Nilang Rindani

Tragedy Inspirational

4  

Nilang Rindani

Tragedy Inspirational

અંતિમ સુર.

અંતિમ સુર.

10 mins
282


મુળવંત ધોળકિયાને ત્યાં આજે શુભ અવસર હતો. જે લગભગ દસ વર્ષ પછી આવ્યો હતો. મુળવંતની પત્ની મૃગાક્ષી એ આજે પૂરા નવ મહિને એક અતિ સુંદર બાળકને જન્મ આપ્યો હતો. હોસ્પિટલના પ્રાંગણમાં મુળવંતના અમુક સગાવ્હાલા અને મિત્રો તેને શુભેચ્છા પાઠવવા પહોંચી ગયા હતા. મુળવંત ખૂબ ખુશખુશાલ હતો અને કેમના હોય ? દસ વર્ષના અથાગ પ્રયત્નો પછી આજે તેના અને મૃગાક્ષીના ઘરે પારણું બંધાયું હતું. સહુ કોઈની શુભેચ્છાઓ સ્વીકારીને મુળવંત હોસ્પિટલની અંદર મૃગાક્ષી પાસે ગયો. મૃગાક્ષી પણ અતિ ખુશ હતી. ખાટલાની બાજુના પારણાંમાં એક નવજાત અને ખૂબ જ પરાણે વ્હાલું લાગે એવું બાળક તેનાનાનાનાના પગ ઉલાળતું ઊલાળતું આ નવી દુનિયાનો નજારો પોતાનીનાનીનાની આંખોથી નિહાળી રહ્યું હતું.

મુળવંત એ ધીરેથી તે બાળકના મસ્તક ઉપર પોતાનો હાથ મૂક્યો અને તેના કાન નજીક જઈને ધીરેથી ગણગણ્યો "મારા વ્હાલા દીકરા, તારું અમારા ઘરમાં સ્વાગત છે અને આભાર અમારા મકાનને એકમાંળામાં બદલવામાંટે" અને પછી મુળવંત મૃગાક્ષી તરફ વળ્યો "મૃગુ. થેંક્યું ઓ મચ. તેં આજે આપણા ધોળકિયા કુટુંબનો વારસદાર આપ્યો છે. તારો જેટલો ઉપકારમાંનું એટલો ઓછો છે."

અને મુળવંત થોડો વધુ આગળ વધીને મૃગાક્ષીના કપાળ તરફ ઝૂકીને એક નમણુ ચુંબન અંકિત કરી દીધું, અને મૃગાક્ષીના ચહેરા ઉપર દસ વર્ષ પહેલાંની નવોઢાને આવે એવા શરમના શેરડા ઉતરી આવ્યા.

"અરે બસ બસ મિ. ધોળકિયા,બધો પ્રેમ અને વ્હાલ મને જ આપશો કે આપણા આ નવા મહેમાનમાંટે પણ કઈં રાખશો ?"

મૃગાક્ષી એ ખૂબ મીઠો છણકો કરીને મુળવંતને તાકીદ કરી કે હવે તો કોઈ ત્રીજું પણ છે જેને હવે પ્રેમ અને વ્હાલની જરૂર છે. અને આ વાક્ય પૂરું થયુંના થયું કે મૃગાક્ષી અને મુળવંત એક ખળખળ વહેતા ઝરણાના ધ્વનિ જેવા હાસ્ય સાથે પોતપોતાની હથેળી પેલા બાળકના કપાળ ઉપર મૂકી દીધી.

હોસ્પિટલના એ ઓરડાનું વાતાવરણ જાણે કે સ્વર્ગસમુ થઈ ગયું. એક નવાંગતુકની હાજરી સાથે આસપાસનું વાતાવરણ કેટલું આહલાદક થઈ જાય છે તેની અનુભૂતિ આજે મુળવંત અને મૃગાક્ષી કરી રહ્યા હતા. અને ઈશ્વર, જેણે આજે એક બાળસ્વરૂપ લીધું હતું તેના ગુલાબની પાંખડી સમાન હોઠ પણ આ સ્વર્ગીય વાતાવરણને અનુરૂપ એક અધૂરા સ્મિત સાથે વંકાઈ ગયા.આનંદ અને ખુશીની પરાકાષ્ઠાનું એક નવલું નજરાણું આજે હોસ્પિટલનો એ ઓરડો થઈ ગયો !

