Rahul Makwana

Romance

3  

Rahul Makwana

Romance

ઊટી-૧૪

ઊટી-૧૪

10 mins
234


(અખિલેશ પોતાની સાથે ઇવેન્ટના સેલિબ્રેશન બાદ શું બન્યું હતું…? પોતે આવી નશાની હાલતમાં કેવી રીતે હોટલ પર પહોંચ્યો….? હોટલ સુધી કોણ મુકવા આવ્યું હશે….? આવા વગેરે પ્રશ્નોના જવાબ મેળવવા માટે અખિલેશ ફરી એ જ સીટી પેલેસ હોટલ અને આલીશાન પબ વાળા રસ્તે જાય છે...જયાં ધીમે-ધીમે તે આગળની રાતે બનેલ બધી જ ઘટના તેની નજર સામે તરી આવે છે….એવામાં બરાબર એ જ સમયે શ્રેયા આવી પહોંચે છે...અને થોડીવાતો કર્યા બાદ અખિલેશ પોતાના પ્રેમનો પ્રસ્તાવ મૂકે છે. અને શ્રેયા પછી જણાવીશ એવું કહીને ચાલી જાય છે અને અખિલેશ હોટલ પર પાછો ફરે છે.)

સમય - સવારનાં 5 કલાક

સ્થળ - સીટી પેલેસ હોટલનો અખિલેશનો રૂમ

અખિલેશના મોબાઈલમાં સવારનું એલાર્મ વાગ્યું, આથી અખિલેશ પોતાની બને આંખો ચોળતો- ચોળતો અને બગાસાં ખાતા - ખાતા ઉભો થયો, ફ્રેશ થઈને પોતાનાં રૂમ પર જ ચા-નાસ્તો મંગાવી લીધો, ચા-નાસ્તો કર્યા બાદ અખિલેશ ઇવેન્ટ જે જગ્યાએ હતી તે હોલમાં જાય છે, અને બધાં મહેમાનોનું સ્વાગત કરી ઈવેન્ટના શેડ્યુલ પ્રમાણે પ્રોગ્રામ શરૂ કરાવે છે.

આજે ઇવેન્ટનો ત્રીજો દિવસ હતો, આજે મિ. નિખિલ મહેતાએ 'મેગા-ઈ' સોફ્ટવેર ડિઝાઇનિંગઅને રીડિઝાઇનિંગ વિશે, હાજર રહેલા તમામ મહેમાનો અને કર્મચારીઓને વિસ્તૃત માહિતી આપી, જેથી કરીને હાજર બધાં લોકો 'મેગા - ઈ' સોફ્ટવેર અને તેના મહત્વને સારી રીતે સમજી શકે, આમ આમંત્રિત બધા મહેમાનો, કર્મચારીઓ અને હાજર રહેલા દરેક વ્યક્તિઓને દિવસે ને દિવસે 'મેગા-ઈ' સોફ્ટવેરના વિવિધ પાસાઓની માહિતી મળતી રહી, અને એ બધાનાં સોફ્ટવેર સંબંધિત બધા જ ડાઉટ ક્લિયર થવા લાગ્યાં.

આ બાજુ અખિલેશનાં વિચારોની ટ્રેન તો એક અલગ પાટ્ટા પર દોડી રહી હતી, અખિલેશનાં મગજમાં તો હજુપણ ગઇકાલે રાત્રે જે ઘટના બની એ જ રમી રહી હતી, કદાચ અખિલેશ માટે પોતાનાં લાઈફની મોસ્ટ પ્રિસિયસ કે યાદગાર મોમેન્ટ હશે, કારણ કે પોતે જેને ચાહવા લાગ્યો હતો એ શ્રેયા સાથે એકાદ કલાક સુધી વાતો કરીને સમય વિતાવ્યો, અને પોતાના મનમાં શ્રેયા વિશે જે લાગણી હતી, તે જણાવી શક્યો, શ્રેયાના હાવભાવ જોતા અખિલેશને એવું લાગી રહ્યું હતું કે કદાચ શ્રેયા પણ પોતાને પસંદ કરી રહી હોય, કારણ કે જ્યારે અખિલેશે આ પ્રસ્તાવ શ્રેયા સમક્ષ મુક્યો ત્યારબાદ શ્રેયા હસતાં- હસતાં અને શરમાતા - શરમાતા, તે લોકો જ્યાં ઉભા હતાં ત્યાંથી હરણીની માફક દોડતી-દોડતી જતી રહી, જે એ બાબતની ચાડી ખાઈ રહી હતી કે શ્રેયા પણ અખિલેશને પસંદ કરે છે.

