STORYMIRROR

Kalpesh Patel

Abstract Inspirational Thriller

4  

Kalpesh Patel

Abstract Inspirational Thriller

છેલ્લી શીખ.

છેલ્લી શીખ.

2 mins
0

છેલ્લી શીખ.

કેટલીક ફિલ્મો સ્ક્રીન પર પૂરી થાય છે,
પરંતુ કેટલીક વિચાર બની જાય છે.
ગોડ ફાધર એવી જ એક ફિલ્મ હતી —
અને એની એક છાયા બીના ગામમાં પડેલી હતી.
પરંતુ નુયોર્ક ના છેવાડે આવેલ આ બીના ગામ માં તેને કોઈ “ડોન” કહેતું નહીં.
લોકો બસ કહેતા.
“એને પૂછો, વાત  નો નિવેડો આવશે અને અટકી જશે.”

છેલ્લી શીખ.

ન્યુયોર્ક ના લોકો તેને “ડોન” કહેતા.
એ નામ કોઈના ખૂનથી કે કોઈના અપહરણ થકી તેને નહતું મળ્યું ,
પણ તેણે લોકોના જીતેલા વિશ્વાસથી મળેલું.

ઇટાલી થી ભાગી ન્યુયોર્ક ના બંદરે ડિસેમ્બર માસ ની ઠંડી માં ઉભેલો નિકોલો  દરરોજ સવારના સમયે.  બગીચામાં બેઠો રહેતો.
હાથમાં ઓર્ચિડ ના ફૂલો , આંખોમાં વર્ષોની વ્યથા નું વજન.
ન્યુયોર્ક ના લોકો તેની પાસે આવે, પોતાની સમસ્યા રજુ કરે jsm એક ભક્ત ચર્ચ માં જઈ જિસસ ને વિનવે..…
બોલકી દુનિયા માં નિકોલો હંમેશા ખુબજ ઓછું બોલતો .
સમય ની થાપાટે એ શીખ્યો હતો કે
શબ્દો જેટલા ઓછા, એટલો તેમનો ભાર વધુ.

એક દિવસ યુવાન એન્ટોનિયો આવ્યો.
આંખોમાં આવેશ , અવાજમાં ગુસ્સો.
“ડોન, મરે બદલો લેવો છે, તારી મદદ જોઈએ.” નિકોલો એ, તેની કોઈ નોંધ ન લીધી અને માથું પણ ઉંચું કર્યું નહીં.

એન્ટોનિયોનો આવેગ સામે ત્યાં સુધી  શાંત રહ્યો.

પછી ઓર્ચિડ ના ફૂલ ની સુવાસ લેતા કહ્યું, જુવાન,

“જ્યારે તું બદલો લેવા માંગે છે, ત્યારે તું પોતાની જાત ને એક કસાઈ ના સ્તર પર ઉતારી દે છે.”

એન્ટોનિયો ગભરાઈ ગયો.આવો જવાબ તે સાંભળવા તે બાર્ફીલી સવારે નિકોલો પાસે નહતો આવ્યો.
ને નિરાશ થયો. પણ ડોન થી ડરી ચૂપ રહ્યો.

ડોને આગળ કહ્યું. હા તો સંભાળ, ઓ એન્ટોનિયો..
“સન્માન માગવાની વસ્તુ નથી .

તે એવી રીતે કમાવું જોઈએ છે કે સામેનો માણસ તેને ઝાંખું  પાડવાની હિંમત તો શું વિચાર પણ ન કરે.”

આ શબ્દો કોઈ ધમકીના નહતા, એક શીખ હતી .

નિકોલોએ યુવાનને જોયો અને અને કહ્યું.

“સાચી શક્તિ તરત એક્શનમાં નથી,
યોગ્ય સમયની રાહ જોવામાં છે.”

એન્ટોનિયો નિકોલો ના દરબારથી બહાર નીકળ્યો.

આજે તેના હાથ ખાલી હતા ,પણ અંતર માં અંદર કંઈક અડગ નિશ્ચય, અટલ સ્થિર.

મહિના પછી એન્ટોનિયો નિકોલો પાસે આવ્યો ત્યારે ખુશ ખુશાલ હતો, તેનો બદલો પૂરો થયો હતો. નિકોલો નું કુર્નિશ બાજવી અભિવાદન કરતા નાણાં ની થેલી તેના પગ પાસે મૂકી.

નિકોલો એ તે પરત આપી કહ્યું.. આ તુજ રાખ અને કોઈ કોલેજ જોઈન કર અને શિક્ષિત બન.

વર્ષો પછી,
જ્યારે નિકોલો નો અંતિમ સમય આવ્યો,
તેણે પોતાના પુત્રને માત્ર એક જ વાત કહી—

“દુશ્મનને પણ માન આપવાનું રાખજે,કારણકે કે જે માન આપી શકે,
એ જ સાચુ શાસન કરી શકે.”

અને એ દિવસે લોકો સમજ્યા—
ડોન માત્ર કોઈ માફિયા ન હતો.

એ વાસ્તવ માં માનવીય સ્વભાવનો એક અજેય રાજા હતો.

✍️ નોંધ ~વાચક માટે 
આ વાર્તામાં:~ મારી મન પસંદ ફિલ્મ, "The Godfather" નું નૈતિક સત્ત્વ છે.
અને ડોન કર્લિઓ ની મૌનભરી ફિલોસોફી પણ છે.



Rate this content
Log in

Similar gujarati story from Abstract