ઊટી ભાગ ૧૨
ઊટી ભાગ ૧૨


(અખિલેશે સફળતાપૂર્વક મેગા- ઈ સોફ્ટવેર લોન્ચ કર્યો. આ ભવ્ય સફળતાને સેલિબ્રેટ કરવા માટે તે પોતાના અન્ય ત્રણ કર્મચારીઓ સાથે રાત્રે આલીશાન પબમાં જાય છે. જ્યાં અખિલેશ અન્ય કર્મચારીઓના આગ્રહને વશ થઈને વિહસ્કિ પીવી છે. અને ત્યારબાદ બિયર પણ પીવે છે. અને અખિલશ આવી નશાની હાલતમાં લથડીયા ખાતાં-ખાતાં હોટલ પર પહોંચે છે. ત્યારબાદ હોટલનો સ્ટાફ અખિલેશને રૂમ સુધી લઈ જાય છે. અને બેડ પર સુવડાવીને દરવાજો બંધ કરી દે છે….)
સમય - સવારનાં 6 કલાક.
સ્થળ - અખિલશેનો રૂમ (ધ સીટી પેલેસ હોટલ)
અખિલશે હજુપણ પોતાની ફેન્ટસીવાળી દુનિયામાં ખોવાયેલો હતો. એવામાં અખિલશેના મોબાઈલમાં એલાર્મ વાગ્યું. આથી અખિલશ ઊંઘમાંને ઊંઘમાં મોબાઈલ શોધવા લાગ્યો. પરંતુ મોબાઈલ તો હજુસુધી તેના પેન્ટના ખિસ્સામાં હતો. આથી અખિલેશ એકાએક ઝબકીને જાગી ગયો. તે વિચારવા લાગ્યો કે આ મોબાઈલ ખિસ્સામાં કેવી રીતે આવ્યો…? શું પોતે આખી રાત મોબાઈલ ખિસ્સામાં જ રાખીને સુઈ ગયો હતો…? પોતે અહીં હોટલ પર કેવી રીતે પહોંચ્યો…? તેને હોટલ સુધી કોણ મૂકી ગયું…? તે પોતાના રૂમમાં રહેલા બેડ સુધી કેવી રીતે પહોંચ્યો….? હું તો આલીશાન પબમાં બેઠા - બેઠા બિયર પીતો હતો….તો પછી મારી સાથે શુ થયું હશે….? - અખિલેશનાં મનમાં આવા ઘણાં પ્રશ્નો ઉભા થયાં. જેના જવાબ હાલ તો અખિલેશ પાસે ન હતાં.
આથી અખિલેશ બેડ પરથી ઉભો થયો. જેવો અખિલેશ બેડ પરથી ઉભો થયો. તરત જ પોતાનું માથું પકડીને પાછો બેડ પર બેસી ગયો. કારણ કે તેને સખત હેડએક થતું હતું. જાણે આજુબાજુનું બધું ભમી રહ્યું હોય તેવું લાગતું હતું. પોતે નીચેની તરફ ઝુકવાની તો વાત અલગ છે. પરંતુ નીચું જોઇ પણ શકતો ન હતો. લગભગ તે વીસથી પચીસ મિનીટ સુધી પોતાનું માથું પકડીને બેસી રહ્યો. આવું હેડએક અખિલશને બે વર્ષ પહેલાં જ્યારે આલ્કોહોલ અને વહીસ્કી બંને સાથે પીધું હતું ત્યારે થયું હતું. આથી અખિલેશને ધીમે-ધીમે ખ્યાલ આવી ગયો કે આ કોકટેલ થવાથી પોતાને હાલ સખત હેંગઓવર થઈ રહ્યું હતું.
અખિલેશની હાલત એવી હતી કે પોતે આજે યોગા અને મેડિટેશન કરી શકે તેમ ન હતો...આથી અડધી કલાક બેડ પર જ માથું પકડીને બેસી રહ્યો. થોડીવાર પછી અખિલેશ ફ્રેશ થવા માટે જાય છે અને લગભગ 7 વાગ્યાની આસપાસ પોતે તૈયાર થઈ જાય છે. ફ્રેશ થવાથી અખિલશને થોડું સારું લાગી રહ્યું હતું. આથી તેણે રિસેપશન પર કોલ કરીને પોતાનાં રૂમ પર લીંબુ સરબત. એક લસ્સી. અને છાસ મંગાવી. થોડીવારમાં વેઈટર આ બધું લઈને અખિલેશનાં રૂમમાં લઈને આવ્યો. ત્યારબાદ અખિલેશે હેંગઓવર ઉતારવા માટે આ બધું પીધું. લગભગ અડધી કલાક બાદ અખિલેશનું અંતે હેંગઓવર એકદમ ઓછું થઈ ગયું. અને પોતે હાલ દરરોજની જેમ જ ફ્રેશનેસ અનુભવી રહ્યો હતો.
