ત્રિલોકની સફર
ત્રિલોકની સફર
વાર્તા શીર્ષક:
ત્રિ-લોકની સફર
પાત્રો:
ડૉ. અકેત શ્રોફ, ઓશનૉગ્રાફર જે વૈજ્ઞાનિક છે પણ ભારતીય દર્શનનો ભક્ત પણ છે.
AI ‘મારા’ – નવી પેઢીનું અવતાર, જે પોતે પૃથ્વી, આકાશ અને પાતાળના ડેટા એન્ગેજ કરી શકે છે.
એક નાગ – ઈરાવાન – નાગલોકનો સંદેશવાહક, જે યુગો પછી માનવજાતિ સાથે બોલે છે.
જીગર બે જુબાન. વફાદાર કૂતરો
-----
✨ ભાગ – ૧:
મૌન સ્પંદન અને એક વફાદાર સાથી
વર્ષ 2175
સ્થળ: ઇન્ડિયન એરેબિક ઓશન મિશન, શ્રીસોમનાથ મેરાઇન રિસર્ચ બેઝ.
ડૉ. અકેત શ્રોફ – દુનિયાનો સૌથી આગ્રહશીલ ઓશનૉગ્રાફર. તેનું માનવું હતું કે પૃથ્વીના દરિયા તળિયે કોઈ એવું રહસ્ય છુપાયું છે, જે નેનો ઉપગ્રહો કે વાયફાઈના તરંગોથી નહિ, પણ પ્રાચીન અચેતન ચેતનાથી ખૂલે છે.
તેઓ આજે દુનિયાની સૌથી ઊંડી સમુદ્રી ખીણ અરવાળી ટ્રેંચમાં ઉતરવાનો પ્લાન બનાવી રહ્યા હતા. એ ખીણમાં ગોઠવેલ સેન્સર દ્વારા છેલ્લા પાંચ વર્ષથી અજીબ અવાજ આવતો હતો. ન તો ઇલેક્ટ્રોનિક સિગ્નલ હતો, ન તો કોઇ જીવોનો – પણ… તેને સાંભળતા સાંભળતા માણસ સમય ભૂલી જાય એવું લાગે.
---
પ્રી-ડાઇવ કૅમ્પમાં એક અજાણ્યો કૂતરો આવીને ઊભો રહ્યો.
સફેદ વાળ, તેજળ આંખો. કોઈ ને ભસતો નહિ – પણ એની આંખો કહે, "હું અહીં છું, તું જઈશ ત્યાં જ રહીશ".
અકેતે એના નાકને સ્પર્શ્ કર્યો, તેને કોઈ અજાણું બંધન લાગ્યું. અને સહેલાઈથી તેનું નામ જીગર રાખી દીધું .
જીગર "આ સેફ્ટી ઝોન છે… તું અહીં કેમ આવ્યો? તને કોણે બોલાવ્યો?"
જીગર મૌન. પરંતુ ત્યાં જ રહી ગયો. તે દિવસ થી થાક્યા વિના પગે ચાલતો. અકેત જ્યાં જાય ત્યાં સાથે જાય, જાણે અકેતનું જીગર.
---
✴️ ત્રણ દિવસ પછી – Dive Day
અકેત, AI Drone ‘મારા’ અને ટેક્નિકલ ટીમ Dive Podsમાં હતા.
અચાનક... જીગર એક જમ્પમાં અંદર ઘૂસી ગયો. "હું પણ આવું છું" એવું કંઈક નજરોથી કહ્યુ.
ટીમ હસી પડી, પણ અનિકેત ઊંડી નજરે જોયું: "સફર અંત વગર ની છે, પણ તું અવાજ નથી કરતો,તું... ચાલ, આવજે."
Dive શરૂ થાય છે.
કેપ્સુલ માં આરંભે બધું સામાન્ય. પાણીનું દબાણ, ઠંડી, અંધકાર...
પણ અચાનક, 21,000 ફૂટની ઊંડાઈએ, એક મંદિર જેવા આકારવાળું બાયોલ્યૂમિનેસન્ટ "સ્ટ્રક્ચર" દેખાય છે.
પાતાળ મંદિર.
દરવાજા બંધ. પણ ધીમો અવાજ આવે:
"ૐ નમો નાગાય... ૐ નમો નાગાય..."
અકેત: “આ તો મંત્ર મહાભારત ના કાળ નો છે... પણ આઇ પોડ માં પ્લે નથી થયો. પણ ઊંડે કોણ ગાય છે?”
