MITA PATHAK

Drama


2  

MITA PATHAK

Drama


સ્વનિર્ભર

સ્વનિર્ભર

3 mins 254 3 mins 254

એક પરિવાર પતિ પત્ની અને બે બાળકો સાથે રહે. પુત્રી કોલેજના પહેલા વર્ષમાં હતી. પિતા દરજી કામ કરતા ધંધો પણ સારો ચાલે પણ તેમને દિકરીના સગપણ પહેલાથી કરી દીધા હતા. હજુ સુમન થોડા દિવસ કોલેજ ચાલુ થયેલી ત્યા સુમન સાસરીમાંથી સંદેશો આવ્યો કે થોડા દિવસ સુમન ને રહેવા મોકલો. સુમન તેના પિતા ને કહેતી મારે આગળ હજુ અભ્યાસ કરવો છે પણ પિતા વાત ટાળતા અને બોલતા કે ભણી ને પણ સાસરે જ જવાનું છે. તેથી સુમન સાસરે અવાર નવાર જતી પણ સુમન ત્યા ગમ તું નહિ અને એ જયારે જયારે ત્યા જાય પણ બેચેન રહેતી એને લાગ તું કે મને અહીં સારી રીતે રાખશે નહિ એટલે તેને નકકી કરી ને પપ્પા ને વાત કરી. મારી પાસે સારુ વ્યવહાર કરતા નથી. સમાજ ના ડરથી પહેલા તેના પપ્પા ના પાડતા. પણ સુમનના સમજાવાથી પિતા સગપણ ફોગ કરીયા. અને લોકોને તો મોકો સગપણ ટુટી ગયા....ટુટી ગયા. તેથી પિતા થોડા દુ:ખી હતા. સુમન ને પણ તે વાત દુઃખ હતું આમ થોડા દિવસ ગયા. સમાજમાં સારુ નામ હોવાથી ફરી માંગા આવા લાગ્યા. એટલે સુમન આટલી જલદી બીજી જગ્યાએ જવુ ન હતું. પણ સમાજ અને પિતાને જોઈ ને તેને શેખર ને જોવા જવાનુ નકકી કર્યું.

શેખર ને પોતાનો બિઝનેસ અને માતા પિતા અને નાનાભાઈ હતો. ઘર પરિવાર સારુ છે તેવું લાગતા પિતા એ આગળ વાત વધારી. સુમન ને ડર હતો કે પહેલા જેવું તો નહિ હોય ને..પણ આમતેમ કરતા વેવિશાળ થઈ ગયા. સુમન અને શેખર એક બીજા ને સમજે તે પહેલા લગ્ન થયા.

 સુમન સાસરી જઇ ને બધુ સંભાળી લેવાની કોશિશ કરતી અને પોતાના પતિ પણ સાથ આપવા માટે તૈયાર હતી પણ સાસુ ને એવુ સેજ પસંદ ના આવીયુ. સુમન તો મનમા ભય સાથે રહેતી. સાસુ પણ સાફ શબ્દો માં કીધુ કે અમે કહીએ એવુ જ કરવાનુ. સુમન એવું પહેલા પણ સગપણ ફોગ થયા છે. ફરી મારા અને મારા પિતા ને પહેલા જેવી ખરાબ દિવસો ના જોવા પડે. એટલે સુમન ઘરમાંથી જેમ રાખે તેમ રહેતી પતિ પણ કંઈ સાંભળવા તૈયાર નહી. આખો દિવસ કામ કરી ને થાકી જતી સાસુ સસરા ને દિયર આખો દિવસ બેસવા ન દેતા. સુમનની રાતના છાની માની રડી લેતી. સુમન તેના પતિ ને રાત ના વાત કરે તો શાંતિથી સાંભળી લે પણ સવાર થતા જાણે તેને કંઈ જ ખબર જ નથી. સુમન  દુઃખ તો બહુ થ તું પણ કરે શુ.સુમન કઠણ મન કરી રહેવા નુ શરૂ કરીયુ.

આમ કરતા લગ્ન એકાદ બે વર્ષ નો સમય થયો હશે. તેવા માં તે મા બનવાની હતી.

એટલે થોડી ખુશ હતી કે હવે મને સારી રીતે શેખર સમજ શે અને રાખશે. મારા ઘર ના પણ મને પ્રેમથી રાખશે..પણ...પણ કોઈ ફરક ના પડ્યો. પતિ તેના બિઝનેસમા પ્રમાણિક નતો તેથી સુમન તેના પતિ ને સમજાવવાની કોશિષ કરી પણ તેના પતિ સાફ શબ્દો કીધુ  તુંંતારુ મોઢુ બંધ રાખ.

