Rahul Makwana

Romance

3  

Rahul Makwana

Romance

ઊટી-૧૯

ઊટી-૧૯

8 mins
397


(અખિલેશ ઊટીથી મનમાં અનેક પ્રશ્નો લઈને પરત ફરે છે, જેનો જવાબ અખિલેશને હજુસુધી મળેલ હતાં નહીં, અખિલેશ માટે હજુપણ ઘણાં રહસ્યો વણઉકલાયેલા હતાં, અખિલેશ પોતાની સાથે હતાશા અને શ્રેયાને ના મળી શકવાને લીધે નિરાશા લઈને કોઈમ્બતુર એરપોર્ટ પહોંચે છે, ત્યારબાદ કોઈમ્બતુર એરપોર્ટથી રાતના 3 વાગ્યે તેણે જે ફલાઈટમાં પોતાની ટીકીટ બુક કરાવેલહતી, તે ફલાઈટમાં બેસે છે, અને મુંબઈ પરત ફરે છે.)

 બીજે દિવસે અખિલેશ લગભગ સવારનાં 7 કલાકની આસપાસ મુંબઈ પહોંચી જાય છે, અને મુંબઈ

એરપોર્ટથી ટેક્ષી કરીને પોતાના ફલેટે જાય છે, ત્યારબાદ અખિલેશ એકાદ કલાક જેવો આરામ કરે છે, અને એકાદ કલાક આરામ કર્યા બાદ અખિલેશ ફ્રેશ થઇને, નાસ્તો કરીને પોતાની કાર લઈને નોકરીના સ્થળે એટલે કે ડિજિટેક કંપનીએ જવા માટે નીકળે છે.

આ દરમ્યાન અખિલેશ વિચારે છે, ફરી પાછું પોતાને આ મેકેનિકલ લાઈફમાં ફિટ થવું પડશે,ઊટીમાં દસ દિવસ કયાં વીતી ગયાં એ ખબર જ ના રહી….! જ્યારે અહીં તો બધું એમનું એમ જ હતું, રસ્તાઓ, વૃક્ષો, મોટી-મોટી બિલ્ડીંગો, પરંતુ હાલમાં જે અખિલેશ ઊટી ગયો હતો, એ અખિલેશ નહોતો રહ્યો, કારણ કે ઊટી ગયો એ પહેલાં અખિલેશ એકદમ નિખાલસ, ખુશ મિજાજી, હંમેશા કામ કરવા માટે આતુર, ઉત્સાહી હતો, પરંતુ હાલમાં અખિલેશ જાણે એકદમ બદલાય ગયો હોય એવું લાગી રહ્યું હતું, ઊટીથી પાછા ફર્યા પછી અખિલેશ એકદમ હતાશ, નિરાશ અને ગમગીન બની ગયો હતો. અખિલેશ સવારનાં લગભગ 11 કલાકની આસપાસ ડિજિટેક કંપનીએ પહોંચે છે, અને પોતાની કાર કંપનીના પાર્કિંગમાં પાર્ક કરે છે, પોતાની કાર પાર્ક કર્યા બાદ અખિલેશ કંપનીના મેઈન ગેટ તરફ ચાલવા લાગે છે.

સમય - સવારનાં 11 કલાક

સ્થળ - ડિજિટેક સોફ્ટવેર કંપની (મુંબઈ)

જેવો અખિલેશ ડિજિટેક સોફ્ટવેર કંપનીમાં પ્રવેશે છે, ત્યાં જ તેનાં પર ઉપરથી અન્ય કર્મચારીઓ દ્વારા પુષ્પોનો અભિષેક કરવામાં આવે છે, કંપનીનાં મેઈન ગેટમાં પ્રવેશતાની સામે જ અખિલેશનો પ્રિય મિત્ર દીક્ષિત પોતાના હાથમાં પુષ્પગુચ્છ લઈને અખિલેશને આવકારવા માટે ઉભો હોય છે, ત્યારબાદ દીક્ષિત અખિલેશને પુષ્પગુચ્છ આપીને આવકારે છે, અને બનેવે એકબીજાને ભેટી પડે છે. ત્યારબાદ દીક્ષિત અખિલેશનાં ખભા પર હાથ મૂકીને, અન્ય કર્મચારીઓ સામે જોઇને કહે છે કે…

