પક્ષીઓને સજા
પક્ષીઓને સજા
૨૦૧૦ની ઉતરાયણની વાત છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે સૌ સાથે મળીને મોજથી પતંગ ચગાવી રહ્યા હતા. તેવામાં એક કબૂતર અમારી અગાસી પણ ધમ કરી ને પડ્યું. અમે સૌ ચોકી ગયા, જોયું તો એક કબૂરત દોરીમાં ફસાઈને પડ્યું હતું એ પણ લોહીલુહાણ હાલતમાં. તેની પાંખ કપાઈ ગઈ હતી.
હું ફટાફટ તેને નજીકના પક્ષી ચિકિત્સા કેન્દ્રમાં લઇ ગયો. ત્યાં ડૉક્ટરે સારવાર શરૂ કરી. પણ ત્યાં તો આવા અનેક પક્ષીઓ પીડાતા હતા, પતંગના દોરાથી કપાઈને. મારી આંખો ભીની થઇ ગઈ. ત્યારથી અમે પાક્કો દોરો ના વાપરવાની અને ના વાપરવા દેવાની પ્રતિજ્ઞા લીધી.