સવારની ચ્હા
સવારની ચ્હા
માર્કંડ રાય બૂચ અને જનક્સુતા બૂચ. કહેવાય છે કે જોડીઓનું નિર્માણ સ્વર્ગમાં જ થતું હોય છે અને પછી પૃથ્વી ઉપર તે જોડીઓનું મિલન થતું હોય છે. આમાંન્યતા માર્કંડ રાય અને જનક્સુતા બેનના કિસ્સામાં તદ્દન સાચી પૂરવાર થઈ હતી. માર્કંડ રાય જીવનની સંધ્યાએ પહોંચી ચૂકેલા અને લગભગ ૭૫ વર્ષની આયુમાં પણ સારું શરીર સૌષ્ઠવ જાળવી રાખ્યું હતું. જનક્સૂતા બેન લગભગ ૭૦-૭૨ વર્ષની ઉંમરે પણ જાજરમાન લાગતાં હતાંં. લગ્ન વેદિ ના ૭ ફેરા ને ૫૦ વર્ષ પૂરા થઈ ચૂક્યા હતાં પણ આજે પણ માર્કંડ રાય અને જનકસુતા બેન, પહેલાં તો એક સારા અને ઘનિષ્ઠ મિત્ર, એક પ્રેમી અને પ્રેમિકા અને તે પછી એક પતિ અને પત્નીનીમાંફક રહેતા હતાં. બેંક ઓફ બરોડામાં ઉચ્ચ હોદ્દા ઉપરથી નિવૃત્ત થયેલા માર્કંડ રાય પૈસે ટકે ખૂબ જ સુખી અને જનક્સુતા બેન પણ ભણેલા હોવા છતાં તેમણે ઘર અને તેમનો વસ્તારને સંભાળવાનું બીડું ઝડપ્યું હતું. માર્કંડ રાય અને જનક્સુતા બેન ને તેમના સુખી દામ્પત્ય જીવન થકી એક પુત્ર, હર્ષાંગ હતો. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનીમાંનદ પદવી મેળવી ને તે ઉજ્જવળ ભવિષ્યમાંટે કેનેડા જઈ ને વસ્યો હતો. તેના પણ પરિવારમાં પત્ની ભામિની અને એક પુત્રી ખનક હતાંં. વર્ષે કે બે વર્ષે હર્શાંગ અને તેનો પરિવાર તેમનામાંતા પિતાની ખબર કાઢવા ભારત આવતા અને એકાદ મહિનો રોકાઈ ને પરત કેનેડા જતાં. આમ માર્કંડ રાય અને જનક્સુતા બેન જિંદગીની લીલી વાડી જોતા જોતા, હરિ સ્મરણ કરતા કરતા સુખેથી બાકીની જિંદગીમાંણી રહ્યા હતાંં.
એક નાના પણ સુંદર ફ્લેટ ને તેમણે એક પંખી નામાંળા જેવું નિવાસ્થાન બનાવ્યું હતું અને એ ફ્લેટની બાલ્કની એટલે તેમના નિવાસસ્થાનનું મુખ્ય જમાપાસું. નેતરની બે આરામ ખુરશી અને કાચનું એક નાનું ટેબલ. ૧૦માંમાંળના ફ્લેટની બાલ્કનીમાંથી જામનગરનો લાખોટો અને રણમલ તળાવની પાળ ઉપર આવેલા બાલા હનુમાન મંદિરની ૨૪ કલાક ચાલતી રામધૂન હંમેશા મનને પ્રફુલ્લિત કરે રાખતી હતી.
