Nilang Rindani

Fantasy

4  

Nilang Rindani

Fantasy

ચરણનો ચોકીદાર

ચરણનો ચોકીદાર

8 mins
406


ભગવાન વિષ્ણુ આજે શેષનાગની શૈયા ઉપર કંઇક વિચલિત મુદ્રામાં બિરાજમાન હતા. સંગાથે લક્ષ્મીજી બિરાજેલ હતા છતાં તેમના તરફ તેમનું ધ્યાન નહોતું. દેવી, પરંતુ છેવટે તો સ્ત્રી, એટલે લક્ષ્મીજીથી આ ઉપેક્ષા સહનના થઈ શકી,

"હેનાથ, આ શું ? આજે કેમ આટલા ગહન વિચારમાં છો? એવા તે શું વિચારમાં છો કેમાંરી તરફ તમારું ધ્યાન જ નથી ?"

એક છણકો કરીને લક્ષ્મીજી બીજી તરફ મુખ ફેરવીને બેસી ગયા. હવે જેમ લક્ષ્મીજી એક દેવી, છતાં સ્ત્રી તેવી જ રીતે વિષ્ણુ એક ભગવાન છતાં એક પુરુષ (તદુપરાંત એક પતિ પણ), એટલે બધા વિચારોને એક કોરાણે મૂકીને તેમણે લક્ષ્મીજી તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું.

"હે દેવી, તમારી શંકા વ્યાજબી છે. હું એક ખૂબ જ ઊંડા વિચારમાં હતો. પૃથ્વી ઉપરના મનુષ્ય લક્ષી વિચારો એમાંરા મનને ઘેરી લીધું હતું અને એટલે જ મારું ધ્યાન આપના તરફ નહોતું" વિષ્ણુ ભગવાન એ પોતાની "કેફિયત" રજૂ કરી.

લક્ષ્મીજીને તેમની રજૂઆતથી સંતોષ થયો (અમારા શ્રીમતીજીને હજી પણ નથી થતો)....

"હેનાથ, મને કહો. એવું તે શું થયું છે મનુષ્યલક્ષી જેને લીધે તમે વિચારોથી ઘેરાયેલ છો ? કદાચ હું આપની કોઈક મદદ કરી શકું."

લક્ષ્મીજી એ એક ભાર્યાની ફરજ નિભાવતો પ્રસ્તાવ મૂક્યો. વિષ્ણુ ભગવાન એક ક્ષણ લક્ષ્મીજી તરફ જોઈને

"આજે પ્રભાતે જ્યારે હું માંરી ચાખડી પહેરી રહ્યો હતો ત્યારે એક ક્ષણિક વિચારમાંરા મસ્તિષ્કમાં ઝબકી ગયો.મને થયું કે આ એક નિર્જીવ ચાખડી પણ માંરા ચરણનું કેટલું ધ્યાન રાખે છે.અને આ નિર્જીવ વસ્તુ વગર મને પણ નથી જ ચાલતું. હું તો સ્વયં ઈશ્વર છું એટલે મને તો વિચાર આવે, પરંતુ શું પૃથ્વી ઉપરનો મનુષ્ય આવું કંઇક વિચારતો હશે ?"

વિષ્ણુ ભગવાન આટલું બોલીને ફરી પાછા વિચારમાં ગરકાવ થઈ ગયા.અને ત્યાંજ લક્ષ્મીજી ઉવાચ "હેનાથ, મને એક વિચાર આવ્યો છે અને જો આપને યોગ્ય લાગે તો અમલમાં મુકજો અને તેનાથી કદાચ આપની શંકાનું નિરાકરણ પણ આવે.

