તે કોણ હતી ?
તે કોણ હતી ?
મોડી રાતે ભયંકર વરસાદમાં ગાડી આગળ ન જઈ શકવાને કારણે ભયભીત મહેશ આગળ શું કરવું તે વિચારતો હતો ત્યાં જ એક સ્ત્રી આવી. મહેશ વધારે ગભરાયો. સ્ત્રીએ કહ્યું,"ડર નહીં, હું તારી મદદ માટે આવી છું સામે જ મારું ઘર છે. ત્યાં ચાલ."કહી ઘરે લઈ ગઈ. કપડાં આપ્યા ત્યાં સુધીમાં મસાલેદાર ચા બનાવી આપી. ગરમ ગરમ ખાવાનું આપ્યું.
ભોજન બાદ સૂતાં વેંત જ મહેશ ઊંઘી ગયો.
સવારે જાગ્યો તો સ્ત્રી ઘરમાં ન મળે. આખુ ઘર જોયું પણ સ્ત્રી ન મળી. મહેશ વિચારતો જ રહ્યો, ' તે કોણ હતી ?'