માર્કંડ રાય અને જનક્સુતા બેને એક વણલખ્યો નિયમ બનાવ્યો હતો. રોજ સવારે ચ્હા માર્કંડ રાય પોતે બનાવે અને પછી બંને પતિ પત્ની બાલ્કનીમાં બેસીને સાથે ચ્હા પીવે. આ નિયમ છેલ્લા ૨ દાયકાથી ચાલ્યો આવતો હતો. ગમે તે હોય પણ માર્કંડ રાયે આ નિયમનું ચુસ્ત પણે પાલન કર્યું હતું. બાલ્કનીમાં ચ્હા પીતાં પીતાં સહેજે એકાદ કલાકનો સમય તેઓ બંને દેશ દેશાવરની ચર્ચા, સગાં વહાલાંની વાતો, તે દિવસે કયા કામો કરવાનાં છે, રસોઈયાને શું સૂચના આપવાથી લઈ ને હળવી મજાક મશ્કરી પણ ખરી. કદાચ તેમનો આ એક કલાક તેઓ બંનેની અત્યાર સુધીની જિંદગીનું મહામૂલું રોકાણ હતું અને આવનારી બાકીની જિંદગીનો ચિતાર આપતો હતો. અને હા..આના સિવાય બીજો પણ એક નિયમ હતો અને તે એવો હતો કે બંને પતિ પત્ની સાથે જ બહાર જાય અને આવે, પછી જનક્સુતા બેન નું કામ હોય કે ના હોય, માર્કંડ રાય તેમને સાથે જ લઈ જતા. ફ્લેટ ના બીજા રહીશો પણ આ વૃદ્ધ યુવાન યુગલને જોઈને ખૂબ ખુશ થતા.
બીજા બધા દિવસોનીમાંફક આજે પણ સવારે માર્કંડ રાયે જનક્સુતા બેન ને ઉઠાડ્યા. "જનું બેન, ઊઠો છો ને ? ચ્હા બનાવું છું ત્યાં સુધી ફ્રેશ થઈ જાઓ..." (માર્કંડ રાય જનક્સુતા બેન ને કાયમ "જનું બેન" ના નામથી સંબોધતા હતાં)... જનક્સુતા બેને કોઈ પ્રતિભાવ ના આપ્યો. એટલે માર્કંડ રાયે ફરી પાછો ટહુકો કર્યો. "જનું બેન, કેમ આજે આમ છે ? તબિયત તો સારી છે ને ?"...…જનક્સુતા બેને આંખો ઉઘાડી અને માર્કંડ રાય સામે જોઈ ને થોડા થાકેલા સ્વરથી જવાબ આપ્યો. "આજે થોડું માંથું ભારે લાગે છે, પણ વાંધો નહિ..હું ઊઠું છું અને હા...આજે ચામાં આદુ થોડું વધુ નાખજો, આદુ વાળી ચ્હા પીશ એટલેમાંથું ઉતરી જશે"..માર્કંડ રાય નો સ્વર થોડો ચિંતિત થઈ ગયો. "કેમ એમ થયું, જનુંબેન ? લાવો, હું થોડો બામ ઘસી આપું એટલે સારું લાગશે, ચ્હા થોડી વાર પછી મૂકીશ"..આટલું કહી ને માર્કંડ રાયે ખાટલા ને અડી ને આવેલા નાના કબાટ ના પહેલા ખાનામાંથી બામની શીશી કાઢી, એક આંગળીથી થોડો બામ લઈને જનક્સુતા બેનના કપાળ ઉપર હળવે હળવે ઘસવા લાગ્યા. "આમ ને આમ ઘસશો તો તો થઈ રહ્યું,માંથું ઉતરશે જ નહીં, થોડું જોર આપો ને...કાયમ તમને કહું છું કે આટલા વર્ષોમાં ચ્હા બનાવતા શીખ્યા પણ બામ ઘસતાં ના આવડ્યું".. જનક્સુતા બેને હળવી રમૂજ કરી.."અરે જનું બેન, રખે ને હું જોરથીમાંથું દબાવું અને તમારા કપાળ ઉપર ખાડા પડી જાય તો આટલા વર્ષેમાંરે બીજા કોને શોધવા ?"..માર્કંડ રાયે પણ હળવી શૈલીમા જ પ્રત્યુત્તર આપ્યો અને ખડખડાટ હસી પડ્યા. જનક્સુતા બેને પણ સામું હાસ્ય વેરી ને એક મીઠી ધમકીના સૂરમાં બોલ્યાં..."તમે જાવ તો ખરા. ટાંટિયા જ ભાંગી નાખું..અને તમે આ ભ્રમમાં ન રાચશો કે તમને આ ઉંમરે કોઈ મળશે, તમારા નસીબમાં તો આ જનું બેન જ છે. આટલું ભોગવ્યું છે તો થોડું વધારે.." અને એક ખડખડાટ હાસ્ય તે ઓરડામાં પ્રસરી રહ્યું હતું.. જનક્સુતા બેનનુંમાંથું ઉતરી ગયું હતું..બામ ઘસવાથી નહીં પરંતુ હાસ્યની અમુક છોળોથી. બાલ્કનીમાં બેસી ને આદુ વાળી ચ્હા ને ન્યાય આપી, આમતેમની વાતો કરીને પોતપોતાના રોજિંદા કાર્યોમાં ઓતપ્રોત થઈ ગયા માર્કંડ રાય અને જનક્સુતા બેન.
