મારા દાદાનો પતંગ
મારા દાદાનો પતંગ
૨૦૧૦ની એ ઉતરાયણ હતી. મસ્તમજાની સવાર હતી, અને ગામ વાસીઓ પણ જોરશોરથી પતંગ ચગાવી રહ્યા હતા. હું મારા દાદાજી સાથે હીંચકા પર બેસીને વાતો કરતો હતો. શહેરની અવનવી વાતો કહી રહ્યો હતો. એવામાં મૈ દાદાજીને પ્રશ્ન કર્યો કે, "દાદા, તમે જયારે મારા જેવા નાના હતા ત્યારની તમારી યાદગાર યાદ છે કે નહિ.?"
દાદાજી એ કહ્યું, " હા.. ઉભો રે હું હમણાં કંઈક લઇને આવું. "
દાદાજી અંદર ગયા અને એક જૂનો પતંગ લઇને આવ્યા. લાલ રંગનો, થોડો ફાટેલો પતંગ.
દાદાએ કહ્યું "આ પતંગ સાથે મારી જૂની યાદો જોડાયેલી છે. આ પતંગ 30 વર્ષ જૂનો છે. મારો ખુબ સારો મિત્ર હતો. શ્યામ અમે બને ખુબ સારો મિત્રો. આખા ગામમાં
અમારી મિત્રતાના વખાણ થતા. આવીજ એક ઉતરાયણના દિવસે અમે બને ધાબા પર આજ લાલ પતંગ ચગાવી રહ્યા હતા. તેના હાથમાં ફીરકી હતી અને હું પતંગ ચગાવી રહ્યો હતો.
અચાનક પગ લપસી ગયો અને તે નીચે પડ્યો. હું ગભરાય ગયો. બધા ગામ લોકો ભેગા થઇ ને તેને ડૉક્ટર પાસે લઇ ગયા, પણ ડૉક્ટરએ તેને મૃત જાહેર કર્યો. વધારે લોહી વહી જવાથી તેનું મૃત્યુ થયું. મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. હું ખુબ રડ્યો, બેદરકારીને કારણે મેં મારા મિત્રને ગુમાવ્યો. ત્યારથી આ પતંગ મારી પાસે છે શ્યામની યાદ રૂપે "
દાદાજીની વાત સાંભરી મારી આંખમાં જરજરાયા આવી ગયા. ઉત્સવ સાથે કેટલાક લોકોની દુઃખદ યાદો પણ જોડાયેલી હોય છે.