અખિલેશ હોલમાં બેઠાં- બેઠાં જ્યારે શ્રેયા વિશે વિચારી રહ્યો હતો, એવામાં કોઈ એક અજાણી તાકાત કે એનર્જી અખિલેશને પોતાની તરફ ખેંચી રહી હોય કે બોલાવી રહી હોય તેવું લાગી રહ્યું હતું, અખિલેશને જાણે કોઈ બોલાવી રહ્યું હોય તેવું લાગી રહ્યું હતું, પોતે થોડીક ગભરાહટ અને બેચેની મહેસુસ કરી રહ્યો હતો, તેના હૃદયના ધબકારા ધીમે-ધીમે વધી રહ્યાં હતાં, કપાળ પર પરસેવાનાં ટીપાઓ ઉપસી આવ્યાં હતાં, પોતે જાણે વર્ષોથી તરસ્યો હોય તેવી તરસ લાગી રહી હતી, આથી અખિલેશે પોતાની સામે રહેલાં ટેબલ પર પડેલ પાણીનો ગ્લાસ ઉઠાવીને એક જ શ્વાસમાં બધું જ પાણી પીઈ લીધું, તેમ છતાંપણ હજુય અખિલેશને સારું નહોતું લાગી રહ્યું.

આથી અખીલેશ પોતાની જગ્યાએથી ઉભો થઇ, થોડી તાજી હવા લેવા માટે હોટલની બહાર ખુલ્લામાં જવાનું વિચારે છે, આથી પોતાની જગ્યાએથી ઉભો થઈ હોટલની બહાર ખૂલ્લી જગ્યાએ જવા માટે ઉભો થાય છે, અને પોતાના ડગલાં હોટલની બહાર જવા માટે ઉપાડે છે. આ બાજુ જેવો અખિલેશ હોટલના એન્ટરસ પાસે પહોંચે છે, ત્યારે તેની આંખોએ જે જોયું તેનાં પર અખિલેશ વિશ્વાસ કરી શકે તેમ ન હતો, કારણ કે હોટલથી લગભગ અડધા કિ. મીના જ અંતરે તેણે શ્રેયાને ઉભેલી જોઈ, શ્રેયાને આવી રીતે હોટલની બહાર ઉભેલી જોઈ અખિલેશનાં મનમાં ઘણાં પ્રશ્નો જેવા કે શ્રેયા અહીં હોટલની બહાર શાં માટે ઉભી હશે ? શ્રેયા હોટલની અંદર કેમ ના આવી ? શું શ્રેયા પોતાને જ મળવા આવી હશે ? શ્રેયાએ મેં

મુકેલા પ્રપોઝલ વિશે શું નિર્ણય લીધો હશે ? શ્રેયા મારી પ્રપોઝલનો સ્વીકાર કરશે કે અસ્વીકાર ? આવા અનેક પ્રશ્નો જાણે અખિલેશનાં મનમાં સુનામીની માફક ઊછળી રહ્યાં હતાં.

પોતે જ્યારે હોલમાં બેસેલ હતો, ત્યારે તેને કોઈ અજાણી તાકાત પોતાની તરફ ખેંચી કે બોલાવી રહી હતી...પોતે જે ગભરામણ અનુભવી રહ્યો હતો, એ શું શ્રેયા બહાર આવીને ઉભી હશે તેના સંકેત હશે ? કે પછી શ્રેયા પ્રત્યે પોતાનો પ્રેમ...આ અખિલેશ સમજી રહ્યો ન હતો, જ્યારે અખિલેશ વાસ્તવિક્તા વિશે જાણશે કે પોતાની સાથે હકીકતમાં શું બન્યું હશે...ત્યારે તેના પગ નીચેની જમીન ખસી જશે...પોતે જેને શ્રેયા પ્રત્યેનો પ્રેમ સમજી બેઠો છે તે વાસ્તવમાં તો કંઈક બીજું જ હશે !