એટલીવારમાં અખિલેશનાં રૂમનો ડોરબેલ વાગે છે. આથી પોતે ઉભો થઈને જોવે છે તો રૂમની બહાર આકાશ ઉભો હતો. જે ગઈકાલે રાતે અખિલેશની સાથે આલીશાન પબમાં આવેલ હતો.
તેને જોઈ અખિલેશે દરવાજો ખોલ્યો.
"ગુડ મોર્નિંગ ! સર..!" - આકાશ હસતાં ચહેરે બોલ્યો.
"ગુડ મોર્નિંગ ! આકાશ…!" - અખિલેશ રૂમમાં રહેલ ચેર પરથી ઊભાં થતાં બોલ્યો.
"સર ! મારે આજે મેગા - ઈ સોફ્ટવેર ડેવલપમેન્ટ પર પ્રેઝન્ટેશન છે. તો તમે એકવાર નજર કરી લો. જેથી હું વ્યવસ્થિત અને અસરકારક પ્રેઝન્ટેશન કરી શકુ…" - આકાશે અખિલેશને વિનંતી કરતા કહ્યું.
"સ્યોર ! લાવ લેપટોપ મારી પાસે…." - અખિલેશ આકાશનું લેપટોપ પોતાનાં હાથમાં લેતાં બોલ્યો
ત્યારબાદ. અખિલેશ આકાશે બનાવેલ આખું પ્રેઝન્ટેશન જોઈ લે છે…અને તેમાં જયાં સુધારા- વધારા કરવાની જરૂર જણાય ત્યાં ફેરફાર પણ કર્યો. ત્યારબાદ આકાશ અખિલેશ પાસે જવાની પરમિશન માંગે છે. પરંતુ અખિલેશ તેને ચા પીઈને જવા માટે આગ્રહ કરે છે. અને ત્યારબાદ રિસેપશન કાઉન્ટર પર કોલ કરીને બે ચા પોતાનાં રૂમમાં મંગાવે છે. અને બનેવે ચા ની ચૂસકીઓ લગાવવા માંડે છે...અને વાતોએ વળગે છે….
"આકાશ ! કેવું રહ્યું ગઇકાલનું સેલિબ્રેશન…?"
"મજા પડી ગઈ...સાહેબ...ઘણાસમય બાદ કોઈની પણ રોકટોક વગર ફૂલ એન્જોય કર્યું ગઈકાલે….!" - આકાશ ખુશ થતાં બોલે છે.
"સર ! તમને હવે કેવું છે…??"
"મને કેવું છે ? મતલબ તું પૂછવા શું માંગે છો…?" - અખિલેશે નવાઈ સાથે પૂછ્યું.
"સોરી ! સર ! મારો કહેવાનો મતલબ એવો હતો કે તમને હેંગ ઓવરને લીધે જે હેડએક થતું હતું...એ કેવું છે…?"
"હેંગઓવર ! તને કોણે જણાવ્યું આ બાબતે….?" - અખિલેશે અચરજ પામતાં આકાશને પૂછ્યું.
"સર ! તમારા રૂમમાં જે વેઈટર લીંબુ શરબત. લસ્સી અને છાસ વગેરે લઈને આવ્યો હતો. એ જ વેઈટર પહેલા મારા રૂમમાં બ્રેકફાસ્ટ લઈને આવ્યો હતો. તેને મેં પૂછ્યું તો તેણે મને જણાવ્યું." - આકાશ થોડુંક ગભરાતા બોલ્યો.
"ઓકે ! નાવ આઈ એમ ફાઇન…" - અખિલેશે જવાબ આપ્યો.
"ઓકે ! સર ! તો તમે ગઈકાલે રાત્રે હોટલ પર શાંતિથી પહોંચી ગયાં હતાં ને…?"
"આકાશ ! રિયલમાં મને ગઈકાલે રાત્રે શું બન્યું હતું એ મને કંઈપણ યાદ નથી…" - અખિલેશ નિર્દોષભાવે બોલ્યો.