બપોરે જનક્સુતા બેન ને થોડો તાવ અને અશક્તિ જેવું લાગવા માંંડ્યું. તાવ માંપ્યો તો ૧૦૧°. માર્કંડ રાયે તરત જ તેમના ફેમિલી ડોક્ટર ને તાકીદ કરી અને ઘરે આવવા જણાવ્યું. ૧૫ મિનિટમાં જ ડો. યજ્ઞેશ હાથી આવી પહોંચ્યા. પ્રાથમિક તપાસ બાદ ડૉ. હાથી એ અમુક પરીક્ષણ કરવાનું કહ્યું અને જરૂરી સૂચનાઓ આપીને ત્યાંથી વિદાય થયા. માર્કંડ રાયે નજીકની પેથોલોજી લેબોરેટરીમાં ફોન કરી ને બીજા દિવસે સવારનો સમય નક્કી કરી લીધો. છૂટક છૂટક તાવ ઉતર ચડ થતો રહ્યો અને આમ દિવસ પણ પૂરો થયો.
રાબેતા મુજબ બીજા દિવસે સવારે માર્કંડ રાયે જનક્સુતા બેન ને ઉઠાડ્યા, પણ આજે તેમની ચ્હા બાલ્કનીમાં નહીં પણ તેમના ઓરડામાં જ આવી. બંને એ સાથે ચ્હા પીધી. "કેવું લાગે છે જનું બેન ? તબિયત શું કહે છે ? લાવો જરા તમારો તાવ માંપી લઉં..." માર્કંડ રાયે તાવ માપી જોયો...તાવ હતો પણ ઓછો હતો...૯ વાગ્યા ને ટકોરે લેબોરેટરીનો મદદનીશ આવી ગયો અને જનક્સુતા બેન ના લોહી ના નમુના લઈ ને ગયો. બપોરે માર્કંડ રાયે હર્ષાંગ ને કેનેડા ફોન કરી ને જનક્સુતા બેનની તબિયતની જાણ કરી દીધી. દિવસ જેમ તેમ પસાર થયો. સાંજે જનક્સુતા બેન ના લોહી ના પરીક્ષણ નો રિપોર્ટ સીધો જ ડૉ. હાથી પાસે આવ્યો. ડૉ. હાથી થોડા ચિંતાતુર વદને રિપોર્ટ વાંચી સમજી રહ્યા હતાં. તેઓ સીધા જ માર્કંડ રાય ના નિવાસ્થાને રિપોર્ટ લઈ ને આવી ગયા..."શું છે રિપોર્ટમાં ?. કંઈ ચિંતા જેવું તો નથી ને, ડૉ. સાહેબ ? જનું બેન ને કંઈ છે તો નહીં ને ?"...…એક સાથે અસંખ્ય સવાલ પૂછી લીધા માર્કંડ રાયે. ડો. હાથી એ થોડો ઊંડો શ્વાસ લીધો અને પોતે પણ મનમાં શબ્દો ગોઠવી ને..."હજી બીજા પરીક્ષણ કરાવવા પડશે..આ રિપોર્ટ ઉપર થી હજી કઈં સ્પષ્ટ થતું નથી...