શીતળા સાતમ
શીતળા સાતમ


"સવારનો એક રૂપિયોય ભીખ નથી મળી. કે નથી કોઈ વધ્યું ઘટ્યું દેવા આવ્યું. બપોર લગી કેમેય કરી રહી શકાશે ?" મોંઘી માથે હાથ દઈ વિચારતી હતી કે સામેથી એક ભલી ડોશી હાથમા કોથળી લઇ મોંઘી સામે આવ્યા. કેવાય છેને કે ઈશ્વર ભૂખ્યા ઉઠાડે ખરો પણ ભૂખ્યા સુવાડે નહિ.
"લે બેન, ઢેબરા (થેપલા) છે પણ કાલના ઠંડા છે. આજ શીતળા સાતમ છે તયે ઠંડુ જ જમવું રયું. "
ડોશી તો મલકાતાં નીકળી ગયા ને મોંઘી અહોભાવથી બે હાથ જોડી મનોમન બબડી "માં, મારે તો રોજની ઠંડી સાતમજ છે "