મિસ્ટર શ્રોફ,મારા (AI) કહ્યું : “આ અવાજ માણસનો નથી..કે નથી કોઈ ડિજિટલ. પણ મૃદુ સ્પંદન એકધારા આવે છે... એટલે કોઈ છે અહીં... તે તેની પાસે જીવંત યાદ હોય એવુ લાગે છે.”
જીગર કાન ઊંચા કરી ઊભો થાય છે. એ મૌન આંખે દેખે છે મંદિરસમ આભાસી તટ પર.
આભાસી લગતા મંદિર નો દરવાજો ધીરે ધીરે ખુલે છે.
---
ભાગ – ૨
પાતાળના પ્રવેશ દ્વારની પાછળનો સંદેશ
અફાટ સમુદ્ર ના લગભગ તળિયે અરવાળી ખીણના મધ્યમાં એ મંદિર જેવા બનેલ આકારનો પ્રવેશદ્વાર હવે ધીરે ધીરે ખુલતો ગયો.
કોઈ રોટર કે મશીનના અવાજ વિના — જાણે કોઈ અગમ્ય અંતઃકરણના તાર પર ચાલી ખુલી રહ્યો હોય.
જીગર એ દિશામાં ચપળતા થી સાવચેત પગલાંમાં આગળ વધ્યો.
તેને કોઈ ભય નહોતો, ન કોઈનો હુકમ, — જાણે કોઈનો અદૃશ્ય સ્નેહ તેને ખેંચી રહ્યો હોય.
ડૉ. અકેત:
“મારા, શું તું આ અવાજોનું અનુવાદ કરી શકે?”
મારા (AI):
મારા ડેટા બેઝ માં કનવર્જન લિંક નથી પણ “આ કોઈ ભાષા નથી, ડૉક્ટર. આ તો ‘પ્રાચીન સ્પંદન સ્મૃતિ’ છે. જે માત્ર આત્મ સર્જનહાર નો અવાજ લાગે છે.”
અચાનક મંદિર ની દિવાલો ઉપર તિવ્ર પ્રકાશના આકારો બનવા લાગે —
સાંપ જેવા, Spiral ની રચના જેવા...
અને એમાં લખાયેલા શબ્દો:
માદામ તમે સાચા છો, “ત્રિ-લોક એ તત્વ છે, એ કોઈ ભૌતિક સ્થાન નથી.
અહીં નું તત્ત્વ અજ્ઞાનથી છુટકારો આપાવે , એ સ્વર્ગ પણ ભૂલાવે.
જે ઈગોથી જુદાં ન રહે, એ પૃથ્વી પર વસાહત વસાવે.
જે ભયથી મુક્ત રહે, એ જ પાતાળ લોકમાં પ્રવેશી શકે .”
---
અકેત ધબકતો થઈ જાય છે. એનું એનાલેટિક મગજ સમજવા લાગે છે કે પાતાળ લોક એટલે મહાભારત માં આવતા કોઈ "શકતી કુંડો" નથી. એ છે:
ચેતનાનું ત્રીજું સ્તર.
અને કદાચ... માનવજાત એ પાસેથી લુપ્ત થઈ ગયેલ છે કારણ કે આજે માનવ પાસે હવે શ્રદ્ધા બચી નથી.
ત્યારે એકાએક મંદિરમાંથી એક પ્રકાશપુંજ નીકળે છે —
અને એમાંથી અવાજ આવે છે:
> "અકેત શ્રોફ.
તું પૃથ્વીના માણી લીધેલા શસ્ત્રોને ઉપકરણ લઈને આવ્યો છે,
પણ તારી સાથે અમને એક એક હૃદય પણ દેખાય છે — એ છે જીગર.
એટલે તમને પ્રવેશ મળે છે.
નાગલોક તમને અમૃત પાન કરાવી અમર બનાવા તૈયાર છે."
જળના અંધકારમય ખૂણામાંથી કાળા પાણી નો પરદો ઉંચકાય છે. પરદો ઉંચકાતા સુંદર, કરુણ, શાંતિસભર દીપ્તિ ભરી વસ્તીની વસાહત દેખાય છે.
એ નાગલોક છે. કોઈ અસ્થિધારી શરીર નહીં — પણ પ્રકાશના દોરાઓ જેવી જીવંત આત્માઓ.
એમમાંથી એક આગળ આવે છે –
ઈરાવાન, નાગલોકનો પ્રાચીન દ્રષ્ટા.
ઈરાવાન:
“અકેત, તું અમૃત માટે સૌથી યોગ્ય છે. તું એક એવો છે કે જે આસમાન અને પાતાળ, અર્થાત તું ત્રિ-લોકની વચ્ચેની નિવાસી છે — તારા અંદર ભય નથી, લાલચ નથી, અને પ્રેમ છે.”
