સવાશેર
સવાશેર


"આજકાલ ઠેર ઠેર ફૂટી નીકળેલા સોશિયલ ગૃપમાં વાર્તાઓ લખીને પરાણે બની બેઠેલા સવાશેરીયા નવોદિત લેખકોને લીધે સાહિત્યનું સ્તર ખૂબ નીચે આવી ગયું છે.! "ભૂતકાળમાં જેમની વાર્તાઓ બહોળો(?) ફેલાવો(?) ધરાવતા પખવાડીક(!) છાપાંઓમાં છપાતી હતી તેવા એક લેખકશ્રી બળાપો કાઢ્યો.
"આપની વાત સાચી છે, મહાશય. પણ એમ કરીનેય આ નવોદિત લેખકોને લાભ જ થયો છે, મોબાઈલ યુગના લીધે પરાણે નિવૃત્ત થઈ બેઠેલા પેલા છાપાઓમાં વાર્તાઓ લખવાવાળા સુજ્ઞ લેખકશ્રીઓ આજકાલ સાહિત્યસર્જનમાંથી પણ નિવૃત થઈને વિવેચનના રવાડે ચડ્યા છે, જેના લીધે આ નવોદિતોને ગમ્મત સાથે જ્ઞાન પ્રાપ્ત થાય છે.. !" મેં જવાબ આપ્યો.
તેઓએ મને તરત જ ટોક્યો અને કહ્યું, "આપના સંવાદમાં વાક્યસર્જનની ભૂલ છે..., આપ બોલ્યા, એમ કરીને ય...તેના બદલે આપે બોલવું જોઈએ..આવું થવાથી પણ...!"
મેં કાનની બુટ પકડીને મારી ભૂલ સ્વીકારી. મને મનોમન પેલા છાપાઓના તંત્રીઓ દયા આવી, ગુસ્સો ના આવ્યો. હાસ્તો, ગુસ્સો મારો સ્વભાવ જ નથી.