ગામવાળી ઉત્તરાયણ
ગામવાળી ઉત્તરાયણ


મારા ગામ શેખપૂર (સાયણ) માં એક સુંદર સવાર. સવારના 6 વાગ્યા છે. ગામના સીમાડાના ખેતરમાંથી સૂર્યોદય થયો. ગામજીવનનો એક અદભુત સૂર્યોદય, આખું આકાશ કેસરી અને પીળા રંગથી રંગાયું છે, ભાતભાતના પતંગોથી ભરપૂર આકાશ. વિવિધ પક્ષીઓનો કલરવ અને શીતળ હવા વાતાવરણને મંત્ર મુગ્ધ બનાવે છે.
ગોવાળિયો નીકળે છે પોતાના ઢોરને ચરાવવા, ગામના દરેક ઘરની મહિલાઓ કામે લાગી છે, કોઈ આંગણું સાફ કરે છે, કોઈ કૂવે પાણી ભરે છે, કોઈ ગાયને દોહે છે., ડોહાઓ ઓટલે ચા પીતા પીતા છાપું વાચે છે, તો કોઈ બળદ ગાડુ લઇને ખેતરે નીકળે છે. બધા પોતાના કામમાં વ્યસ્ત હોવા છતાં એક બીજાના હાલ પૂછતાં જાય છે, "કેવું ભાઈ, જય શ્રી ક્રિષ્ના "," જય સ્વામિનારાયણ ".આ મનને ગમે એવુ દ્રશ્ય અને ઉપરથી ગામના કોઈ ઘરમાં રેડિયો પર વાગતું ભજન.. "નગર મૈ જોગી આયા... યશોદા કે ઘર આયા.. ". વાહ.. કેવું ગામ જીવન.