝીનેશનનાં લક્ષણો પણ હવે જોવા મળી રહ્યાં છે, આથી ડૉ. અભયે જણાવ્યું કે અખિલેશને હાલ પૂરતો એક અઠવાડિયા માટે તમારી હોસ્પિટલમાં જ દાખલ રાખો, જેથી અખિલેશ ચોવીસ કલાક આપણાં ઓબસર્વેશનમાં રહે...અને કઈ ઇમરજન્સી ઉભી થાય તો તાત્કાલિક સારવાર પણ આપી શકાય.

આથી બીજે દિવસે ડૉ. રાજન દીક્ષિતને પોતાની ચેમ્બરમાં બોલાવે છે અને જણાવે છે કે અખિલેશની તબિયત હાલમાં પહેલા કરતાં થોડી વઘું ગંભીર લાગી રહી છે, માટે અખિલેશને એક અઠવાડિયા માટે હોસ્પિટલમાં જ દાખલ રાખવો પડશે...જેથી તે સંપૂર્ણ રીતે અમારા ઓબસર્વેશનમાં રહે….

દીક્ષિત પણ ડૉ. રાજનની વાત સાથે સહમતી દર્શાવતા બોલે છે કે, - 

"સાહેબ ! શું ? અખિલેશ એક અઠવાડિયામાં ફરી પાછો પહેલાની માફક નોર્મલ થઈ જશે…? આઈ મીન અખિલેશને સારું થઈ જશે…?" 

"સી ! મિ. દીક્ષિત ! અખિલેશને તમે જ્યારે બેભાન હાલતમાં મારી હોસ્પિટલે લઈને આવ્યાં હતાં, ત્યારે જ મને આ કેસની ગંભીરતાનો ખ્યાલ આવી ગયો હતો, આથી મેં તે સમયે ડૉ. અભયને પણ બોલાવી લીધાં હતાં, અને ડૉ. અભય એ એક એવા સાઈકિયાટ્રિસ્ટ છે કે જે એકવાર પોતાના હાથમાં કોઈ કેસ સોલ્વ કરવાં માટે લઈ લે...ત્યારબાદ તે કોઈપણ કિંમતે દિવસ-રાત જોયા વગર હાથમાં લીધેલ કેસ સોલ્વ કરીને જ રહે છે, હાલમાં પણ અખિલેશનો કેસ સોલ્વ કરવાં માટે ડૉ. અભય ઊટી પહોંચી ગયેલા છે, આપણે આશા રાખીએ કે અખિલેશનો કેસ પણ અન્ય કેસોની માફક જ ડૉ. અભય સોલ્વ કરે...અને આ કેસ સાથે જોડાયેલા બધાં જ રહસ્યો ઉકેલાય જાય." 

"સાહેબ ! હું તમારો અને ડૉ.અભયનો જેટલો આભાર માનું એટલો ઓછો છે…!" - દીક્ષિત પોતાના બનેવે હાથ જોડાતાં બોલે છે, અને ડૉ. રાજનની ચેમ્બરમાંથી બહાર નીકળે છે.

આ બાજુ ડૉ. અભય અખિલેશનાં કેસ સોલ્વ કરવા માટે કે અખિલેશનાં જીવન સાથે જોડાયેલા રહસ્યોને ઉકેલવા માટે કોઈને કોઈ ખૂટતી કડી ચોક્કસપણે ઊટીમાંથી મળી જશે એ ઈરાદાથી અખિલેશ ઊટીમાં જે - જે સ્થળોએ ફર્યો હતો એ બધાં જ સ્થળોની ડૉ. અભય હનીફની કાર દ્વારા મુલાકાત લેવાનું વિચારે છે.

લગભગ છ દિવસ સુધી આ સિલસિલો ચાલ્યો, દરરોજ સવારે ડૉ. અભય હનીફને કોલ કરે એટલે હનીફ ડૉ. અભયની હોટલે પહોંચી જાય, અને ત્યારબાદ ડૉ.અભય જે સ્થળે જવાં માટે જણાવે તે સ્થળે હનીફ પોતાની કાર લઈ જતો હતો, ધીમે-ધીમે ડૉ. અભયે અખિલેશ ઊટીમાં જે - જે સ્થળોએ ફર્યો હતો એ બધાં જ સ્થળોની મુલાકાત લે છે, પરંતુ ડૉ. અભયનાં હાથમાં કોઈ જ પુરાવા કે સબૂત નહોતા લાગ્યાં કે જે અખિલેશનો કેસ સોલ્વ કરવામાં મદદરૂપ થઇ શકે..!

