Rahul Makwana

Horror Romance

3  

Rahul Makwana

Horror Romance

ઊટી ભાગ ૨૧

ઊટી ભાગ ૨૧

10 mins
457


લગભગ ત્રીસેક વર્ષ પહેલાં.

સમય - સવારનાં 8 કલાકસ્થળ

- વિશ્વજીતની હોટલ.

સવાર પુરે-પુરી રીતે ખીલી ઉઠી હતી, વાતાવરણમાં એક પ્રકારની તાજગી ફેલાય ગઈ હતી, પક્ષીઓ પણ પોતાના બચ્ચાને માળામાં એકલા છોડીને, ડિટેકટીવ એજન્ટની માફક પોતાના બચ્ચાં માટે ખોરાકની શોધ કરવાં માટે નીકળી પડ્યાં હતાં, સૌ કોઈ પોત-પોતાનાં કામ- ધંધે જવા માટે નીકળી ગયાં હતાં, અને આ ભાગદોડ ભરેલી જિંદગીની રેસમાં જોડાય ગયાં, વિદ્યાર્થીઓ પણ પોતાનું ભવિષ્ય ઉજળું બનાવવાની હૈયામાં હામ રાખીને સ્કૂલે પહોંચી ગયાં હતાં, સવાર એ પોતાની જાતે જ એવું સૂચવે છે કે તમે તમારી ભૂલને ભૂતકાળમાં મૂકીને તમારી એ ભૂલો તમારા વર્તમાનમાં સુધારી નાખો, વહેલી સવારનું વાતાવરણ જ એટલું આહલાદક હોય છે કે સૌ કોઈના મનમાં સ્ફુર્તિ ભરી દે છે, પરંતુ આ દુનિયામાં અમુક લોકો એવાં હોય છે કે એ લોકો એવું ઈચ્છતાં હોય છે કે તેના જીવનમાં સવાર પડે જ નહીં, આ જ આહલાદક સવાર અમુક લોકોના જીવનમાં તુફાન લઈને આવે છે, જે તેના જીવનને એક ચક્રવાત તરફ ખસેડી જાય છે..

આવું જ એક કપલ હતું નિસર્ગ અને નિત્યા જે વિશ્વજીતની હોટલમાં રાત રોકાણું હતું, હાલમાં તો નિસર્ગ અને નિત્યાને વિશ્વજીતની હોટલમાં સહારો મળી ગયો હતો, પરંતુ અફસોસ કે આ બનેવને તેના પરિવાર કે સમાજ તરફથી કોઈ સહારો કે આધાર મળેલ ન હતો, સવાર પડતાંની સાથે જ નિસર્ગના મનમાં ચાલી રહેલ ટ્રેને એક્સપ્રેસ ટ્રેનની માફક ઝડપ પકડી….હવે બનેવ ક્યાં જશે….? ક્યાં રોકાશે…? કયાં સુધી આવી રીતે ભટકતાં રહેવું પડશે….? કોની પાસે જઈને મદદ માંગવી….? કોણ આગળ ચાલીને તે બનવેની મદદ કરશે….? શું થશે આગળ જતાં ….? શું પરિણામ આવશે…..? શું બનેવનો પ્રેમ સફળ થશે….? શું નિસર્ગ અને નિત્યા બનેવનો સાથ એકબીજા સાથે જીવનનાં અંત સુધી રહશે….? - આવા વગેરે પ્રશ્નો નિસર્ગને ઘેરી રહ્યાં હતાં.

ત્યારબાદ નિસર્ગ અને નિત્યા વિશ્વજીતની હોટલમાંથી ચેક આઉટ કરે છે, આ સમયે નિસર્ગની આંખોમાં હતાશા પ્રસરેલી હતી, પરંતુ તેની આંખોના એક ખૂણામાંથી નિત્યા માટે નો અપાર પ્રેમ પણ ટપકી રહ્યો હતો, જે એવું સૂચવી રહ્યાં હતાં કે નિસર્ગ નિત્યા માટે આખી દુનિયા સામે લડવા તૈયાર હતો, પછી ભલે સામે કોઈ મોટી તોપ કેમ ના હોય…! પછી નિસર્ગ રિસેપશન કાઉન્ટર પર બેસેલા વિશ્વજીતને બિલ ચૂકવીને હોટલની બહાર નીકળે છે.

