Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.
Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.

Rahul Makwana

Romance


3  

Rahul Makwana

Romance


ઊટી-17

ઊટી-17

9 mins 370 9 mins 370

(અખિલેશ મેગા-ઈ સોફ્ટવેર લોન્ચિંગ ઇવેન્ટનાં નવમા દિવસે માઇકની કમાન પોતાના હાથમાં

લઈ લે છે, અને અસરકારક રીતે અલગ-અલગ ટોપીક પ્રેઝન્ટેશન કરે છે, જેથી હાજર રહેલા બધા

જ લોકો ખુશ થઈ જાય છે, અને પોત-પોતાનું નામ ડિજિટેક કંપની સાથે એમ.ઓ.યુ કરાવવા માટે

નોંધાવી દે છે,ઇવેન્ટ પુરી કર્યા બાદ અખિલેશ અને શ્રેયા હોટલની નજીક આવેલા એક ગાર્ડનમાં

એકબીજાને મળે છે, ત્યાં એ લોકો વચ્ચે વાત-ચીત થાય છે, અને આવતીકાલે આ જ ગાર્ડનમાં

સાંજે 6 વાગ્યાં બાદ મળવાની એકબીજાને પ્રોમિસ કરે છે. આ દરમ્યાન અખિલેશ શ્રેયાને પોતાની

પાસે રહેલ એક મોબાઈલ આપે છે, પરંતુ શ્રેયા અખિલેશને એ મોબાઈલ બનેવ છેલ્લી વખત

મળ્યાંની યાદગીરી રહે, તે માટે શ્રેયા અખિલેશને તે મોબાઈલ આવતીકાલે આપવા માટે જણાવે

છે….ત્યારબાદ અખિલેશ અને શ્રેયા એકબીજાથી છુટ્ટા પડે છે, અને પોત-પોતાની હોટલ પર

જાય છે)

દિવસ - મેગા-ઈ સોફ્ટવેર લોન્ચિંગનો છેલ્લો દિવસ

સમય - સવારનાં 10 કલાક.

સ્થળ - ધ સીટી પેલેસ હોટલનો હોલ.

આજે મેગા-ઈ સોફ્ટવેર લોન્ચિંગનો દસમો એટલે કે છેલ્લો દિવસ હતો, બધાં જ મહેમાનો, કર્મચારીઓ, આમંત્રિત હસ્તીઓ, સરકારમાંથી આવેલ અધિકારીઓ, અન્ય કંપનીના સી.ઈ.ઓ વગેરેએ હોલમાં પોતા-પોતાની જગ્યાએ ગોઠવાઈ ગયાં હતાં, આજે ઇવેન્ટનો છેલ્લો દિવસ હોવાથી આજે પ્રોગ્રામ એક કલાક મોડો શરૂ કરવામાં આવેલ હતો, જેની બધાં લોકોને અગાવથી જ બધાંને જાણ કરેલ હતી, ત્યારબાદ અખિલેશ પ્રોગ્રામની શરૂઆત કરી, થોડીઘણી જનરલ ડિસ્કશન કરવામાં આવી.

ત્યારબાદ અખિલેશે અગાવથી જે લોકોએ આ સોફ્ટવેર માટે એમ.ઓ.યુ કરવા માટે નામ નોંધાવેલ હતાં, તે બધાં સાથે કાયદેસર રીતે એમ.ઓ.યુ કર્યા, અને મેગા-ઈ સોફ્ટવેર માટેનાં અમુક હકો પણ તેમને આપવામાં આવ્યાં. એમ.ઓ.યુ કરવામાં જ લગભગ બપોરનો એક વાગી ચુક્યો હતો, ત્યારબાદ હાજર બધાં જ લોકોને લંચ બ્રેક આપ્યો, અને બપોરે 3 વાગ્યે, ફરી પાછા હોલમાં એકત્ર થવા માટેની સૂચના

આપવામાં આવી. બપોરનાં લગભગ 3: 30 કલાકની આસપાસ હોલ સવારની માફક જ પુરે-પૂરો ભરાય ગયો, અને ત્યારબાદ અખિલેશે માઇક પોતાના હાથમાં લીધું, અને પોતાની કંપનીના ભવિષ્યમાં આવનારા મેગા-ઈ સોફ્ટવેર જેવા મહત્વના સોફ્ટવેર વિશે હાજર રહેલા તમામ લોકોને થોડીક માહિતી આપી, ત્યારબાદ અખિલેશે આભારવિધિ માટેનો કાર્યક્રમ શરૂ કર્યો.

