Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.
Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.

Lichi Shah

Drama Romance Thriller


5.0  

Lichi Shah

Drama Romance Thriller


તારા મૈત્રક -પહેલી નજરનો પ્રેમ

તારા મૈત્રક -પહેલી નજરનો પ્રેમ

4 mins 752 4 mins 752

"મુસાફરો, વાવાઝોડા ને કારણે આગળ નો રસ્તો અસ્પષ્ટ બન્યો છે માટે થોડો સમય આપણે અહીં જ વિશ્રામ કરીશું. " કંડક્ટરના અવાજથી વાસ્વીની તંદ્રા તૂટે છે. આગળ વળી ને જુએ છે તો ખરેખર તોફાની વાતાવરણ એ ધુમ્મસની રચના કરેલી હતી. જાણે વાદળો જ ધરતી પર ઉતર્યા સમજો. વાતાવરણ સારુ હતું પણ ડ્રાઇવિંગ માટે જોખમી હતું. રાજકોટ થી ભાવનગર જતી ખાનગી વોલ્વો બસ હતી. વાસ્વી ને આમ તો હેડ ઓફિસ રાજકોટ હોવાના લીધે અવાર નવાર ભાવનગરથી રાજકોટ જવાનુ થતું. એમાંની જ આ એક મુસાફરી હતી.

*****


આજ સવારથી જ વાસ્વીનું મન ચકરાવે ચડ્યું હતું. ટ્રેનિંગ દરમ્યાન પણ એ વિચારોમાંજ ખોવાયેલી હતી. વાસ્વી દેસાઈ એક મહેનતુ અને હોનહાર ઓફિસર છે. ઇનકમટેક્સ ડીપાર્ટમેન્ટમાં એક સ્ત્રી ઓફિસર તરીકે એની સારી છાપ છે, નામના છે. જોકે અહીં સુધી પહોંચવામાં એણે ઘણી મહેનત કરી છે. વિધવા માતાનું એકનું એક સંતાન. એમાંય આર્થિક સ્થિતિ સામાન્ય. એટલે પે'લેથી જ મહત્વકાંક્ષી જીવ. દુનિયાની દરેક ખુશી માતાના ચરણોમાં લાવી દેવા તત્પર એવી વાસ્વી. શિક્ષણના દરેક પડાવમાં પ્રથમ એવી વાસ્વી આખરે તો એક યૌવના. ગુલાબી લાગણીઓ એના મન માંય ધબકતી હતી. એ લાગણીનું નામ હતું વિમર્શ. વાસ્વીનાં સપનાઓ ને પાંખો આવી ત્યારે જ બરાબર વિમર્શ નામની ડાળ ઝૂકી અને સપનાઓએ એમાં માળો બાંધવો શરુ કર્યો. પણ એ પાંખોવાળા સપનાઓને વાચા આવે એ પેલા તો.... અજાણ્તા જ આજ સવારથી વિમર્શ જાણે એની સ્મૃતિપટલ પર અડ્ડો જમાવી બેસી ગયો હતો. આમ તો વિમર્શ ક્યારેય ભુલાયો જ નથી કે એને યાદ કરવા પડે. એનો સદાય હસ્તો ચહેરો, ઝીણી આંખો, તીખું નાક ખબર નહીં કેમ પણ વાસ્વી ને ખુબ જ ગમતો વિમર્શ. હજુ આજેય એનો ચહેરો વિચારતા જ વાસ્વી કોઈ પણ અઘરી પરિસ્થિતિ માંય મલકાઈ ઉઠે છે. વાસ્વી ને એ ઘણું મોડું સમજાયું કે આ એનો પ્રથમ અને સ્વભાવગત આખરી પ્રેમ છે. સ્વભાવગત એટલે જીવનમાં પ્રથમવાર બનેલી બધી જ ઘટનાઓ વાસ્વી ને માટે વિશિષ્ટ છે. વાસ્વી નાં સ્મૃતિપટલ માં એવુ તો એ છપાઈ જાય છે કે એ ઘટના કે વ્યક્તિ નું સ્થાન બીજું કોઈ લઇ નથી શકતું. વિમર્શ એમાંનો એક છે.

*******


"અલ્પવિરામ" રેસ્ટહાઉસ એન્ડ રેસ્ટોરન્ટમાં મુસાફરો આશરો લે છે. બહાર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વાતાવરણ ભીનું અને સુગંધી છે. ભીની માટી ની મહેક વાસ્વી ને બાળપણથી ગમે છે. વાસ્વી એક ઊંડો શ્વાસ લઇ ને આમતેમ જુવે છે. કોઈ સિંગલ ટેબલ ખાલી નથી. લગભગ સમાંતર ચાલતા બધા વાહનો એ અહીજ આશરો લેવો પડ્યો છે.

