Nilang Rindani

Comedy

4.5  

Nilang Rindani

Comedy

બુફે (ભૂખે) ડિનર

બુફે (ભૂખે) ડિનર

9 mins
297


સૌથી સંવેદનશીલ અને અગત્યના વિષય ઉપરનો લેખ છે આજનો. ૧૦૦માંંથી ૯૦ જણામાંરા આ લેખ સાથે સંમત થશે એમાં બેમત નથી. મને આ લેખ લખવામાંટે પ્રેરકબળ પૂરું પાડનાર સ્વયં હું જ હતો, જોકે તે પ્રસંગ બની ગયો લગભગ ૧૫ દિવસ પહેલાં. કોઈ એક વ્યાવસાયિક મેળાવડામાં જ મને આનો કડવો અનુભવ થયો. બેમત,માંરે માંટે તો કડવો જ હતો પરંતુ વાચકો માંટે તો આ એક હાસ્યલેખ થી વિશેષ કશું જ નથી. 

અમારે વડોદરાની એક પ્રતિષ્ઠિત ક્લબમાં એક મેળાવડાનું આયોજન થયું હતું, અને સદનસીબે મને પણ તેમાં આમંત્રણ હતું. ક્લબ વિશે ખૂબ સાંભળ્યું હતું એટલે ખોટું તો નહીં લખું, પરંતુ ખૂબ જ ઉત્તેજિત હતો. હવે હતો તો હતો. એમાં શરમાવાનું શું ! હુ તો પ્રસંગને અનુરૂપ શર્ટ પેન્ટ અને તેના ઉપર કોટી પરિધાન કરીને પહોંચી ગયો. શિયાળાની સાંજ અને તદુપરાંત ખુલી જગ્યામાં આયોજન હતું એટલે ઠંડી પણ હતી, પણ સરવાળે ભાગાકારની માફક વાતાવરણ ઉષ્માભર્યું લાગતું હતું. અમુક તમુક અંતરે ગોળાકાર ટેબલ ખુરશી ગોઠવેલા હતા, એટલે હું એક જગ્યા એ ગોઠવાઈ ગયો. દરેક ટેબલ ફરતે ૪ ખુરશીઓ ગોઠવેલી હતી, એટલે મારી માફક બીજા પણ ત્યાં બિરાજમાન હતા જ. ટેબલ ઉપરનાનીનાની તાશકો ગોઠવેલી હતી એટલે હું વિમાસળમાં પડી ગયો. મને થયું કે આટલી નાની પ્લેટમાં શું આવશે અને શું નહીં.

થોડે દૂર એક સ્ટેજ ઉપર લાગતા વળગતાઓના ભાષણ ચાલી રહ્યા હતા. હું તેમાં મન પરોવવાની કોશિશ કરી રહ્યો હતો ત્યાં જ એક પરિચારક હાથમાં મોટી પ્લેટ લઈને મારી સમક્ષ આવીને ઉભો. તે પ્લેટમાં નાની નાની પ્યાલીઓમાં જાંબુડી રંગનું કોઈ પ્રવાહી દેખાઈ રહ્યું હતું. હવે તકલીફની ખરી શરૂઆત થઈ, બાપલા.માંરી આજુબાજુ જે મહાનુભાવો બેઠા હતા તેમાં થી કોઈ એ પણ તે પ્યાલીનો સ્વીકાર નહોતો કર્યો. હું બેઘડી વિચારમાં પડી ગયો કે સાલું હું જો લઈશ તો પેલા મહાનુભાવોમાંરે વિશે એવો અભિપ્રાય બાંધશે કે આ શંખ અહીં ખાવા પીવા જ આવ્યો લાગે છે, અને બીજી બાજુ તે પીવાની ઈચ્છા પણ જોર પકડતી જતી હતી. બધી જ લાજ શરમ નેવે મૂકીની આપણે તો હાથ લંબાવીને એક પ્યાલી ઉઠાવી.