આભારવિધિ કાર્યક્રમમાં અખિલેશે આ ઈવેન્ટને સફળ બનાવવા માટે જે કોઈપણ વ્યક્તિએ પોતાનો ફાળો કે સમય આપેલ હતો, એવા નાનામાં નાના કર્મચારીથી લઈને સી.ઈ.ઓ, એમ.ડી. સુધીના તમામ કર્મચારીઓનો હૃદયપૂર્વક આભાર માન્યો. ત્યારબાદ જે લોકો આ આખી ઇવેન્ટમાં ભાગ લીધો હતો, તે બધાંને ડિજિટેક સોફ્ટવેર કંપનીના અલગ - અલગ કર્મચારીઓ દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવ્યું, ત્યારબાદ અખિલેશે આ ઈવેન્ટને સફળ બનાવવા માટે ત્યાંના સ્થાનિક જે લોકોએ પોતાનો ફાળો, સમય કે યોગદાન આપેલ હતું એ બધાંનો પુષ્પગુચ્છ આપીને આભાર માન્યો.

અખિલેશ ભાવુક થઈને સ્થાનિક લોકોનું પુષ્પગુચ્છ આપીને સન્માન કર્યું, આ સન્માન માટે ઊટીના એમ.એલ.એ, ત્યાંના કોર્પોરેટર, ધ સીટી પેલેસ હોટલના મેનેજર, ઊટી શહેરનાં નામાંકિત ઉદ્યોગપતિઓ, વગેરેને એક-પછી એક એમ કરીને વારાફરતી સ્ટેજ પર સન્માન માટે બોલાવવામાં આવ્યાં, પરંતુ અખિલેશ જ્યારે ઊટીનાં એમ.એલ.એ જયકાન્તભાઈનું સન્માન કરી રહ્યો હતો, એ દરમ્યાન તેનાં શરીરમાં અજીબ પ્રકારની બેચેની પ્રસરી ગઈ, અખિલેશનું મન એકદમ વ્યાકુળ બની ગયું, અખિલેશે જ્યારે જયકાન્તભાઈને પુષ્પગુચ્છ આપવા માટે પોતાનો હાથ લાંબાવ્યો એ દરમ્યાન જયકાન્તભાઈએ અખિલેશ સાથે હાથ મેળવ્યો, બરાબર આ જ સમયે અખિલેશને જાણે એક અલગ પ્રકારની ઉર્જા પોતાનાં શરીરમાંથી પસાર થઈ હોય તેવું લાગી રહ્યું હતું.

ત્યારબાદ અખિલેશ ઝડપથી જયકાન્તભાઈને પુષ્પગુચ્છ આપીને માઈકની કમાન બીજા કર્મચારીને સોંપીને તે પોતાની ખુરશી પર બેસી ગયો, અને ટેબલ પર રહેલ પાણીનો ગ્લાસ એક જ શ્વાસમાં પીઈ લીધું. અખિલેશને આ પોતાની સાથે શું થઈ રહ્યું હતું તે કંઈ સમજમાં નહોતું આવી રહ્યું. થોડીવાર બાદ અખિલેશને સારું લાગવા માંડ્યું, ત્યારબાદ અખિલેશ ફરી માઈકની કમાન પોતાનાં હાથમાં લે છે, અને સફળતાપૂર્વક આ ઇવેન્ટની આભારવિધિ પુરી કરે છે, ત્યારબાદ બધાં જ લોકો પોત-પોતાનો સામાન લેવા માટે રૂમ પર જાય છે.

અખિલેશ જ્યારે હોલની બહાર નીકળીને પોતાના રૂમ તરફ જઈ રહ્યો હતો, એવામાં તેના કાને પાછળથી કોઈકનો અવાજ સંભળાયો, અખિલેશ પાછળ વળીને જોયું તો આકાશ અને અન્ય ચાર કર્મચારીઓ ઉભા હતાં.