'લેડીઝ એન્ડ જેન્ટલમેન ! પ્લીઝ મીટ અવર ન્યુ હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ઓફ સોફ્ટવેર ડિપાર્ટમેન્ટ એન્ડ કોર્ડીંનેટર ઓફ 'મેગા-ઈ' સોફ્ટવેર ઓફ ડિજિટેક કંપની.' - દીક્ષિત ખુશ થતાં બોલ્યો. મિ. દીક્ષિતનાં આ નિર્ણયને ત્યાં હાજર રહેલા તમામ કર્મચારીઓએ તાળીઓના ગળગળાટ સાથે વધાવી લીધો, અખિલેશે ખુબજ ટૂંકા સમયગાળામાં જેવી રીતે દીક્ષિતનું દિલ જીતી લીધું હતું તેવી જ રીતે કંપનીના અન્ય કર્મચારીઓનું દિલ પણ અખિલેશે જીતી લીધું હતું, અને થોડાક જ સમયમાં અખિલેશ બધાનો માનીતો બની ગયો હતો, અને બધાં જ કર્મચારીઓ અખિલેશને મનથી માન આપતાં હતાં.

'થેન્ક યુ વેરી મચ ! દીક્ષિત ટુ ગીવ મી ધીસ હોનર…' - દીક્ષિતનો આભાર માનતાં અખિલેશ

બોલ્યો.

'એન્ડ થેન્ક યુ ઓલ ઓફ યુ…' - બધાં કર્મચારીઓની સામે જોઇને અખિલેશ બોલ્યો.

ત્યારબાદ અખિલેશ પોતાની ચેમ્બરમાં જાય છે, અને મેગા-ઈ સોફ્ટવેરને લગતા બધાં જ ડોક્યુમેન્ટ, એમ.ઓ.યુ, રીપોર્ટ ફાઈલ વગેરે કમ્પ્લીટ કરીને, દીક્ષિતને હેન્ડ ઓવર કરવાં માટે દીક્ષિતની ચેમ્બરમાં જાય છે. ડોક્યુમેન્ટની ફાઈલ દીક્ષિતનાં હાથમાં આપતાં અખિલેશ બોલે છે કે,

'દીક્ષિત ! આ ફાઈલમાં મેગા-ઈ સોફ્ટવેરને લગતા તમામ પ્રકારનાં ડોક્યુમેન્ટ, એમ.ઓ.યું અને

આખી ઇવેન્ટનો રિપોર્ટ વગેરે આ ફાઈલમાં છે.' - ફાઈલ આપતાં અખિલેશ બોલ્યો.

'અરે ! અખિલેશ ! એમાં જોવાનું શું હોય…? તે જે કામ કરેલ હોય તે પરફેક્ટ જ હોય…' -

દીક્ષિત ફાઈલ ટેબલ પર મુકતા બોલ્યો.

'ઓકે ! છતાંપણ એવું કાંઈ લાગે તો મને જણાવજે…!' - અખિલેશ ચેર પરથી ઊભાં થતાંબોલ્યો.

'અરે..! અખિલેશ...બેસ...ક્યાં ભાગે છો…? આપણે ચા પીઈએ સાથે…!' - અખિલેશ ના પાડતો હોવા છતાંપણ દીક્ષિતે પોતાની ઓફિસનાં પ્યુનને બોલાવીને બે ચા મંગાવી...થોડીવારમાં પ્યુન ચા લઈને દીક્ષિતની ચેમ્બરમાં આવે છે...અને બનેવ મિત્રો ફરી પહેલાની માફક ચા ની એક પછી એક ચૂસકીઓ લગાવવા માંડે છે.

'અખિલેશ ! એક વાત પૂછું…?' - દીક્ષિત વાતોનો દોર પોતાના હાથમાં લેતાં બોલ્યો.

'હા ! ચોક્કસ ! પૂછ..!' - અખિલેશ પોતાનું માથું હલાવતાં બોલ્યો.