અને આ શું ? મેં જેવી પ્યાલી ઉઠાવી કે તરત જ મારી બાજુની ખુરશી ઉપર બેઠેલ મહાનુભાવ પેલા વેઇટરને બોલાવીને એક પ્યાલી ઉઠાવી. મને થોડી હાશ થઈ કે ચાલો મારી જેમ બીજો પણ એક પ્યાલી વાંછુક નીકળ્યો. કદાચ પેલા ભાઈ પણ રાહ જ જોતા હશે કે કોણ પહેલ કરે છે ! ખેર, પ્યાલીમાંના પ્રવાહીને ન્યાય અપાઈ ગયો. સ્ટેજ ઉપર એક પછી એક વ્યક્તિઓ આવીને થોડા શબ્દો બોલીને ઉતરી જતી હતી. હું આ બધું શ્રવણ કરી રહ્યો હતો, ત્યાં ફરી પાછો એક વેઈટર આવી ને મારી સમક્ષ ઉપસ્થિત થયો. આ વખતે તેની પ્લેટમાં પનીરની કોઈ વાનગીના દર્શન થયાં. હું ફરી પાછી માંરું જીજીવિષાને રોકવામાં અસફળ રહ્યો અને હળવેકથી ઉભી ત્રાંસી નજર કરીને મારી સમક્ષ જે પ્લેટ ઊંઘી પડી હતી તેને ચત્તી કરી. પેલા વેઇટરે તેમાં બે - ત્રણ ટુકડા પનીરના પીરસ્યા. હવે બીજાની શરમ રાખે એ બીજા. આ નિયમ મગજમાં અંકિત કરીને હું હળવે હળવે પનીરને ન્યાય આપવા લાગ્યો.

પરંતુમાંરી દુવિધાનો અંત થતો જ નહોતો. ૧૦ - ૧૫ મિનિટ થઈ હશે ત્યાં ફરી પાછો એક દેવદૂત મારી સમક્ષ ઉપસ્થિત થયો. હવે આ વખતે તેની મોટી પ્લેટમાં કાચની ઢાંકણા વગરની મધ્યમ આકારની બરણી જેવી લગભગ ૭ - ૮ બોટલમાં શેરડીનો રસ હતો. માંર્યા ઠાર, આ તો મારું અતિ પ્રિય પીણું. હવેના લઉં તો જિંદગીનો મોટો વસવસો રહી જાય અને જો લઉં તો આજુબાજુ બિરાજમાન મહાનુભાવો નક્કી વિચારશે કે આ કોઈક દુષ્કાળ પીડિત લાગે છે. હું ઘડીક ભર પેલા દેવદૂત કે યમદૂત તરફ દયામણી નજરે જોઈ રહ્યો તો ઘડીક ભર આજુબાજુ નજર કરી. બહુ જ નબળી ક્ષણ હતી મારા માટે, પણ છેવટે તે નબળી ક્ષણનો ભોગ બનીને જ રહ્યો અને ધ્રુજતા હાથે પેલી કાચની નાની બરણી ઉઠાવીને ટેબલ ઉપર મૂકી. ભગવાન આવી પરિસ્થિતિમાંંથી કોઈને પસાર ના કરે એવો ભાવ મનમાં લાવતો લાવતો પેલો બરણીનો રસ ઝટપટ પી ગયો. કાળજે ટાઢક થઈ. મનમાં નક્કી કરી લીધું કે હવે જો કોઈ આવશે તો ત્યાંથી કાઢી મૂકીશ, પરંતુ સદનસીબે એવી કોઈ પરિસ્થિતિનું નિર્માણ થયું નહીં. 

ભાષણો પૂરા થયા. સ્ટેજ ઉપર થી ઘોષણા થઈ કે હવે જમણને ન્યાય આપવાનો સમય થયો છે. હું પણમાંરી જગ્યાએથી એવી રીતે ઉભો થયો જેમ કે કોઈ ઈચ્છાજ ના હોય પરંતુ લોકલાજે જમવું પડશે એટલે જાઉં છું, બાકીના જમત. હું ધીરે ધીરે એક ખૂણા ઉપર ગોઠવેલા ટેબલો તરફ વળ્યો. વચ્ચે મોટું ગોળાકારમાં ટેબલ ગોઠવેલું હતું જેના ઉપર જાત જાતના કચુંબર, બાફેલા મગ અને બીજા ઘણા નહીં ઓળખાતાં કચુંબર સરસ રીતે ગોઠવેલા હતાં. હું તેમના ઉપર અછડતી નજર કરીને આગળ ધપ્યો. હવે આજકાલ એવી પ્રથા થઈ ગઈ છે કે આવા કોઈ પ્રસંગમાં એક છોડીને ૪ - ૫ જગ્યાએ આવા ખાવા પીવાના કાઉન્ટર હોય છે, એક જગ્યાએ દક્ષિણ ભારતીય વાનગી હોય તો બીજી જગ્યા એ પંજાબી વાનગીનું કાઉન્ટર, તો ક્યાંક વળી પાણી પૂરી અને ભેળનું કાઉન્ટર. આ બધામાં આપણે બાપડા ફસાઈ જઈએ. શું ખાવું અને શું નહીંની અવઢવમાં અડધી ભૂખ મરી જાય.

ખેર... થોડો આગળ ગયો તો એક કાઉન્ટર ઉપર જલેબી બનતી હતી અને ત્યાંજ ગરમાગરમ દૂધ પણ મળતું હતું. હવે આને કેમ કરીને છોડવું ? હું તો ઉભો રહી ગયો ત્યાં. હવે સામે છેડે જે ભાઈ ઉભા હતા તેમણે મારી તરફ નજર કરી. મને એમ કે સમજીને આપી દેશે, પરંતુ જાણે એ માંરી ચકાસણી કરતો હોય તેમ મને જોઈ રહ્યો. એટલે મારે પણ શરમ છોડવી પડી. સદાવ્રતમાં કોઈ ભિક્ષુક ખાવાનુંમાંગે તેમ મેં પણ દૂધ અને જલેબી તરફ આંગળી ચીંધી અને મોઢાંમાંંથી ઉવાચ "આપોને". મનોમન ઘણો ક્ષોભ અનુભવી રહ્યો હતો પરંતુ થાય શું ? દૂધ અને જલેબી આમ પણ મારી નબળાઈ છે. પેલા એ મને માટીની કુલડીમાં દૂધ અને બે જલેબીના ગૂંચળા આપ્યા. ઘણા વર્ષો પછી જલેબી ખાધી હોય તેમ હું તો તરત જ ગચ્કાવી ગયો. હું ફરી પાછો જેમ હતો તેમ ઉભો રહ્યો. પેલા એ મારી સામે એકદમ કરડાકી ભરી નજરે જોયું. પણ હું નફ્ફટની જેમ ત્યાંજ ઉભો રહ્યો. મેં મારી પ્લેટ સામે ધરી, એટલે પેલા એ દૂધના મોટા તપેલાંમાંંથી એક ડોયો ભરીને જાણે ખાતરી કરતો હોય એમ મારીમાટીની કુલડીના મોઢાં ઉપર રાખીને ઉભો રહ્યો. મેં નફ્ફટાઈ થી સંમતિ આપી કે "નાખ નાખ.....લુચ્ચા, તારા ઘરનું નથી પીતો" આવું હું મનોમન બરાડ્યો. પેલા એ ડોયો આંખો રેડ્યો મારી કુલડીમાં. હું તો પણ ત્યાંથી ખસ્યો નહીં. અને એક આશાભરી દૃષ્ટિ જલેબીના ગૂંચળાઓ તરફ નાખી અને સાંકેતિક ઈશારો કર્યો કે...."હે યમદૂત...ઉભોના રહીશ. જલેબી પણ મુક મારી પ્લેટમાં".

હું ત્યાંજ ઉભો ઉભો દૂધ અને જલેબી આરોગવામાં મગ્ન થઈ ગયો. ચાલો....જલેબી અને દૂધનું પ્રકરણ તો પત્યું. હવે મુખ્ય જમણ બાકી હતું. એક ટેબલ ઉપર મોટી મોટી પ્લેટો મુકેલી હતી અને ત્યાં ચમચા, વાટકી, ટિસ્યુ પેપર.. બધું પડ્યું હતું. હવે તમે જોજો, જ્યારે પ્લેટ લીધા પછી વાટકી લેવાનો વારો આવે ત્યારે આપણે અચૂક આગળવાળા એ કેટલી વાટકી લીધી તે જોઈશું જ. બીજાની તો નથી ખબર, પરંતુ હું તો જોઈ જ લઉં.... રખેને એવી કોઈ વાનગી હોય જે વાટકીમાં જ લેવાતી હોય અને મેં દાળની એક વાટકી સિવાય બીજી વાટકી ના લીધી હોય તો પાછું બીજી વાટકી લેવા આવવું પડે, તેમ વિચારીને મેં બીજી વાટકીની સ્થાપના પણ મારી પ્લેટમાં કરી. આ બધો સરંજામ લઈને હું એક લાઈનમાં ઉભો રહ્યો. હવે આ એક બહુ વિચિત્ર પરિસ્થિતિ હોય છે. જેલમાં જેમ બધા કેદીઓ પોત પોતાની એલ્યુમિનિયમની પ્લેટ લઈને લાઇનમાં ઉભા હોય તેમ અહીં પણ બધા ઉભા હતા. માંરી આગળવાળા ભાઈ તેમની આગળવાળાને કહી રહ્યા હતા...."ફલાણા ભાઈ, પનીરનાન લાગે છે. ખાજો, મજા આવશે અને દાલ મખની પણ છે. હું પહેલાંજ જોઈ ને ગયો હતો". તેના પ્રત્યુત્તરમાં સૌથી આગળવાળા ભાઈ એ પોતાની વ્યથા વર્ણવી "ઓહ...તો તો માંરે બીજી વાટકી લેવા જવું પડશે. હું તો એક જ લઈને આવ્યો છું. હવે ?".માંરી આગળવાળા ભાઈ એકદમ વ્યથિત થઈ ગયા. જાણે એક વાટકી ઓછી લીધી તેમાં તો વસિયતમાંંથી નામ નીકળી ગયું હોય તેવું મોઢું થઈ ગયું. મને તો આ બધામાં કોઈ રસ નહોતો. મેં તો પહેલેથી જ બે વાટકી લીધી હતી. ધીરે ધીરે મારો વારો આવ્યો.