'યસ ! આકાશ….બોલ…!' - અખિલેશ આકાશ સામે જોઇને બોલ્યો.

'સર ! ઇફ યુ ડોન્ટમાઇન…!' - આકાશ ડરતા અવાજે બોલ્યો.

'હા ! બોલ ! આકાશ…!'

'સર ! આજે આપણી 'મેગા-ઈ' સોફ્ટવેર લોન્ચિંગ ઇવેન્ટ પુરી થઈ અને તેમાં ભવ્ય સફળતા મળી છે, તો તે બદલ અમે લોકોએ એક નાનકડી પાર્ટીનું આયોજન કરેલ છે, તો અમારી એવી ઈચ્છા છે કે તમે પણ અમારી આ નાનકડી પાર્ટીમાં જોડાવ...પ્લીઝ સર...અમારા બધાંની તમને એક હમ્બલ રિકવેસ્ટ છે…!' - આકાશ અને તેની પાસે ઉભા રહેલા કર્મચારીઓએ અખિલેશને ખુબ જ રિકવેસ્ટ કરી.

'ઓહ..એવું….તો તમારી આ નાનકડી પાર્ટી કંઈ જગ્યાએ છે..?' - અખિલેશ પરિસ્થિતિનો તાગ મેળવતા બોલ્યો.

'સર ! આ પાર્ટી આપણે ઇવેન્ટના પહેલા દિવસે જે પબમાં કરી હતી ત્યાં જ એટલે કે આલીશાન પબમાં એરેન્જ કરેલ છે…!'

'ઓહ ! તો તમે મને પૂછયાં વગર, પાર્ટી પણ એરેન્જ કરી લીધી એમ ને…!' - અખિલેશે સામે ઉભેલા બધા જ કર્મચારીઓ પર નજર ફેરવતાં-ફેરવતાં પૂછ્યું.

'હા ! સાહેબ ! અમે તમને સરપ્રાઈઝ આપવા માંગતા હતાં, એટલે તમને પૂછયાં વગર જ આ પાર્ટી એરેન્જ કરી છે..!' - આકાશ બોલ્યો.

'સાહેબ ! પ્લીઝ ! અમને ના બોલીને દુઃખી ના કરશો..!' - બધાં જ કર્મચારીઓએ અખિલેશને વિનંતિ કરી.

અખિલેશે પોતાની ઘડિયાળમાં જોયું, સાંજના 7 વાગ્યાં હતાં, આ બાજુ આકાશ અને અન્ય કર્મચારીઓ અખિલશને પોતાની સાથે સેલિબ્રેશનની પાર્ટીમાં જોડાવવા માટે જેવી રીતે નાનું બાળક પોતાના માતા-પિતા પાસે આજીજી કરતું હોય, તેવી જ રીતે અખિલેશ પાસે આજીજી કરી રહ્યાં હતાં, પોતાની ઈચ્છા ના હોવાછતાં પણ અખિલેશ એ લોકો સાથે પાર્ટીમાં જોડાવવા માટે તૈયાર થઈ ગયો.

ત્યારબાદ અખિલેશ, આકાશ અને અન્ય ચાર કર્મચારીઓ આલીશાન પબમાં જાય છે, ત્યાં પહોંચીને બધા જ લોકો પોત-પોતાની ઈચ્છા મુજબ હાર્ડ ડ્રિન્ક મંગાવે છે, જ્યારે અખિલેશ માત્ર બિયર જ ઓર્ડર કરે છે, ધીમે-ધીમે પાર્ટી જામવા લાગી, બધા જ કર્મચારીઓએ આ ઇવેન્ટ દરમ્યાન કેવાં -કેવાં અનુભવ થયાં, આ આખી ઇવેન્ટ કેવી લાગી, ઊટી શહેર કેવું લાગ્યું….વગેરે મુદ્દાઓ પર પોતપોતાના મહાન ફાઈવ રેટેડ રિવ્યુ આપવાનું શરૂ કર્યું, વાતો વાતોમાં અખિલેશ બિયરની એક બોટલ પીઈ ગયો.