હું બીજા પરીક્ષણ લખી આપું છું, પછી આપણે આગળ નું વિચારીએ". માર્કંડ રાય એ થોડા અધીર થઈ ને એમાં ચિંતા નો ઉમેરો કરી ને. "શું સ્પષ્ટ નથી થતું ડૉ. હાથી ? મને કંઈક સમજાવશો તમે કે શું પરિસ્થિતિ છે ? ખાલી તાવ જ આવે છે, એમાં શું સ્પષ્ટ નથી થતું ?"...માર્કંડ રાય નો અવાજ થોડો ઊંચો થઈ ગયો પરંતુ ડૉ. હાથી તેમના જૂના મિત્ર તેમજ ફેમિલી ડોક્ટર પણ હતાં એટલે તેમણે માર્કંડ રાયની અધીરાઈ ને હળવે થી લઈ ને, હાથ ના ઈશારા થી થોડી ધરપત રાખવાનું કહી ને ત્યાં થી વિદાય થયા. માર્કંડ રાય ફરી પાછા જનક્સુતા બેન ના બિછાને આવી ને બેઠા અને તેમના કપાળ ઉપર હળવેકથી હાથ ફેરવી ને વાત્સલ્ય સભર સ્વરે..."શું જનું બેન, તમે ઘાયલ થઈ ગયાં ? કઈં નથી થયું તમને, સમજ્યા ? આ તો તમે કોઈ દિવસ આરામ કર્યો નહોતો એટલે મહાદેવે તમને બળજબરી થી સુવાડ્યા છે, બાકી કઈં નથી થયું તમને. જલ્દી સાજા થઈ જાવ એટલે પેલી સાઉથ ઈન્ડિયન હોટેલમાં તમારો ભાવતો અને મનગમતો મસાલા ઢોસા ખાવા જઈશું"..અને આ સાંભળી ને ૭૨ વર્ષ ના જનક્સુતા બેન ના ચહેરા ઉપર એક ૧૦ વર્ષની બાળકી ના ચહેરા ઉપર જે ખુશી હોય તેવી ખુશી ઉભરી ઉઠી..."હા હા, ચોક્કસ...પણ એક શરતે...તમે દર વખતેમાંરા ઢોસામાં થી તમે અડધો મસાલો તો એમ ને એમ જ ચટકાવી જાઓ છો અનેમાંરા ભાગે પછી ઢીલો પોચો ઢોસો જ રહે છે. આ વખતે તો હું તમને આપવાની જ નથી..." મીઠા છણકા સાથે જનક્સુતા બેને એક નવોઢા ને પણ શરમાવે તેવી આંખોની અદા થી માર્કંડ રાય સામું જોયું. માર્કંડ રાય પણ એમ હાર સ્વીકારે એવા નહોતા.."અરે જનું બેન, તમને શું ખબર. એક ઢોસામાં થી અડધો અડધો પતિ પત્ની ખાય તો તેમનો પ્રેમ વધે અને તમને તમારા ઢોસા ના મસાલાની ચિંતા છે ? આ ખોટું કહેવાય.." અને બંને જણ એક બીજા ને તાળી આપી ને હસી પડ્યા..તે ૧૪ x ૧૨ ના ઓરડામાં ખુશી નું સામ્રાજ્ય ફરી વળ્યું.