દરેક વાનગીની આગળ તે વાનગીનું નામ લખેલું હતું. આપણને ખબર તો પડે કે આપણે શું આરોગી રહ્યા છીએ. હું પહેલી વાનગીના મોટા નકશીદાર તપેલાં સમક્ષ આવ્યો. ટેબલની બીજી બાજુએ ઉભેલો વેઈટરમાંરી સમક્ષ અતિ ઘૃણાસ્પદ નજરે જોવા લાગ્યો, અને મેં આ અનેક વાર અવલોકન કરેલું છે. પેલા વેઇટરે વાસણમાંંથી એક ચમચો ભરીને ઊંધિયા જેવું કંઇક હતું તેમાંરી પ્લેટમાં મનેકમને મૂક્યું. અને બાપુ, મૂક્યું તો કેવું મૂક્યું ? એક બટેટુ, બે પાપડી અને એક બાળ મુઠીયુ....લ્યો બોલો. હવે, આમા ખાવું શું ? એટલે મેં પણ તેની સામે દયામણી નજરે જોઈને હાથથી ઈશારો કર્યો કે હે અન્નદાતા....આ ભૂખ્યા મનુષ્ય ઉપર થોડી કૃપા વરસાવો. પેલાને મારા અંતરમનમાં ચાલતો વાર્તાલાપ ખબર પડી હોય તેમ ફરી પાછો ચમચો વાસણમાં નાખીને ગણીને બે રીંગણા મૂક્યાં. હું આગળ વધ્યો. એક મોટા તાસમાં માટીની કુલડીઓ હતી અને તેની ઉપર એલ્યુમિનિયમનો પાતળો કાગળ ઢાંકેલો હતો. મેં તે વાનગીની બાજુમાં મુકેલ નામની તકતી તરફ નજર કરી તો લખ્યું હતું "મટકા બિરયાની" મેં એક કુલડી ઉઠાવીને મારી પ્લેટમાં મુકી. થોડો આગળ ગયો એટલે પંજાબી શાક, દાળ ફ્રાય, ફરસાણ અને બીજી બધી વાનગીઓ હતી. બધું જ ખાવાની ઈચ્છાને રોકવામાં નિષ્ફળ રહ્યો હોઉં તેમ બધી વાનગીઓ પ્લેટમાં ભરી. જોયું તોમાંરી પ્લેટ છપ્પન ભોગના થાળ જેવી ભરાઈ ગઈ. મને પણ એ જોઈને થોડી શરમ તો આવી. બીજા પણ જોઈ રહ્યા કે આ ભાઈ છેલ્લા ૨ - ૩ દિવસ થી જમ્યા લાગતા નથી, પરંતુ હવે પ્લેટની સાઈઝ જો નાની હોય તો એમાંમાંરો શો વાંક ?

