Nayanaben Shah

Tragedy Inspirational

4.9  

Nayanaben Shah

Tragedy Inspirational

તોબા.. તોબા

તોબા.. તોબા

3 mins
563



જયારે માણસ બહુ જ કંટાળી જાય ત્યારે એના મોં માંથી એક શબ્દ બહાર નીકળે, તોબા... તોબા.


મારી બાબતમાં પણ એવું જ થયું કે બધા મારી આદતથી કંટાળી ગયા હતા. પણ એક હું હતી કે મને કોઈ ની પરવાહ જ કયાં હતી! હું તો મારી મસ્તીમાં મસ્ત રહેતી.

મમ્મી જમવા બોલાવે ત્યારે પણ હું મારો મોબાઇલ બાજુ પર ના મુકુ. મારી આ ટેવ મમ્મી ને ગમતી ન હતી. પણ દિવસે દિવસે મારી ટેવ બધાને કંટાળાજનક લાગતી હતી. પરંતુ મને એનાથી કંઈ જ ફરક પડતો ન હતો. પપ્પા વાંચવાનું કહે તો હું ચોપડી ખોલીને ચોપડી વચ્ચે મોબાઇલ મુકી રાખું. મમ્મી જયારે બહારગામ ગઈ ત્યારે મેં તો કહી જ દીધું કે હું રસોઈ કરવાની નથી. બહાર જમી લઈશું.


મોટોભાઈ બહારથી ટિફિન તો લઈ આવ્યો. પણ મેં મોબાઇલમાં મોં નાંખીને કહી દીધું જાતે લઈ લેવાનું, લગ્નમાં બુફેમાં જાતેજ લઈ લો છો ને! મને જોઈ ને જ તમને હુકમ કરવાનું સુઝે છે. દરેકે પોતાનું કામ પોતેજ કરવાનું હોય.


જયારે મોબાઇલ વાંચતી હોઉં, એ દરમિયાન ટીવી સિરીયલો તો જોવાની જ. વચ્ચે કોઈ કામ બતાવે તો મને ઘણો ગુસ્સો આવતો. જોકે મેં સાંભળ્યું નથી એવી જ રીતે વર્તન કરતી. મારી ટેવથી બધા કંટાળી ગયા હતા. ઘરમાં બધા કહેતા આ તારો મોબાઇલ અને ટીવીથી અમે કંટાળી ગયા છીએ. મમ્મીની ગેરહાજરીમાં પપ્પા બાથરૂમમાં પડી ગયા એમણે તો મને બૂમ પાડી પણ સિરીયલ છોડીને હું તો ના ઊઠી. પછી જાહેરાત આવી ત્યારે હું ઊઠી પપ્પા દર્દથી કરાંજી રહ્યા હતા. મેં એમને હાથ પકડી ને ઊઠાડયા. ત્યાં સુધીમાં સિરીયલ ચાલુ થઇ ગઈ હતી, જોકે પપ્પા કંઈક બોલી રહ્યા હતા પણ મારુ મન સિરીયલ જોવામાં હતું. આ બનાવ બાદ પપ્પાએ મારી સાથે વાત કરવાનું લગભગ બંધ જ કરી દીધું હતું.


પરંતુ મમ્મીને આ વાતની ખબર પડી ત્યારે બહુજ ગુસ્સે થઈ ગઈ હતી. અત્યાર સુધી મોટોભાઈ મને મારું ધાર્યું કરવા દેતો હતો મારે સિરીયલ જોવી હોય અને એને ક્રિકેટ મેચ જોવી હોય તો હું જોવા ના દઉ કહી દઉ તમારા ભાઈબંધ ને ત્યાં જાવ. આ બનાવ બાદ મમ્મી મોટાભાઈનું ઉપરાણું લેતી અને મોટોભાઈ મેચ જોતો. મારા ગુસ્સાની કોઈ પર અસર થતી નહીં. બધા એ મારી સાથે બોલવાનું બંધ જ કરી દીધું હતું.


હવે તો મમ્મી મને જમવા માટે પણ બોલાવતી નહીં. ભૂખ લાગે અને હું જમવાનું માંગુ તો મમ્મી કહેતી, "જાતે લઈ લેવાનું બુફેમાં જાતે જ લે છે ને! "

મને લાગ્યું કે મમ્મી બદલાઈ ગઈ છે. પણ હું કંઈ કરી શકુ એમ ન હતી. પપ્પા તો ઘણા સમયથી મારી સાથે બોલતા જ ન હતા. હવે તો મોટોભાઈ પણ બદલાઈ ગયો હતો. મમ્મી તો એવી રીતે વર્તતા જાણે કે હું ઘરમાં રહેતી જ ના હોઉં. કયારેક તો હું જમવા જઉ ત્યારે રસોડામાં જમવાનું જ ના હોય. મમ્મી ને કહું તો મમ્મી કહેતી, "મને તો યાદ જ ના રહ્યુંં. એવું કર તું જાતે જ બનાવી લે. મને આશ્ર્ચર્ય થતું કે મારી મમ્મી મને મુકીને કયારેય ના જમે એ કઈ રીતે ભૂલી જાય કે મારે જમવાનું બાકી છે. મેં પણ ગુસ્સામાં કહી દીધું મને બહારથી જમવાનું મંગાવી દે. મમ્મી એ કહી દીધું તારી પાસે પૈસા હોય તો મંગાવી લે મારી પાસે પૈસા નથી. એ દિવસે હું ગુસ્સામાં ના જમી. પછી તો વારંવાર આવું થવા લાગ્યું. હવે મને ના બોલાવે તો પણ હું જમવાના સમયે પહોંચી જતી.

જોકે હવે મમ્મી મને પીરસતી નહીં. બધાનો મારા પ્રત્યેનો વ્યવહાર બદલાઈ ગયો હતો. હું પૈસા માંગુ તો મમ્મી કહેતી પહેલા તને જે પૈસા આપ્યા હતા એનો હિસાબ આપ પછી બીજા પૈસા લઈ જજે.


ઘરમાં કોઈ પણ કયારેય મારી પાસે પૈસા નો હિસાબ માંગતુ નહીં એજ બધા મારી પાસે હિસાબ માંગે છે. મને રડવું આવી ગયું. ફોન ચાર્જ કરાવવા માટે પૈસા માંગુ ત્યારે મમ્મી કહેતી ,"પહેલી તારીખે તારા પપ્પાનો પગાર થાય ત્યારે આપીશ."


પપ્પા પાસે પૈસા માંગ્યા ત્યારે પપ્પા એ કહી દીધું, "હમણાં હું કામમાં છું પછી વાત કરીશું."

હવે મારી સમજમાં આવવા લાગ્યુ હતું કે મારી મોબાઇલ અને ટીવીની લત ને કારણે બધા નુ મારા પ્રત્યે નું વર્તન બદલે ગયું છે. ઘરમાં જાણે કે મારું અસ્તિત્વ જ નથી, એવો વ્યવહાર થવા લાગ્યો. મને મારી ભૂલ સમજાતી હતી. મારી આદતથી હું મજબૂર હતી. પરંતુ ઘરની વ્યક્તિઓના પ્રેમ વગર તો કઈ રીતે જીવાય!

મને મારી ભૂલ સમજાઈ.

આખરે ઘરનાનો પ્રેમ જીતી ગયો અને મારી આ ખરાબ ટેવ છૂટી ગઈ. 


Rate this content
Log in

Similar gujarati story from Tragedy