"વિષ્ણુ ભગવાન સંમતિ ભર્યા હાવભાવ સાથે લક્ષ્મીજીને આગળ બોલવા માંટે પ્રેર્યા. "હે નાથ, આપ એક કામ કરો અને આપ તે કરી શકો છો. આપ કોઈ પણ એક જોડ પગરખાંમાં પ્રાણ પૂરો અને તેને પૃથ્વી ઉપર મોકલો. તેનું આયુષ્ય ૩ વર્ષથી વધારેના હોવું જોઈએ અને આયુષ્ય પૂર્ણ થયા બાદ આપ પગરખાંને તેનો પૃથ્વી ઉપરનો અનુભવ પૂછી શકો છો"

વિષ્ણુ ભગવાન એકદમ આશ્ચર્યચકિત થઈ ગયા. તેમણે ધાર્યું નહોતું કે લક્ષ્મીજી આવો સચોટ ઉપાય બતાવશે...તેમની મુખમુદ્રા અચાનક બદલાઈ ગઈ અને લક્ષ્મીજીના આ સુઝાવને તેમણે અમલમાં મૂકવાનું નક્કી કર્યું. નક્કી કરેલા દિવસે તેમણે પૃથ્વી ઉપરના એક શહેરમાં આવેલ એક પગરખાંની દુકાનના કબાટમાં મુકેલ એક પગરખાંમાં પ્રાણનું સિંચન કર્યું. અને જેવું તે પગરખાંમાં પ્રાણવાયુ ફૂંકાયો કે તરત જ તે પગરખાંની જોડ જીવિત થઈ ગઈ. તે પણ મનુષ્યની માંફક વિચારવા લાગી, પરંતુ એક ગુરુચાવી વિષ્ણુ ભગવાન એ તેમની પાસે રાખી હતી અને તે હતી વાચા.. તે પગરખાંને વાચાના આપી. 

"મોચી"નામક એક પગરખાંની દુકાનના કાચના કબાટમાં જીવિત પગરખાંની જોડ આ દુનિયાનો બધો તાલ નિહાળી રહી હતી. લોકો આવતા હતા. જતા હતા. હાથમાં એક થેલા જેવું લઈને. તે જીવિત પગરખાંની આજુબાજુ પણ ઘણા અલગ અલગ પગરખાં મુકેલ હતાં. પરંતુ તે સર્વ નિર્જીવ હતાં. જીવિત પગરખાં એ આજુબાજુમાં જોઈને એક પગરખાંને બોલાવવાની કોશિશ કરી. પરંતુ તેનો સ્વર ના નીકળી શક્યો. હવે ? પગરખું મનોમન વિચારવા લાગ્યું.."હું સમજી તો શકું છું પણ બોલી નથી શકતું. આનો મતલબ શું ? આમને આમ તો હું કંટાળી જઈશ. હે પ્રભુ, આ કારાવાસમાંથી જલ્દી છુટકારો આપો"

હજી તો આ વિચાર તે પગરખાંને આવ્યો ત્યાં તો ચમત્કાર થયો. એક ભાઈ ત્યાં આવી ચડ્યા અને પેલા જીવિત પગરખાંને કબાટમાંથી બહાર કાઢ્યું. અને પોતાના પગમાં પહેર્યું. "અરે અરે....ધીરેથી. તારા પગ નો નખ વાગ્યો મને" પગરખાં એ બોલવાની કોશિશ કરી પરંતુ તેનો સ્વર નીકળ્યો નહીં. પરંતુ પછી જે થયું તે પણ તે જીવિત પગરખાં એકનાના એવા અંધારિયા કબાટમાં મુકાઈ ગયા (પુઠ્ઠાનું ખોખું). થોડી વાર થઈ હશે ત્યાં પગરખાંને હાશકારો થયો. તે અંધારિયા કબાટમાંથી બહાર આવીને એક નાના એવા કબાટમાં જઈ ચડ્યા. દાચ તે પગરખાંને નવું ઘર મળી ગયું હતું. તે જીવિત પગરખુ મનોમન અતિ આનંદિત થઈ ગયું. સ્વર્ગમાંથી વિષ્ણુ ભગવાન આ બધો તાલ નિહાળી રહ્યા હતા. 