ત્યારબાદ અખિલેશ આલીશાન પબનાં વેઈટર પાસે બિલ મંગાવે છે, થોડીવારમાં વેઈટર બિલ લઈને આવી પહોંચે છે, આથી અખિલેશ બિલનું પેમેન્ટ કરવાં માટે પોતાનું પાકીટ બહાર કાઢે છે, પરંતુ હાજર રહેલા કર્મચારીઓ અખિલેશને બીલ પેમેન્ટ કરવા દેતા નથી, અને તે લોકો જ પેમેન્ટ કરે છે, આથી અખિલેશ પોતાનું પાકીટ પાછું ખિસ્સામાં મૂકે છે, આ દરમ્યાન ટેબલ પર રહેલ મેન્યુ ટેબલ પરથી નીચે પડે છે, આથી અખિલેશ એ મેન્યુ લેવા માટે ઝૂકે છે….બરાબર તે જ વખતે તેના શર્ટના ઉપરના ખિસ્સામાં રહેલ મોબાઈલ ફોન નીચે પડે છે, આ જોઈ અખિલેશની આંખો પહોળી થઇ જાય છે…કારણ કે આ એ જ મોબાઈલ હતો જે મોબાઈલ અખિલેશે શ્રેયાને ગિફ્ટમાં આપવા માટે રફીક ડ્રાઇવર પાસે મંગાવ્યો હતો.

અખિલેશે પોતાના બનેવે હાથ કપાળે, અને માથે ફેરવતાં - ફેરવતાં અને ઘડિયાળમાં નજર

કરતાં - કરતાં બોલ્યો.

'ઓહ ! માય ગોડ…! રાતના આઠ વાગી ગયાં… શીટ..!' - આટલુબોલી અખિલેશ હોટલનીબહાર નીકળવા માટે ઝડપભેર ચાલવા માંડ્યો.

'પણ...સર...થયું….શું….?....એતો...જણાવો…' - આકાશે પૂછ્યું.

'કંઈ નહીં….' - આટલું બોલી અખિલેશ ઝડપભેર હોટલની બહાર નીકળી ગયો.

અખિલેશનાં ખિસ્સામાંથી જ્યારે મોબાઈલ નીચે પડ્યો, એ મોબાઈલ જોઈને અખિલેશને એકાએક યાદ આવ્યું કે આજે તેણે શ્રેયાને 6 વાગ્યે હોટલની નજીક આવેલા ગાર્ડને મળવા માટેની પ્રોમિસ કરી હતી. અખિલેશ શ્રેયા વિશે વિચારતા - વિચારતાં ઝડપથી ચાલી રહ્યો હતો, જ્યારે દ્વારકામાં બેસેલ દ્વારકાધીશને સંદેશો મળે છે કે પોતાનો બાળપણનો મિત્ર સુદામા તેને મળવા માટે દ્વારકા આવ્યાં છે, આ સાંભળી જેવી રીતે દ્વારકાધીશ પોતાનું સ્વમાન, પોતાની આબરૂ, પોતાનો હોદ્દો, પોતાની હેસિયત બધું જ ભૂલીને એક ગાંડાની માફક ખુલ્લા પગે દોડવા લાગે છે, તેવી જ રીતે શ્રેયાના પ્રેમમાં ભાન ભૂલેલ અખિલેશ પણ કૃષ્ણની માફક જ ગાંડો બનીને શ્રેયાને મળવા માટે દોડવા લાગે છે, પરતું અફસોસ એ વાતનો હતો કે દ્વારકાધીશ તો તેના મિત્ર સુદામાને મળી શક્યાં હતાં, જ્યારે અખિલેશ…..? કારણ કે અખિલેશ શ્રેયાને મળવાનો સમય ચુકી ગયો હતો.

