Minaxi Rathod "ઝીલ"

Drama Tragedy Inspirational

4  

Minaxi Rathod "ઝીલ"

Drama Tragedy Inspirational

સ્વપ્ન દ્રષ્ટિ

સ્વપ્ન દ્રષ્ટિ

3 mins
268


સ્વપ્નભરી દ્રષ્ટિ,

બની નવા જીવનની રાહ,

ગાડીની સ્પીડ અચાનક ધીમી પડી આરોહીની નજર રસ્તા પર આવતાં એક મોટા આલીશાન બંગલા પર પડી જેની ઉપર મોટા અક્ષરે 'જીવન આનંદ સેવાશ્રમ' લખેલું હતું.

આરોહી એ જોયુ આ એ જ બંઞલા જેવો લાગતો હતો જે એને વારંવાર સ્વપ્નમાં આવતો, પણ એક ધૂંધળો ચહેરો હજુ પણ તેની નજરમાં સ્પષ્ટ થતો ન હતો અને એ ઝબકી ને જાગી જતી હતી.

આજે એ દ્રશ્ય એ બંગલો બંને એની નજર સામે હતાં.

આરોહી બંગલાની અંદર જવાની પોતાની ઈચ્છા રોકી ના શકી. કોઈ અજાણી શક્તિ જાણે એને અંદર જવા પ્રેરિત કરી રહી હતી.

એ ગાડીની નીચે ઉતરી, સરસ મોટા દરવાજામાં એક નાનાં અધખુલ્લા દરવાજામાંથી એ બંગલાના અંદર પ્રવેશી. માળી સુંદર મજાના નાનક્ડા બગીચાની દેખરેખ રાખી રહ્યાં હતાં. રંગબેરંગી ફૂલો બગીચાની શોભા વધારી રહ્યાં હતાં.

થોડા વૃદ્ધ અને વૃદ્ધાઓ બાંકડા પર બેસીને પેપર વાંચી રહ્યાં હતાં અને વાતો કરી રહ્યાં હતાં. આરોહી બધું જોવામાં મગ્ન હતી ત્યાં જ બે નાનાં નાનાં ટાબરીયા દોડતાં દોડતાં આવીને હસવાની કિલકારી સાથે તેની આજુ બાજુ તેને પકડીને પકડદાવ રમવા લાગ્યા, અને એનું ધ્યાનભંગ થયું. તે કંઈક વિચારે તે પહેલા બાળકો અંદર જતા રહ્યાં. તે પણ બાળકોની પાછળ પાછળ બંગલાની અંદર પહોંચી.

અંદર જઈને જોયું તો સરસ મજાની બેઠક વ્યવસ્થા હતી. એક વૃદ્ધ દંપતી બાળકોને ભેગા કરીને કપડાની વહેંચણી કરી રહ્યાં હતાં. કપડાં લઈ બાળકો પણ ખુશી ખુશીથી તેમને ભેટી રહ્યાં હતાં. બાળકો ગરીબ વર્ગના લાગતા હતાં.

વૃદ્ધ દંપતીની નજર આરોહી પર પડી. એકબીજાની નજર મળી અને સ્મિતની આપ-લે થઈ. આરોહીએ તેમને પ્રણામ કર્યા. તેમણે આરોહીને એક રૂમ બાજુ ઈશારો કર્યો બેસવાનું કહ્યું. આરોહી તે રૂમ બાજુ ગઈ અને બારણું ખોલી અંદર બેસી તેની સામેજ એક ફોટો લટકાવેલો હતો તે ફોટાને જોઈ તે એકદમ સ્તબ્ધ બની ગઈ.

ફોટાની નીચે સ્વ. ડોક્ટર વિનીત રોય લખેલું હતું. આ એજ ધૂંધળો ચહેરો તેને અહી સ્પષ્ટ થતો દેખાતો હતો. તે ફોટા સામે જોઈ રહી હતી ત્યાં જ પેલા વૃદ્ધ દંપતી ત્યાં આવ્યા. તેમણે આરોહીને ત્યાં આવવાનું કારણ પૂછ્યું.

ઓરોહીએ તેમને સ્વપ્નમાં આવતી બધી વાત કરી. વૃદ્ધ દંપતીની આંખોમાં આરોહીની વાત સાંભળી આંસુ આવી ગયા. તેમણે કહ્યું કે વિનીત તેમનો દીકરો હતો. તે એક સેવાભાવી ડોક્ટર હતો.

તે ગરીબ, અનાથ અને ત્યજાયેલા લોકો માટે એક સેવાશ્રમ ખોલવા માંગતો હતો. જેથી તે આવા લોકોની સેવા કરી શકે. પરંતુ એક દિવસ એક ગોઝારો અકસ્માત થયો અને તેનું મૃત્યુ થયું. તેણે ચક્ષુદાન કરેલ હતું. વિનીત ના ગયા પછી અમે એકલા પડી ગયા અને વિનીતનું અધૂરું સ્વપ્ન પૂરું કરવા અમે અમારા બંગલાને જ "જીવન આનંદ સેવાશ્રમ" બનાવી દીધો. અને જરૂરિયાતમંદ લોકોની સેવા કરી રહ્યાં છીએ.

આરોહી એ તેમને કહ્યું કે તે જન્મથી જ અંધ હતી, આંખોનું ઓપરેશન થયું, અને તેને નવી આંખોની જે રોશની મળી હતી તે જ તેને અહીં આવવા મજબુર કરી રહી હતી.

વૃદ્ધ દંપતી આરોહીની આંખોમાં પોતાના દીકરાની આંખો ને નિરખી રહ્યાં હતાં !

આરોહી તેને મળેલી ડોક્ટર વિનીતની આંખોથી એમના સ્વપ્નની દુનિયા નિહાળી રહી હતી. અને ડોક્ટર વિનીતના આ સેવા કાર્યમાં આજીવન જોડાઈ ગઈ.

ડોક્ટર વિનીતની આંખો આજ પોતાની નજરથી પોતાની સ્વપ્નની દુનિયા નિહાળી રહી હતી.

ચક્ષુદાન મહાદાન.


Rate this content
Log in

Similar gujarati story from Drama