આ બાજુ અખિલેશ બીજો કંઈ લાંબો વિચાર કર્યા વગર જ શ્રેયા તરફ પોતાનાં પગલાં માંડે છે, શ્રેયાના ચહેરા પર ખુશીઓની લકીરો છવાયેલી હતી, તેનો ચહેરો આનંદીત લાગી રહ્યો હતો, જેથી અખિલેશને એટલો તો ખ્યાલ આવી જ ગયો કે શ્રેયાનો પોતે મુકેલ પ્રપોઝલ બાબતે કંઈક પોઝિટિવ જવાબ હશે, ત્યારબાદ પોતે શ્રેયા પાસે જાય છે.

'હાઈ ! શ્રેયા ! અત્યારે...તું...અહીં...અચાનક…?' - આવા ઘણાબધાં પ્રશ્નો અખીલેશ શ્રેયાને પૂછે છે.

'હા ! હું અત્યારે એટલા માટે આવી, કારણ કે મારે તેને મળવું હતું….અને તે મારી સમક્ષ રાખેલ

પ્રપોઝલનો જવાબ મારે તેને આપવો હતો..' - શ્રેયા સ્પષ્ટતા કરતાં બોલી.

'તો...મને કોલ કરવો હતો ને…? ઓહ...સોરી...તારી પાસે મારો મોબાઈલ નંબર નહીં હોય હે ને…?' - અખિલેશે પૂછ્યું.

'બરાબર! આપણે કાલે રાતે એકબીજાથી છુટા પડ્યાં, ત્યારથી માંડીને કે હજુ સુધી મને માત્ર તારા અને તે મુકેલ પ્રપોઝલ વિશેનાં જ વિચાર કર્યો, અને ઘણુંબધું વિચાર્યા બાદ હું મારા મનની વાત તને જણાવવા માટે આતુર હતી, આથી હું તને રૂબરૂ હોટલ પર મળવા આવી…'

'સરસ ! તો તારી હાલત પણ મારા જેવી જ હતી એમ ને…?' - અખિલેશ મનોમન ખુશ થતાં બોલ્યો.

'તારા જેવી હાલત એટલે..?' - શ્રેયાએ નિર્દોષભાવે પૂછ્યું.

'અરે ! યાર ! હું પણ કાલે રાતે આપણે અલગ થયાં, ત્યારથી માંડીને અત્યાર સુધી માત્રને માત્ર તારા વિશે અને મેં મુકેલ પ્રપોઝલનો તું શું જવાબ આપીશ..એ વિશે જ વિચારી રહ્યો હતો.' - અખિલેશ પોતાના મનની વાત જણાવતાં બોલ્યો.

'ઓહ ! તો તને મારા જવાબની એટલી બધી ઉતાવળ હતી…?' - શ્રેયાએ પૂછ્યું.

'હા ! સો ટકા….અને ઉતાવળ હોવી એ પણ સ્વભાવિક જ છે…તો તે શું વિચાર્યું મારી પ્રપોઝલ વિશે….?' - અખિલેશે હિંમતપૂર્વક શ્રેયાને પૂછવાનું સાહસ કરી જ લીધું.

'તો ! હું તને મારા દિલની વાત અહીં ખુલ્લામાં જ જણાવું…?' -

'તારી શું ઈચ્છા છે…..?'

'હું ! એવું વિચારું કે આપણે કોઈ શાંત જગ્યાએ જઈએ અને શાંતિથી બેસીને વાત કરીએ તો…?'

'હા ! ચોક્કસ ! કેમ નહીં….પણ આપણે જશું ક્યાં…?'

'અખિલેશ ! અહીંથી માત્ર બે કિ.મીનાં જ અંતરે ઊટીનું પ્રખ્યાત બોટનીકલ ગાર્ડન આવેલ છે, ત્યાં જઈને શાંતિથી બેસીને વાત- ચીત કરીએ તો…?'

'હા ! ચોક્કસ ! એઝ યુ વિશ…!'

'થેન્ક યુ ! ફોર અન્ડરસેન્ડ મી એન્ડ માય ફિલિગ….!

'હું ! બે જ મિનિટમાં આવું…એક કોલ કરીને….ઇફ યુ ડોન્ટમાઇન…?' - અખિલેશ પોતાનો

મોબાઈલ કાઢતાં બોલ્યો.

