Kalpesh Patel

Drama Tragedy Thriller

5.0  

Kalpesh Patel

Drama Tragedy Thriller

થીગડું

થીગડું

6 mins
3.0K


મીનારાના ઘડિયાળમાં રાત્રિના બરાબર બારના ડંકા વાગ્યા. ફાનસની વાટ ધીમી પડી હતી, અને ઉપર મોગરો આવવાથી તેનો પ્રકાશ સહેજ સહેજ ઝાંખો થતો જતો હતો. કૂતરા પણ જંપી ગયા હતાં, આખા મોહલ્લામાં તદ્દન શાંતિનું રાજ્ય ચાલતું હતું; અને આવી શાંતિ ઉલટી ભય ઉત્પન્ન કરતી હતી. કંઈ પણ શબ્દ સંભળાતો નહોતો, ગગડાટ પણ નહોતો. હું ચિત્તભ્રમમાં હતી, શેઠ બીજા ઓરડામાં નાક ગગડાવતાં પડેલાં હતાંં, એારડો દૂર હોવાથી તેમના નાકના સુસવાટાનો અવાજ સંભળાતો નહોતો, તેમના જીવને ધીરજ હતી, કે તેમના ડોસીને જોવાવાળી નોકરીએ છે. તેઓ અને તેમનો નોકર ધનજી, બંને તદ્દન નિશ્ચિંત જીવે સૂઈ રહ્યા હતાંં. એટલે ડોશીના ઓરડામાં શું થાય છે તેથી તદ્દન અજાણ્યાં હતાંં.

મંદ મંદ પવનની લહેર અને રૂપેરી પૂનમની ચાંદનીનો શીતળ સફેદ પ્રકાશ કોઈ પણ જુવાન દિલ લલચાવનાર હતો. જમુનાની બીમારીને લીધે ઘડીયે ઘરબહાર નીકળાતું નહીં. ડોસીનો મંદવાડ જબરો હોવાને લીધે ડોક્ટરે પણ ડોશીને એકલી મૂકવાની મનાઈ કરી ગયા હતાં. તેણે આજ લગભગ દશ દિવસ થયા ઘરબહાર પગલું ભર્યું નથી, એટલું જ નહીં, પણ જમુનાબા પાસેની પાસે દિવસ - રાત ખડી રહેલી.

આજે રાતે લગભગ અગિયાર વાગે... આકાશ નિર્મળ હતું. હું બારીએ ઊભી ઊભી મન સાથે વિચાર કરતી હતી આમ કેટલું ચાલશે ? બાહરનો નજારો મનમોહક કોઈ પણ તરુણીને પ્રેમમાં નિમગ્ન કરે તેવો હતો, પણ, જેને માથે ધગધગતો અગ્નિ તપતો હોય તેને શીતળ પવન સુખ આપે નહીં, તેવી મારી હાલત હતી ! આખરે રડું રડું થતી આંખને ખાળી, મારા મનના જરુખાની મુરાદો ઉપર પડદો પડતી હોવું એમ રૂમની બારીએ પડદો પાડ્યો. આજ કાલ કરતાં મારે હવે દસ દિવસનો ઉજાગરો હોવાથી થાકીને જમુનાબાની બાજુએ પડેલા એક કોચપર હું જરા આડી થઈ.

મારૂ નામ ગંગા, હું સૂતી તો ખરી પણ મારા ભૂતકાળની ભૂતાવળ એમ કેડો મૂકે ખરી ?

"ભૂતકાળની ભૂતાવળ"..... "ઈને... હું જાગતી કે સૂતેલી બંને એક, કેડો મૂકેજં નહીં ! એજ ઘસાઈ ગયેલી ફિલિમ ચાલુ થઈ. હૈયામાં લાખલાખ અરમાનો ભરીને હું પતિગૃહે આવેલી, અને પહેલી રાતે જ જાણ્યું કે પતિને કોઈ બીજી હાળે લફરુ ચાલે છે, ત્યારે મારી શી દશા થઈ હશે ? ચોળીના ફેરા ફર્યા પછીની રાતે, મારો ભરથાર, એની લફરાવળી સંગાથે ફેરે ચઢ્યો હતો ! ત્યારે પહેલીવાર સમજાયું કે મારી તો સમણાંની ઝોળી જ ફાટેલી હતી. માંહ્યલા ઓરડે ઢાળેલા ઢોલિયે હું ઘૂંઘટ તાણીને આખી રાત બેસેલી, પણ એ આવ્યોજ નહીં !

