Meghal upadhyay

Inspirational

4.3  

Meghal upadhyay

Inspirational

તસ્મૈ શ્રી ગુરૂવે નમ:

તસ્મૈ શ્રી ગુરૂવે નમ:

2 mins
189


" ગુરુ ગોવિંદ દોનોં ખડે 

કિસકો લાગુ પાય,

બલિહારી ગુરુ આપકી

ગોવિંદ દિયો દિખાય"

કબીરજીએ પોતાનાં આ દોહામાં ગુરુને ભગવાનથી પણ ઊંચો દરજ્જો આપેલો છે. એ સાચું પણ તો છે આપણા ગુરુ જ તો આપણને અજ્ઞાનરૂપી અંધકારમાંથી જ્ઞાનરૂપી પ્રકાશ તરફ ગતિ કરાવે છે. જે જ્ઞાન દ્વારા આપણે સારા નરસાનો ભેદ પારખી શકીએ છીએ.  

જે અક્ષરજ્ઞાન આપે ફક્ત એ જ આપણા ગુરુ હોય તેવું નથી આ પૃથ્વી પરની દરેક વ્યક્તિ પાસેથી આપણે જીવનમાં કંઈક ને કંઈક શીખીએ જ છીએ. અરે માણસ પાસેથી તો ઠીક પરંતુ આપણે જો ઈચ્છીએ તો જીવજંતુઓ પાસેથી પણ શીખી શકીએ છીએ. જેમકે કોરોનાનો જંતુ સાવ સૂક્ષ્મ છે છતાં પણ તે દુનિયાનો વિનાશ કરી શકે છે એટલી તેનામાં તાકાત છે. તો એનામાંથી આપણે જીવનમાં હકારાત્મકતા લાવવાનું શીખી શકીએ કે જો એક સૂક્ષ્મ જંતુ આટલી તાકાત ધરાવતો હોય તો આપણે તો મનુષ્ય છીએ માટે આપણે બધી રીતે સક્ષમ છીએ. માટે જો એકવાર મનમાં કંઈક સારું કરવાનું કે પ્રગતિ કરવાનું નક્કી કરીએ તો તેમાં સો ટકા સફળતા મળે જ. આમ‌ જોઈએ તો એ એક સૂક્ષ્મ જંતુ પણ આપણો ગુરુ ગણાય ને ?

એક ઝાકળ બિંદુ પણ આપણને કેટલું શિખવે છે ઝાકળ બિંદુને ખબર છે કે તેનું અસ્તિત્વ ક્ષણિક જ છે તો પણ તેટલીવારમાં તે ફૂલો અને પર્ણોને કેટલું સરસ સૌંદર્ય બક્ષે છે. તો તેનામાંથી આપણે જીવન‌ જીવવાની રીત શીખી શકીએ છીએ, કે આપણું આ જીવન પણ તો ક્ષણભંગુર છે ક્યારે આપણું અસ્તિત્વ ઓગાળી જાય તે ખબર નથી તો જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી આપણે અન્યને મદદરૂપ થઈએ‌.

પતંગિયું શાંતિથી આપણું કામ કરવાનું શીખવે છે. કૂતરું વકાદારી શીખવે છે, તો હાથી આપણને શક્તિશાળી બનવા માટે પ્રેરણા આપે છે. તો નાનક્ડી કીડી આપણને બચતતના પાઠ શીખવે છે. તો વૃક્ષ આપણને છાંયો અને પક્ષી ઓને આસરો આપવાનું સૂચવી જાય છે.

આમ આપણો દ્રષ્ટિકોણ કંઈ શિખવા માટેનો હોય તો આપણે દરેકમાંથી કંઈ ને કંઈ જ્ઞાન મેળવીએ છીએ. તો સમગ્ર સૃષ્ટિ આપણી ગુરુ છે.

આ બધાં ગુરુઓથી પણ ઉચ્ચ સ્થાને જેને મૂકી શકીએ, તે ગુરુ છે આપણી માતા. એટલે જ તો કહેવાય છે એક માતા સો શિક્ષક બરાબર હોય છે, જે વસ્તુ દુનિયાની કોઈ વ્યક્તિ આપણને ના શીખવી શકે તે માં આપણને શીખવી શકે છે. અને કદાચ એટલે જ કહેવાયું છે.

સબ ધરતી કાગજ કહું,લેખન સબ વનરાજે, સબ સમુદ્ર કી શ્યાહી કરું, ગુરુ ગુણ લીખા ન જાય. . . !


Rate this content
Log in

Similar gujarati story from Inspirational