ભાર
ભાર
1 min
244
પરસ્પર લગ્ન કરવા માટે ગોઠવાયેલી પ્રથમ સામાજિક મુલાકાતમાં યુવતીએ યુવકને કહી નાખ્યું, "તમે મને ગમો છો, હું તમારી સાથે લગ્ન કરવા પણ તૈયાર છું, પણ મારી શરત એ છે કે હું ગળામાં મંગળસૂત્ર નહિ પહેરું !
આશ્વર્ય ચકિત થયેલા યુવકે પૂછ્યું, "કેમ ?"
"એ મંગળસૂત્રના ભારથી સામેની તરફ નમી જવાય છે, ને સતત નમેલા રહેવાથી ઘણાં બધાં દર્દ ઉત્પન્ન થાય છે, એ દર્દથી શરીર અને આત્મા બંને ખુબ પીડાય છે."
યુવતીના શબ્દો રસોડામાં ચા મૂકી રહેલી તેની માએ સાંભળ્યા અને વિચાર્યું, "કાશ....આ શબ્દો વર્ષો પહેલા હું બોલી શકી હોત !"