બીજો દિવસ થયો. પેલું જીવિત પગરખું તે ઘરના લોકોના એક હાથમાંથી બીજા હાથમાં અને બીજાથી ત્રીજા....એમ ફરવા લાગ્યું. ."અરે વાહ. બહુ સરસ અને હલકું છે. ચળકાટ પણ કેવો સરસ છે" આ વખાણ સાંભળીને પગરખાં મનોમન ગર્વ નો અનુભવ કરવા લાગ્યા. આજે તેને પારાવાર આનંદ થઈ રહ્યો હતો. થોડોક સમય થયો હશેને તેની પાસેથી કામ લેવાનું શરૂ થઈ ગયું. તે જઈ ચડ્યું એક ગૌરવર્ણ ચરણમાં. પગરખાંને પણ ખૂબ આનંદ થયો અને વિચારવા લાગ્યા કે "ચાલો,માંરે એક અતિસુંદર ચરણની ચોકીદારી અને સંભાળ રાખવાની છે". અને પછી ગણત્રીના સમયમાં તેનો સ્પર્શ લીલાછમ ઘાંસ સાથે થયો. સાંજના સમયની ઝાકળની ભીનાશ પેલાં જીવિત પગરખાં એ અનુભવી. તેની ચોતરફ અલગ અલગ રંગ અને પ્રકારના પગરખાં ફરી રહ્યા હતાં. કંઇક બહુ મોટો મેળાવડો હશે તેમ પેલા જીવિત પગરખાંને લાગ્યું. "એય....તમે બધા અહીં શું કરો છો. આ શું છે?" પેલા જીવિત પગરખાં એ બાજુમાં રહેલ એક કથાઈ રંગના પગરખાંને બોલાવવાની કોશિશ કરી પણના તો તેનો સ્વરનીકળ્યો કેના તો પેલા પગરખાં એ કોઈ પ્રતિભાવ આપ્યો....તેના સિવાય બીજા બધા તો નિર્જીવ હતાને....! સ્વર્ગમાંથી વિષ્ણુ ભગવાન આ જોઈને મલકી ઉઠ્યા....

આમને આમ દિવસો વીતતા ચાલ્યા છે. પેલા જીવિત પગરખાં પ્રસંગોપાત ઉપયોગમાં લેવાતા હતાં અને તેનો ખ્યાલ પેલા જીવિત પગરખાંને આવી ગયો હતો. તેના સિવાય પણ તેના જાત ભાઈઓ ત્યાં હતા, પરંતુ નિર્જીવ હતા એટલે કોઈ વાર્તાલાપ થતો નહોતો. એક દિવસ પેલા જીવિત પગરખાં પેલા ગૌરવર્ણ ચરણની ચોકીદારીમાં હતા. ઘરની બહારનીકળ્યા કે પેલા જીવિત પગરખાંને જમીન ભીની ભીની લાગી.. ચોતરફ ભીનાશ હતી અને ઉપર આકાશમાંથી પાણી પણ પડી રહ્યું હતું. થોડોક વખત ચાલ્યા પછી કોઈ એક ઓરડામાં જઈ ચડ્યા. પેલા જીવિત પગરખાં અતિશય ભીના થઇ ગયા હતા...."અરે ભગવાન....આ શું થઈ ગયું આજે ? આટલા દિવસ કેટલી શાંતિ હતી અને આજે તો જો....પણ સારું છે કેમાંરે લીધે પેલા ચરણ સુરક્ષિત રહ્યા. મારું આજ તો કામ છે...."મનોમન આવું વિચારીને પેલા જીવિત પગરખાંને સંતોષ થયો કે તેનું જીવન આજે સાર્થકનીવડ્યું છે....! પછી તો તડકો, ટાઢ, વરસાદ કે કીચડ...જે હોય તે, પરંતુ પેલા જીવિત પગરખાં તેની ફરજ ખૂબ જ નિષ્ઠાથી બજાવતા હતા. અને સામેથી તેનું પણ સારું એવું જતન થતું હતું. ૩ - ૪ દિવસ થાય કે તેના ઉપર એક પીછો ફરતો હતો જેને લીધે તેની ગયેલી ચમક ફરી પાછી આવી જતી હતી. પગરખાંને પણ ખૂબ જ આનંદ થતો કે જેમ હું પેલા ચરણ નું ધ્યાન રાખું છે તેવું જ ધ્યાન તેનું પણ રખાય છે.ખરેખર મનુષ્ય ખૂબ જ દયાળુ છે....અને આ સઘળો તાલ જોઈને સ્વર્ગમાં બિરાજેલ વિષ્ણુ ભગવાનના ચહેરા ઉપર પણ એક સંતોષ રૂપી સ્મિત રમી રહ્યું. .તેમને થયું કે તેમના જ નિર્માણ કરેલ મનુષ્ય પણ લાગણી ધરાવે છે. .!