વિશ્વજીત નિસર્ગ અને નિત્યાને જોઈને સમજી ગયો હતો કે આ બનેવે એકબીજાને ખુબ જ પ્રેમ કરે છે, જે પોતાનો માળો છોડીને આ ખુલ્લા આકાશમાં એક ઊંચી ઉડાન ભરવા માટે નીકળી પડેલ હતાં, જેનો આપણાં કહેવાતા શિક્ષિત સમાજે તિરસ્કાર કર્યો હશે….આ આવડી મોટી દુનિયામાં હજારો વ્યક્તિઓ હોવાં છતાં પણ બનેવ પોતાની જાતને આ દુનિયામાં એકલા જ મહેસુસ કરી રહ્યાં હતાં.

આપણી દુનિયામાં જાણે પ્રેમ કરવો કોઈ ગુનોહ હોય તેવું નિસર્ગ અને નિત્યા અનુભવી રહ્યાં હતાં, આપણાં સમાજનાં લોકો પોતાના જુનાં રૂઢિચુસ્ત જડ નિયમોને લીધે પોતાનાં સંતાનોના પ્રેમને સમજી શકતાં નથી હોતાં, જેનું પરિણામ એટલું ભયંકર હોય છે કે કદાચ માતાં-પિતાએ પોતાનાં સગા સંતાનોને પણ ક્યારેક ગુમાવવાનો વારો આવતો હોય છે, જો છોકરો અમીર બાપનો વંઠેલ કે કપાતર હોય, આખો દિવસ માત્ર લવારીઓ કરતો ફરતો હોય, બે પૈસા કમાવવાની ત્રેવડ ના હોય તો માતા-પિતા અને તેમના બનાવેલા જડ રૂઢિચુસ્ત નિયમો બરાબર છે, પરંતુ જો છોકરો વ્યવસ્થિત ઘરનો હોય, સારું ભણેલ હોય, સારું કમાતો હોય, પોતાની દીકરીને હરહંમેશ ખુશ રાખવા માટે સક્ષમ હોય...તો આ સમયે દરેક માતાં-પિતાએ પોતાના જડ નિયમોને તોડીને આગ લગાવી દેવી જોઈએ….જ્યારે આ બાબત આપણાં સમાજમાં રહેલ દરેક માતાં-પિતાં સમજતાં થઈ જશે...એ સમયે સાહેબ તમારું સંતાન કાયમિક માટે તમારૂં જ બની રહેશે…!

આવા સમયે માતાં-પિતાને પોતાનાં સંતાન પ્રત્યે અને સંતાનને પોતાના માતા-પિતા પ્રત્યે એટલી નફરત થઈ જાય છે કે જેની કોઈ સીમાઓ નથી હોતી….એક દીકરી કે જે આ આખી દુનિયામાં પોતાનાં પિતાનાં ખોળાને દુનિયામાં સૌથી સુરક્ષિત ગણતી હોય કે માનતી હોય...એ જ પુત્રીને તેના પિતાથી ડર લાગવા માંડે છે, સામે જવાની તો વાત અલગ રહી...પરંતુ એ દીકરી પોતાના પિતા સાથે વાત પણ નથી કરી શકતી.

આમ નિસર્ગ અને નિત્યા બનેવની આવી જ મનોદશા હતી, હોટલની બહાર નીકળીને કયાં જવું એ ખ્યાલ નહોતો આવી રહ્યો, એવામાં એક ટેક્ષી વાળો આવે છે અને પૂછે છે…

"સાહેબ ! ક્યાં જવું છે...ટેક્ષી ભાડે કરવી છે…?"- ટેક્ષી ડ્રાઇવરે નિસર્ગની સામે જોઈને પૂછ્યું.

"ભાઈ ! ક્યાં જાવું એ મને ખ્યાલ નથી….પરંતુ અહીંથી એકદમ નજીકમાં હોય એવી કોઈએક શાંત જગ્યાએ અમારે જાવું છે…!" - નિસર્ગ મૂંઝાતા બોલ્યો.

"સાહેબ ! તો પછી...અહીંથી માત્ર 6 કિ.મી દૂર એક આવું જ શાંત સ્થળ આવેલું છે….ટાઇગર હિલ...જયાં એકદમ નીરવ શાંતિ હશે...અને તમે ત્યાં એકદમ નિરાંતે બેસી શકો છો, કુદરતી સૌંદર્યથી ભરપૂર, ચારેય બાજુએથી લીલાંછમ વૃક્ષોથી ઘેરાયેલ ટેકરીઓ ત્યાનું મુખ્ય આકર્ષણ છે…" - ટેક્ષી ડ્રાઇવર ટાઇગર હિલની પ્રશંશા કરતાં બોલ્યો.

"બસ..બસ..તો ત્યાં જ અમને લઈ જાવ…મેં તે જગ્યા વિશે ઘણું બધું સાંભળેલ તો છે !" - નિસર્ગે ટેક્ષી ડ્રાઇવરને અધવચ્ચે જ અટકાવતાં કહ્યું.

"સારું ! સાહેબ...બેસો ત્યારે.." - ટેક્ષી ડ્રાઇવર ટેક્ષી શરૂ કરતાં બોલે છે.


ત્યારબાદ નિસર્ગ અને નિત્યા તે ટેક્ષીમાં બેસી જાય છે, અને ટાઇટર હિલ તરફ જવા રવાનાં થાય છે, થોડીવારમાં તેઓ ટાઇગર હિલે પહોંચી જાય છે, અને નિસર્ગ પેલા ટેક્ષી ડ્રાઈવરને ભાડું ચુકેવે છે, અને તે બનેવે ટાઇગર હિલ તરફ ચાલવા લાગે છે. 

ટાઇગર હિલે પહોંચતા જ નિસર્ગ અને નિત્યાને થોડું સારું લાગે છે, તે બનેવનો ડર પણ પહેલા કરતાં ઓછો થયો, બનેવે ટાઇગર હિલ પર ફરે છે, અને ત્યારબાદ તે ટેકરીને કિનારે આવેલ બાંકડા પર નિત્યા બેસે છે, અને નિસર્ગ નિત્યાનાં ખોળામાં પોતાનું માથું રાખીને બાંકડા પર લંબાઈ જાય છે, અને બનેવ એકબીજાની આંખોમાં આંખ પરોવીને વાતો કરવાનું શરૂ કરે છે, અને પોતાની લવ સ્ટોરી જયાંથી શરૂ થઈ હતી….તેના વિશે વિચારવા લાગે છે અને પોતાના પ્રેમની અમૂલ્ય પળોમાં ખોવાઈ જાય છે.

નિસર્ગ એ ઊટીની એકદમ નજીક આવેલ ઉડગમંડલ્મમાં રહેતો હતો, જ્યારે નિત્યાએ ઊટીમાં જ રહેતી હતી, નિસર્ગએ ઊટીમાં એક કોમ્યુટર કલાસ ચલાવતો હતો, જેમાંથી તેને સારી એવી આવાક થઈ જતી હતી...જે તેના પરિવારનું ગુજરાન પૂરું કરવા માટે પૂરતું હતું, નિસર્ગનું આખુ કુટુંબ ખુશીથી રહેતું હતું, તેના પરીવારમાં એક વૃધ્ધ માતા, એક નાની બહેન હતી.

