STORYMIRROR

Kalpesh Patel

Drama Classics

4  

Kalpesh Patel

Drama Classics

ઘર

ઘર

2 mins
0

ઘર

લખનઉના અસઉદ દૌલા નવાબ કવાલી અને મુજરાંનો શોખીન , તેને વીણી વીણીને સુંદર ગણિકાઓને “સનદ ” આપી શહેરમાં વસાવેલ .  તેણે વસાવેલ લખનઉના રૂપબજારને છેવાડે ત્યાં એટલી કિસન લાઈટોની  ઝાકખડયા એકળ~દોકલ જૂના ઘરાકને સહારે રૂપ બજારના દૂષણો દૂર રાખી  લાડકોડથી ઊછેરેલી પોતાની વહાલસોયી દીકરીને ઉછેરતી હતી. હવે લખનઉના જ કોઈક રઈસ સુખી પરિવારમાં પરણાવવાના રૂપકુંવરને કોડ હતા. પરંતુ રૂપબજારના ઘરનું ઠેકાણું ઝલક ની ગેરલાયકાત બન્યું હતું. વરપક્ષવાળાં  હઠ  પકડીને બેઠાં હતાંકે  પહેલા રૂપકુંવર તેની દીકરીના ઘરનું  ઠેકાણું બદલી ગામ વચ્ચોવચ વસાવે . તેમની દલીલ હતી કે દિવસના અજવાળે જમાઈ  તમારે ઘેર આવતા શરમ અનુભવશે !

જીવન ના આરે આવેલ રૂપ કુંવર પાસે ફૂટી કોડી ન હતી. નવાં રહેઠાણનું  કરજ લેવા અવેજમાં કોઈ  દરદાગીનો પણ ન હતો. પણ હા, પોતાની અસ્ક્યામત કે જે ગણો તે,આ રૂપબજારમાં હાટડી માંડવા માટેનો ઈંગ્લેન્ડની સનદ  જેવો છેલ્લી ચાર પેઢીથી ચાલ્યો આવતો એકાધિકાર જેવો તેનો ઇજારો હતો; જેને બજારના લોકોએ આજે પણ  માન્ય રાખેલો હતો.

રૂપ કુંવરે પોતાના શેષ જીવનની ભૂખમારાની પરવા કર્યા સિવાય વેવાઈની માંગ પૂરી કરવાની તજવીજના દહેજના  બદલામાં એ રૂપબજારની ઘરના ઈજારાના વેચાણખત ઉપર અંગૂઠો કરી આપીને હરખનાં આંસુડે પોતરીનું કન્યાદાન કર્યું ત્યારે,દીકરીને વિદાય આપતી વેળા રૂપકુંવરને લાગ્યું કે ઘર તો આજે ખાલી થયું, પણ પોતે હવે  ઘર વિહોણી થઈ ગઈ હતી.

પરંતુ માં નું દિલ તેનું ચાર પેઢી જૂના ઘર ની સનદ ને ગુમાવીને પણ આજે ખુશ હતી...

ઝલકની વિદાયથી એક ભાવિ દમદાર દુકાન ચાલુ થાય તે પહેલા પાણીમાં બેસી હતી.

ભાવિ હરીફ દૂર થવાથી બજારની બીજી ગણિકાઓ  મલકતી હતી.,તેમને  જરા પણ ઝલક નહતી કે તેમના બજારના એક ઘર ની 'સનદ'નો   સોદો બીજી કોઈ પરદેશી ગણિકા સાથે થઈ ચૂક્યો હતો.

....  અને હવે  બજારમાં એક સબળ  હરીફ ઊભો થવાનો છે !!!



Rate this content
Log in

Similar gujarati story from Drama