બોધવાળી ઉતરાયણ
બોધવાળી ઉતરાયણ


૨૦૧૨ ઉતરાયણની વાત છે. હું મારાં કાકા સાથે પતંગ ચગાવી રહ્યો હતો. પતંગ બહુ ઊંચાઈએ ઊડી રહ્યો હતો. થોડા સમય બાદ મૈં કાકાને કહ્યું - 'કાકા, આપણો પતંગ દોરીને કારણે ઉપર જઈ રહ્યો નથી, તેથી આપણે દોરી તોડી નાખવી જોઈએ. તે તૂટેલાજ પતંગ ઉપર જતો રહેશે.'
કાકાએ તરત મારા કહેવા પ્રમાણે કહ્યું અને દોરી તોડી નાખી. પતંગ ઉપર જવા લાગ્યો. મારા ચેહરા પર આનંદ છવાઈ ગયો. પરંતુ આ ખુશી થોડા સમય માટેની હતી કારણ કે એ પતંગ હવે નીચે આવવા લાગ્યો અને કયાંક ઝાડ પર અટકી ગયો.
કાકાએ કહ્યું - 'બેટા જીવનની જે ઊંચાઈએ આપણે છીએ ત્યાંથી ઘણીવાર આપણને લાગે છે કે કેટલીક ચીજો જે આપણી સાથે બંધાઈલી છે, તે આપણને વધુ ઉપર જતા રોકી રહી છે. આપણે તેનાથી આઝાદ થવું જોઈએ. જે રીતે આ પતંગ એ દોરી સાથે બંધાયેલો રહે છે, તેવી રીતે આપણે સબંધો સાથે જોડાયેલા રહી છીએ. વાસ્તવમાં એ દોરીજ હોય છે, જે પતંગને ઉપર લઇ જાય છે. પતંગની જેમ જ આપણે ઊંચાઈઓને આંબતા રહીશુ. જ્યાં સુધી દોરીરૂપ સબંધ સાથે બંધાયેલા રહીશુ. કારણકે આપણા જીવનમાં સફળતા સબંધના સંતુલનથીજ આવે છે. આ રીતે મને આ ઉતરાયણમાં જીવનનો મહત્વનો બોધ મળ્યો.