"હું હંમેશા સમણાંનો માળો ગુંથનારી, બાપની એકની એક લાડલી દીકરી, અને આ ગામના કરસન પટેલના દીકરા મગનની વહુ ! અને લગ્ન પછી પહેલી રાતેજ, પટેલ ખાનદાન ખોરડાના વારસની ધણિયાણી બનવાનું મારૂ સમણું ફાટેલી ઝોળીથી સરી ગયું ! પહેલી રાતે મગન મારી નજરે પકડાઈ ગયો અને બોલ્યો ગંગા મને માફ કરી દે, મારા દિલમાં કોઈ બીજી વસે છે, તું કોઈ ભ્રમમાં ના રહીશ, હું તને કોઈ પતિપ્રેમ આપી નહીં શકુ, તારે રહેવું હોય ત્યા લગી રહે. મને ખ્યાલ આવી ગયો કે જે ખાનદાન ઉપર વિશ્વાસ મૂકી બાપે વળાવી હતી ત્યાં કોઈ મખમલનો તકિયો કે રૂની તરાઈ નહતી, આ તો ઉકરડે આવેલો કચરાનો કૂવો હતો. આમ આખે આખું આયખુ "થીગડું" મારી શે જીવાય ?, બાપની ના છતાં મે પંચને ફરિયાદ લખાવી, પણ ન્યાય ક્યાં ? અને થયું એવું કે "નમાજ પડતાં મસીદ કોટે વળગી" ખુદને ગામ બહાર મેલી ખરીદઈ ગયેલા પંચે........!!

એવામાં ડોસીએ બૂમ મારી કે "કોઈ છે ?" મારા થાકથી બહેરા કાને તે સાંભળ્યું નહીં, અને કિસમતના જોકે થયેલી હાલતના દુખડામાં કોચ ઉપર સૂતેલી પડી રહી. તેવામાં જમુના ડોસી પથારીમાંથી ઉઠવા ગયા ને એકદમ ચકરી આવીને ભોંય પર પડ્યા. આના ધબાકા સાથે જ હું એકદમ જાગી ઊઠી.

"ઓ ગંગા તું ક્યાં છે ?, આવ ! મરી ગઈ રે, ઊભી કર." એકદમ ભોય પડેલી ડોસીએ બૂમ મારી.

બા.. જમનાબા !" ગંગાએ રાડ નાંખી પણ કશો જવાબ મળ્યો નહીં.

ફાનસની વાત સંકોરીને ગંગાએ ફાનસ નીચે પડેલા જમુના ડોશીના મોં આગળ ધર્યું, અને જોયું તો તેમનો ચેહેરો તદ્દન ફીકો અને કંઈ પણ હીલચાલ વગરનો જણાતો હતો, અને બિછાના પાસેજ ભોય લીંપણ પર ચત્તાપાટ પડ્યા હતાં. માત્ર નસકોરામાંથી શ્વાસ ધોકારાબંધ ચાલ્યો જતો હતો. તરત જ પાસેના ટાવરમાં બારના ટકોરા પડ્યા. દવા આપવાનો સમય થયો હતો, તેથી પાસે જઈને ગંગાએ તેમનું માથું તપાસ્યું તો માથા પર શ્રમને લીધે પરસેવાની ઝરી છૂટી હતી. છાતીએ ડોકટરનું આપેલું મલમ ઘસ્યું અને થોડીવારે શ્વાસ ધીમો પડ્યો, અને ઊચકીને જમુનાને બિછાને સૂવરાવી ત્યારે "ઓ રે" કરીને જમુનાબાએ બૂમ મારી ત્યારે મારા ભરાયેલા શ્વાસને ધીરજ આવી.

મારી ઊંઘ વેરાન કરી,થોડીકવાર બા પડી રહ્યા. અડધો કલાક વીત્યા પછી ધીમે સાદથી ડચકીયાં ખાતા ખાતા જમુનાબા બોલ્યા.

"ગંગા ! તું બવ લાગણી વારી છે છોડી ! તું ન હોત તો મારી શી વલે થાત ? હાય હાય, કોઈ પણ મારી દરકાર કે ચાકરી કરત નહીં. તું જ એકલીજ મારી પાસેની પાસે બેસી રહે છે અને દેખરેખ રાખે છે.

"અરે બા ! એ શું બોલ્યા તમે ? મને તમારા પતિએ નોકરીએ રાખેલી છે અને, તમારી દેખરેખ એ મારો ધર્મ છે, અને તે હું બજાવું છું, તેમાં વધારે શું કરું છું ? શેઠ મને રોજિંદી રોકડી આપે છે, તેથી બા તમારી તો જેટલી સેવા કરું તેટલી થોડી." ગંગાએ ખરેખરા આદરથી જવાબ દીધો.

