STORYMIRROR

Kalpesh Patel

Drama Romance

4  

Kalpesh Patel

Drama Romance

એર મેઇલ

એર મેઇલ

2 mins
1

એર મેઇલ

કચ્છના સમી ગામના યુવાનો દુબઇ કમાવા જાય એ આમ વાત હતી. એ સમયે હજુ મોબાઇલ ફોન લોકાભિમુખ થયાં નહતા. લાગણીઓ ની આપ લે એર મેઇલ પત્ર દ્વારા થતી રહેતી.

ઉતારતા ભાદરવા મહિનાની એક ઠંડી સાંજ હતી. આકાશમાં લાલિમા છવાઈ રહી હતી. લોકો આંગણું લિપિ દિવાળી ના ઉત્સવ ની તૈયારી કરી રહ્યા હતા.અને ગંગા તેના લીપેલા ઘરને ઓટલે તાપણું ધખાવી બેઠી હતી .

ગંગા નવોઢા હતી, તેણે છેક નાક સુધી ઘુમટો તાણેલો, પણ,તેની અનિમેષ નજર  ગામના પાદરની વાટ પર હતી. લગ્ન પછી તરત પરદેશ ગયેલા તેના વરની યાદ, તેના મનમાં ભારોભાર ભરાયેલી હતી .

સમી ગામ માં દરરોજ સાંજે પોસ્ટમેન ભુજથી ટપાલ નો થેલો લઇ આવે આવે. પણ એના હાથમાં છેલ્લા. મહિનાથી  ગંગા માટે એક પણ એર મેઇલ ન દેખાય. જેની ચાહ ગંગાને રોજ રહેતી.

એ દિવસે પોસ્ટમેન થાકેલો હતો. ડીલમાં ઠંડી ભરાયેલી , મનમાં ઉદાસીનતા. એણે ગંગાના  ઘરના ઓટલે રહેલા તાપણે ટાઢ ઉડાડી, પોરો. ખાઈ ગામની ટપાલ છાંટી.

ઓટલે થી ઉઠી સમી ગામના બધા લોકોના એરમેઇલ  વહેંચી દીઘા . પણ આજે એક એરમેઇલ ગંગા ને આપવાને બદલે, ભૂલથી, જમુનાના હાથમાં મૂકી દીધું .

જમુના ગયે વર્ષે પરણી સમી આવેલી. એ એકલ જીવન અને ખેતરની મજૂરીથી કંટાળેલ હતી. મનમાં આજે આત્મ હત્યાં કરી નાખવાનો અંતિમ નિર્ણય કર્યો હતો. ગામની સીમ માંથી ધંતુરા ના બીયા લાવી કેડે બાંધી રખ્યા હતા. બસ થોડા ચાવે અને જીવન ખેલ પૂરો!!

પણ પોસ્ટમને આપેલું એરમેઇલ ખોલ્યું, અને એણે વાંચ્યું:

પ્રિયે તું મજબૂત રહેજે . તારી યાદથી જ હું જીવી રહ્યો છું. તું તૂટીશ નહીં, તો હું પણ નહીં તૂટું .  બસ થોડી રાહ જોજે, માં નો ખ્યાલ રાખજે, હું દિવાળી એ તારામાટે દુબઇથી સોનાના ની બંગડીઓ  લઇ આવ્યો આવ્યોજ  સમજ.

જમુના  આટલુ જં વાંચતા ભાવ વિભોર થઈ, તેણે લાગ્યું,આ શબ્દો જાણે તેનો વર રૂબરૂ આવી કાન માં બોલે છેં,એને જ સંબોધે છે.

વધુ વાંચવા નું મૂકી,એર મેઈલ જમુનાએ હર્ષમાં રડતી આંખે,તેની છાતીએ વળગાડી દીધું...

એણે વિચાર્યું: પરદેશ માં દૂર બેઠેલો તેનો પ્રીતમ પોતાની પત્ની માટે જીવે છે. તો હું કેમ હિમ્મત હારી જાઉં?

એ એર મેઇલ એના મનમાં આશાનો દીવો પ્રગટાવે છે.અને જમુના ની આત્મહત્યા અટકે છે.

ગંગા તો એ દિવસે દુબઇ ના એર મેઇલ  વગર રહી ગઈ , પણ એના એર મેઇલે જમુનાનું જીવન બચાવી, તેની અને અને તેના વરની દુનિયા સુધારી લીઘી હતી .

પોસ્ટમેનને ખબર પણ નહોતી કે એની નાની ભૂલથી કોઈ યુવતી  અને કોઈ પરદેશ રળવા ગયેલ પિયુની દુનિયા બદલાઈ ચુકી હતી .

એની થેલીમાં રહેલા પત્રો, માત્ર પત્ર નથી હોતા ,તે કોઈક વાર કોઈની આખી જિંદગી બની જતા હોય છે.



Rate this content
Log in

Similar gujarati story from Drama