આથી ડૉ. અભય મનોમન મૂંઝવણ અનુભવી રહ્યાં હતાં, તેના મનમાં અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યાં હતાં...જેવા કે શું આ તેના હાથમાં આવેલ પહેલો એવો કેસ બનશે કે જે પોતે સોલ્વ કરવામાં નિષ્ફળ થયો….? અખિલેશ, દીક્ષિત અને ડૉ. રાજનને પોતે શું જવાબ આપશે…? કે જેઓ પોતાના પર ખુબજ વિશ્વાસ રાખીને બેઠા છે…? શું ઊટીથી આવી રીતે ખાલી હાથે જ પરત ફરવું પડશે….? શું પોતે કે ડૉ. રાજન અખિલેશનાં અંધકારમય જીવનમાં ક્યારેય અજવાસ નહીં લાવી શકે….? - આવા અનેક પ્રશ્નો હાલમાં ડૉ. અભયનાં મનમાં ઉભા થયા હતાં… જેના જવાબો હાલ ડૉ. અભય પાસે નહોતાં, આથી ડૉ. અભય પોતે અંદરથી હિંમત હારી રહ્યાં હોય તેવું લાગી રહ્યું હતું…..આ હાર અખિલેશની કે અખિલેશનાં કેસની નહીં પરંતુ આ હાર પોતાની થઈ રહી હોય તેવું ડૉ. અભય અનુભવી રહ્યાં હતાં.

ત્યારબાદ છેલ્લે દિવસે ડૉ. અભય હનીફને પોતાની હોટલ પર સવારનાં 8 કલાકની આસપાસ બોલાવે છે, અને થોડીવારમાં હનીફ કાર લઈને આવી પહોંચે છે, અને ડૉ. અભય હનીફની કારમાં બેસે છે, ડૉ. અભયનાં ચહેરા પર પોતે હારી રહ્યાં હોય તેવી નિરાશાની રેખાઓ હાલમાં ઉપસી આવેલ હતી.

"ગુડ મોર્નિંગ ! સર..!" - હનીફ વિશ આપતાં બોલે છે.

"ગુડ ! મોર્નિંગ ! હનીફ ! " - ડૉ. અભય પોતાનું માથું હલવાતાં બોલે છે.

"સાહેબ ! એક વાત પૂછું…? જો તમે ખોટું ના લગાડો તો..?" - હનીફે હળવાં અવાજમાં પૂછ્યું.

"હા ! હનીફ ! પૂછ..!" - ડૉ. અભય બોલ્યાં.

"સાહેબ ! તમારા ચહેરા પર કાયમ થોડીક સ્માઈલ મેં જોયેલ છે પરંતુ આજે તમારા ચહેરા પર મને ઉદાસી અને નિરાશા દેખાય રહી છે…? એ સાચું છે…?" - હનીફ ડૉ. અભયનાં ચહેરા સામે જોતા બોલ્યો.

"હા ! યાર ! વાત જ એવી છે...જેથી હું થોડીક મુંઝવણ અનુભવી રહ્યો છું…!" - ડૉ. અભય વાત ટૂંકાવતાં હોય તેવી રીતે બોલ્યાં.

"સાહેબ ! શું હું તમારી એ વાત જાણી શકુ છું કે જેને લીધે તમારું મન મૂંઝવણ અનુભવી રહ્યું છે…?" - હનીફે હિંમત કરતાં ડૉ. અભયને પૂછ્યું.

"આજથી લગભગ વિસ કે પચ્ચીસ દિવસ પહેલા મારો એક મિત્ર પોતાની કંપનીનાં એક કામથી ઊટી આવેલ હતો, જે ઊટીમાં દસ દિવસ ધ સીટી પેલેસ હોટલમાં રોકાયેલ હતો, આ દસ દિવસ દરમ્યાન તેને એક છોકરી સાથે પ્રેમ થઈ જાય છે...જેનું નામ છે શ્રેયા...જે ત્યારબાદ તે શ્રેયાની સાથે દરરોજ ઊટીનાં અલગ - અલગ સ્થળોએ ફરવાં જતો હતો...…" - ડૉ. અભય વાતની શરૂઆત કરતાં બોલે છે.