'અખિલેશ તું ઊટી ગયો એ પહેલાં અને ઊટીથી પરત ફર્યો આ દરમ્યાન તારામાં ઘણાં-બધાં બદલાવ આવેલા છે, જે મેં નોટિસ કર્યા છે, હરહંમેશ તારા ચહેરા પર રહેતી સ્માઈલ નું સ્થાન ઉદાસીએ લઈ લીધું હોય તેવું લાગી રહ્યું છે, હંમેશા કોઇપણ કામ કરવા માટે તત્પર રહેતા અખિલેશનાં જીવનમાં જાણે ઉદાસીના ગમગીન વાદળો છવાઈ ગયાં હોય, તેવું મને લાગી રહ્યું છે..!' - દીક્ષિત પોતાનાં મનમાં રહેલ વાત જણાવતાં બોલ્યો.

આ સાંભળીને અખિલેશની આંખોનાં ખૂણા ભીના થઈ ગયાં, દીક્ષિતે આ વાત કરીને અખિલેશનાં હૃદયમાં રહેલા દુઃખ રૂપી ડેમનાં જાણે દરવાજા ખોલી નાંખ્યા હોય તેવું અખિલેશ અનુભવી રહ્યો હતો, છતાંપણ અખિલેશ પોતાનાં આંસુઓને કાબુમાં રાખીને દીક્ષિત સામે અડગ થઈને બેઠો હતો.

'ના ! દીક્ષિત ! એવું કંઈ ખાસ નથી...એ બાબતમાં…!' - અખિલેશ પોતાની સાથે જે કઈ બન્યું તે આખી ઘટના કે વાત કહેવાનું ટાળતો હોય તેવી રીતે બોલ્યો.

'અખિલેશ ! તારો આ મિત્ર એટલો પણ નાદાન નથી કે પોતાના ખાસ મિત્રની આંખોમાં અનેક દુઃખો હોય અને પોતે ના સમજી શકે…..પરંતુ તું મને એટલો પણ યોગ્ય નહીં ગણાતો કે આ બાબત મને પણ નહીં જણાવવા માંગતો…?' - દીક્ષિત ભાવુક થતાં બોલ્યો.

દિક્ષિતનાં આ શબ્દો અખિલેશનાં હૃદયની આરપાર નીકળી ગયાં, અને અખિલેશ હવે પોતાની હિંમત કે પોતાની લાગણી પર રાખેલ કાબુ ગુમાવી રહ્યો હતો, અખિલેશ ધીમે-ધીમે અંદરથી તૂટી રહ્યો હતો. પોતાના આંસુ પર રાખેલ કાબુ ગુમાવીને જાણે અખિલેશનાં હૃદયમાં રહેલા દુઃખ રૂપી ડેમનાં દરવાજા ખુલી ગયાં હોય તેમ દીક્ષિતની સામે નાના બાળકની માફક જોર-જોરથી રડવા લાગ્યો. આથી દીક્ષિતે અખિલેશનાં ગળે મળીને પીઠના ભાગે હાથ ફેરવીને સાંત્વનાં આપી, ત્યારબાદ દીક્ષિતે અખિલેશને શાંત પાડીને પોતાના ટેબલ પર પડેલ પાણીનો ગ્લાસ પાણી પીવા માટે આપ્યો.

મિત્રો, એટલે જ કહેવાય છે કે આપણે પણ આપણી લાઈફમાં એક વ્યક્તિ એવી જરૂર રાખવી કે જેની સાથે આપણે આપણાં સુખ અને દુઃખ વહેંચી શકીએ, જેના ખોળામાં આપણે માથું રાખીને સુઈ શકીએ, પછી એ વ્યક્તિ કોઈપણ હોઈ શકે….તે તમારો મિત્ર, તમારો પ્રેમી કે પ્રેમિકા, તમારા માતા-પિતા કે પછી તમારો સહકર્મચારી પણ હોઈ શકે.

