પ્રકૃતિનું રક્ષાબંધન
પ્રકૃતિનું રક્ષાબંધન
1 min
520
એ બળી રહી હતી.એ દાઝી રહી હતી. એ ચીસો પાડી રહી હતી. એક તો શહેરોની મહાનગર બનવા પાછળની દોડથી કપાતી જતી લીલોતરી અને ઉપરથી ગ્લોબલવૉર્મિંગને લીધે વધુ તપવા લાચાર બનેલો સૂર્ય.
એ ઉપરથી જોઈ રહ્યો હતો. વિચારી રહ્યો હતો, "અરેરે કેવી લીલીછમ હતી ને કેવી સૂકી ભટ્ઠ થઈ ગઈ મારી બેન ધરતી!"
અને એકલી પડેલી અને ધીરે ધીરે નિર્વસ્ત્ર થતી જતી બેન ધરતીની વ્હારે આવી ચડ્યો ભાઈ આકાશ. કે અમીછાંટણાંથી લઇ ધોધમાર વરસ્યો."લે મારી વ્હાલી લીલુડી ધરતી. "