વેટર એને એક ટેબલ ચીંધે છે. જે સાવ તો ખાલી નથી પણ એમાંની એક જ ખુરશી રોકાયેલી છે. બીજો કોઈ રસ્તો ન હોવાથી વાસ્વી ટેબલ તરફ દોરાય છે. ખુરશી ખેંચી ને બેસવા જતા એક ઊડતી નજર સામે બેસનાર પર નાંખે છે. એક સુખદ આશ્ચર્ય સાથે વાસ્વીનું હૃદય ધબકારો ચુકી જાય છે ને પછી સામાન્ય કરતા વધુ ગતિથી ધબકે છે. બિલકુલ એજ રીતે જે રીતે વિમર્શની સામે જોતા ધબકતા હતા. આજે પણ વિમર્શ ને જોઈ ને જ.


હા વાસ્વી એ વિમર્શ જ છે ની ખાતરી થતા એણે સામાન્ય થવાની ઘણી કોશિશ કરે છે પણ થઈ નથી શકતી. અને થાય પણ કેમ? સામે જ એની દુનિયા હતી. પણ વિમર્શ તો પેલા ની જેમ જ બેફિકરો બની કોફી નાં સીપ લીધે જ જાય છે. જાણે સામે કોઈ જ નથી.

******


વાસ્વી થોડીવાર એકીટશે વિમર્શ સામું જોયા જ કરે છે જેમ આઠેક વર્ષ પહેલા જોયું હતું બંનેએ એકબીજા સામું પહેલી અને આખરી વાર. વાસ્વી તો એ લાગણીમાંથી બહાર આવીજ નથી શકી. એ તારા મૈત્રક હતું. વાસ્વી મનોમન બબડી રહી :"તમને યાદ કર્યા છે વિમર્શ... ખુબ યાદ કર્યા છે... હર પળે, હર ક્ષણે... ખુશીઓમાં, મુશ્કેલીઓમાં, સફળતાઓમાં, નિષ્ફતાઓમાં... ન જાણે કેમ તમને જ સાથે જોયા છે. સાથે ના હોવા છતાંય, પાસે ના હોવા છતાંય, એક સાંત્વના, એક શક્તિ એક પ્રેરણા રૂપે મેં તમને કાયમ જોયા છે. ઈશ્વર પ્રત્યેની ફરિયાદમાં, પ્રાર્થનામાં બધેજ. મારી સપના રહિત કોરી આંખોમાં જો સ્વપ્નાના વાવેતર થયાં હોય તો એ મબલખ સપનાંનાં મૂળ માં તમે જ છો. આઈ લવ યુ.. "

વિમર્શ અચાનક આંખો ઊંચી કરી ને જુવે છે. જાણે વાસ્વીનું મનોમંથન પામી ગયો હોય. ફરી ક્ષણ બે ક્ષણ નજર મળે છે બેય ની. વિમર્શની આંખોમાં પરિચયના ભાવ દેખાય છે પણ વાસ્વીનું રોમ રોમ પુલકિત થાય છે. રગે રગ માં ઝણઝણાટી થાય છે.


... "અરે પપ્પા તમે અહીં છો... જો વરસાદ અને તોફાન શમી ગયું ચાલો નીકળીએ.... " લગભગ ત્રણ ચાર વર્ષ ની છોકરી એની મમ્મીનો હાથ પકડીને આવી અને વિમર્શને ઉદ્દેશીને બોલે છે. વાસ્વી વિસ્ફારિત નજરે બંનેય ને જોયા કરે છે. લાગે છે અંદર કંઈક તૂટ્યું છે. હવે બહારના તોફાને સ્થાન બદલી ને વાસ્વીની અંદર જમાવ્યું છે.


વાસ્વી એમને જતા જોઈ રહે છે. ત્યાં પેલી છોકરી દોડીને ચોકલેટની દુકાન પર જાય છે. વિમર્શ એને સંબોધી ને બોલે છે....

"વાસ્વી બેટા, ચાલો પછી મોડું થશે.... "

અને એક તીખી નજર વાસ્વી પર નાખીને જતા રહે છે.

તોફાન ખરેખર શમી ગયું છે... અંદર પણ અને બહાર પણ.


Rate this content
Log in

More gujarati story from Lichi Shah

Similar gujarati story from Drama