માઁ નો ઓડકાર
માઁ નો ઓડકાર
એના પેટમાં તો જાણે લાય લાગી હતી. સવારનો અન્નનો એક દાણોય પેટમાં નથી ગયો. ઉપરથી એક રૂપિયાનુંય દાતણ નથી વેચાયું. બ્રશના જમાનામાં દાતણ લેય કોણ?
બાજુમાં સૂવાડેલો મુન્નો ભૂખથી થોડો સળવળ્યો. લખમી લાચાર બની દીકરાને જોઈ રહી. ત્યાં વળી કોઈ આજુબાજુ જોઈ પાળીતું કૂતરું કે ગાય ન મળતા લખમીને કોથળીમાં વધેલો સૂકો રોટલો દઈ ગયું.
ફટાફટ મુન્નાને ઉઠાડી રોટલો અને પાણી આપ્યા. મુન્નો બે -મોઢે ખાવા મંડ્યો. "ઓહયા "-એક ભર્યો ઓડકાર લખમીને આવ્યો. પેટને શાતા વળી.