JHANVI KANABAR

Tragedy Inspirational Others

4.0  

JHANVI KANABAR

Tragedy Inspirational Others

ઊદયથી અસ્ત સુધી

ઊદયથી અસ્ત સુધી

3 mins
59


રાજસ્થાનના ખજૂરિયા ગામના રહેવાસી યાસિન અલી ખાન અને તેમના પત્ની સઈદા બેગમ આજે ઘણા નિરાશ હતા. પોતાના લાડકવાયા ઈરફાનને માહ્યુસ જોઈ તેમની સુખ શાંતિ હણાઈ ગઈ હતી.

સાત વર્ષનો ઈરફાન ખૂબ જ વાચાળ અને રમતિયાળ બાળક હતો. મુસ્લિમ પરિવારમાં જન્મેલ હોવા છતાં તેને શાકાહારી ભોજન પસંદ હતું. ભણવામાં પણ ખૂબ જ હોંશિયાર. ખૂબ જ ચંચળ અને વાચાળ ઈરફાન બાળપણથી જ કંઈક ને કંઈક નવું કરવાની ધગશ રાખતો હતો.

બન્યું એવું કે એકવાર ઈરફાન પોતાના ઘરની છત પરથી પડી ગયો અને તેનો હાથ ઈજાગ્રસ્ત થઈ ગયો. આજે આ ઘટનાને બે વર્ષ થઈ ગયા પરંતુ તેના હાથની આજા યથાવત હતી. શાળાના અન્ય બાળકો ઈરફાનની આ દયનીય અવસ્થાની મજાક ઉડાવતા હતા જેને કારણે ઈરફાનનો આત્મવિશ્વાસ ડગવા લાગ્યો હતો. આ જ કારણે માતાપિતા દીકરાની આ હતાશાને સહી શકતા નહતા. આમ ને આમ સમય વહેતો ગયો અને ઈરફાનના સપનાએ નવું સ્વરૂપ ધારણ કરવાની શરૂઆત થઈ.

ઈરફાને હવે શાળામાંથી કોલેજમાં પ્રવેશ લીધો અને ગ્રેજ્યુએશન પછી પોસ્ટ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું. ઈરફાનની માતાની ઈચ્છા હતી કે ઈરફાન પ્રોફેસરની ડિગ્રી હાંસલ કરે પણ ઈરફાનની આંખમાં એક્ટર બનવાનું સપનું આકાર લેવા લાગ્યું હતું. તે દિગ્ગજ એક્ટર્સની ફિલ્મની કેસેટ લાવી જોવા લાગ્યો. ધીમે ધીમે જયપુરમાં જ થિયેટર્સ કર્યા પણ ઈરફાન આટલેથી અટકે એમ ન હતો. સપનાને સાકાર કરવા સૌ પ્રથમ તો તેણે માતા-પિતાને વાત કરવાનું નક્કી કર્યું. ઈરફાનના પરિવારમાં એક્ટિંગ કરવાને સારુ કાર્ય ગણવામાં ન આવતું. ફિલ્મીડાન્સ પ્રત્યે પણ પરિવારમાં અણગમો રહેતો. બધી જ પરિસ્થિતિ સામે ઝઝૂમી લેવા તૈયાર એવા ઈરફાને માતાપિતાને પણ મનાવી લીધા અને `દિલ્હી નેશનલ સ્કુલ ઓફ ડ્રામા’માં એડમિશન લીધું. અહીં તેણે એક્ટિંગની બારીકીઓને ગંભીરતાથી સમજવાનું શરૂ કર્યું. પોતાના ધ્યેય પ્રત્યે હંમેશા સજાગ રહેનાર ઈરફાને ખૂબ મહેનતથી એક્ટિંગ શીખી.

હવે સમય હતો સપનાઓને મૂર્તસ્વરૂપ આપવાનો. 1984માં તે મુંબઈ આવ્યો. એક ફિલ્મમાં નાનો રોલ મળ્યો પણ ઈરફાનને તો આટલેથી સંતોષ ક્યાંથી હોય ? તેને તો પ્રેક્ષકોના મનમાં પોતાની આ કલાની અમીટ છાપ છોડવી હતી. તેણે ટીવી શો કર્યા એ પછી ફિલ્મમાં લીડ રોલ પણ મળવા લાગ્યા જેવી કે, વોરિયર, મકબૂલ, પાનસિંગ તોમર, રોગ, સ્લમડોગ મિલિયોનર, લંચબોક્સ વગેરે સુપરહીટ ફિલ્મોથી લોકોના હૃદય પર રાજ કર્યું.

હા, આ એ જ ઈરફાન ખાન જેણે 1984 થી 2018 સુધી પોતાના જીવનને ધ્યેય સુધી પહોંચાડવામાં ધૈર્ય અને મહેનતથી મુશ્કેલીઓનો સામનો કર્યો. માત્ર પૈસા, પબ્લિસિટી કે એવોર્ડ માટે નહિ પણ પોતાના જીવનની એ હતાશમય ક્ષણોને એક્ટિંગના માધ્યમથી બહાર કાઢતા હતા. આ દિગ્ગજ અભિનેતા માટે ઈન્ડસ્ટ્રીમાં કહેવાતું કે, `ઈરફાન સે જ્યાદા ઉસકી આંખે કેહ જાતી હૈ.’ ઈરફાન ખાનને ફિલ્મફેર એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો. આ સૂરજ માત્ર બોલિવુડમાં જ નહિ, હોલિવુડમાં પણ ઝળહળ્યો.

કહેતા ખૂબ જ દુઃખ થાય છે કે, સંપૂર્ણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીને રોશનીથી ઊજાસમય કરી દેનારો સૂર્ય આજે અસ્ત થવાની તૈયારીમાં હતો. ઈરફાન ટ્યુમરનો ભોગ બન્યા. તેમના પત્ની, બાળકો પરિવાર જ નહિ, પૂરુ બોલિવુડ શોકમય બની ગયું. એક વર્ષના ઈલાજ પછી તેમણે ફરી કામ શરૂ તો કર્યું પરંતુ 29 એપ્રિલ 2020માં સંપૂર્ણ બોલિવુડ એક મહાન અભિનેતાને ખોઈ ચૂક્યું હતું.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy