અનિરુદ્ધ ઠકકર "આગંતુક"

Drama

3  

અનિરુદ્ધ ઠકકર "આગંતુક"

Drama

કેદ

કેદ

1 min
215


પોતાની બહેનની ઈજ્જત બચાવવાના પ્રયાસ દરમિયાન આકસ્મિક રીતે થઈ ગયેલા ખૂનના ગુનામાં સંડોવાયેલો રમણીક દસ વર્ષે ઘેર પરત ફર્યો. તેને ચોગાનમાં પ્રવેશતો જોઈને સાંકળથી બાંધેલા શ્વાન જોરજોરથી ભસવા લાગ્યો. કૂતરાથી પરાણે બચતો રમણીક ઘરમાં પ્રવેશ્યો.

છાપું વાંચી રહેલા બાપે, પાળેલી બિલાડીને દૂધ પીવડાવી રહેલી માએ તથા વર્ષોથી પિયરમાં રિસામણે બેઠેલી બહેને (કે જે પેલા બહાર બાંધેલા કૂતરા માટે દૂધ બિસ્કીટ લઈ જઈ રહી હતી,) રમણીક સામે નફરત અને કરડાકી ભરેલી નજરે જોયું.

રમણીક ખૂણામાં પડેલી ખુરશીમાં પર બેઠો. તેને સખત ભૂખ લાગી હતી પણ કોઈએ તેની ભૂખ-તરસની દરકાર કરી નહિ, સૌ પોતપોતાનું કાર્ય કરતા રહ્યા. કોઈએ તેની સાથે વાત સુદ્ધાં કરી નહિ. મા વાસણ ઘસવા ગઈ, બહેન ઉપરના માળે જતી રહી. બાપ અંદરના ઓરડામાં સુવા જતો રહ્યો.

વાસણ ઘસી રહેલી માએ વધેલો ખોરાક રસ્તે રઝળતી ગાય માટે ઘર બહાર મૂકેલા વાસણમાં જઈને નાંખ્યો અને પરત આવી.

યુવક ઊઠ્યો, તેણે વિવિધ વાસણોમાં પડી રહેલું કૂતરા અને ગાયના ભાગનું ખાવાનું ખાઈ લીધું, બાદમાં...ઘરનું ચોગાન, પછી શેરી અને છેલ્લે શહેર છોડી ગયો.

તેને યાદ આવ્યું. તે જેલમાંથી છૂટયો ત્યારે જેલરે કહેલું, "એકવાર આ જેલમાં આવી જાય તેના માટે અસલી કેદ આખરે બહારની જિંદગી છે, લોકોની આંખો અહીંની અદાલતો કરતા વધુ ઝડપી હોય છે, હરપળ નફરત ભરેલા ફેંસલા સંભળાવતી હોય છે."


Rate this content
Log in

Similar gujarati story from Drama