એકબાજુ અખિલેશ હતાશ, ઉદાસ અને નિરાશ થઈ રહ્યો હતો, જ્યારે બીજી બાજુ તેણે જે એક બિયરની આખી બોટલ પુરી કરેલ હતી, તેની અસર થવાનું ચાલુ થઈ ગયું હતું, ત્યારબાદ અખિલેશ શ્રેયાને જે ગાર્ડને મળવા માટેની પ્રોમિસ આપી હતી તે ગાર્ડને પહોંચે છે….એ જ ગાર્ડન ગઈકાલે એકદમ મનમોહક લાગી રહ્યું હતું, બધી વસ્તુઓ જેવી કે દરેક વૃક્ષઓ, બાંકડાઓ, હિંચકા અને ખુદ અખિલેશ પણ એ જ હતો, બસ માત્ર કમી હતી તો શ્રેયાની….પરંતુ પોતે આજે સાંજે 6 વાગ્યે શ્રેયાને મળવાની પ્રોમિસ કરી હતી એ મગજમાંથી જતું જ રહ્યું જેનું પરિણામ હાલ અખિલેશ ભોગવી રહ્યો હતો….આથી અખિલેશનાં મોઢા માંથી શબ્દો નીકળી ગયાં કે….

'ગઈકાલે આ જ બગીચો જાણે જીવંત હોય તેવું લાગી રહ્યું છે, જ્યારે આ જે એ જ બગીચો સુમસામ ભાસે છે. ફરક માત્ર એટલો જ છે કે એ સમયે તારો સંગાથ હતો, જ્યારે હાલ હું એકલો અને અટૂલો છું.'


ત્યારબાદ અખિલેશ ગઈકાલે પોતે અને શ્રેયા જે બાંકડા પર બેઠા હતાં તે જ બાંકડા પાસે જઈ ગોઠણિયા વાળીને બેસી જાય છે, પોતાના શરીર તથા મનમાં એક પ્રકારની હતાશા કે નિરાશા ફેલાઈ જાય છે, બનેવનાં આંખોનાં ખુણાઓ ભીંજાય જાય છે, જાણે એક જ પળમાં અખિલેશે પોતાનું સર્વસ્વ ગુમાવી દીધું હોય તેવું લાગી રહ્યું હતું, પોતાની જાતને અખિલેશ એટલી કમનસીબ માની રહ્યો હતો કે પોતે શ્રેયાને મળવા માટે આપેલ પ્રોમિસ પણ કામને લીધે ભૂલી ગયો, જેની તે હાલમાં માફી પણ માંગી શકતો ન હતો.

આ સમયે અખિલેશનાં મનમાં અનેક પ્રશ્નો ઉદભાવેલા હતાં… શું શ્રેયા પોતાને મળવા માટે આ બગીચામાં આવી હશે….? શ્રેયાએ ક્યાં સુધી પોતાની રાહ જોઈ હશે….? શ્રેયાએ મારા માટે મનમાં શું...વિચારી લીધું હશે….? શું શ્રેયા મને હવે નફરત કરવાં માંડી હશે….? શું શ્રેયા હવે મને ફરી મળશે….? જો શ્રેયા મને ફરી મળશે, તો શું એ મારી સાથે વાત કરશે…? - આવા અનેક પ્રશ્નો અખિલેશ હાલ પોતાની જાતને પૂછી રહ્યો હતો….પરંતુ હાલમાં આ બધાં પ્રશ્નોના જવાબ અખિલેશ પાસે તો હતાં જ નહીં….આ બધાં જ પ્રશ્નોના જવાબ તો માત્ર શ્રેયા જ આપી શકે તેમ હતી...જે હાલમાં અખિલેશની સાથે હતી નહીં.

અખિલેશને હાલમાં ખુબ જ રડવું પણ આવી રહ્યું હતું...પરંતુ પુરુષ થઈને રડે તો તે કેવું લાગે ? આપણાં આ સમાજે જાણે પુરુષ પર એક મોહર લગાડી દીધી હોય તેવું લાગે કે પુરુષ ક્યારેય રડી ના શકે…! સાહેબ એકવાર આ પુરુષની તકલીફો કે દૂ:ખ વિશે પૂછવામાં આવે તો, સાહેબ એક ઘનઘોર વાદળ જેટલો ભાર કે વજન પોતાની અંદર લઈને ચાલે છે, એનાથી ચાર ગણું જવાબદારીનું વજન આ સમાજનો દરેક પુરુષ પોતાની સાથે લઈને ચાલે છે...પછી તે પુરુષ ભલે કોઈનો બાપ, ભાઈ, કે પતિ હોય.

