દાદીમાની ઉત્તરાયણ
દાદીમાની ઉત્તરાયણ


2013ની ઉત્તરાયણની વાત છે. અમારી બાજુની બિલ્ડીંગમાં એક દાદીમા અગાશી પર આવ્યા, તે હમણાં નવા નવા રહેવા આવ્યા હતા, તેમની ઉંમર લગભગ 80 વર્ષ હતી. તેઓ અગાશી પર આવ્યા એટલે બધાને લાગ્યું કે પંતગો જોવા આવ્યા હશે. પણ આ શુ? તેઓ તો પતંગ લઇને કીના બાંધવા લાગ્યા, પતંગને દોરી સાથે બાંધી અને ફીરકી આપી દાદાના હાથમાં. જોતજોતામાં તેમનો પતંગ ઉંચા આકાશમાં ઉડવા લાગ્યો, તેઓ એકદમ માહિર પતંગબાજની જેમ પતંગ ચગાવીને બીજાના પતંગ કાપી રહ્યા હતા અને જોર થી કૂદાકૂદ કરી ને દાદીમા બોલ્યા -" એ... કાઈપો.... છે... "તેમને જોઈને બધા ખુશ ખુશ થઇ ગયા. દરેક ઉંમરમાં મજા કરતા રહેવાનું એ શીખવી ગયા. દાદીમાએ ઉત્તરાયણ યાદગાર બનાવી દીધી.