"સર ! કાલે રાતે. અમે લોકો તમને પૂછીને હોટલ પર જવા માટે આલીશાન પબ માંથી નીકળી ગયાં હતાં. અને તમને વહીસ્કીમાં મજા ના આવી માટે તમે બિયર પીવા બેસી ગયાં હતાં. તમે ફૂલી કોન્સિયસ હતાં. આથી અમે પબનું બિલ પે કરીને નીકળી ગયાં હતાં. પછી શું થયુ એ તો સાહેબ તમને જ ખબર હશે ને…!" - આકાશ બોલ્યો.
"ના ! આકાશ મને આ પછી મારી સાથે શું થયું એ જરા પણ યાદ નથી…." - લાચારીભર્યા અવાજમાં અખિલેશ બોલ્યો.
ત્યારબાદ આકાશ અખિલેશની પરમિશન લઈને પોતાના રૂમમાં જવા માટે રવાનાં થાય છે. આકાશ ડિજિટેક સોફ્ટવેર કંપનીમાં અખિલેશની દેખરેખ હેઠળ કામ કરતો હતો. અખિલેશ અને આકાશને એકબીજા સાથે સારું એવું ટ્યુનિંગ પણ આવી ગયું.
એવામાં અખિલશની નજર કાંડા ઘડિયાળ પર પડે છે. ત્યારે ઘડિયાળમાં સવારનાં 8:45 વાગી ચુક્યા હતાં. આથી અખિલશ. ઇવેન્ટવાળા હોલ તરફ જાય છે…
બધાં આમંત્રિત મહેમાનોને આવકારતા અખિલેશ બધાનો આભાર માને છે. અને તેણે ધારેલ સંખ્યા કરતાં. આજે આવેલા મહેમાનો અને અન્ય કંપનીના કર્મચારીઓની સંખ્યા વધી ગઈ. આ જોઈ અખિલેશ મનોમન ખુબ જ ખુશ થઈ ગયો. અને આજના દિવસનો પ્રોગ્રામ શેડ્યુલ પ્રમાણે જ શરૂ કરવામાં આવ્યો. જેમાં આકાશે ખુબ જ સુંદર રીતે "મેગા - ઈ" સોફ્ટવેરના ડેવલપમેન્ટ વિશેની બેઝિક અને પાયાની સરળ ભાષામાં સમજૂતી આપી. આકાશ દ્વારા સ્પષ્ટ અને પોઇન્ટ -ટુ - પોઈન્ટ એક્સપ્લેનેશન મળવાથી હાજર રહેલા તમામ કર્મચારીઓ અને મહેમાનોનાં બધાં જ ડાઉટ ક્લિયર થઈ ગયાં.
આકાશનું પ્રેઝન્ટેશન એટલું અસરકારક હતું. કે ખુદ અખિલેશ પણ નવાઈ પામ્યો હતો. આમ તો આકાશ અખિલેશની દેખરેખ હેઠળ તૈયાર થતો હતો. આથી તે હોશિયાર હોવાનો જ તે જેમાં કોઈ બે મત નથી. અખિલેશ પણ આકાશને એક કર્મચારી તરીકે નહીં પરંતુ નાના ભાઈ તરીકે જ ટ્રીટ કરતો હતો. આથી આકાશ પણ ખુબ જ ઝડપથી બધી બાબતોમાં અખિલેશની જેમ તૈયાર થઈ રહ્યો હતો. અને આકાશ પણ અખિલેશને પોતાના મોટાભાઈ માનતો હતો. અને કોઈપણ કામ અખિલેશને પૂછયા વગર કરતો ન હતો. આકાશની આ બાબત અખિલેશને ખૂબ જ ગમતી હતી.
અખિલેશને આકાશ પ્રત્યે એટલા માટે એટલો બધો લગાવ હતો કારણ કે અખિલેશ જ્યારે પણ આકાશને જોવે ત્યારે તે પોતાની જાતને જોઈ રહ્યો હોય તેવું લાગતું હતું. કારણ કે આકાશ પણ અખિલેશની જેમ હોશિયાર. કામ પ્રત્યે નિષ્ઠાવાન. સમયસર બધાં કામ કરવામાં માનવા વાળો. લાગણીશીલ. નીતિમત્તા વાળો. જ્યારે વધારે કામ હોય ત્યારે સમયની પરવાહ કર્યા વગર કામ પૂરું કરવા માટે ઉત્સાહી. એ ઉપરાંત આકાશે પણ અખિલેશની માફક નાની ઉંમરમાં જ પિતાની છત્ર-છાંયા ગુમાવી દીધેલ હતી. અખિલેશને લાગી રહ્યું હતું કે આકાશ હજુપણ ખુબ જ આગળ વધશે. એક ઉજ્જળ ભવિષ્ય જાણે આકાશની રાહ જોઈ રહ્યું હોય એવું અખિલેશને લાગતું હતું.
