Lichi Shah

Romance Tragedy

4.5  

Lichi Shah

Romance Tragedy

સાયંકાલ ભાગ ૧

સાયંકાલ ભાગ ૧

3 mins
69


ધડામ...

એણે એક ઝટકા સાથે રૂમનું બારણું વાસી દીધું. ટેબલ પર પડેલો પાણીનો ગ્લાસ ગટગટાવીને પલંગ પર લંબાવ્યું. રોજની જેમ જ સુવાનો એનો સમય હતો પણ આંખો હતી કે નીંદર ને આવવા જ નહોતી દેતી. વાત જ કંઈક એવી બની હતી આજે એની સાથે.

આજે ફરીથી સૂરજના લગ્નની વાત માતા કુંદનગૌરીએ છેડી હતી.

કુંદન ગૌરી: 'હવે આ આંખો મીંચાય એ પહેલા સૂરજનો લીલોછમ પરિવાર જોઈ લવ એટલે સંતોષ થાય.'

સૂરજ : 'મમ્મી તમને ખબર છે ને મારે હમણાં કોઈ બઁધનમાં નથી પડવું. મારે મારી બધી મહત્વકાંક્ષાઓ સંતોષવી છે પછી જ લગ્નનો વિચારો કરીશ.'

પિતા : 'પણ બેટા લગ્નલાયક ઉંમર છે, માંગાઓ આવે છે એનું તો વિચાર તારી મમ્મી અને મારી ઉંમર થઈ અને લાવી.. લાવીની જવાબદારી પણ છે પાછળ.

માતા : હા વહુ આવશે તો મારી જવાબદારી ઓછી થશે ને હું હળવી થઈશ. તારી પ્રગતિમાં કોઈ અવરોધ નઈ આવે એની ખાતરી આપું છું બસ.

સૂરજ : તમે કેમ નથી સમજતા. અરે સામાજિક બોજો કેટલો હશે ? કેટલા વ્યવહારો થશે અને મનમેળનું શું ?'

પિતા : 'અરે બેટા, પેલા લગ્ન થઈ જાય પછી મનમેળ માટે તો જિંદગી આખી પડી છે અને જો તને કોઈ જોડે મનમેળ થઈ ગયો હોય તો એમ કહી પિતા ચંદ્રવદન હસવા લાગ્યા અને સાથે સૂરજના પરિવારના બીજા સભ્યો પણ...

લાવણ્યા : 'હા મોટા ભાઈ... ભાભી ગોતી લીધી હોયતો બેઝીઝક કેજો હો કે...

ઓહો તમે પણ... એક આછી ગભરામણ સાથે સૂરજ જમ્યા વિના જ ટેબલ છોડી પોતાના રૂમમાં આવી ગયો.

સૂરજ. એનું નામ સુરજ છે. એક મલ્ટીનેશનલ કંપનીમાં સિનિયર માર્કેટિંગ મેનેજર તરીકે કાર્યરત છે. પરિવારમાં મમ્મી પપ્પા અને નાની બેન લાવણ્યા છે જેને બધા પ્રેમથી 'લાવી' કહે છે. ટૂંકમાં સુખી સંપૂર્ણ પરિવાર છે સૂરજનો.

સૂરજ નાનપણથી જ હોશિયાર હતો પિતા ચંદ્રવદન જે એક પેઢીમાં એકાઉન્ટન્ટ હતા તેની જેવી ચપળ ગણતરી અને માતા કુંદનગૌરી જેવી ભાવુકતા અને લાગણીશીલતાનું મિશ્રણ હતું સુરજમાં. પાણીદાર આંખો, માધ્યમ બાંધો અને ઘઉંવર્ણો દેખાવમાં મીઠી વાણીનું મિશ્રણ સૂરજને બીજા કરતા વધુ તેજસ્વી અને આકર્ષક બનાવતું હતું કદાચ એટલે જ MBA in Marketing સમાપ્ત કર્યા બાદ તુરંત જ મલ્ટીનેશનલ કંપનીમાં પેહેલા માર્કેટિંગ એમ્પ્લોયી અને પછી થોડા સમયમાંજ સિનિયર માર્કેટિંગ મેનેજર બની ગયો.

"રેવા પ્લાસ્ટીક્સ" આંતરરાષ્ટ્રીય સ્તરની પ્લાસ્ટિકની નિકાસ કરતી કંપની છે. અને સૂરજ એક મહત્વકાંક્ષી યોદ્ધો છે એને તો હજી ઘણું આગળ વધવું છે.

રાતના એક વાગ્યો... બહાર તમરાનો તીવ્ર અવાજ સિવાય નીરવ શાંતિ છે.

એણે આંખો ખોલી નાખી ને બેડ પરથી બેઠો થઈ ગયો. સુવાનો વ્યર્થ પ્રયાસ છોડીને. ઉભા થઈ કબાટ ખોલ્યો. બે ત્રણ કપડાં ઊંચા કરી નીચે સંતાડેલું એક નાનકડું કવર કાઢ્યું. ખોલ્યું, એક તસ્વીર કાઢી એના પર ખુબ પ્રેમથી હાથ ફેરવ્યો. નીચે લખેલ હતું 'વિથ લવ.' એકીટશે તસ્વીરને નિહાળ્યા કર્યું અને ધીમા પણ મક્કમ અવાજે બોલ્યો "સંધ્યા... "

બોલ્યાની સાથે જ એક નાનકડું અશ્રુબિંદુ સૂરજની આંખોમાંથી દડીને એ તસ્વીર પર પડ્યું. તસ્વીરને છાતી સરસી ચાંપીને બેડ પર લંબાવ્યું. જેવા આંખોના પડળ બંધ કર્યા કે તરત યાદોંના પડદા એક પછી એક ખુલવા લાગ્યા. એ સાથે જ સુરજ આઠ વર્ષ પેલાનો BBA ફર્સ્ટ યેર સ્ટુડન્ટ બની ગયો અને ઓછા બોલો થોડો શરમાળ છતાંય મક્કમ બની પોતાનો પક્ષ સાબિત કરવા વાળો રેન્કર સુરજ ગણાત્રા બની ગયો.

***

મિત્રો,

કોણ હતી સંધ્યા...

સૂરજ સાથે શો સંબંધ? 

સૂરજની જીવન સફર કાફી રહસ્યમયી અને અતિ રોમાંચક બની રહી હતી. તો આવો એક ખાતરી સાથે તમને સૂરજના સમગ્ર અસ્તિત્વ થી વાકેફ કરું છું કે વાર્તાના એક એક ભાગ સાથે તમારી ઉત્તેજના એક એક પગથિયું ઉપર જશે. આશા છે કે પ્રથમ ભાગ તમારી ઉત્સુકતાને ઉજાગર કરશે અને પછીના બધા ભાગ ઉત્સુકતાની ચરમસીમા સુધી લઇ જશે.

ક્રમશ:


Rate this content
Log in

Similar gujarati story from Romance