જ્યારે નિત્યાં ઊટીનાં નામાંકિત એવા આર.કે બિલ્ડર રાઘવ કેશવાણીની એકની એક પુત્રી હતી, ગરીબી કોને કહેવાય…? દુઃખ શું હોય…? ભૂખ શું હોય….? મહેનત કોને કહેવાય…? આ બધું તો નિત્યા જાણતી જ ન હતી….કારણ કે નિત્યાનું આખે-આખું બાળપણ જાહોજલાલીમાં જ વિતેલ હતું, નિત્યાના ઘરે એટલો વૈભવ વિલાસ હતો કે નિત્યા દૂધ માંગે તો ખીર મળે તેવી તેના પરીવારની પરિસ્થિતિ હતી.

એક દિવસ નિસર્ગ જ્યારે પોતાના કોમ્પ્યુટર કલાસમાં હાજર રહેલા વિદ્યાર્થીઓને ભણાવી રહ્યો હતો, એવામાં નિત્યા તેની એક ફ્રેન્ડ સાથે નિસર્ગના કોમ્પ્યુટર કલાસે આવી, અને તે જ દિવસથી નિત્યાંએ નિસર્ગના કોમ્પ્યુટર કલાસમાં એડમિશન લીધું, ધીમે-ધીમે દિવસો, અઠવાડિયાઓ, મહિનાઓ વીતવા લાગ્યાં, જ્યારે આ બાજુ નિસર્ગ અને નિત્યા એકબીજાને પસંદ કરવા લાગ્યાં હતાં, એકબીજાને પોતાનું દિલ આપી બેસેલા હતાં. બનેવે એકબીજા સાથે લગ્ન કરવા માટે પણ તૈયાર થઈ ગયાં હતાં.

પરંતુ મિત્રો કહેવાય છે કે આ દુનિયામાં તમે ખુશ હો એ તમારું મોટામાં મોટું કમનસીબ ગણાય કારણ કે જે લોકો તમારા સારામાં રાજી નથી કે તમને ખુશ નથી જોઈ શકતાં તે વ્યક્તિઓને આ બાબત આંખમાં કણાંની માફક ખૂંચી રહી હોય છે, આવું જ નિસર્ગ અને નિત્યાના કેસમાં પણ બન્યું, નિસર્ગના જ કલાસમાં આવતી એક સ્ટુડન્ટ દિવ્યા પણ નિસર્ગને મનોમન ચાહતી હતી, આથી અદેખાઈ કે બદલો લેવાની ભાવનાથી દિવ્યાએ આ બધી બાબત નિત્યાના પિતા રાઘવ કેશવાણીને કોલ કરીને જણાવી, આ વાત સાંભળીને નિત્યાનાં પિતાનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો, અને દિવ્યાને કહ્યું કે, "હવે… હું નિસર્ગ અને નિત્યાને જીવતા નહીં છોડું...તે બનેવને મારા હાથે જ મારી નાખીશ..!" - આ સાંભળી દિવ્યા ગભરાઈ ગઈ, આથી તેણે આ આખી ઘટનાં નિસર્ગને જણાવી દીધી…..હાલમાં નિત્યાના પિતા સાથે વાતચીત કરવાનું કોઈ જ મતલબ નથી આવું વિચારીને અને પોતાના પરિવારના અન્ય સભ્યો હેરાન ના થાય તેવું વિચારીને નિસર્ગ અને નિત્યા એ જ દિવસે પહેરેલા કપડે જ ભાગી જાય છે, નિસર્ગ ખાસ કરીને નિત્યાને કાઈ થવા દેવા માંગતો ન હતો.