 ત્યારબાદ થોડીવાર બાદ અખિલેશ પહેલાની માફક સ્વસ્થ થઈ ગયો, થોડુંક રડયા બાદ જાણે તેના હૃદય કે મન પરથી એક મોટો બોજો ઉતરી ગયો હોય એટલી હળવાશ અનુભવી રહ્યો હતો, ત્યારબાદ અખિલેશ દીક્ષિતને મુંબઈથી ઊટી ગયો ત્યારથી માંડીને ઊટીથી મુંબઈ પાછો ફર્યો, આ દરમ્યાન પોતાની સાથે બેનેલ આખે-આખી ઘટનાઓ દીક્ષિતને વિસ્તારપૂર્વક જણાવી, અખિલેશની વાત સાંભળીને દીક્ષિતને પણ થોડોક આઘાત લાગ્યો, તેમ છતાંપણ અખિલેશને હિંમત આપતાં કહ્યું કે

'અખિલેશ ! આ બધી આપણાં હાથની વાત નથી...આપણે ઈચ્છતાં હોવાં છતાંપણ આપણે કંઈપણ કરી શકતાં નથી, આ બધી વાત તો નસીબની છે, જો શ્રેયાનો પ્રેમ તારા નસીબમાં લખેલ હશે, તો તે તને કોઈપણ સંજોગોમાં મળશે જ....માટે ચિંતા ના કરીશ.' - દીક્ષિતે અખિલેશને હિંમત આપતાં કહ્યું.

'હા ! દીક્ષિત ! તારી વાત સાચી છે, હું તારી વાત સાથે સહમત છું..!' - પોતાની ખુરશી પરથી ઉભા થતાં - થતાં અખિલેશ બોલ્યો.

'સારું ! હવે ! આ વિશે વધું વિચારતો નહીં….વેઇટ એન્ડ વોચ કર.' - દીક્ષિતે હિંમત આપતાંકહ્યું.

'ઓકે ! દીક્ષિત! થેન્ક યુ વેરી મચ..' - અખિલેશ દીક્ષિતનો આભાર માની તેની ચેમ્બરમાંથી બહાર નીકળે છે, અખિલેશ પહેલા કરતાં હવે સારું ફિલ કરી રહ્યો હતો.

ત્યારબાદ અખિલેશ પોતાની ચેમ્બર તરફ ચાલવા લાગે છે, અને પોતાનું મન કામમાં પોરવી લે છે, એવમાં સાંજના 5 વાગી ગયાં, આથી અખિલેશ પોતાનું લેપટોપ બેગ લઈને ઘરે જવા માટે ઉભો થાય છે, અને કંપનીના પાર્કિંગમાં જાય છે અને પાર્કિંગમાંથી પોતાની કારમાં બેસીને પોતાના ફ્લેટ જવા માટે નીકળે છે.

અખિલેશે દરરોજ જે રેસ્ટોરન્ટમાં જમતો હતો, તે રેસ્ટોરન્ટ તેના રસ્તામાંજ આવતી હતી, આથી અખિલેશે દરરોજની માફક પોતાની કાર તે રેસ્ટોરન્ટમાં ઉભી રાખી, અને ત્યાંજ ડિનર કરી લે છે….ડિનર કર્યાબાદ પેમેન્ટ કરી અખિલેશ ફરીપાછો પોતાની કારમાં બેસે છે, અને પોતાના ફ્લેટે પહોંચે છે. ફલેટે પહોંચ્યા બાદ અખિલેશ ફ્રેશ થાય છે, અને નાઈટડ્રેસ પહેરી લે છે, અને થોડીવાર ટી.વી. જોવા માટે બેસી જાય છે, ગઈકાલ રાતનાં ટ્રાવેલીગ અને ઉજાગરા, અને આજનાં પેન્ડિંગ ઓફીસ વર્ક પૂરું કરવાનાં થાકને લીધે, અખિલેશની આંખો ધીમે - ધીમે ઘેરવા માંડે છે, અને એટલીવારમાં તો અખિલેશને બે - ચાર બગાસાં પણ આવી જાય છે, આથી અખિલેશ ટી.વી. બંધ કરીને પોતાના બેડ રૂમમાં સુવા માટે જાય છે, અને બેડ પર પોતાનું શરીર ફેલાવીને સુઈ જાય છે…...થોડીવારમાં અખિલેશને ઘસઘસાટ ગાઢ ઊંઘ આવી જાય છે.

