ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ
ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ


10 જાન્યુઆરી 2020નો દિવસ. સુરતમાં ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલનું આયોજન અડાજણ વિસ્તારના રિવરફ્રન્ટ પર કરવામાં આવ્યું. મેયર શ્રી, પોલીસ કમિશનર, સાંસદ, ધારાસભ્ય અને મહાનુભાવોની હાજરીમાં ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલનો શુભારંભ થયો. દેશ -વિદેશથી તમામ શોખીન લોકો આ ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલમાં ભાગ લેવા આવ્યા હતા. થોડીજ વારમાં આકાશ રંગબેરંગી મોટા પતંગોથી ભરાઈ ગયું. હાથીવાળો પતંગ, ડોરેમોનવાળો પતંગ, ડ્રેગનવાળો પતંગ, વાંદરાવાળો પતંગ, ડોલ્ફિનવાળો પતંગ, પેરેશુટવાળો પતંગ જોઈ ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલમાં આવેલા તમામ લોકો ખુશખુશ થઇ ગયા. એક સાથે 100 પતંગવાળો પતંગ આ ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલનું મુખ્ય આકર્ષણ હતું. પણ તે વજન વધારે હોવાથી વારંવાર નીચે પડી જતો, લોકો ત્યારે નિરાશ થઇ જતા. આ પતંગ આકાશમાં ઉડાડવા 10 વિદેશી લોકો સાથે કામ કરી રહ્યા હતા. અને જેવો એ પતંગ ફરી આકાશમાં ઉડતો તેવા જ લોકો ઝૂમી ઉઠતા.
સુરતીઓએ આ વિદેશીઓને મોટામોટા પતંગ ચગાવવામાં ઘણી મદદ પણ કરી, ફોટો પણ પડાવ્યા. લગભગ 1000 માણસો આ ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલનો આનંદ લઇ રહ્યા હતા. કેબલબ્રિજ પરથી આ નજારો અદભૂત દેખાતો હતો, આ ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ એકતાનું પ્રતિક બની ગયું.