એક દોઢ વર્ષ પસાર થયું....અને એક દિવસ સવારે. .."ઓ ઓમાંં. .." એક ચિત્કારનીકળી ગયો પેલા જીવિત પગરખાંના મનમાં. બોલી તો નહોતું શકતું. તેની આંખમાંથી અશ્રુઓની ધારનીકળી પડી. તે ઘરના એક પાળીતા શ્વાનના તીક્ષ્ણ દાંત તેના શરીર ઉપર ફરી વળ્યા. અસહ્ય દુખાવો થયો પેલા પગરખાંને. નિસહાય થઈ ગયા હતા પેલા પગરખાં. .પરંતુ તેમને બચાવવા કોઈ આવ્યું નહીં. પેલું કૂતરું હજી એક પગરખૂ મોઢાંમાં લઇને બેઠું હતું. અને ત્યાંજ એક હાથ આવ્યો અને પેલા શ્વાનના મોઢામાંથી પેલા પગરખાંને ખેંચી લીધું. થોડી રાહત થઈ પેલા જીવિત પગરખાંને. પરંતુ તે પગરખાંના શરીર ઉપર પેલા શ્વાનના દાંત ઉપસી આવ્યા હતા. પારાવાર પીડા થઈ રહી હતી. પણ કહે કોને અને કેવી રીતે? કોઈ સાંભળવા વાળું હતું જ નહીં. થોડા દિવસો થયા અને રૂઝ આવી ગઈ હતી. ફરી પાછા ઉપયોગમાં આવી ગયા હતા પેલા જીવિત પગરખાં. જ્યારે બહારથી ઘરે આવે ત્યારે ધૂળથી શરીર આખું મેલું થઈ જતું હતું.અરે તડકાને કારણે ગરમ પણ થઈ જતાં હતાં...પણ મનોમન એક સંતોષ એ વાત નો હતો કે ભલે પોતે આટલી કઠિનાઈમાંથી પસાર થાય છે પરંતુ પેલા ચરણને ઉની આંચ પણ આવવા નથી દેતા અમે. 

વખત પસાર થવા લાગ્યો. પેલા જીવિત પગરખાં હવે સાવ બે - અઢી વર્ષના થઈ ગયા હતા. ઉંમર તેમને પણ લાગી હતી. તેમના શરીર ઉપર કરચલીઓ ઉપસી આવી હતી. અને ચળકાટ પણ ઓછો થઈ ગયો હતો. પરંતુ તેમની ફરજમાંથી ઉણા નહોતા ઉતરતા. મનોમન વિચારતા હતા પેલા પગરખાં "હું કામ નહીં આવું તો કોણ આવશે?માંરે ભરોસે તો પેલા ચરણ ઘરની બહાર પગ મૂકે છેને....તો પછીમાંરે તો ધ્યાન રાખવું જ જોઈએ ને.અને વખત આવશે ત્યારેમાંરું પણ જતન કરશે જને?". શરીર ખૂબ ઘસાઈ ચૂક્યું હતું. શરીર ઉપરના અમુક અંગો ખૂબ ઢીલા પડી ગયા હતા. તેના જેવા જ બીજા પગરખાં નું આગમન થઈ ચૂકયું હતું. પેલા જીવિત પગરખાં આ જોઈને એક નિસાસોનાખ્યો. તેમને ખૂબ જ દુઃખ થયું. .કે હવે તેમની જગ્યા કોઈ બીજા એ લઈ લીધી છે. પણ કહે કોને અને કંઇ રીતે. .તે બધું વિચારી શકતું હતું. અનુભવી શકતું હતું, પરંતુ. ...બોલી નહોતું શકતું. .! સ્વર્ગમાંથી આ પરિસ્થિતિના નિર્માતા આ સઘળું નિહાળી રહ્યા હતા.

અને એક ગોઝારી સવારે. અચાનક પેલા જીવિત પગરખાંને એક કોથળામાં મુકી દીધા.ખૂબ જ ગૂંગળામણ થઈ ગઈ પેલા જીવિત પગરખાંને. .કારણ કે તેની સાથે બીજુ ઘણુ બધું હતું. માંડમાંંડ પોતાની જાતને સંકોરીને પેલા જીવિત પગરખાં બેસી રહ્યા. અને થોડી વાર પછી પેલા કોથળા નું મોઢું ખુલ્યું અને એક અતિશય ગંદી ગોબરી જગ્યામાં સઘળો કચરો અને પેલા જીવિત પગરખાં ઠલવાઈ ગયા. "અરે આ શું. જે ચરણની ચાકરી આટલો વખત કરી એજ તેને આ જગ્યા એ ફેંકવા આવ્યો હતો?" મનોમન પેલા જીવિત પગરખાં આક્રંદ કરી રહ્યા હતાં. "હે મનુષ્ય. મને પાછા લઈ જા. મેં તારા ચરણની ચોકીદારી ખૂબ જ નિષ્ઠાથી કરી છે. તને તડકો, વરસાદ, કીચડથી બચાવ્યો છે. અમે ખુદ ગંદા થઈને પણ તારા ચરણને ચોખ્ખા રાખ્યા છે અને તું આમ અમને આ રીતે આવી જગ્યામાં તરછોડી દે છે?" પગરખાં ચિત્કાર કરી રહ્યા હતા પણ તેનું દુઃખ કોઈ સાંભળી નહોતું રહ્યું. અને ત્યાંજ બે શ્વાન ત્યાં આવી ગયા અને બન્ને જણા એ પગરખાં તેમના મોઢાંમાં લીધા અને સામ સામે ખેંચવા લાગ્યા. "અરે, કોઈ બચાવો અમને. ખૂબ દુખાવો થાય છે. .બચાવો અમને. .. અમે તો નિષ્ઠાથી સેવા કરી છે અને જ્યારે હવે અમે ઘરડા થઈ ગયા એટલે અમને તરછોડી દીધા? અરે કોઈ તો બચાવો અમને. .." પેલા પગરખાંની આંખોમાંથી અશ્રુઓની ધાર વહેવા લાગી. ખૂબ જ દયનીય પરિસ્થિતિમાં મુકાઈ ગયા હતા. પરંતુ ત્યાં તેમનું સાંભળવા વાળું કોઈ જ નહોતું. જે ચરણની ચાકરી કરી હતી તે પણ ત્યાંથી રવાના થઈ ગયા હતા. .અને ત્યાંજ પેલા બે શ્વાનમાંથી એક શ્વાન એ જોરથી પગરખાંને ખેંચ્યું, અને. પગરખુ બે ભાગમાં તૂટી ગયું. પગરખાં નું પ્રાણપંખેરું ઉડી ગયું. !

સ્વર્ગમાં બિરાજેલ વિષ્ણુ ભગવાન આ બધો તાલ જોઈને વિસ્મિત થઈ ગયા. લક્ષ્મીજીની સમક્ષ જોઈને ખૂબ જ હતાશા અને દુઃખની લાગણી સાથે બોલ્યા "લક્ષ્મીજી, મારી ભૂલ થઈ ગઈ. ...પગરખાંમાં પ્રાણવાયુ ફૂંકીને મેં તેને પૃથ્વી ઉપર સ્વાર્થી મનુષ્યના ત્રાસ નો સામનો કરવા મોકલી દીધા હતા. .જરૂરી નથી કે હું જેવું વિચારી રહ્યો હતો તે મનુષ્ય પણ વિચારી શકે. અને એટલે જ હું ઈશ્વર છું અને તે મનુષ્ય.ચરણનો ચોકીદાર નિર્જીવ જ સારો. ..!


Rate this content
Log in

Similar gujarati story from Fantasy