મનમાં આવા વિચારને વહેતો મૂકીને હું એક જગ્યા એ આવીને ઉભો રહી ગયો અને સૌથી પહેલા કુલડીની "મટકા બિરયાની" ઉપર હાથ અજમાવ્યો. હવે થઈ બીજી તકલીફની શરૂઆત. મેં, હરખપદુડા એ કુલડી ઉપરનું આવરણ કાઢીને ચમચો કુલડીમાં ખોસ્યો. સમસ્યા એ થઈ કે કુલડીનું મોઢું ચમચા કરતાંનાનું હતું. ચમચો અંદર જતો જ નહોતો. હવે આને ખાવી કેવી રીતે ? મને ભાન થયું કે મેં જ્યાં થી પ્લેટ, વાટકી અને ચમચો લીધા હતા ત્યાં બીજા ચમચા પણ હતા, જે જુદા જુદા માંપના હતા. હું તો રઘવાયા ઢોરની માંફક પહોંચ્યો પાછો પહેલા ટેબલ ઉપર અને ઉપાડી એકનાની ચમચી. હૈયે ટાઢક વળી. થોડું ઘણું આમતેમ ખાઈને મને થયું કે હવે વારો જીરા રાઈસ અને દાળ મખનીનો. હું ફરી પાછો લાઇનમાં ઉભો. વારો આવ્યો અને મેં ભાત અને દાળ લીધા અને પરતમાંરી જગ્યા એ આવીને ઉભો રહી ગયો. 

આખા પ્રકરણની મોટી સમસ્યા તો હવે ઊભી થઈ. દાળ ભાતને ન્યાય આપી રહ્યો હતો, અને થોડા જ પ્લેટમાં બાકી રહ્યા હતા. હું હતભાગી, તે પૂરું ખાવાની ઈચ્છામાં ચમચીને આમથી તેમ ફેરવીને દાળ ભાતનું મિશ્રણ ચમચીમાં ભરવાની કોશિશ કરી રહ્યો હતો. હવે તમે જોજો કે કોઈ પણ જગ્યા એ બુફેમાં પ્લેટ આપણી સ્ટીલની થાળી જેવીના હોય. પ્લેટની ધાર આડી હોય, તેને લીધે તકલીફ એ થઈ કે ચમચીમાં છેલ્લા વધેલા દાળ ભાત બેસવાનું નામ જ નહોતા લેતા. હું પણ મરણિયો થઈ ગયો હતો. ચમચી આમથી તેમ ફેરવી, પણ નાદાળ ભાત પણ જિદ્દી હતા. હવે ચમચી ફેરવવામાં થયું એવું કે પ્લેટ ઉપર ચમચી ઘસડાવાનો ટક...ટક...ટક....ટક....અવાજ આવવા લાગ્યો.

માંરી આજુબાજુવાળા મને જોઈ રહ્યા હતા. માંરાથી ચમચી પકડીને બીજા હાથથી દાળ ભાત પણ ચમચીમાં મૂકી શકાય એવી પરિસ્થિતિમાં નહોતો. છેવટે એક છેલ્લો પ્રયાસ કરીને વાતનો ફેંસલો લાવી દઉં એવા નિર્ધાર સાથે ચમચી જોરથી ફેરવી સત્યાનાશ......ભાત અને દાળના ૪ - ૫ દાણા સીધા મારા શર્ટ ઉપર આવીને બેસી ગયા. મેં તરત જ હાથમાંરીને ભાતના દાણા તો કાઢ્યા, પરંતુ દાળનો ડાઘો શર્ટ ઉપર અંકિત થઈ ગયો. ભોગ લાગ્યા. પારાવાર પસ્તાવો થયો કે અમુક દાણા માટે મેં મારા સરસ મઝાના શર્ટનો ભોગ લીધો. મેં જે જુલમ કર્યો દાળ ભાત ઉપર, તેનો બદલો લીધો હોય તેમ તેમની છાપ છોડી ગયા. અને ડાઘો પણ એવી જગ્યા એ પડ્યો કે હું તેને છુપાવી પણના શકું. કોઈની સામે જાઉં તો તેમનું પણ ધ્યાન ત્યાંજ દોરાઈ અને રખેને મારા વિશે એવી ધારણા બાંધી લે કે આટલી ઉંમરે પણ ખાતાં નથી આવડતું. ના બાપલા ના. આ વિચારે મને સતર્ક કરી દીધો. જલ્દીથી પ્લેટ મૂકવાની જગ્યા ઉપર આવીને પ્લેટ મૂકી અને હાથ ધોઈને સીધો પરબારા ક્લબની બહાર, બીજા કોઈ જોઈ જાય તે પહેલાં

દાળ ભાત સાથેના સંગ્રામમાં હું આઈસ્ક્રીમ પણ ખાધા વગરનો રહ્યો. પણ અતિ લોભ તે ડાઘાનું મૂળ. આ નવો નિયમ અને કહેવતને ધ્યાનમાં રાખીને પહોંચી ગયો ઘરે.


Rate this content
Log in

Similar gujarati story from Comedy