પતંગની સ્પર્ધા
પતંગની સ્પર્ધા
૨૦૦૯ની ઉતરાયણની વાત છે. ફરીથી પતંગોનો એ ઉત્સવ આવી ગયો. પતંગોતશ્વ, છતરાયણ, ઉતરાયણ, મકરસંક્રાન્ત કેટલા બધા નામો હતા આ ઉત્સવના. પણ આ ઉતરાયણ અલગ હતી.
આ ઉતરાયણમાં પતંગ ચગાવવાની સ્પર્ધા યોજાઈ હતી. અમારી અને અમારા બાજુની બિલ્ડીંગના લોકો વચ્ચે. જે સૌથી વધારે પતંગ કાપે એ જીતે. જે હારે તે બિલ્ડીંગના લોકોએ બંને બિલ્ડીંગના લોકોને ડિનર કરાવવાનું. લોકો વચ્ચે ભાઈચારો વધે તે માટે આ પતંગ ચગાવવાની સ્પર્ધા યોજાઈ હતી.
દસ વાગ્યે પતંગ ચગાવવાની સ્પર્ધા ચાલુ થઇ. જોરશોરથી પતંગ ચગાવવાની સ્પર્ધા ચાલી રહી હતી, બોલિવૂડના ગીતો ચાલી રહ્યા હતા, પતંગ કપાય એટલે "કાઈ પો છે ", "એ.. લપેટ ", "એ જાય "ની બૂમો પડે. મસ્તીમજા સાથે પતંગ ચગાવવાની સ્પર્ધા પૂર્ણ થઇ.
બધા કરતા વધારે પતંગ અમારી બિલ્ડીંગના લોકોએ કાપ્યા હતા. એટલે સામેની બિલ્ડીંગના લોકોએ બધાને ડિનર કરાવ્યું. આ રીતે યાદગાર રહી આ ઉતરાયણ.