"નહીં, નહીં, દીકરી ! મારે, તને કઈ કહેવું છે, તું તો ચીંથરે વીંટેલું રતન છે. મારા પતિનું ધન્યભાગ્ય છે ! કે તારા જેવું રતન તેને હાથ આવ્યું અને તું મારે ત્યાં આવી." ગંગાની આંખમાંથી બાની વાણી સાંભળી ઢળક ઢળક આંસુ પડવા લાગ્યાં, તે કંઈ પણ વધારે બોલી શકી નહીં.

જો બેટા હું જાણુ છું, તું જુવાન જોધ છે અને મારો પતિનો 'મરદ' ક્યારનોય મરી ગયો છે ! એ તને ચપટી જેટલું ય સુખ આપી શકે તેમ નથી !' પણ તને ઈ આશરો જરૂર આપશે, રહી હવે પ્રેમની વાત, એ હું આ દસ દિવસની તારી સેવાથી જાણી ગઈ છું કે   ઈને તારી ઉપર મમતા છે , માટે તું તેની પાસેથી  તે મેળવી શકીશ. મને ખાત્રી છે કે હવે હું બચવાની નથી ". તું બીજો વિચાર મૂક અને મારા માર્યા પછી મારા પતિનો સાથ નિભાવજે, "ગંગા" હો. બા ત્રુટક અવાજે બોલ્યા. બા સૂઈ જાવ રાત હજુ અડધી બાકી છે...જુવોતો ખરા તમને બોલતા હાંફ ચડે છે," ગંગાએ ઝીણે સ્વરે ધીમેથી કહ્યું. ગંગાએ વાતાવરણ હળવું કરવાના ઈરાદે માટે બોલી ઊઠી. બા, કિફાર ના રાખો આ વખતની ડોક્ટરે આપેલી દવા સારી છે, તમે ઊભા થઈ જશો.

ગંગા, તું મારી પછાડી જે મહેનત કરે છે તે ફોગટ જવાની છે. મારા દહાડા પૂરા થઈ ચૂક્યા છે "મને રોકીશ નહીં હું તો બેાલીશ જ - મારાથી બોલાશે ત્યાં સુધી, તારી ને તારી જ સાથે બોલીશ, ને મારાથી જોવાશે ત્યાં સૂધી તારું મુખડું જોઈશ. હવે હું થોડા કલાકોની મહેમાન છું. તારો ઉપકાર, તારી સેવા હું કદીપણ ભૂલીશ નહીં. હું કોઈ પણ જન્મમાં તને ભૂલીશ નહીં અને યાદ કરીશ, તું મારા દિલમાં વસી ગઈ છે ગંગા."

"તમને પંખો નાખું ?"

"ના, હવે શી જરૂર છે ?"

"તમારા પગ ચાંપું ?"

"તેનીએ હવે શી જરૂર છે ? બેટા તેં બહુ માથું ચાંપ્યું ને પગ ચાંપ્યા છે, હવે તને વધારે શ્રમ નહીં આપું ? હવે મને જે પરસેવો થાય ! તેને આખરનો સમજ ગંગા. હવે તો માત્ર તારા ગુણ ગાઈશ. મે મારા પતિને તારો ખ્યાલ રાખવા મનાવી લીધા છે. જ્યારથી તું મારા ઘરમાં આવીને વસી છે, ત્યારથી મારે માંદગીમાં પણ પૂરી શાંતિ છે. હું તને આશિષ આપું છું તું સુખી થઈશ , તું મારાં પતિનો સાથ નિભાવજે અને આનદથી ઇજ્જતની  જિંદગી જીવજે " …

એકા એક ધનજીની મોટી રાડયું થતી સાંભળી ગંગા શું થયું તે પાછી વળી જોવા જાય... તે સોફામાંથી નીચે ધબાક દઈ જમીન ઉપર પડે છે.....ઊંઘ ઉડતા જુવે છે તો... બિછાને ચેનથી સૂતેલા ગંગાબાનું બોખું મોઢું ખૂલ્લુ હતું અને તેઓ આરામથી નાકનાં નસકોરાં ગગડાવતાં ગાઢ નિંદરે હતાં અને બાજુના ઓરડામાથી ધનજી એકધારી રાડયું પાડતો હતો.... મે જઈને શેઠની છાતીએ હાથ મુકી  જોયું તો...શેઠનું પ્રાણ પંખેરૂ ઊડી ગયેલું..!

મિનારાની ઘડિયાળના  મધરાતના  બારમે ડંકે , મારો ચિત્તભ્રમ તૂટ્યો કે છૂટ્યો જે ગણો પણ અત્યારે તો મારી ફાટેલી સમણાની ઝોળીને જમુનાબાએ મારેલું છેલ્લું "થીગડું" પણ છૂટું પડી ગયું હતું, 


Rate this content
Log in

Similar gujarati story from Drama