બીજા દિવસે ફરી પાછા પરીક્ષણ અને સાંજે રિપોર્ટ. . ડૉ. હાથી માર્કંડ રાય ના ફ્લેટ ના દીવાનખંડમાં બેઠા હતાં હાથમાં રિપોર્ટ લઈને અને તેમની સમક્ષ બેઠા હતાં માર્કંડ રાય.. બંનેના ચહેરા ઉપર ચિંતા નામક દુર્જન એ ભરડો લઈ લીધો હતો..."માર્કંડ, ભાભીના રિપોર્ટ સારા નથી.. આપણે એક કામ કરીએ, કાલે હું કેન્સર નિષ્ણાત ડૉ. સૌરીન પરીખ નો સમય લઈ લઉં છું..ભાભીના રિપોર્ટ તેમને બતાવીશું અને પછી આગળ નું વિચાર કરીએ. "...માર્કંડ રાયના કાન ઉપર એક જ શબ્દ પડ્યો. "કેન્સર"...હચમચી ગયા માર્કંડ રાય..શું કહેવું તે સૂઝ્યું જ નહીં તેમને. "ડૉ. હાથી, આ તાવમાં કેન્સર ક્યાં થી આવ્યું ? તમારી કંઈક ગફલત થતી લાગે છે..તમે રિપોર્ટ તો બરાબર જોયા છે ને ?" માર્કંડ રાય ના મોઢાં ઉપર રીતસર નો તણાવ ફેલાય ગયો..એકદમ શાંત અને સરળ સ્વભાવ ના માર્કંડ રાય આજે થોડા આકુળ વ્યાકુળ થઈ ગયા..અવાજ તેમનો તરડાઈ ગયો. "માર્કંડ, હજી કઈં કહેવાય નહિ, તું ચિંતા ના કર. આપણે ફક્ત ડૉ. પરીખ ને આપણા સંતોષ ખાતર રિપોર્ટ બતાવી જોઈએ..અને હું ઈચ્છું કે હું ખોટો પડું".. ડૉ. હાથી એ સમજાવટ ભર્યા સ્વર થી માર્કંડ રાય ને શાંત પાડયા અને પછી તેમની બેગ લઈ ને ધીરે પગલે ફ્લેટની બહારનીકળી ગયા.
ડૉ. પરીખ ના દવાખાના ના સ્વાગત કક્ષમાં માર્કંડ રાય, ડૉ. હાથી અને જનક્સુતા બેન તેમના વારાની રાહ જોતા બેઠા હતાં. સન્નાટો હતો માર્કંડ રાય ના મનમાં..ઘડીક ઉપર તો ઘડીકનીચે તો ઘડીક જનક્સુતા બેન તરફ જોઈ ને તેમની હથેળી ઉપર પોતાનો હાથ મૂકી ને આંખની પાંપણોનીચી કરી ને જાણે કહી રહ્યા હોય..."જનું બેન, ચિંતા ના કરો. હું છું ને તમારી સાથે. ". મનમાં ને મનમાં ચાલી રહેલા વાર્તાલાપ ને અચાનક ભીંત ઉપર ના એક યંત્ર એ રોક લગાવી. તેના ઉપર જે ક્રમાંક ઝબૂક્યો તે માર્કંડ રાયનો હતો. ત્રણેય જણાં ડૉ. પરીખની વાતાનુકૂલિત કેબિનમાં પ્રવેશ્યા. પ્રાથમિક ઓળખાણ આપી ને ડૉ. હાથી એ રિપોર્ટ ડૉ. પરીખની સામે ધર્યા. ડૉ. પરીખ આંખો ઝીણી કરી ને ઝીણવટ થી રિપોર્ટનો અભ્યાસ કરતા રહ્યા. પાંચ મિનિટના ગહન અભ્યાસ પછી ડૉ. પરીખ એ પોતાની બુક કાઢી ને તેના ઉપર કઈં લખ્યું અને ડૉ. હાથી ને આપ્યું.."આ રિપોર્ટ અહીં જ થશે. હમણાં જ કરાવી લો...પછી આપણે જોઈએ કે શું કરવાનું છે..." ડૉ. પરીખ એ પોતાના સહાયક ને બોલાવી ને જનક્સુતા બેન ને લઈ જવાનું કહ્યું. અડધો એક કલાક એમ જ પસાર થયો...અને રિપોર્ટ જેવો ડૉ. પરીખ પાસે આવ્યો એટલે તેમણે સૌ પ્રથમ ડૉ. હાથી ને બોલાવ્યા...૧૦ મિનિટ પછી ડૉ. હાથી એ માર્કંડ રાય ને અંદર આવવાનો ઈશારો કર્યો...માર્કંડ રાય બીજી મિનિટ ડૉ. પરીખ સમક્ષ બેઠા હતાં..કેબિનમાં સ્મશાનવત શાંતિ હતી. "માર્કંડ ભાઈ, રિપોર્ટ આવી ગયો છે અને મે અને ડૉ. હાથી એ રિપોર્ટ જોઈ સમજી લીધા છે.. ડૉ. હાથી, આપ જ માર્કંડ ભાઈ ને સમજાવી દો કે રિપોર્ટમાં શું છે. " ડો. પરીખ એ રિપોર્ટ ડૉ હાથી ને આપી ને તેમને સૂચન કર્યું.. ડૉ. હાથી એ રિપોર્ટ હાથમાં લઈ ને માર્કંડ રાય સમક્ષ મોઢું કરી ને..."જો માર્કંડ, વાત જાણે એમ છે કે ભાભીને કેન્સરનું નિદાન થયું છે અને તે પણ ત્રીજા સ્ટેજમાં છે. આપણી પાસે સમય ઘણો ઓછો છે...". ..ગરમ સીસું કોઈ એ કાનમાં રેડી દીધું હોય તેવો ભાસ થયો માર્કંડ રાય ને..ખુરશીના બંને હાથા જોરથી પકડી લીધા..ધરતી જાણે કે ગોળ ગોળ ફરતી હોય એવું લાગ્યું...પોતાના સાંભળવા ઉપર વિશ્વાસ ના બેઠો એટલે તેમણે ડૉ. પરીખની સામે જોઈ ને પૂછ્યું.."શું ડૉ. હાથી જે કહે છે તે સત્ય છે ?" ખૂબ જ જોર પડ્યું માર્કંડ રાય ને આ સવાલ પૂછતાં. .."હા, આપણી કમનસીબી એ આ સત્ય છે"... ડૉ. પરીખ એ પોતાનો જવાબ આપી દિધો. માર્કંડ રાય ના મોઢાં ઉપર જાણે કે હજારો વીંછી ફરી વળ્યા હોય તેવો ભાસ થયો. ધીમેથી બાજુમાં બેઠેલા ડૉ. હાથીનો હાથ પકડી લીધો... ડૉ. હાથી સમજી ગયા હતાં કે માર્કંડ રાય આ સત્ય સ્વીકારી નથી શક્યા.. તેમણે તેમનો હાથ માર્કંડ રાય ના હાથ ઉપર મૂકી ને સાંત્વના ભરી નજર થી તેમની સામે જોયું...માંડમાંંડ કેબિનની બહારનીકળ્યા...સામે જ બાંકડા ઉપર જનક્સુતા બેન બેઠા હતાં. માર્કંડ રાય તેમની બાજુમાં જઈ ને બેસી ગયા. "મેં કહ્યું હતું ને જનું બેન કે કંઈ નથી તમને..કંઈ જ નથી. શરીરમાં થોડી અશક્તિ છે તેને લીધે આ તાવ આવી ગયો છે..ચાલો ચાલો ઘરે" માર્કંડ રાય એ હતી એ સઘળી હિંમત એકઠી કરી ને જનક્સુતા બેન ને બનાવટી હાસ્ય સાથે તેમનો રિપોર્ટ કહ્યો.."હા હા, મને પણ ખબર જ હતી કે કંઈ નહીં હોય. આ ડોક્ટરો તો અમથા જ રિપોર્ટ ના રવાડે ચડાવી દે"... જનક્સુતા બેન પણ એકદમ રાજી ના રેડ થઈ ગયા..માર્કંડ રાય નો હાથ પકડી ને ઊભાં થયા અને દવાખાનાની બહાર નીકળી ગયા.
