kiranben sharma

Fantasy Inspirational Others

4.0  

kiranben sharma

Fantasy Inspirational Others

સ્વપ્ન સંકેત

સ્વપ્ન સંકેત

2 mins
222


અવની રોજ રાતે શાંતિથી સૂઈ શકતી ન હતી. હમણાં કેટલાય દિવસથી અવનીને જાતજાતનાં સપનાઓ આવતાં હતાં. સપનામાં ભવિષ્યમાં જે બનવાનું હોય તેનો સંકેત મળતાં, જીવનમાં હવે શું થશે ? કેવા કેવા બનાવો બનશે ? તેની ખબર પડતી. 

અવની બીજે દિવસે સવારે ઊઠી, તેનું દૈનિક કાર્ય કરતી, ત્યારે અવનવા બનાવો જે આગલી રાતે સ્વપ્નમાં જોયાં હતાં, તે જ બનાવો બનતાં. આ વાત કોઈને કહી શકતી નહીં, તે મનમાં સ્વપ્ન સંકેતથી ખૂબ ડરી ગઈ હતી. તેના મનમાં ભીતી ભરાઈ ગઈ, મારી સાથે જ આવું શા માટે થાય છે ?

એક દિવસ હિંમત કરી પતિ અક્ષયને આ વાત જણાવી. અક્ષયે ઘણીવાર રાત્રે અવનીને ડરતાં, ચમકી, પરસેવે રેબઝેબ થતાં જોઈ હતી.

અક્ષયે અવનીને શાંતથી સમજાવતા કહ્યું - "અવની ! ડર નહીં, આપણે કોઈ સારા મગજનાં ડોક્ટરને બતાવીને સલાહ લઈએ." 

અવનીનાં મનને શાંતિ મળી, અક્ષયને જણાવ્યું એટલે સારું લાગ્યું, તેઓ ડોક્ટરને મળવા ગયાં, ત્યાં અવનીએ પોતાની સાથે બનતા બનાવની જાણ કરી, પોતાના સ્વપ્ન સંકેતની વાત જણાવી. 

ડોક્ટરે કહ્યું," અવની ! ક્યારેક માનવીનું મગજ થાકી ગયું હોય, કોઈ વાતને લઈને વધુ ચિંતિત રહેતું હોય, તો અવારનવાર તે કાલ્પનિક દુનિયામાં વિહરવા લાગે, તેની સાથે જે બનાવો બને, ત્યારે તે સ્વપ્નમાં જોયાં એમ લાગે."

ડોક્ટરે અવનીની પાછળની જિંદગી વિશે માહિતી મેળવી, નાનપણમાં જ અવનીએ માતા પિતાને ગુમાવ્યાં, કાકા કાકી પાસે કડક બંદોબસ્તમાં ઊછરી,જ્યારે અક્ષય સાથે તેનું લગ્ન થયું પછી અક્ષયને લઈને ખૂબ જ ચિંતિત રહેતી, તેથી જ અવનવાં, કંઈક ખરાબ થવાનાં વિચાર તેને દિનરાત સતાવતાં. તેને પરિણામે અવની સ્વપ્ન સંકેતમાં ફસાઈ ગઈ.

અક્ષયને નોકરીને લીધે અવનીને એકલી મૂકીને બહાર જવાનું થવાથી, અવની સતત માનસિક તણાવમાં રહેતી. અક્ષય ડોક્ટર સાથે વાત કર્યા પછી અવની સાથે વધુ સમય પસાર કરવાનું રાખતા, અવની માનસિક તાણમાંથી બહાર આવી, અક્ષયનો ભરપૂર પ્રેમ મળવાથી, તે સ્વપ્ન સંકેતની માયાજાળમાંથી બહાર આવી ગઈ.


Rate this content
Log in

Similar gujarati story from Fantasy