"સાહેબ ! એક મિનિટ…!" - હનીફ થોડુંક વિચારતાં બોલે છે.

"હા ! હનીફ ! શું થયું…?" - ડૉ. અભયે હનીફને પૂછ્યું.

"સાહેબ ! આ ધ સીટી પેલેસ હોટલ….શ્રેયા...આ બધાં નામો તો મેં ક્યાંક સાંભળેલ હોય તેવું મને લાગી રહ્યું છે…..અને છેલ્લાં વીસ - પચ્ચીસ દિવસ પહેલા તો હું ધ સીટી પેલેસ હોટલમાંથી એક જ વ્યક્તિને આવી રીતે દરરોજ ઊટીનાં અલગ - અલગ સ્થળોએ ફરવાં માટે લઈ જતો હતો…..યસ...તમે ક્યાંક અખિલેશ સરની તો વાત નથી કરી રહ્યાં ને…!" - હનીફે નવાઈ સાથે ડૉ. અભયને પ્રશ્ન પૂછ્યો.

"યસ ! હનીફ ! યુ આર એક્ઝેટલી રાઈટ…! હું અખિલેશ વિશે જ વાત કરી રહ્યો છું….એ જ અખિલેશ કે જે તું તારી જ કારમાં શ્રેયા સાથે ઊટીનાં અલગ - અલગ સ્થળોએ ફરવા જતો હતો….!" - ડૉ. અભય આખી વાત જણાવતાં બોલ્યાં.

"પણ ! સર !" - હનીફ મૂંઝાતા અવાજે બોલ્યો.

"હા ! હનીફ ! શું થયું…..? બોલ…!" ડૉ. અભયને આ કેશ સોલ્વ કરવાની આશાનું કિરણ દેખાયું હોય તેવી રીતે ઉતાવળે બોલ્યાં.

"સાહેબ ! તમે મને કહ્યું કે અખિલેશ સર મારી કારમાં દરરોજ શ્રેયા મેડમ સાથે ઊટીનાં અલગ - અલગ સ્થળોએ ફરવાં જતાં હતાં...પણ...મેં ક્યારેય શ્રેયા મેડમને જોયા જ નથી, હું દરરોજ માત્રને માત્ર અખિલેશ સરને જ મારી કારમાં ફરવા માટે લઈ જતો હતો….પરંતુ….???" - હનીફ સ્પષ્ટતા કરતાં બોલ્યો.

"હનીફ ! શું વાત કરે છો…?" - એક આશ્ચર્ય અને નવાઈ સાથે ડૉ. અભય બોલ્યાં.

"હા ! સાહેબ ! મેં શ્રેયા મેડમને ક્યારેય જોયેલાં જ નથી પરંતુ મેં આ નામ અખિલેશ સરના મોઢેથી સાંભળેલ છે, હું જ્યારે અખિલેશ સરને મારી કારમાં બેસાડીને ઊટીનાં બોટેનિકલ ગાર્ડને લઈ જઈ રહ્યો હતો, ત્યારે તે પાછળ બેસીને કોઈની સાથે વાત કરી રહ્યાં હતાં, જેમાં શ્રેયા મેડમનું નામ વારંવાર બોલી રહ્યાં હતાં, આથી મને થયું કે અખિલેશ સર, ફોન પર વાત કરી રહ્યાં હશે...પરંતુ મેં જ્યારે રિયર વ્યુ મીરરમાંથી જોયું તો મને એક પ્રકારનું આશ્ચર્ય થયું કારણ કે અખિલેશ સરની બાજુમાં કોઈજ બેસેલ હતું નહીં, છતાંપણ એ તેમની સાથે વાતચીત કરી રહ્યાં હતાં. જેવી રીતે આપણે બનેવે હાલમાં વાત કરી રહ્યાં છીએ, ફર્ક માત્ર એટલો હતો કે આપણે બનેવે એકબીજાને જોઈ શકીએ છીએ, જ્યારે શ્રેયા મેડમ તો દેખાતા ન હોવા છતાંપણ અખિલેશ સર તેની સાથે વાત કરી રહ્યાં હતાં….મને આ કાંઈ સમજમાં નહોતું આવી રહ્યું, આથી ત્યારબાદ મેં મારું બધું ધ્યાન કાર ડ્રાઈવ કરવામાં લગાવી દીધું….અખિલેશ સરને જ્યારે મેં બોટેનિકલ ગાર્ડને ઉતાર્યા ત્યારે પણ જેવી રીતે આપણે કારનો દરવાજો ખોલીને કોઈને ઉતારવા માટે મદદ કરીએ તેવી રીતે અખિલેશ સર કારનો દરવાજો ખોલીને