દિવસો વિતતા ચાલ્યા.. જનક્સુતા બેનની તબિયત ઉતર ચડ ઉતર ચડ થવા લાગી હતી..આ મહારોગ પણ તેનો ભરડો જનક્સુતા બેન ઉપર લઈ રહ્યો હતો..એક દિવસ સવારે રોજિંદા ક્રમ મુજબ માર્કંડ રાય જનક્સુતા બેન નો હાથ પકડી ને તેમને ટેકો આપી ને બાલ્કનીમાં ખુરશી ઉપર બેસાડ્યા અને પછી એક તાસકમાં ચ્હા ના ૨ પ્યાલા લઈ ને આવ્યા..ચા પીતા પીતા..."જનું બેન, આજે એક કામ કરીએ...હું ટેક્સી ભાડે કરી લઉં આજે અને પછી આપણે બંને શહેરમાં લટારમાંરીએ અને વળતી વખતે તમારી મનગમતી સાઉથ ઈન્ડિયન હોટેલમાં મસાલા ઢોસા ખાઈ ને ઘરે આવીશું. કેમ લાગે છે ?".. જનક્સુતા બેન ને તો ભાવતું'તું ને વૈદે કીધું...એકદમ બાળ સહજ ચમક આવી ગઈ તેમની આંખોમાં..."અરે હા..કેમ નહીં...ચાલો જઈએ. પણ મારી શરત યાદ છે ને તમને ? માંરા ઢોસામાંથી તમને હું એક ચમચી પણ મસાલો નહીં આપું. તમારે ખાવો હોય તો બીજો મગાવી લેજો..." માર્કંડ રાય જોરથી હસી પડ્યા. "જનું બેન, તમારો ઢોસો તમને જ મુબારક...ખાજો તમતમારે...બસ ? હવે ખુશ ?". ધીરે થી જનક્સુતા બેને તેમનો હાથ માર્કંડ રાય ના હાથ ઉપર મૂક્યો. તેમની આંખો તેમના આંસુ નો ભાર સહન ના કરી શકી અને ૨-૩ અશ્રુબિંદુ ઓ તેમના કરચલી વાળા ચહેરા ઉપર સરકવા લાગ્યા.."બહુ ધ્યાન રાખો છો મારું..અને હું કઈં નથી કરી શકતી..સવારે ચ્હા પણ આટલા વર્ષોથી તમે જ પીવડાવો છો. તમે સાજા હોવ કે માંંદા હોવ, તમારા નિયમમાં કોઈ ફેર નથી પડ્યો..." માર્કંડ રાય ભીતરથી સમસમી ગયા..હૃદય ઉપર એક હજાર મણનો પત્થર મૂકી ને શક્ય હોય તેટલી હિંમત એકઠી કરી ને "શું વાત કરો છો જનું બેન ? તમે જે કર્યું છે માંરા માટે તેની સામે સવારની ચ્હા તો એક નાના કણ સમાન છે..તમારે એવું બોલાય જ નહીં...અને હું પણ તમને વચન આપું છું કે સવારની ચ્હા નો નિયમ કોઈ દિવસ નહિ તૂટે. આપણે સાથે જ હંમેશાં ચ્હા પીશું. " માર્કંડ રાય ખાલી પ્યાલા લઈ ને રસોડામાં આવી ને મોઢું દબાવી ને તેમનું ડૂસકું દબાવવાની નાકામ કૌશીશ કરી. ખેર..તે દિવસ પણ પૂરો થયો.. જનક્સુતા બેન બહુ જ ખુશ હતાં આજે..અને કેમ નહીં. આજે તેઓ એ તેમને ભાવતો મસાલા ઢોસા ખાધો હતો.