 સુમન પિતાને પોતાની દિકરી મા' બનવાની છે.તે જણાયું એટલે તે બીજે દિવસે સંદેશો મોકલ્યા વગર મિઠાઇ લઈ ને ગયા. સુમન ઘર નો ડોરબેલ વાગ્યો. તેની સાસુ માયે દરવાજો ખોલ્યો. અરે તમે ખબર આપ્યા વગર. સુમન પિતા ઘર આવી ને બેસે છે. સુમન કંઈ છે? તેવુ તેના પિતા એ પૂછ્યું,. પિતા ના અવાજ સાંભળીને સુમન વાસણ ધોતા ધોતા જ ભીના હાથે આવી ને પોતાના પિતા ને ભેટી પડે છે અને આસુ ડબ ડબ પડવા માંડે છે. સુમન કંઈ જ બોલી ના શકી.એટલે તેના સાસુ બોલીયા કે તમને બહુ દિવસે જોયા એટલે..પણ પિતા પોતાની દીકરી નો ચહેરો વાંચી લીધો.એટલે હુ સુમન ને મળવા આવ્યો તેવુ ના કહેતા લેવા આવ્યો છુ.તેની મમ્મી સુમન ને બહુ યાદ કરે છે. હુ તેને લઇ જવા આવ્યો છુ. જમાઈ ને બોલાવી ખબર અંતર પુછી ને તેના પિતા સુમન ને લઈને ઘરે આવે છે.

બે ત્રણ દિવસ પછી સુમન તેના પિતા ને બધી વાત કરે છે.તે જાણી તેના પિતા બહુ દુઃખી અને ચિંતિત થાય છે. હવે હુ શુ કરુ દિકરી ને મોકલુ કે નહિ ? ઉપર થી દુનિયા ફોલીખાય, હજાર મુખે હજાર વાત.સુમને હિંમત થીબહુ વિચાર કરી ને પોતાના પિતા ને કહી દીધુ કે હવે હુ પાછી જવ નહી.જે થવાનુ હોય તે થાય.હુ આગળ ભણીશ નહી તો હું તમારા કામ મદદ કરીશ. હું મારા પગ પર ઊભા રહીને મારા બાળક ને જન્મ આપીશ.પિતા પણ સાથ આપવા તૈયાર થયા. પછી બીજી બાજુ શેખર તેના બિઝનેસ ગફલત ની પોલીસ દ્વારા પૂછપરછ થઈ. , તે સાચુ બોલી જતા છ મહિના ની જેલ થઇ.આ બાજુ સુમન ઘર બેઠા જ પિતા ધંધા મા સારુ એવુ કમાવવા માંડી.એટલે તેણીને કોર્ટમાં છુટાછેડા ની અપીલ કરી. બીજી બાજુ સમય જતા તેને એક દીકરા ને જન્મ આપ્યો.અને આ બાજુ છુટાછેડા મંજૂર થયા.

 ત્રણ ચાર વર્ષ ખૂબ મહેનત કરી પોતાના પિતા ના ધંધા માં મદદ કરી. આમ પિતા ઉપર બોજ ન બનતા પુરતી મદદ કરી. પિતા પણ પુત્રી ના કમાણી તેની પાછલી જિંદગી માટે ભેગા કર્યા.

આમ સમય પસાર થઈ રહ્યો તો સુમન દિકરો પણ દિવસ દિવસે મોટો થઈ રહ્યો છે. તેનો દિકરો ખુબ ખુબ હોશિયાર ભણવામા છે. એટલે સુમન ને પોતાના દિકરા ખૂબ ભણાવો છે. ભણતર ઓછુ હોવાથી જોબ પણ સારી ન મળે.

 એક દિવસ તેને પેપર માં પોલીસ ની ભરતી વિશે વાંચીને તરત ફોર્મ ભરીયુ. એક બાજુ બાળક ને પણ સંભાળે અને મમ્મી ને પણ ઘર કામ મદદ કરતી. બીજી બાજુ પોલીસ માટે તેની ખૂબ તનતોડ મહેનત કરતી.સવાર મા ત્રણ વાગ્યે દોડવા જતી ..કસરત..વગેરે ની સાથે પિતા નુ કામ પણ કરે. આટલી મહેનત કરીને એટલે તેને સફળતા મેળવી જ અને પોલીસ મા ભરતી થઈ. બાળક ને નાના નાની સાથે મુકી તેને હિંમત રાખીને પોલીસ ની તાલીમ મેળવી .

તેની ખુબ મહેનત કરી ને તેમા પાસ થઈ.

 આમ તેને ટૂંક સમય મા પોલીસ ભરતી ની ઓફર આવી અને તેને જોબ મળી સાથે ગવર્નમેન્ટની રહેવાની જગ્યા મળી. એક વર્ષ એકલા રહીને જોબ કરી. પિતા ને પણ નિવૃત્તિ અપાવી પોતે તેના માતાપિતા અને બાળક ને લઈને સુમન પોતાનું જીવન સુખેથી જીવી રહી છે.


Rate this content
Log in