"કમ ! શ્રેયા...નાવ વી આર રિચ એટ ધ વન્ડરફુલ બોટેનિકલ ગાર્ડન ઓફ ઊટી…! અને જાણે તેમનો હાથ પકડીને કારમાંથી ઉતારી રહ્યાં હોય તેવું મને લાગ્યું, પરંતુ વાસ્તવમાં તો અખિલેશ સર એક જ મને દેખાય રહ્યાં હતાં, ત્યારબાદ જાણે મારા મગજે કામ કરવાનું બંધ કરી દીધું હોય તેવું મને લાગી રહ્યું હતું, આથી મેં હિંમત કરીને અખિલેશ સરની પરમિશન લઈને મારી કારનો વળાંક વળ્યો, અને મારા ઘર તરફ જવાં માટેનો રસ્તો પકડ્યો.

સાહેબ એ દિવસે મને આખી રાત માત્રને માત્ર અખિલેશ સરનાં જ વિચાર આવી રહ્યાં હતાં જેથી મને ઊંઘ પણ ના આવી, મારા મનમાં ઘણાં પ્રશ્નો ઉભા થયાં હતાં...જેવા કે શું અખિલેશ સરનું માનસિક સંતુલન ખોરવાઈ ગયું છે….? શું અખિલેશ સરને રાત્રે કરેલ પાર્ટીનો નશો હજુપણ ઉતર્યો નહીં હોય….? શું અખિલેશ સર ખરેખર શ્રેયા મેડમ સાથે વાત કરી રહ્યાં હતાં….? જો ખરેખર અખિલેશ સર શ્રેયા મેડમ સાથે વાતો કરી રહ્યાં હતાં...તો પછી હું કેમ શ્રેયા મેડમને જોઈ શકતો ના હતો….? શું મારી કારમાં પાછળ માત્ર અખિલેશ સર જ બેઠા હતાં કે પછી શ્રેયા મેડમ પણ બેઠા હતાં…? આવા અનેક પ્રશ્નોને લીધે હું રાતે શાંતિથી ઊંઘી પણ નહોતો શક્યો….પણ મેં ક્યારેય આ પ્રશ્નો અખિલેશ સરને પૂછવા માટેની હિંમત કરી નહીં….આમય સાહેબ મારી જેવા નાનાં માણસની હેસિયત જ શું છે કે અખિલેશ સર જેવા મોટા સાહેબની પર્સનલ લાઈફ વિશે પ્રશ્નો પૂછી શકુ….! આથી મેં અખિલેશ સર સાથે આ બાબતે ક્યારે વાત ના કરી….અને આ પ્રશ્નો મારા મનનાં કોઈ એક ખૂણામાં કાયમિક માટે દબાવી દીધાં…!" - હનીફ સ્પષ્ટતા કરતાં બોલ્યો.

"હનીફ ! કાર ઉભી રાખ…!" - ડૉ. અભય ઝટકા સાથે બોલ્યાં

ત્યારબાદ હનીફ અને ડૉ. અભય કારમાંથી ઉતરે છે...અને ડૉ. અભય થોડુંક વિચારે છે, અને વિચાર્યા બાદ હનીફને કહે છે કે

"હનીફ ! તું કદાચ જાણતો નહીં હોય કે તે મને જાણતાં અજાણતાં જ એટલી મોટી મદદ કરી દીધી છે કે હું તારો જેટલો આભાર માનું એટલો ઓછો છે…! મને અત્યાર સુધી એ નહોતું સમજાય રહ્યું કે અખિલેશનો કેસ સોલ્વ કરવાની શરૂઆત હું ક્યાંથી કરું….? તે મને આ જે વિગતો આપી એટલી માહિતી મારા માટે અખિલેશનો કેસ સોલ્વ કરવાની શરૂઆત કરવા માટે પૂરતી છે….!" - ડૉ. અભયનાં નિરાશ ચહેરા પર આશાના કિરણો ખીલી રહ્યાં હોય તેવી રીતે ડૉ. અભયે ખુશ થઈને હનીફનાં બનેવ હાથ પકડીને આભાર માન્યો.