 આ બાજુ અખિલેશ ગાઢ ઊંઘમાં સૂતેલો હતો, તેના રૂમમાં નીરવ શાંતિ હતી, રૂમમાં અંજવાળું ના બરાબર જ હતું, ખૂણામાં રહેલ નાઈટલેમ્પ આછો-આછો પ્રકાશ આ વિશાળ અંધકારમય રૂમમાં ફેલાવી રહ્યો હતો. એવામાં રાત્રીનાં 3 કલાકની આસપાસ અખિલેશ એકાએક 'મને ! બચાવો….કોઈ મને બચાવો…..તે મને મારી નાખશે….મહેરબાની કરીને કોઈ મને બચાવો…!' - આવી બુમો પાડીને

ગભરાયેલી હાલમાં એકાએક પોતાના બેડ પર બેઠો થઈ જાય છે, પછી અખિલેશને ખ્યાલ આવે છે કે પોતે કોઈ ખરાબ સપનું જોયું આથી પોતે ગભરાઈને ઉપર મુજબ ચીસો પાડવા લાગ્યો હતો, પછી અખિલેશ પોતાના બેડની બાજુમાં પડેલ પાણીની અડધી બોટલ એકજ શ્વાસમાં પીઈ જાય છે, અને પોતાના મનને શાંત પાડતાં કે માનવતા ફરી પાછો સુઈ જાય છે.

અખિલેશ જેને કોઈ સામાન્ય સપનું સમજીને ફરી પાછો સુઈ ગયો, એ ખરેખર કોઈ સામાન્ય સપનું ન હતું પરંતુ એ સપનું વાસ્તવમાં તો અખિલેશનાં જીવનમાં ઘણાં બધાં ઉથલ - પાથલ થવાનું છે, તેનો આગોતરો સંકેત જ હતો, એ સપનું જ એક રહસ્ય હતું, જે અખિલેશની ઊંઘ કાયમિક માટે ઉડાવી દેવાનું હતું, જેનો અખિલેશને ખ્યાલ પણ ન હતો. અખિલેશે સપનામાં જોયું કે પોતે કોઈ હિલવાળા કે ઘાટવાળા વિસ્તારમાં ઘાયલ થયેલી હાલમાં પડેલ છે, પોતે ઇચ્છતો હોવા છતાંપણ ઉભા થઇ શકવા માટે સક્ષમ ન હતો, એવામાં એક પહાડી રાક્ષસ જેવો વ્યક્તિ અખિલેશની સામે આવે છે, જેનો ચહેરો અખિલેશ એકદમ સ્પષ્ટપણે જોઈ શકતો નથી, તે વ્યક્તિ અખિલેશને મારવાંના ઈરાદાપૂર્વક તેની તરફ આગળ વધી રહ્યો હતો, જેના હાથમાં એક કડું પહેરેલું હોય તેવું અખિલેશને દેખાય છે, જ્યારે ગળામાં એક જાડો એવો સોનાનો ચેન પહેરેલો હતો, જેમાં સિંહના મોઢાવાળું લોકેટ કે પેન્ડન્ટ લગાવેલ હતું...જેવો તે વ્યક્તિ

અખિલેશને મારવાં જાય છે કે….તરત જ અખિલેશ…..'મને ! બચાવો….કોઈ મને બચાવો…..તે મને મારી નાખશે….મહેરબાની કરીને કોઈ મને બચાવો…!' - એવી બુમો પાડવા લાગે છે અને પોતાની ગાઢ નિંદ્રામાંથી ડર કે બીકને લીધે એક્દમથી જાગી જાય છે.

 

શા માટે અખિલેશને આવું ડરામણું સપનું આવ્યું…? શાં માટે પેલો કદાવર વ્યક્તિ અખિલેશને મારવા માંગતો હતો…? આ સપનાને અખિલેશ સાથે શું સબંધ હશે….? શાં માટે અખિલેશને કોઈ દિવસ નહીં પરંતુ આજે જ પહેલીવાર આવું સપનું આવ્યું હશે….? શું આ ડરામણું સપનું

અખિલેશની રિયલ લાઈફમાં હકીકત બનશે કે પછી એક સામાન્ય સપનું જ બનીને રહી

જશે…..? આ બધાં પ્રશ્નોના જવાબ તો આવનાર સમય જ આપી શકે તેમ હતો, કારણ કે

અખિલેશ ખુદ પણ આવું સપનું જોઈને ગભરાય ગયો હતો.

 ક્રમશ:


Rate this content
Log in

Similar gujarati story from Romance