Nayanaben Shah

Tragedy Inspirational

3  

Nayanaben Shah

Tragedy Inspirational

તું જ દેવ, તું જ દાનવ

તું જ દેવ, તું જ દાનવ

1 min
189


મલયની ફરિયાદો ચાલુ જ રહેતી હતી. મલયને ગમતી પ્રવૃત્તિ એટલે મારામારી, તોફાન એમાં એને આનંદ આવતો. મલયની નહીં ગમતી વાત એટલે ભણવાનું. કોલેજમાંથી પણ એને કાઢી મુકવાની ધમકી વારંવાર મળતી રહેતી હતી. એનું પરિણામ પણ નક્કી જ હોય કે માંડ પાસ થયો હોય ક્યાં તો એ.ટી.કે.ટી. આવી હોય.

મલયના પપ્પા સુપ્રિમ કોર્ટમાં જજ હતાં. એમને મલયની હરકતો બદલ ખૂબ દુઃખ થતું હતું. વારંવાર આવતી ફરિયાદથી કંટાળીને એમને કહી દીધું,"હું તારી કોલેજની ફી ભરવાનો નથી. તને વાપરવા માટે ખિસ્સાખર્ચ પણ આપવાનો નથી. હવે તો તારા તોફાનોથી હું કંટાળી ગયો છું. સમાજમાં મારી આબરૂનું શું ? તારા કારણે સમાજમાં મારી આબરૂ ખરડાય છે."

આ સાંભળતાં મલયને સખત આઘાત લાગ્યો. ત્યારબાદ એના તોફાનો તો બંધ જ થઈ ગયા પણ મહેનત કરવાનું ચાલુ કરી દીધું. એનું જયારે છેલ્લા વર્ષનું પરિણામ આવ્યું ત્યારે એને ગોલ્ડમેડલ મળ્યો.

એના મિત્રો પણ ખુશ થઈ ગયા. જયારે બધા એને અભિનંદન આપતાં હતાં ત્યારે એ કહેતો કે "સખત પરિશ્રમ નો કોઇ વિકલ્પ નથી." માનવીમાં દેવત્વ અને દાનત્વ મોજુદ હોય છે. વાલિયો લૂંટારો પણ તપ કરીને વાલ્મિકી બની જાય છે, એ દેવત્વ જ છે. માણસ મહેનત કરે તો સફળતા તેના કદમોમાં આળોટે છે.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy