Lichi Shah

Inspirational Others

5.0  

Lichi Shah

Inspirational Others

એક ગાંડો એવો, મિત્રતાની મિસાલ

એક ગાંડો એવો, મિત્રતાની મિસાલ

4 mins
575


કાચા રસ્તા ઉનાળાને લીધે વધુ ધૂડીયા લગતા હતા. ઠેરઠેર ધૂળની ડમરી ઉડી રહી હતી. બપોરના લગભગ બે વાગ્યાં હશે. શહેરથી ચોત્રીસ જેટલાં કિલોમીટર દૂર હશે આ ગામ. મારી નોકરીનું પહેલું પોસ્ટિંગ ત્યાં થયેલું. બસમાં આવન જાવાન કરતી હતી.

***

ગામ એટલે નાનું ગામડું જ જોઈ લ્યો. ઠેઠ સુધી કાચા રસ્તા, નાની નાની દુકાનો -કરિયાણુંની, ફરસાણની, પાન માવાની ને ચાની તો કેમ ના હોય ! તે સાથેસાથે ઈસ્ત્રીની દુકાન, ને વળી સરકારી -ખાનગી શાળા પણ ખરી. નાના મોટા મંદિરો પણ અને એક શાક માર્કેટ. ટૂંકમાં જીવન જરૂરી બધું મળી રે એવુ ગામડું. નોકરીના પહેલા દિવસે તો બીક લાગી હતી કે આમાં કેમ નોકરી થશે, પણ ગામે મને બહુ ઓછા સમયમાં અનુકૂળ કરી દીધી. અને એવી તો હું એ ગામની થઇ કે હવે બદલી થયા પછી યે હું એ ગામને ભૂલી નથી શકતી. ગામ ના લોકો બહુ પ્રેમાળ અને ઉમદા.

***

નામ તો એનું મને ખબર નથી પણ બધા એને ગાંડો કેહતા. કેહતા એટલે એમ જ નહોતા કહેતા એ ખરેખર ગાંડો હતો. વિચિત્ર કપડાં પહેરતો, વિચિત્ર હાવભાવ લાવતો, વિચિત્ર પ્રક્રિયાઓ કરતો, વિચિત્ર પ્રતિક્રિયાઓ દેતો એ ખરેખર ગાંડો હતો. એને જોઈને મને શરૂમાં તો બહુ ચીડ ચડતી, હું હંમેશા એનાથી દૂર રહેવાનો પ્રયાસ કરતી. એ બસ આખા ગામમાં આંટો માર્યા કરતો જે મળે એની સાથે રમતો ખાલી-ખાલી બોલ્યા કરતો. ખબર નહીં એ ક્યાં રહેતો હશે, શું કરતો હશે કોણ એને કપડા દેતું હશે ? કોણ એને જમવાનું દે તુ હશે ? એની દૈનિક ક્રિયાઓ એ ક્યા કરતો હશે ! મને એને જોઈને હંમેશા આશ્ચર્ય થતું.


શિયાળાની કડકડતી ઠંડી હોય, ઉનાળાની ધમધમતી ગરમી હોય કે ચોમાસાનો મુશળધાર વરસાદ હોય... એ બધી ઋતુઓમાં એક સરખો જ રહેતો. ગામના લોકો ઘણા માયાળુ હતા. દરરોજ બપોરે ચાર વાગ્યે એ ગાંડો બસ સ્ટેન્ડ પાસેની ચાની લારી પર આવતો અને ચા વાળો એની માટે ખુબ જ શોખથી સરસ મજાની ચા ગંડેરીમાં ભરીને મૂકી રાખતો. એ આવતો અને ચા પી અને ચાલ્યો જતો.


આમ તો એ કંઈ પણ બોલ્યા કરતો લોકો એની પર ધ્યાન ના આપતા પણ આ બધા વચ્ચે એક કંઈક એવું વારંવાર બોલ્યા કરતો. એની એક સ્પેશિયલ લાઈન હતી જે એ વારંવાર બોલ્યા કરતો. એ લાઇન હતી કે "મારા કેવા કરમ.... મારે કોની શરમ ? મારા કેવા કરમ મારે કોની શરમ ? "

મને એ સાંભળીને ઘણીવાર હસવું આવતું. નોકરી એથી છૂટીને હું જ્યારે બસની રાહ જોતી ત્યારે એ ગાંડો અચૂક આ રસ્તેથી પસાર થતો અને બોલ્યા કરતો "મારા કેવા કરમ મારે કોની શરમ ? "

***

આજે આ વાતની પૂરા છ વરસ વીતી ગયા છે પણ મને હજી પણ એ દિવસ યાદ છે જ્યારે એ ગાંડાનુ મને બીજું રૂપ દેખાયું હતું. તમે પૂછશો કે ગાંડાના વળી કેટલા રૂપ હોય ? પાગલ એટલે પાગલ. પણ ના એવું નથી હોતું.

એ ચોમાસાના દિવસો હતા ઓફિસેથી છૂટી અને બસની રાહ જોઈ રહી હતી કે અચાનક... અચાનક એક મોટર ચાલક એ રસ્તામાં નાનકડા ગલુડિયા પરથી મોટર ચલાવી દીધી. અને ગલુડિયું એક કારમી ચીસ સાથે લોહીના ખા બોચીયામાં પટકાઈ ગયુ. અને અમે કહેવાતા સભ્ય સમાજના શાણા માણસો આ બધું જોઇને ઊભા રહ્યા. ગલુડિયું બેશુદ્ધ થવાની અણી પર જ હતું કે પેલા ગાંડાએ દોડીને આવી એને પોતાના હાથમાં ઉપાડી લીધો એના પગે તરત જ પોતાના ગંદા ગંધાતા રૂમાલનો પાટો બાંધી દીધો. અને  તેડીને રસ્તાના છેડે લઈ ગયો. ત્યાં એને જરૂરી લગતી બધી જ સારવાર આપી. પછીના દિવસથી એને ગામના લોકો પાસેથી જે કાંઈ મળતું એમાંથી અડધું એ ગલૂડિયાંને આપતો. કહે છે ને કે જે કામ દવા ના કરી શકે તે દુવા કરી શકે. એ ગાંડાની મેહનત રંગ લાવી અને થોડા જ સમયમાં ગલુડિયું સાજું થઇ ગયું.


પછી તો એ ગલુડિયું એ ગાંડાની સાથે જ રહેતું. જાણે બેય જીગર જાન કેમ ના હોય ! અમે એની આ દોસ્તી જોઈ રહેતા. કોઈ કહેતું કે ગયા જન્મની લેન દેન હશે તે આ ગાંડાની એકલતા દૂર કરવા આવ્યું. ગલુડિયું પેલા ગાંડા જોડે જ રમતું જમતું અને રાત પડ્યે રસ્તાના છેવાડે સુઈ પણ જાતું. અરે એમની દોસ્તી એટલી તો પાક્કી થઇ ગઈ કે કોઈ ગલુડિયાને રોટલી કે બ્રેડ આપે તો એય મોઢામાં ભરવીને ગાંડા પાસે લઇ જાતું ને બેય અડધું કરી ખાતા !

***

એવામાં એકવાર બસમાંથી નીચે ઉતરીને મે રસ્તાને છેવાડે લોકોનું એક ટોળું જોયું. મને ત્યાં જઈને જોવાની જિજ્ઞાસા જાગી. ગઈ અને મેં જોયું તો ત્યાં એ ગાંડો જોરજોરથી રડતો હતો બરાડા પાડતો હતો. એના ખોળામાં પેલા ગલુડિયાનો નિશ્ચેતન શરીર પડ્યું હતું. કોઈને પૂછતાં જાણવા મળ્યું કે ગઈકાલે રાત્રે કશુક ઝેરી કરડી જવાથી ગલુડિયાનું મૃત્યુ થયું છે. પૂરા બે દિવસ સુધી પેલા ગાંડાએ કશું ન તો ખાધું કે ના તો પીધું. બસ પેલા ગલુડિયાના શબની પાસે ચૂપચાપ સૂનમૂન બનીને બેસી રહ્યો. ત્રીજા દિવસે ગલુડિયાના શરીરમાંથી એક ના સહી શકાય તેવી દુર્ગંધ આવવા લાગી હતી. લોકોએ ગાંડાને ઘણું કીધું કે એનો નિકાલ કરી દઈએ. પણ ગાંડાએ કોઈને એ ગલૂડિયાંને હાથ ન લગાવવા દીધો. છેક ત્રીજા દિવસે એ ગાંડા એ થોડા લાકડા લાવી ગલુડિયાને એના પર સુવાડી, ક્યાંકથી કે કોઈ મંદિરના ઓટલેથી ચીમળાયેલા ફૂલો લાવી અને ગલુડિયા પર મૂક્યા તો ક્યાંકથી પરાણે ઘી લાવી અને એનો અંતિમ સંસ્કાર કર્યો.


'મને આજે આટલા વર્ષે એવો વિચાર આવે છે કે શું ખરેખર એ ગાંડો હતો ? શું એક માનવીની મિત્રતા અને પ્રાણીની વફાદારી અજોડ નથી ?'


Rate this content
Log in

Similar gujarati story from Inspirational