ત્યારબાદ નિસર્ગ અને નિત્યા તે દિવસે રાતે વિશ્વજીતની હોટલમાં નાઈટહોલ્ટ કરે છે, જ્યારે આ બાજુ નિત્યાના પિતા તેના મિત્ર કે જે ઊટીનાં એમ.એલ.એ હતાં તેને અને અન્ય ચાર વ્યક્તિઓ સાથે નિત્યાને શોધતાં- શોધતાં વિશ્વજીતની હોટલ વાળા વિસ્તારમાં આવી પહોંચે છે, આ બધાં ત્યાં રહેલાં હાજર બધાં જ લોકો અને દુકાનદારોને નિત્યા વિશે પુચ્છપરછ કરે છે, પરંતુ નિત્યા વિશેનાં કાંઈ સમાચાર મળતાં નથી, ત્યારબાદ આ બધાં પૂછપરછ કરતાં-કરતાં પેલા ટેક્ષી ડ્રાઈવરને નિત્યા વિશે પૂછપરછ કરે છે, એ ટેક્ષી ડ્રાઇવર નિત્યાનાં પિતાને જણાવે છે કે તે નિસર્ગ અને નિત્યાને પોતાની જ ટેક્ષીમાં થોડીવાર પહેલા જ ટાઇગર હિલે ઉતારીને આવેલ છે.આ સાંભળી નિત્યાના પિતાએ પોતાની સાથે આવેલા અન્ય વ્યક્તિઓને લઈને પોતાની કાળા રંગની સ્કોર્પિયો ટાઇગર હિલ તરફ વીજળી વેગે ભગાવે છે.

આ બાજુ નિસર્ગ હાલમાં પણ નિત્યાના ખોળામાં માથું રાખીને સૂતેલો હતો, અને પોતાના પ્રેમની અમૂલ્ય પળોને યાદ કરીને એકબીજામાં ખોવાયેલા હતાં, એવામાં નિત્યાનું ધ્યાન પોતાની સામેથી ગુસ્સાથી લાલચોળ થઈને તેમની તરફ આવી રહેલા તેના પિતા તરફ ગયું, જેના હાથમાં રિવોલ્વર હતી, અને તેની સાથે રહેલા એમ.એલ.એનાં હાથમાં ખુલ્લી ધારદાર તલવાર હતી, જ્યારે બીજા ચાર વ્યક્તિઓનાં હાથમાં પણ હથિયારો હતાં.

"એ ! રહ્યો પેલો હરામી….મારી દીકરીને ભગાડી જનારો.." - નિત્યાના પિતાએ એક બુમ પાડી, અને તે બધાં નિસર્ગ અને નિત્યા જે બાંકડા પર બેસેલા હતાં, એ તરફ વાયુ વેગે આગળ ધપ્યા.

આ જોઈ જાણે નિસર્ગે પરિસ્થિતિનો તાગ મેળવી લીધો, નિસર્ગ આમ તો એકદમ શાંત સ્વભાવ ધરાવતો હતો, પરંતુ હાલમાં આવેલ પરિસ્થિતિએ તેને રોદ્ર સ્વરૂપ ધારણ કરવાં માટે મજબૂર કરી દીધો હતો, આથી નિસર્ગ નિત્યાનો હાથ પકડીને ટાઇગર હિલ પર જ આવેલા સ્મશાન બાજુ જાય છે, ત્યાં જ તેના હાથમાં એક લાકડું આવી જાય છે, ત્યારબાદ ખેલાય છે, લોહીની હોળી નિસર્ગ પોતાનાંમાં જેટલી હિંમત હતી એ બધી હિંમત એકઠી કરી અને જ્યાં સુધી તેના શરીરે સાથ આપ્યો ત્યાં સુધી નિસર્ગ આ બધાં લોકો સાથે લડતો રહ્યો, આ દરમ્યાન નિસર્ગના પગમાં ભારે ઇજા થાય છે, જયારે આ બાજુ નિત્યાના પિતાએ નિત્યાના માથાનાં ભાગે બંદૂકની નાળ રાખી હતી જ્યારે એમ.એલ.એ નિસર્ગ તરફ ખુલ્લી તલવાર તાકીને ઉભો હતો, નિસર્ગે ઉભા થવા માટે ઘણાં પ્રયત્નો કર્યા પરંતુ તેના પગમાં થયેલ ભારે ઈજાને લીધે તે ઉભો નહોતો થઈ શકતો…નિસર્ગે એમ.એલ.એ અને નિત્યાના પિતા પાસે ઘણી આજીજી કરી પરંતુ તેની એકપણ વાત કોઈએ સાંભળી નહીં….