એવામાં અખિલેશનું ધ્યાન બાકડાની નીચેની તરફ જાય છે, ત્યાં થોડુંક પાછળની તરફ એક પર્સ અખિલેશની નજરે પડે છે, આથી અખિલેશે એ પર્સ ઉઠાવે છે, અને ચેક કરવા લાગે છે, તો તેમાંથી અખિલેશને શ્રેયાનાં ફોટા મળી આવે છે, આથી અખિલેશને એ બાબતનો ખ્યાલ આવી ગયો કે આ પર્સ શ્રેયાનું જ છે, અને શ્રેયા તેને મળવા માટે આવી જ હશે, એ બાબતની હવે ખાત્રી પણ થઈ ગઈ, અખિલેશને શ્રેયાનું પર્સ તો ચોક્કસ મળ્યું, પરંતુ પોતે શ્રેયાને ના મળી શક્યો તેનો વસવસો હજુપણ અખિલેશનાં મનમાં વલોપાત કરી રહ્યો હતો.

આથી અખિલેશ ભારે હૃદયે તે બગીચામાંથી જાણે યુદ્ધમાં બધું જ હારી ગયો હોય તેવી રીતે પોતાની હોટલ તરફ પોતાના પગલાંઓ ભરવાનું ચાલુ કર્યું, સાથે-સાથે થોડીક બિયરની પણ અસર હોવાથી, તે થોડાક લથડીયા પણ ખાઈ રહ્યો હતો, પરંતુ પોતાની સાથે આજે જે કાંઈ બન્યું એનું દુઃખ જ એટલું હતું કે આ નશો પણ અખિલેશનાં દુઃખને ઓછું કરી શકે તેમ ન હતું. થોડીવારમાં અખિલેશ ધ સીટી પેલેસ હોટલ પર પહોચ્યો, રિસેપશન કાઉન્ટર પરથી પોતાના રૂમની ચાવી લીધી અને કંઈપણ બોલ્યાં વગર તે ચુપચાપ શાંતિથી પોતાના રૂમમાં જતો રહ્યો,

અખિલેશનું આવું વર્તન હોટલનાં સ્ટાફે પણ નોટિસ કર્યું….નહીંતર તે દરેક સ્ટાફ સાથે હસતાં- હસતાં વાત તો અચૂક કરતો જ હતો, પરંતુ આજે એકપણ સ્ટાફ સાથે વાત કરી જ નહીં. ત્યારબાદ અખિલેશ પોતાના મનમાં અનેક પ્રશ્નો લઈને પોતાના બેડ પર સુઈ ગયો, આ બધાં પ્રશ્નોના જવાબ શ્રેયા અખિલેશને ફરીવાર મળશે તો જ તેને મળશે….બાકી જો શ્રેયા અખિલેશને ફરી નહીં મળે તો આ બધાં જ પ્રશ્નો હંમેશને માટે પ્રશ્નો જ બનીને રહી જશે….! આ બધું વિચારતા - વિચારતાં અખિલેશ સુઈ ગયો.

આવતીકાલનો સૂરજ શું અખિલેશ માટે નવી આશાઓના કિરણો લઈને આવશે…કે પછી તેના નસીબને ચોમાસાના ઘનઘોર કાળા ડિબાંડ વાદળોની માફક અંધકારમય બનાવશે ? અખિલેશ મનમાં જે પ્રશ્નો લઈને સુઈ ગયો હતો એ પ્રશ્નોના જવાબ અખિલેશને મળશે….? શું તેના નસીબમાં શ્રેયાનો પ્રેમ નહીં લખેલો હશે…? શાં માટે ઊટીનાં એમ.એલ.એ જયકાન્તભાઈને જોઈને અખિલેશને અજુગતું ફિલ થયું - આ બધાં જ પ્રશ્નો કે પરિસ્થિતિનો હજુ અખિલેશનેઆગળ જતાં સામનો કરવાનો જ હતો.

ક્રમશ :


Rate this content
Log in

More gujarati story from Rahul Makwana

Similar gujarati story from Romance