"સાહેબ ! મને કંઈ સમજાયું નહીં…!" - હનીફ મૂંઝાતા અવાજમાં બોલ્યો.

"હનીફ ! તે મને હમણાં કહ્યું કે અમારી જેવા નાનાં માણસની શું હેસિયત કે અખિલેશ સર જેવા મોટા માણસને પ્રશ્ન પૂછી શકે...પરંતુ તું એ જાણતો નથી કે તારી જેવા નાનાં માણસે જ મને આ કેસ સોલ્વ કરવાં માટેનો એક નવો જ રસ્તો ખોલી દીધેલો છે….તે તારા મનમાં અખિલેશ અને શ્રેયાને સંબધિત જે પ્રશ્નો દબાવી રાખ્યાં છે એ બધા જ પ્રશ્નોના જવાબ તને ટૂંક સમયમાં જ મળી જશે…..આથી જ કહેવાય છે કે..

"ક્યારેય કોઈ વ્યક્તિ નાની કે મોટી નથી હોતી, દરેક વ્યક્તિનું પોતાની જગ્યાએ પોતાનું એક અલગ મહત્વ હોય છે, બાકી તલવાર, તલાવરનું જ કામ કરી શકે, અને સોય, સોયનું જ કામ કરી શકે….!" 

 તલવારથી ક્યારેય કપડાં સીવી ના શકાય, તેવી જ રીતે સોઈથી ક્યારેય કોઈને કાપી ના શકાય."

ત્યારબાદ ડૉ. અભય ઊટીનાં બોટેનિકલ ગાર્ડનની મુલાકાત લઈને પાછા પોતાની હોટલે બપોરનાં 12 કલાકની આસપાસ પરત ફરે છે, હોટલે પહોંચીને કારમાંથી ઉતર્યા બાદ ડૉ. અભય હનીફને જણાવે છે કે…

"હનીફ ! તું જમી લે અને થોડો આરામ કરી લે...આપણે પાછા ત્રણ વાગ્યે મળીએ, આપણે હજુ પણ એક સ્થળની મુલાકાત લેવાની બાકી છે..!" - ડૉ. અભયે હનીફને જણાવ્યું.

"ઓકે ! સાહેબ ! હું એકઝેટ ત્રણ વાગ્યે આવીને હોટલની નીચે ઉભો હોઇશ, અને તમારા માટે વેઇટ કરી રહ્યો હોઇશ…" - હનીફ બોલ્યો.

ત્યારબાદ હનીફ પોતાની કારનો વળાંક વાળીને પોતાના ઘર તરફ જવાના રસ્તે કાર દોડાવે છે, જ્યારે ડૉ. અભય મનમાં એક પ્રકારનાં આનંદ અને ખુશી સાથે હોટલમાં પ્રવેશે છે, પછી લંચ કરીને પોતાનાં રૂમમાં જાય છે, અને અખિલેશ વિશે વિચારવા લાગે છે….! 

શું ? ડૉ. અભયને હનીફ દ્વારા જે માહિતી મળી એ અખિલેશનો કેસ સોલ્વ કરવા માટે પૂરતી હશે…? શું ? ડૉ. અભય આ કેસ હવે સોલ્વ કરી શકશે…? શું ? ડૉ. અભય અખિલેશનાં જીવન સાથે જોડાયેલાં રહસ્યો સફળતાપૂર્વક ઉકેલી શકશે…? ડૉ. અભય હજુપણ કંઈ જગ્યાની મુલાકાત લેવાનું વિચારી રહ્યાં હતાં ? આવા બધા જ પ્રશ્નોનાં જવાબ કદાચ ડૉ. અભયને આજે મળી જશે...એવું લાગી રહ્યું હતું.


Rate this content
Log in

More gujarati story from Rahul Makwana

Similar gujarati story from Horror