'ઓકે ! આઈ હેવ નો એની પ્રોબ્લેમ..!' - શ્રેયાએ નિખાલસતાથી જવાબ આપ્યો.

ત્યારબાદ અખિલેશ પોતાનાં મોબાઈલ ફોનમાંથી આકાશને કોલ કરે છે, અને ઇવેન્ટના આજનાં દિવસની પૂર્ણાહુતિ કે આભારવિધિ તેને કરવાં માટે જણાવે છે, અને સાંજે પોતાના રૂમમાં રિપોર્ટિંગ કરવા માટે સમજાવે છે, આકાશ સાથે વાત કરીને, અખિલેશ શ્રેયા પાસે આવે છે, અને થોડુંક આગળ ચાલી રોડની કિનારી પાસે ઊભાં રહીને અખિલેશ હનીફને કોલ કરે છે અને ઝડપથી સીટી પેલેસ હોટલ પાસે આવવાં માટે કહે છે, અને હનીફ થોડીજ વારમાં પોતાની કાર લઈને અખિલેશ હોટલ પાસે જે જગ્યાએ ઉભેલો હતો ત્યાં આવી પહોંચે છે. ત્યારબાદ અખિલેશ અને શ્રેયા કારમાં બેસી જાય છે, જ્યારે અખિલેશ કારમાં બેઠો હતો, ત્યારે હનીફ અખિલેશ સામે વિસ્મયતાપુર્વક જોવે છે. થોડીવારમાં હનીફ પોતાની કાર ઊટીના પ્રખ્યાત અને મનમોહક બોટનીકલ ગાર્ડનની બહાર ઉભી રાખે છે ...અને હનીફે જણાવ્યું કે

'સાહેબ ! ઊટીનો બોટેનિકલ ગાર્ડન આવી ગયો છે..' - અખિલેશની સામે જોઈને હનીફ બોલ્યો.

ત્યારબાદ, અખિલેશ અને શ્રેયા કારમાંથી નીચે ઊતર્યો, અને બોટેનિકલ ગાર્ડન તરફ જતાં રસ્તે ચાલવા લાગ્યાં, હનીફે કારનો વળાંક વાળીને પોતે જે રસ્તેથી આવ્યો હતો, એ જ રસ્તે પાછો જવા લાગ્યો, અને હનીફ કારનાં સાઈડ મીરરમાંથી હજુપણ અખિલેશને વિસ્મયતાપૂર્વક જોઈ રહ્યો હતો, આ સમયે હનીફનાં મનમાં ઘણાબધાં પ્રશ્નો હતાં પરંતુ હનીફ અખિલેશને પૂંછવા માટે હિંમત કરી શક્યો નહીં.

ઊટીનાં બોટનીકલ ગાર્ડનમાં પ્રેવશતાની સાથે જ અખિલેશ એક્દમથી ખુશ થઈ ગયો, આ ગાર્ડનની સુંદરતા એટલી નયનરમ્ય હતી, કે સૌ કોઈને પોતાની તરફ આકર્ષી રહી હતી, આ ગાર્ડનમાં દુનિયાભરનાં અલગ - અલગ જાતિનાં રંગબેરંગી ફૂલો, આ ગાર્ડનની શોભામાં વધારો કરી રહ્યાં હતાં, આ ગાર્ડનમાં બનાવેલી અલગ - અલગ પ્રતિકૃતિઓ જેમાં પણ ટ્રેન ટોયની બનાવેલી પ્રતિકૃતિ તો બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચવામાં માહિર હોય તેવું લાગી રહ્યું હતું, આ બાગમાં આવેલા હજારો અસંખ્ય ફૂલો, વેલાઓ, રોપાઓ, વૃક્ષો જાણે સ્વર્ગની અનુભૂતિ કરાવી રહ્યાં હોય તેવું લાગી રહ્યું હોય છે, આ ગાર્ડનમાં આવેલા અવનવા ફુવારા પણ મુલાકાતીઓનું ધ્યાન અચૂક પોતાની તરફ ખેંચતા હોય તેવું લાગે, એક બાજુ મનુષ્ય મોટી-મોટી ગગનચુંબી ઇમારતો બનાવી રહ્યો છે, તો બીજી બાજુ આવું સુંદર ગાર્ડન પણ બનાવી રહ્યો છે, જે દર્શાવે છે કે મનુષ્ય પ્રકૃતિ પ્રત્યે ભલે ગમે તેટલો બેદરકાર થઈ ગયો, પરંતુ હાલમાં પણ તેના હૃદયનાં કોઈ એક ખૂણામાં પ્રકૃતિ પ્રેમનાં બીજ તો રોપાયેલા છે જ તે…...બાકી તો એ શાં માટે રવિવારે કે રજાનાં દિવસે પોતાના પરિવાર સાથે ગાર્ડન રેસ્ટોરન્ટમાં જમવા જાય છે…? આ બાબત દર્શાવે છે મનુષ્ય હાલમાં પણ કોઈને કોઈ રીતે પ્રકૃતિ સાથે કે કુદરત સાથે હજુ પણ જોડાયેલો છે.

