અનિરુદ્ધ ઠકકર "આગંતુક"

Others

3  

અનિરુદ્ધ ઠકકર "આગંતુક"

Others

ધુમાડો

ધુમાડો

1 min
192


અભ્યુદય હિમાલયની ગોદમાં શુદ્ધ હવા, પાણી અને પ્રકૃતિ સાથે જીવેલો, ભણેલો. બાદમાં તેણે દહેરાદુનમાં ઉચ્ચત્તર અભ્યાસ કર્યો અને છેલ્લે યુપીએસસી પાસ કરીને સરકારી જોબ પણ મેળવી લીધી. ક્લાસ વન અધિકારી તરીકે તેની નિમણુક રાજધાની દિલ્હીમાં થઈ. નોકરી શાનદાર હતી. પણ અહીંની હવા અને એ હવામાં રહેલો ધુમાડો તેને ગુંગળવતો હતો.

આજે નોકરીએથી અભ્યુદય હજી ક્વાટર પર પહોંચ્યો જ હતો કે તેની માતાનો કોલ આવ્યો. તેની તબિયતને લગતા તમામ સવાલો બાદ માએ લીસ્ટ સંભળાવ્યું,"જો બેટા, વિનોદકાકા દિલ્હી આવતા હતા તો તેમની સાથે મેં હાથે બનાવેલા છોલે, બાજરાની રોટી, ગુડ પનીર, ચાવલ(મસાલા સાથે એક રીતે તળેલા બટાકા) અને ઘેર બનાવેલા અન્ય સૂકા નાસ્તા તૈયાર કરીને તારા માટે મોકલ્યા છે, બહારનુ બહુ જમતો નહિ !"

પોતાની બેચેની છુપાવીને અભ્યુદયે 'હા એ હા' કર્યા કર્યું. 

અંતે....

મા ફોન મૂકવા જ જતી હતી ત્યારે તે ધીમેથી બોલ્યો, "મા તું આવે ત્યારે ત્યાંનો થોડોક પવન !"

માએ અધકચરું સાંભળીને, તેની વાત વચ્ચેથી કાપતાં તરત જવાબ આપ્યો, "હા...બેટા...હું અને તારા પપ્પા દિલ્હી આવીએ એટલે જરૂર કરાવીશું તારા ઘેર હવન..,ચિંતા ના કરતો.!" બોલીને માએ ફોન કટ કર્યો.

રૂમમાં જાણે વધુ ધુમાડો અનુભવ્યો હોય એમ અભ્યુદયને ખાંસી ઉપડી.


Rate this content
Log in