Meghal upadhyay

Tragedy

4  

Meghal upadhyay

Tragedy

સ્વપ્ન

સ્વપ્ન

2 mins
340


"અંજુ દીકરી ક્યાં ગઈ ? અરે ! આવાં તડકામાં બેસી શું કામ વાસણ ઉટકે છે ? સાંજે ટાઢો પહોર થાય પછી પાછળનાં ફળિયામાં કરવાનું કામ કરજે. આવાં તડકામાં કામ કરીશ તો બીમાર‌ પડીશ." અંજુ એ સાસુની વાત સાંભળી જવાબ આપ્યો, "મમ્મી થોડાંક જ વાસણ ઉટકવાના છે. ફટાફટ ઉટકાઈ જશે. અત્યારે કામ કરી લઉં તો સાંજે નિરાંતને ? સાંજે નવરી હોઉં તો તમને સ્કૂટી પર મંદિર લઈ જઈ શકું, પછી આપણે બંને મા-દીકરી શાકભાજી લઈ, આઈસક્રીમ ખાઈ નિરાંતે ઘરે આવીશું."  

" સારું ત્યારે તું નહીં જ માને અને તડકે જ કામ કરીશ. ભલે તું તડકે કામ કરે, પણ અંદર આવ એટલે ફ્રીઝમાં રાખેલ આ વરિયાળી અને ગોળનું શરબત પી લેજે. જેથી ઠંડક થાય." અંજુ ફરી હસતાં હસતાં બોલી, " એ હા મમ્મી તમે જરા પણ ચિંતા નહીં કરો હું શરબત પી લઈશ. તમે આરામ કરો."

 અંજુ તડકામાં વાસણ ઉટકી રહી હતી ત્યાં તેને સંભળાયું, " અંજુડી કામચોર ક્યાં ગઈ ? આ જો રસોડામાંથી આ બે વાસણ ઉટકવાના લેવાના રહી ગયા છે. એ વાસણ‌ લઈને અત્યારે જ ઉટકી નાખજે. એક તો વાસણ લેતાં ભૂલી ગઈ છે, અને અંદર આવ્યા પછી એને ઉટકવા કહીશું તો કહેશે હવે સાંજે ઉટકીશ બહુ તડકો લાગ્યો છે. અંજુડી સાંભળજે આ ફ્રીઝમાં વરિયાળી અને ગોળનું શરબત કરીને મૂકું છું, એ તું ના પીતી, હમણાં મારી દીકરીઓ કૉલેજથી આવશે તડકામાં તો એમની માટે કર્યું છે. હા ! અને સાંજે અમે મા-દીકરીઓ શાકભાજી લેવા અને આઈસક્રીમ ખાવા જવાના છીએ. તો અમે આવીએ ત્યાં સાંજની રસોઈ બનાવી રાખજે.

આ સાંભળી અંજુ મનોમન બોલી, " અંજુ આ જ હકીકત છે પેલો તો માત્ર તને આભાસ હતો. આભાસ માત્ર ક્ષણિક જ હોય છે."


Rate this content
Log in

Similar gujarati story from Tragedy