ત્યારબાદ અખિલેશ અને શ્રેયા આવા સુંદર ગાર્ડનમાં રહેલ એક બાંકડા પર બેસે છે, અને એકબીજા સાથે વાતો કરવાનું શરૂ કરે છે, અખિલેશને શ્રેયાનો જવાબ સાંભળવા માટે સ્વભાવિક રીતે જ ઉતાવળ તો હતી જ તે...આથી તેણે શ્રેયાને પૂછ્યું. 'શ્રેયા ! તો પછી તારૂં ફાઇનલ ડીસીજન શું આવ્યું એ હું જાણી શકુ…?' - અખિલેશે આતુરતા સાથે શ્રેયાને પૂછ્યું.

'અખિલેશ ! મેં ક્યારેય પણ નહોતું વિચાર્યું કે કોઈ આવી રીતે મારી સામે આવીને મને પ્રપોઝ કરશે….મેં ઘણબધું વિચાર્યું અને છેલ્લે મેં તારી પ્રપોઝલનો સ્વીકાર કરવાનું નક્કી કર્યું….અખિલેશ હું તારા વિશે એટલું બધું ખાસ કંઈ જણાતી નથી...આપણે માત્ર બે - ત્રણ વખત જ એકબીજાને મળેલ છીએ, છતાં તારામાં એક બાબત એવી હતી કે જે મને તારા પ્રેમમાં પડવા માટે મજબૂર કરી ગઈ.' - શ્રેયાએ થોડુંક યાદ કરતાં બોલી.

'એવી તો કંઈ બાબત છે...મારામાં કે જે તને મારા પ્રેમમાં પડવા માટે મજબૂર કરી દે તેવી હતી….?? મને પણ જણાવ શ્રેયા…?' - અખિલેશે આશ્ચર્ય સાથે શ્રેયાને પૂછ્યું.

'અખિલેશ ! જ્યારે આપણે એકબીજાને બીજી વખત મળ્યા...ત્યારે તું એટલી નશાની હાલતમાં

હતો કે તું ખૂબ જ લથડીયા ખાઈ રહ્યો હતો, આથી મેં તારા હાથમાં મારો હાથ આપ્યો જેથી તારા લથડીયા ખાતાં શરીરને આધાર મળી રહે….આ દરમ્યાન તું નશામાં હોવ છતાં જે બોલ્યો એ

ખરેખર મારા હૃદયને સ્પર્શી ગયું.' - શ્રેયા એકદમ ખુશ થતાં બોલી.

'એવું….તો હું શું બોલ્યો હતો…...શ્રેયા…?' - અખિલેશે ઉત્સુકતાથી પૂછ્યું.

'મેં જ્યારે તારા હાથમાં મારો હાથ આપ્યો..ત્યારે તું બોલ્યો કે, 'મેડમ ! એકવાર વિચારી લે જો તમારો આ હાથ મારા હાથમાં આપતાં પહેલાં, કારણ કે હું તમારા પ્રેમમાં પાગલ છું, કદાચ હાથ ના પણ છોડું એવું પણ બની શકે.' અને એક છોકરી માટે આથી વિશેષ શું હોય શકે કે આટલીનશાની હાલતમાં પણ પોતાને યાદ રાખી શકતો હોય.….બસ ત્યારથી મને એવી ઈચ્છા થઈ કે હું પણ તારા પ્રેમમાં પાગલ બનીને રખડું.....પણ હું એક છોકરી છું, એટલે મારા પણ અમુક લિમિટેશન હોય છે….પણ આજે ખુલીને કહું છું….આઈ...લવ….યુ….અખિલેશ…..!'

