એક ઉત્તરાયણ દિવ્યાંગ સાથે
એક ઉત્તરાયણ દિવ્યાંગ સાથે


2009 ની ઉત્તરાયણની વાત છે. આ ઉત્તરાયણમાં અમે સૌએ દિવ્યાંગ સ્કૂલમાં જઈને પતંગ ચગાવવાનું નક્કી કર્યું. અમે સૌ પતંગ, ફીરકી અને ગિફ્ટ લઇને સ્કૂલ પહોંચ્યા.
ત્યાં પહોંચતા જ અમે ભાવવિભોર થઇ ગયા, તે બધા જ દિવ્યાંગો અમારી આતુરતાથી રાહ જોતા હતા. તેમને અમારું સ્વાગત પણ કર્યું. અને અમે સાથે મળીને પતંગઉત્સવ ઉજવ્યો. તે બધાને ગિફ્ટ પણ આપી. સ્કૂલ તરફથી ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.
હું તે બધાને જોઈને મનમાં ને મનમાં રડ્યો, કારણ કે ત્યાં કોઈને પગ ના હતા, કોઈને હાથ ના હતા, કોઈ મૂક હતું, કોઈ બધિર હતું. છતાં તે બધાના ચહેરા પર સ્મિત હતું. આ રીતે યાદગાર રહી અમારી ઉત્તરાયણ.