અખિલશ મનોમન ખુબ જ ખુશ થઈ રહ્યો હતો કારણ કે આજે પણ પહેલા દિવસ જેવી જ સફળતા મળી. અને ઇવેન્ટ જે પ્રમાણે અખિલેશે વિચારેલ હતી. તે જ પ્રમાણે આગળ વધી રહી હતી. ત્યારબાદ અખિલેશે માઇક પોતાના હાથમાં લીધું. હાજર સૌ કોઈનો કંપનીના સી.ઈ.ઓ ની હેસિયતથી આભાર વ્યક્ત કર્યો. અને આવતીકાલના શેડ્યુલ વિશે થોડીઘણી આછેરી માહિતી આપી.
ત્યારબાદ બધાં કર્મચારીઓ અને મહેમાનો બધાં એકબીજાથી અલગ પડે છે. અને અખિલેશ આજના દિવસનું અપડેટ જણાવવા માટે દીક્ષિતને ફોન કરે છે. અને વિગતવાર બધું જણાવે છે. અખિલેશની વાત સાંભળીને દીક્ષિત ખુબજ ખુશ થઈ જાય છે. પછી અખિલેશ પોતાના રૂમમાં જાય છે. અને ફ્રેશ થઈને હોટલના ડાઇનિંગહોલમાં જમવા માટે જાય છે. જમ્યા બાદ અખિલેશ પોતાના રૂમમાં પરત ફરે છે. અને પોતાના બેડ પર બેસે છે…!
બેડ પર બેસીને અખિલશે પોતાના લેપટોપમાં ત્રીજા દિવસનું શેડ્યુલ જોવે છે. અને કોણ આવતીકાલે પ્રેઝન્ટેશન કરવાનું છે…? કયાં વિષય પર પ્રેઝન્ટેશન કરવાનું છે…? પ્રેઝન્ટેશનમાં કયાં - કયાં મુદ્દાઓ પર ખાસ ધ્યાન આપવાનું છે…? પોતાને શું સ્પીચ આપવાની છે…? આવા વગેરે મુદ્દાઓ પર એક નજર ફેરવે છે. લગભગ એકાદ કલાકમાં અખિલેશ આ બધી વિગતો તપાસી લે છે. અને જરૂરી એવા મુદ્દાઓ પોતાની ડાયરીમાં ટપકાવી દે છે.
ત્યારબાદ અખિલેશનું ધ્યાન હોટલનાં રૂમની દિવાલ પર ટીંગાડેલ ઘડિયાળ પર જાય છે. જેમાં રાત્રીનાં 10:30 વાગી ચૂક્યાં હતાં.
અખિલેશ બેડ પર બેઠાં- બેઠાં વિચારે છે કે ગઈકાલે આવા સમયે હું શું કરી રહ્યો હતો એ મને કંઈ યાદ જ નથી. છેલ્લે તેણે આલીશાન પબનાં વેઈટર પાસે બિયરનું પાંચમું ટીન મંગાવ્યું હતું. એટલું જ યાદ છે. પછી શું થયું એ કઈ તેને યાદ હતું નહીં...આલીશાન પબની બહાર ક્યારે આવ્યો…? રસ્તો કેવી રીતે યાદ રહ્યો….? હોટલ સુધી કેવી રીતે પહોંચ્યો….? હોટલ પર પહોંચ્યા પછી તેના રૂમ સુધી કોણ મુકી ગયું….? તેને રૂમનાં બેડ પર કોણ સુવડાવી ગયું…? આ વગેરે પ્રશ્નો હજુપણ અખિલેશનાં મનમાં વાંરવાર ઉભા થઇ રહ્યાં હતાં. આથી અખિલેશ આ બધાં પ્રશ્નોના જવાબ શોધવા માટે ખૂબ જ ઊંડું વિચારવા લાગ્યો. અને આખી ઘટના યાદ કરવા માટેના પ્રયત્નો કરવા લાગ્યો.
અખિલેશ જ્યારે આ બધાં મુદ્દાઓ વિશે ઊંડાણપુર્વક વિચારી રહ્યો હતો. અને તેના મનમાં ઉપસ્થિત થયેલા બધાં પ્રશ્નોનો જવાબ શોધી રહ્યો હતો….એવામાં એકાએક અચાનક જ અખિલેશને કાંઈક યાદ આવ્યું હોય...અથવા પોતાનાં મનમાં હાલમાં જે કંઈપણ પ્રશ્નો વણઉકલાયેલા હતાં તેનો જાણે એક જ ક્ષણમાં કે પળવારમાં જ જવાબો મળી ગયાં હોય તેવી રીતે બેડમાંથી એકાએક ઝડપભેર ઉભો થયો. અને અલીશાન પબ તરફ ઝડપથી પોતાના પગલાં માંડ્યા....હાલમાં રાત્રીના 11:30 વાગી ચૂક્યાં હતાં.
અખિલેશને આવી રીતે ઝડપથી હોટલની બહાર આટલી મોડી રાતે બહાર જતાં જોઈને રિસેપશન પર બેસેલો કર્મચારી પણ વિચારવા લાગ્યો...કે આ સાહેબ આટલી અડધી રાતે આટલી બધી ઉતાવળમાં ક્યાં જઈ રહ્યાં હશે..? આથી તેણે અખિલેશને રિસેપશન કાઉન્ટરની નજીક રસ્તામાં જ ઊભાં રાખતાં પૂછ્યું…
"સાહેબ ! આટલી મોડી રાતે..તમે એકલા આટલી ઉતાવળમાં કઈ બાજુ જઈ રહ્યાં છો..?" - અખિલેશને રોકતાં હોટલનો રિસેપનીસ્ટ બોલ્યો.
"જી ! મને એકાએક એક કામ યાદ આવી ગયું. એટલે હું બહાર જાવ છું. લગભગ ત્રીસેક મિનિટમાં પાછો આવી જઈશ." - અખિલેશે ઉતાવળમાં જવાબ આપ્યો.
"સાહેબ ! મારી કે હોટલના અન્ય કોઈ સ્ટાફની મદદની જરૂર હોય તો જણાવો.. અમે ચોક્કસ તમારી મદદ કરીશું..!" - રિસેપનીસ્ટે અખિલેશને આજીજી કરતાં પૂછ્યું.
"નો ! આ કામ માટે મારે હોટલનાં કોઈપણ સ્ટાફની કંઈ જરૂર નહીં… આ કામ હું મારી જાતે જ કરીશ...અને આમેય તે આ કામ મારૂં છે. તો હું પોતે જ કરીશ...અને બીજા કોઈથી આ કામ થઈ શકે તેમ નથી…!" - આટલું બોલી અખિલેશ હોટલની બહાર નીકળીને આલીશાન પબ તરફ જતાં રસ્તે પોતાના ડગલાં માંડવા લાગ્યો.
અખિલેશને આલીશાન પબ વાળા રસ્તે જતો જોઈને રિસેપનીસ્ટ અને ત્યાં હાજર કર્મચારીઓને એવું લાગ્યું કે આ સાહેબ આજે પણ એન્જોય કરવા માટે આલીશાન પબમાં જઈ રહ્યાં છે….જાય એનો વાંધો નહીં પરંતુ ગઈકાલે જે હાલતમાં પરત આવેલા હતાં. તે હાલતમાં પાછા ના આવે તો સારૂં….રિસેપનિસ્ટ અને હાજર અન્ય કર્મચારીઓ આવું વિચારે તે સ્વાભાવિક પણ છે. કારણ કે ગઈકાલે રાતે તે બધાં એ અખિલેશની હાલત પોતાની સગી આંખો વડે જોઈ હતી…અને એ જ લોકો અખિલેશને તેના રૂમ સુધી આવી હાલતમાં છોડીને આવેલ હતાં પરંતુ અખિલેશ વાસ્તવમાં તો બીજા જ કામ. વિચાર કે આશયથી હોટલની બહાર જઈ રહ્યો હતો જે બાબતે રિસેપનીસ્ટ ઉપરાંત હાજર અન્ય કર્મચારીઓ પણ અજાણ હતાં.
એકા એક અખિલેશને એવું તો શું યાદ આવ્યું કે જેથી તેને આટલી ઝડપથી આલીશાન પબ વાળા રસ્તે. એ પણ મોડી રાતે. એકલા અને કોઈપણની મદદ વગર જ જવાની જરૂરિયાત ઉભી થઈ હશે.....??? હજુપણ આ પ્રશ્ન વણઉકલાયેલ જ હતો…..!
ક્રમશ :