આજે સવારથી જનક્સુતા બેનને ઠીક લાગી રહ્યું ન હતું..ખૂબ જ બેચેન હતાં..ક્યાંય મન નહોતું લાગતું. એક બે વખત ઉલ્ટી પણ થઈ ચૂકી હતી..માર્કંડ રાયે ડૉ. હાથી ને ફોન કરીને બોલાવી લીધા હતાં. ડૉ. હાથી ને અંદેશો આવી ગયો હતો. તેમણે માર્કંડ રાય ને બાજુ ના ઓરડામાં જઈ ને કહ્યું. "માર્કંડ, મને નિશાની સારી નથી લાગતી..ભાભીની તબિયત લથડતી જાય છે..તારે હર્ષાંગ ને બોલાવી લેવો જોઈએ..વાર ના કરીશ. ". ફોન થઈ ગયો હતો કેનેડા..અને ત્યાંથી હર્ષાંગ તાત્કાલિક નીકળી પણ ગયો. એક બે દિવસ નીકળી ગયા. હવે જનક્સુતા બેન એ હાથ હેઠા મૂકી દીધા હતાં. . હર્ષાંગ પણ પહોંચી ગયો હતો...ઓરડામાં માર્કંડ રાય અને હર્ષાંગ, જનક્સુતા બેનના બિછાને બેઠા હતાં..ધીમે ધીમે શ્વાસ ચાલી રહ્યા હતાં. વાતાવરણમાં ગમગીની પ્રસરેલી હતી. અચાનક જનક્સુતા બેન એ ધીરે થી આંખો ઊંચી કરી ને માર્કંડ રાય સામે જોયું અને એક ઈશારો કર્યો. માર્કંડ રાય એ ઈશારો સમજી ગયા..ઊભાં થઈ ને ધીરે પગલે રસોડામાં ગયા..૫-૧૦ મિનિટ પછી માર્કંડ રાય ફરી પાછા ઓરડામાં આવ્યા તો તેમના હાથમાં ૨ ચ્હા ના પ્યાલા હતાં..ધીરેથી સ્મિત આપ્યું જનક્સુતા બેને..તેમને ટેકો આપી ને બેસાડ્યા અને રકાબીમાં ચ્હા રેડી ને માર્કંડ રાય તેમને પીવડાવવા લાગ્યા..એક રકાબી..બીજી રકાબી...ચા પૂરી થઈ. અને જનક્સુતા બેને માર્કંડ રાય સામે જોયું...આજે શબ્દો નહીં પરંતુ આંખો વાત કરી રહી હતી..અશ્રુઓની ધારા વહેતી થઈ અને કઈ કેટલા ના બોલાયેલા શબ્દો રચતી ગઈ..કપાળે હાથ મૂક્યો છે માર્કંડ રાયે જનક્સુતા બેન ના..."જનું બેન, શું થાય છે ? ચ્હા બરાબર હતી ને ? આદું પણ નાખ્યું હતું..તમને ભાવે છે ને. એટલે"... જનક્સુતા બેને પોતાની હથેળી ઊંચી કરી ને "સરસ છે"ની મુદ્રામાં આંગળી ઊંચી કરી, અને...ધીરેથી માંથું ઢાળી દીધું. માર્કંડ રાય જનક્સુતા બેનનો હાથ પકડી ને જોઈ રહ્યા..એક શૂન્યાવકાશ હતો તેમની આંખોમાં..એક ફરિયાદ હતી તેમની આંખોમાં...જાણે કહી રહી હતી..."જનું બેન, આપણે હંમેશા સાથે જ બહાર જતાં, યાદ છે ને ? તો આજે તમે નિયમ કેમ તોડ્યો ? કેમ એકલાં જ નીકળી ગયાં ?"..પરંતુ આ સવાલનો જવાબ તેમને ક્યારે પણ હવે નહોતો મળવાનો.
વિધિ પૂરી થઈ. સહુ કોઈ સ્મશાનેથી પરત આવી ગયા..અને દિવસ થયો પૂર્ણ.
બીજા દિવસની સવાર પડી..રાબેતા મુજબ માર્કંડ રાય ઉઠ્યા...અને સવારની ચ્હા બનાવી. બે પ્યાલા લઈ ને બાલ્કનીમાં આવ્યા. એક ખુરશી ઉપર પોતે બેઠા અને બીજી ખાલી ખુરશી તરફ જોઈ ને.."જનું બેન, નિયમ આજે પણ એજ છે...નથી તો ફક્ત તમે જ. પણ તમારા વગર ચ્હા ગળે નહીં ઉતરે...શું કરું, બોલો ?". બેસી રહ્યા માર્કંડ રાય...થોડી વાર પછી હર્ષાંગ ઉઠ્યો અને બાલ્કનીમાં જોયું તો માર્કંડ રાય બેઠા હતાં...ચ્હા ના બે ભરેલા પ્યાલા પડ્યા હતાં.."પપ્પા, વહેલા ઊઠી ગયા ?" એમ કહી ને હર્ષાંગ એ માર્કંડ રાયના ખભા ઉપર હાથ મૂક્યો...પણ માર્કંડ રાય તો ક્યારના સવારની ચ્હા પીવા જનક્સુતા બેન સાથે જોડાઈ ગયા હતાં.