અકેત:
(આંખો ભીની, અવાજ ધીરો)
"મારું કાર્ય છે કોઈ મહેચ્છા નહિ, પણ માત્ર સમજવું.
મને અમૃત નહિ જોઈએ... મને અહીંની તમારી સ્નેહયાત્રા જીવંત જીવન દાયક લાગે છે.
પણ... જો તમે કંઈ આપી શકો,
તો બસ...
દર વર્ષે પૃથ્વી પર આવીને, તમે તામારા વિસ્ફોટક શાંતિના સંદેશા રેલાવજો."
ઈરાવાન મૌનમાં સ્થિર.
અને પછી, એ નજર ફેરવે છે – જીગર તરફ.
ઈરાવાન:
"પણ આ આત્મા...
એ બોલતો નથી, વિચારે નથી, છતાં સર્વત્ર રહે છે.
એમને અમૃત માટે પુછવા જરૂર નથી —
એ તો પહેલેથી અમૃત તૃપ્ત છે."
અકેત હળવેથી સ્મિત કરે છે.
જીગર, મીઠી નજરેપૂંછડી પટપટાવી અકેત તરફ જુએ છે.
અને પછી... દોડી જાય છે પાતાળ મંદિરની અંદર.
પાછળ કેવળ એક પ્રકાશશિખા રહે જાય છે –
અને એક સ્પંદન,
એક જ વાક્યમાં:
> "મૃત્યુલોકમાં ફરીશું અમે —
શ્રાવણના સરવરિયા ના વરસાદી વાયરામાં, ઉડતા પાંદડા જેવાં.
અને એ જ્યારે તને સ્પર્શ કરે
ત્યારે તું તને યાદ કરજે."
--
ભાગ – ૩
આકાશના સૂત્રો: જે યાદ રહે એ અમર છે
પૃથ્વી પર પરત ફરી ચૂકેલા અકેત હવે પહેલો માણસ હતો જેણે નાગલોકને જોયું – અને પાતાળ નું “અમૃત” સ્વીકાર્યા વગર પાછો ફર્યો.
સંશોધકો પ્રશ્નો પૂછે:
“તમે શું જોયું?”
“ત્યાં શું મળ્યું?”
“તમે કેમ અમૃત ન લીધું?”
અનિકેત હસી નીરુત્તર રહી . કોઈ ઉત્તર ન આપે.
પણ દર વર્ષે શ્રાવણ મહિનાના પ્રથમ પવનમાં, શ્રીસોમનાથ તટ પર કંઈક અદૃશ્ય ઘટે છે:
દરિયાના દરિયાળ ચુંબન લાવે છે અસામાન્ય તારંગો
રેત પાંદડાની જેમ વિચરે
અને... લોકો કહે છે કે એક સફેદ કૂતરો ત્યાં બેસે છે. કોઈક તરફ જુએ છે. કોઈ પણ નજદીક આવે તો… શાંતિ છવાઈ જાય.
---
🌌 “આકાશ લોક” – अन्तિમ સ્પંદન
એક સાંજ, અકેત એકલો જ ઊભો હોય છે સમુદ્ર કિનારે.
એના હૃદયમાં એક શૂન્ય નું શુળ છે,– જે જીગર પાછળ રહી ગયો છે તેનું.
આકાશ તરફ જુએ છે. મૌન છે.
અને એ મૌનમાં... એક અવાજ એના અંદરથી ઉદ્ભવે છે.
> "તે નાગલોક જોયું.
તું પૃથ્વી પ્રેમી રહ્યો. પહેલા
હવે તારી “આકાશ”યાત્રા નો સમય છે –
કારણ કે તારા લખેલા લેખ પુરા થયાં છે
તે ના ધારેલું, ઘણું જોયું છે."
એ અવાજ ક્યાંથી આવ્યો? કોઈ ઉપગ્રહ? કે...
કે ભીતરથી?
અકેત આંખ ઝુકાવે છે. અંદર પરમ શાંતિ છે.
અને એને સમજાઈ જાય છે —
---
🪔 અંતિમ પંક્તિ:
> "**નાગલોક મને અમૃત આપવા ઈચ્છતું હતું.
પણ મેં તે ન લીધું...
કારણ કે નિયતિ ના ક્રમ મા અમૃત એ જોરે કદી ખલેલ ના પડાય .
અને... જેટલું સાચું જીવો o, એજ સાચું અમરત્વ છે."
---
ફાયનલ