ત્યારબાદ નિત્યાનાં પિતા નિત્યાના માથાનાં ભાગે રાખેલ બંદૂકનું ટ્રિગર દબાવે છે, અને નિત્યા…"નિસર્ગ" એવી એક બુમ પાડીને જ એક જ ઝટકામાં જમીનદોસ્ત થઈ ગઈ, આ બાજુ એમ.એલ.એ એ નિર્સગનાં ગળાના ભાગે તલવાર વડે એક ઘા માર્યો, એટલીવારમાં નિસર્ગે પણ પોતાનો જીવ ગુમાવી દીધો….આમ માત્ર થોડીક જ ક્ષણોમાં નિસર્ગે અને નિત્યાએ પોતાનો જીવ ગુમાવી દીધો. જે થોડીક જ મિનિટો પહેલા પોતાનો નવો સંસાર શરૂ કરવાનાં સપનાઓ સેવી રહ્યાં હતાં, અફસોસ કે તેનો સંસાર શરૂ કરવાનું સપનું કાયમિક માટે સપનું જ બનીને રહી ગયું.

આ બાજુ પોતે એક સમયે જેને પોતાના જીવ કરતા પણ વધારે વ્હાલ કરતાં હતાં એ નિત્યાનાં જમીન પર પડેલ નિષ્પ્રાણ શરીરને જોઈને નિત્યાના પિતાને પોતે ગુસ્સાને લીધે બહુ મોટી ભૂલ કરી બેઠા હતાં, એ વાત સમજાવા લાગી, પરંતુ હવે અફસોસ કરવાનો કોઈ મતલબ કે અર્થ રહ્યો ના હતો, આથી પોતાનો ગુસ્સો શાંત પડતાની સાથે જ નિત્યાના પિતાએ જમીન પર પડેલ નિત્યાનું માથું પોતાનાં ખોળામાં મૂકીને રડવા લાગે છે.

નિત્યાના પિતા જ્યારે નિત્યાનું માથું પોતાના ખોળામાં રાખીને રડી રહ્યાં હતાં, ત્યારે એકાએક તેના પીઠનાં ભાગે કોઈએ તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હોય તેવી વેદના થઈ, પાછળ વળીને જોયી તો એમ.એલ.એ એ નિત્યાના પિતાની પીઠમાં તલવાર ભોંકી દીધી હતી. નિત્યાના પિતાને ખૂબ જ વેદના થતી હોવાથી તડપી રહ્યાં હતાં, આ સમયે તેને સમજાય રહ્યું હતું તેણે પોતાની ફુલ જેવી દીકરીને જયારે ગોળી મારી ત્યારે નિત્યાને કેટલી વેદના કે પીડા થઈ હશે….?

આ બાજુ એમ.એલ.એ રાક્ષસની માફક ખડખડાટ હસતાં - હસતાં બોલ્યો કે, 

"તને શું લાગી રહ્યું હતું કે હું તને મદદ કરી રહ્યો હતો એમ...ના રે ના….હું સ્વાર્થ વગર તો મારા સગા બાપની પણ મદદ ના કરું…..તો પછી તારી મદદ તો કેવી રીતે કરું...ખરેખર તો મારી નજર તારી પ્રોપર્ટી પર ઘણાં સમયથી હતી જ તે...પરંતુ જ્યારે મને જાણવા મળ્યું કે તે તારી બધી પ્રોપર્ટી તારી દીકરી નિત્યાના નામે કરેલ છે….ત્યારથી હું તારી પ્રોપર્ટી કેવી રીતે પચાવી પાડવી એ વિશે વિચારી રહ્યો હતો, અને જ્યારે સમય આવ્યો ત્યારે મેં તારા જ હાથે તારી દીકરી નિત્યાને મરાવીને નિત્યાને મારા રસ્તામાંથી દૂર કરી હટાવી દીધી….અને ત્યારબાદ તને...પણ મેં મારા રસ્તામાંથી હટાવી દીધો….

એમ.એલ.એ ની વાત સાંભળીને નિત્યાના પિતાને ખુબ દુઃખ થઈ રહ્યું હતું…..પરંતુ હવે એનો કોઈ અર્થ હતો નહીં….આથી નિત્યાના પિતાએ ડચકા લેતાં-લેતાં, તડપતા - તડપતા અને રીબાતા- રિબાત કહ્યું કે….

"યાર ! તારે મારી પ્રોપર્ટી કે રૂપિયા જોતા છે એવું જણાવ્યું હોત તો તને મેં હસતાં-હસતાં મારી અડધી પ્રોપટી તને આપી દીધી હોત….પરંતુ તે મિત્રતાનાં નામે મારી સાથે કપટ કે દગો કર્યો છે….પરંતુ એ ના ભૂલતો કે તે આ જન્મમાં કરેલા પાપની સજા તારે તારા આ જ જન્મમાં ભોગવવી પડશે….ભગવાન જરૂરને જરૂર કોઈકને તો મોકલશે જ તે તને તારા પાપની સજા દેવા માટે….મેં ખૂબ જ મોટી ભૂલ કરી છે જેની સજા મને હાલ મળી ગઈ છે…." - આટલું બોલતાની સાથે જ નિત્યાના પિતાએ પોતાનો દમ તોડ્યો, અને છેલ્લો શ્વાસ લીધો.

આમ એક જ સ્થળે ત્રણ - ત્રણ લાશ પડેલ હતી….નિસર્ગ….નિત્યા અને નિત્યાના પિતાની...જેની કોઈએ કલ્પના પણ નહીં કરેલ હોય.

ત્યારબાદ એમ.એલ.એ એ તેની સાથે આવેલા અન્ય વ્યક્તિઓની મદદથી આ ત્રણેય લાશને ટાઇગર હિલની ટેકરીથી નીચે ફેંકાવી દીધી…..એમ.એલ.એ નાં માણસોએ આ બધી લાશો થોડીવાર પહેલા નિસર્ગ અને નિત્યા જે બાંકડા પર બેસેલા હતાં, ત્યાંથી જ નીચે ફેંકી દીધી….પછી એમ.એલ.એ એ તેની સાથે આવેલા આ ચારેય વ્યક્તિઓને એક એક લાખ રૂપિયા આપીને પોતાના શહેરમાં જવા માટે સૂચના આપી...અને ભવિષ્યમાં પણ પોતાનું મોં કોઈની સામે ન ખોલવાની ધમકી પણ આપી….ત્યારબાદ એમ.એલ.એ અને આ બધાં વ્યક્તિઓ અલગ - અલગ થઈને પોત-પોતાના રસ્તે ચાલવા લાગે છે….

કોણ હતું આ નિસર્ગ અને નિત્યા…? આ લોકો અખિલેશ સાથે શું સબંધ ધરાવતાં હશે….? નિત્યા અને શ્રેયા સાથે શું સંબધ ધરાવતી હશે….? શું નિત્યાનાં પિતાએ કહ્યું તે મુજબ એમ.એલ.એ ને તેના પાપની સજા મળશે….? અખિલેશને આવતાં ડરામણા અને ભયંકર સપનાનું રહસ્ય આ ટાઇગર હિલમાં જ કયાંક છુપાયેલ હશે….? આ બધાં જ પ્રશ્નોનો જવાબ આવનાર સમય સિવાય કોઈ જણાવી શકે તેમ ન હતું….! 

ક્રમશ : 


Rate this content
Log in

Similar gujarati story from Horror