આટલું સાંભળતા જ જાણે અખિલેશ વર્ષોથી આ શબ્દો સાંભળવા તલપાપડ થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું હતું, વર્ષોથી વેરાન પડેલ કે સૂકી જમીન પર જેવી રીતે ધોધમાર વરસાદ આવે, વર્ષોથી સુકાય ગયેલી નદીઓમાં જાણે ઘુડાપૂર આવે, વર્ષોથી સુકાયેલ છોડમાં જાણે નવી કૂંપળો ફૂટી નીકળે તેમ અખિલેશનાં જીવનમાં જાણે એક જ પળમાં આનંદની લહેરો આવી ગઈ હોય તેવું લાગી રહ્યું હતું….અખિલેશ પોતાની જાતને ખુશનસીબ માની રહ્યો હતો કે તેને શ્રેયા જેવી છોકરી મળી, અને તેની પ્રપોઝલને સ્વીકારી….અખિલેશ પાસે પોતાની ખુશી વ્યક્ત કરવા માટે હાલમાં શબ્દો ખૂટી ગયાં હોય તેવું લાગી રહ્યું હતું.

ત્યારબાદ બનેવે ઊટી બોટનીકલ ગાર્ડનથી નીકળીને તેની નજીકમાં જ આવેલ હોટલમાં ડિનર કરવાં માટે ગયાં, અને સાથે ડિનર લીધાં બાદ બનેવ પોતાની હોટલ જે વિસ્તારમાં આવેલ હતી, ત્યાં- સુધી જવા માટે રીક્ષા કરી, અને હસતાં - હસતાં વાતચીત કરતાં કરતાં ક્યારે પોતાની હોટલ આવી ગઈ, એ ખ્યાલ ના રહ્યો, ત્યારબાદ અખિલેશે રીક્ષાનું ભાડું ચૂકવી રીક્ષા ડ્રાઈવરને છુટ્ટો કર્યો, અને ત્યારબાદ ફરી અખિલેશ અને શ્રેયા એ જ જગ્યાએ આવી ગયાં કે જે જગ્યાએથી પોતાની લવ સ્ટોરીની શરૂઆત થઈ હતી, ત્યારબાદ અખિલેશ અને શ્રેયા એકબીજાને બાઈ અને ગુડનાઈટ વિશ કરીને પોત - પોતાની હોટલ તરફ જવા રવાનાં થયાં.

આમ અખિલેશ અને શ્રેયાને પોતાનો સાચો પ્રેમ મળી ગયો, જેથી બંને ખૂબ જ ખુશ હતાં, પ્રેમ સાચો છે કે નહીં એ તો સમય જ જણાવી શકશે.. ત્યારબાદ અખિલેશ ધ સીટી પેલેસ હોટલમાં પોતાના રૂમે પહોંચીને ફ્રેશ થઈને, આજના દિવસનું ફોલો-અપ કે રિપોર્ટ માટે આકાશને પોતાના રૂમ પર બોલાવે છે, અને આકાશ પાસેથી આખા દિવસનું ફોલો-અપ લઈ છે, અને ત્યારબાદ ઇવેન્ટના આગળના દિવસના એજન્ડા કે શેડ્યુલમાં નજર કરે છે. અને આજના દિવસની યાદગાર પળોને યાદ કરતાં - કરતાં સુઈ જાય છે, અને એકદમ શાંતીપૂર્ણ રીતે અખિલેશ આજે ઊંઘ કરે છે.

અખિલેશ અને શ્રેયાનો પ્રેમ એ ખરેખર પ્રેમ જ હતો...કે વાસના…? જો એ પ્રેમ હતો….તો તે શું ખરેખર સાચો જ પ્રેમ હતો…..? જેનો જવાબ હાલ તો અખિલેશે કે શ્રેયા બનેવે માંથી કોઈ પાસે હતો નહીં….જે સમય જ આગળ જતાં સાબિત કરી શકે….શાં માટે હનીફ અખિલેશ સામે કંઈક અલગ રીતે કે વિસ્મયતાથી જોઈ રહ્યો હતો….તે અખિલેશને હાલમાં પણ સમજાય રહ્યું ન હતું…!

ક્રમશ :


Rate this content
Log in

Similar gujarati story from Romance