ઉત્તરાયણ
ઉત્તરાયણ
14 જાન્યુઆરી એટલે ઉત્તરાયણ, મકરસંક્રાંતિ અને પતંગઉત્સવ. ઉમંગ, ઉલ્લાસ અને ઉજાસની ઉજવણીનો ઉત્સવ એટલે ઉત્તરાયણ. પતંગ એટલે ઊંચા સપનાનું પ્રતિક. દોરી એટલે મજબૂત બંધનનું પ્રતિક. પેચ એટલે વર્ચસ્વની લડાઈનું પ્રતિક. ઉત્તરાયણના દિવસે આપણે પતંગ ચગાવીએ છીએ, ગોળપાપડી અને સીંગની ચીકી ખાઈએ છીએ, પણ આ દિવસે ભીષ્મ પિતામહનું મૃત્યુ થયું હતું એ વાતને પણ યાદ રાખવા જેવી.