દિવસો પસાર થવા લાગ્યા.અને હવે તો એ ઇશ્વરના બાળસ્વરૂપને પણ સાંસારિક નામ મળી ગયું હતું "સ્વર" મુળવંત અને મૃગાક્ષીની તો જાણે દુનિયા જ બદલાઈ ગઈ હતી. તેમની પ્રાથમિકતા સ્વર હતો. આખો દિવસ સ્વરની કિલકારીઓથી મુળવંતનું ઘર ગુંજી ઉઠતું. સવારે ઉઠતાંની સાથે જ સ્વરની પાછળ પાછળ મુળવંત અને મૃગાક્ષી પણ તેની સાથે બાળક બની જતાં. કહે છેને કે બાળકને પ્રેમ કરવામાંટે બાળક બનવું પડે છે અને બાળક પણ એજ ભાષા સમજે છે. મુળવંત તો ઓફિસ જતો રહે પણ પછી આખો દિવસ મૃગાક્ષી સ્વરની સાર સંભાળમાં લાગી જતી, અને સાંજે જ્યારે મુળવંત ઓફિસથી છૂટીને આવતો ત્યારે કંઇક મૃગાક્ષીને આરામ મળતો. કોઈ પણ બાળકનું સૂવાનું અને ઊઠવાનું શરૂઆતના મહિનાઓમાં બદલાતું રહેતું હોય છે અને સ્વરના કિસ્સામાં પણ કંઇક એવું જ થયું. સ્વર હવે રાતનો રાજા બની ગયો હતો. દિવસે સુઈ જતો પણ રાત પડે એટલે તેને આખા દિવસભરની મસ્તી યાદ આવતી. મુળવંત એ એક નિયમ ઘડ્યો હતો. રાતે સ્વરને સુવડાવવામાંટે તે એક ગીત ગાતો, જે તેને ખૂબ જ પ્રિય હતું. ફિલ્મ "સરસ્વતીચંદ્ર"નું " ચંદન સા બદન... ચંચલ ચિત્વન. ." અને સ્વર ઉપર આ ગીતની જાદુઈ અસર થતી અને થોડી વારમાં પોઢી જતો. અને હવે તો આ નિત્યક્રમ થઈ ગયો હતો. સમજોને કે સ્વરનામાંનસપટ ઉપર આ ગીતની છાપ અંકિત થઈ ચૂકી હતી.

નદીના વહેણ, સમુદ્રના મોજાં અને સમય કોઈના રોકવાથી રોકાતા નથી. મનુષ્ય એ ચંદ્ર પણ સર કરી લીધો છે, પરંતુ તે હજી સુધી સમયને રોકી નથી શક્યો, કારણ કે તેનું સંચાલન ખુદ ઈશ્વર કહો કે કુદરત. .તે જ કરતો હોય છે. ..દિવસ પછી રાત અને રાત પછી દિવસ. .આ ઘટનાને ઘટવામાં સદીઓ સૈકાઓથી કોઈ ફરક નથી પડ્યો. ઠીક એવી જ રીતે દરેક સારા દિવસો પછી ખરાબ દિવસો પણ આવતા જ હોય છે દરેક મનુષ્યના જીવનકાળમાં. અને મુળવંતની જીંદગીમાં પણ આવું જ કંઇક ઘટયું. મૃગાક્ષીની તબિયત છેલ્લા ઘણા સમયથી સારી નહોતી રહેતી. ઘણા ડોક્ટરોને બતાવ્યું પરંતુ કઈં તારણ નહોતું નીકળતું. તબિયત વધુને વધુ લથડતી જતી હતી. અમુક પરીક્ષણ કરાવ્યા બાદ ખબર પડી કે મૃગાક્ષીને કર્ક રોગ (Cancer) લાગુ પડ્યો હતો.

વધુ પરીક્ષણ બાદ એ પણ જાણવા મળ્યું કે તે રોગ હવે ત્રીજા સ્ટેજમાં છે. મુળવંત ઉપર તો જાણે આભ તુટી પડ્યું હતું. એક તરફમાંંડ વર્ષનો સ્વર અને બીજી તરફ મૃગાક્ષીની અસાધ્ય બીમારી. સ્વર ઘણો જનાનો હતો આ બધું સમજવામાંટે, એટલે તેની બાળ જરૂરિયાતો પણ પૂરી કરવી પડે એવું હતું. આ બધામાં મુળવંતનું રાત્રે સ્વરને સુવડાવવામાંટે ગવાતું ગીત તો ચાલુ જ હતું, અને સ્વર પણ તે પછી જ સૂતો. મૃગાક્ષી દિવસેને દિવસે વધુ ક્ષીણ થતી જતી હતી. ખોરાક તદ્દન બંધ થઈ ગયો હતો. ડૉકટર પણ હવે હાથ ધોઈ ચૂક્યા હતા. અને એવામાં એક રાત્રે ખૂબ જ તકલીફને અંતે મૃગાક્ષી, મુળવંત અને સ્વરને એકલા મૂકીને અનંતની યાત્રાએ નીકળી પડી. મુળવંત હવે એવા ત્રિભેટે એ આવીને ઉભો હતો કે તેણે ખુદને ખબર નહોતી પડતી કે કયો રસ્તો અપનાવવો. સગા સંબંધીઓ એ મુળવંતને ઘણું સમજાવ્યો બીજા લગ્નમાંટે કારણ કે સ્વર હજી ઘણો જનાનો હતો, પરંતુ મુળવંત એકનો બેના થયો. તેણે ચોખ્ખા શબ્દોમાં જણાવી દીધું કે પોતે જ સ્વરનો પિતા અનેમાંતા રહેશે. અને આમ કરતાં કરતાં મુળવંત અને સ્વરની જીંદગીની આમ જુઓ તો નવી શરૂઆત થઈ. 

દિવસો, મહિનાઓનીકળતા ગયા. .સ્વર પણ હવે મોટો થઈ ગયો હતો. સ્કૂલમાં પાંચમાં ધોરણમાં આવી ગયો હતો. કહે છેને કે ઈશ્વર જ્યારે એક રસ્તો બંધ કરેને ત્યારે બીજા ચાર રસ્તાઓ ખોલી દેતો હોય છે. ઠીક એવું જ મુળવંત અને સ્વરના જીવનમાં પણ થયું. સ્વર તેનાનામ પ્રમાણે નાનપણથી જ સંગીતનો શોખીન નીકળ્યો. અને તેનો અવાજ પણ મીઠો હતો. મુળવંત એ તેની સંગીતની તાલીમ શરૂ કરાવી દીધી અને એવી રીતે સ્વરની સંગીત સફરની શરૂઆત થઈ. મુળવંત આ બધું જોઈને ખૂબ જ ખુશ થતો હતો. કોઈક વાર સ્વર આજુબાજુના હોય ત્યારે મૃગાક્ષીના ફોટા સમક્ષ ઉભો રહીને એટલું જ કહેતો "મૃગૂ. તું તોનીકળી ગઈ પણ જ્યાં હોય ત્યાંથી આપણા દિકરાની પ્રગતિ જોતી રહેજે."સ્વરની સંગીતની તાલીમ પૂરજોશમાં ચાલી રહી હતી. સ્કૂલના દરેકેદરેક પ્રોગ્રામમાં સ્વરના સંગીતનો પણ એક ભાગ રહેતો અને તેને ઘણા પારિતોષિક પણ મળ્યા હતાં. હવે તો તે સંગીતમાં વિશારદ પણ થઈ ગયો હતો. સમય તેના તાલે સર્વેને નચાવતો હોય છે. અને મનુષ્ય પાસે પણ બીજો કોઈ વિકલ્પ હોતો નથી.

સ્વર હવે કૉલેજમાં આવી ગયો હતો પરંતુ તે પહેલાં તે સંગીતની કળામાં ઘણો આગળનીકળી ગયો હતો. હવે તો તે શહેરે શહેરે કાર્યક્રમો પણ કરતો હતો. મુળવંત પણ હવે નિવૃત્તિના આરે હતો. એક દિવસ સાંજે ઓફિસથી ઘરે આવીને મુળવંત દીવાનખંડના સોફા ઉપર બેઠો હતો ત્યાં સ્વર બહારથી આવીને મુળવંતની બાજુમાં બેઠો. .."પપ્પા, કેમ આજે થાકેલા લાગો છો ? ચા પીધી ?ના પીધી હોય તો હું બનાવી લાવું છું, તમે આરામથી બેસો, પછી શાંતિથી વાતો કરીએ" આટલું કહીને સ્વર રસોડા તરફ ગયો અને મુળવંત તેને એકદમ અહોભાવની દૃષ્ટિ એ જોઈ રહ્યો. અને અનાયાસ જ તેની નજર મૃગાક્ષીના ફોટા તરફ ગઈ અને એક સ્મિત તેના ચહેરા ઉપર ફેલાઈ ગયું. તેના મુખેથી અતિ ધીરા અવાજમાં શબ્દો સરી પડ્યા "મૃગૂ, જોઈ રહી છેને આપણા દિકરાને? તારી પ્રત્યક્ષ તો હાજરી નથી પરંતુ પરોક્ષ રીતે તું હંમેશામાંરી અને સ્વરની સાથે છે. સ્વરની પરવરિશમાં જો કોઈ ઉણપ રહી ગઈ હોય તો યેનકેન પ્રકારે જણાવી દેજે" હજી તો આટલું બોલી રહ્યો હતો ત્યાં સ્વર હાથમાં બે પ્યાલા ચાના લઈને દીવાનખંડમાં આવી ગયો. "લ્યો પપ્પા. .ચા પીઓ...પપ્પા, પણ એક વાત તો ચોક્કસ છે કે મને જો સંગીતમાં રુચિનાનપણમાં જાગી હોય તો તેનો શ્રેય સંપૂર્ણ પણે તમને જ જાય છે. મને ખબર છે તમે એક વખત મને કહેતા હતા કે નાનપણમાં હું રાત્રે સૂતોના હોઉં તો તમે ગીત ગાઈને મને સુવડાવતા હતા, અને કદાચ તે અજાણતા સાંભળી સાંભળીનેમાંરી અંદર સંગીત પ્રત્યેની રુચિ ઉત્પન્ન થઈ. કયું ગીત ગાતા હતા? અરે હા. .પેલું "ચંદન સા બદન..." અને આ સાંભળીને મુળવંતના ચહેરા ઉપર આછેરું સ્મિત રમી રહ્યું "જો દિકરા. હું તોમાંરી ફરજ બજાવતો હતો. .તારા પપ્પા અને મમ્મી, બન્નેનું સહિયારું કામમાંરે કરવાનું હતું. જોના કરતને તો આ તારી મમ્મી ફોટામાંથી બહારનીકળીને મને હેરાન કરત, સમજ્યો?" અને બન્ને, પિતા પુત્ર ખડખડાટ હસી પડ્યા. .અને મૃગાક્ષીના ફોટા ઉપર ચડાવેલ સુખડનો હાર હળવેથી હલ્યો...જાણે મૃગાક્ષી પણ પિતા પુત્રની મજાકમાં સહયોગી થઈ હતી.

ઘડિયાળની ટક ટક ટક હંમેશા મનુષ્યને એ કહેતી હોય છે કે હું રોકાવાની નથી. તમારે મારા તાલે તાલ મેળવવાનો છે. સમય વહેતો જતો હતો. .હવે તો સ્વર સંગીત ક્ષેત્રે ઘણો આગળનીકળી ચુક્યો હતો. દેશ વિદેશમાં તેના કાર્યક્રમો યોજાતા હતા. હવે તો તે ગુજરાતી ચલચિત્રમાં પણ પોતાનો કંઠ આપતો હતો. ખૂબ જનામના મેળવી રહ્યો હતો, સ્વર. .અને મુળવંત આ બધું જોઈને તેની છાતી ગર્વથી ફુલાઈ જતી. હવે તો મુળવંત પણ નિવૃત્ત જીવન ગાળી રહ્યો હતો. .અને " મુળવંત"માંથી "મુળવંતરાય" થઈ ગયા હતા. નાગરી નાતમાંથી ઘણી સારી સારી કન્યાઓના માંંગા સ્વરમાંટે આવી રહ્યા હતા. પરંતુ સ્વરને એવી કોઈ જ ઉતાવળ નહોતી. તેનું લક્ષ્ય સંગીતની દુનિયામાં અવ્વલ રહેવાનું હતું, અને એટલે મુળવંતરાય પણ તેને કોઈ બળજબરી નહોતી કરી રહ્યા. પરંતુ વિધિને તો કંઇક ઓર જ મંજૂર હતું.

મુળવંતરાયની તબિયત થોડી બગડવા લાગી હતી. તેમને તાવ અને ઉધરસ રહેવા માંંડી. ત્યાં સુધી કે એક વખત તો તેમને ઉધરસ ખાતી વખતે મોઢાંમાંથી લોહી પણનીકળ્યું. સ્વર ખૂબ જ ચિંતિત થઈ ગયો. શહેરના એક ખૂબ જ પ્રખ્યાત ડૉક્ટર પાસે લઈ ગયો. પરંતુ કોઈ પણ ડૉક્ટર, પછી ભલે તેનાનો હોય કે મોટો. .પરીક્ષણ વગર કોઈ જ તારણ ઉપરના આવે.. મુળવંતરાયના બધા જોઈતા પરીક્ષણ કરાવ્યા. પરીક્ષણના રિપોર્ટ આવી ચૂક્યા હતા. ડૉકટર એ ફોન કરીને સ્વરને પોતાના ક્લિનિક ઉપર બોલાવ્યો.

સાંજે સ્વર ડૉક્ટરના ક્લિનિક ઉપર પહોંચી ગયો. ડૉક્ટરની કેબિનમાં અપાર શાંતિ પ્રવર્તી રહી હતી. ડૉક્ટર રિપોર્ટ જોઈને તારણ ઉપર આવી ચૂક્યા હતા અને સ્વરને જણાવી પણ ચૂક્યા હતા. સ્વરથી કદાચ તે સ્વીકારવું મુશ્કેલ થઈ પડ્યું હતું.. મુળવંતરાયને કેન્સર હતું અને તે પણ લોહીનું. ડૉકટરના કહેવા પ્રમાણે જે ઝડપે તે મુળવંતરાયના શરીરમાં ફેલાઈ રહ્યું છે તે જોતાં તો મુળવંતરાય પાસે હવે કદાચ બે મહિનાથી પણ ઓછો સમય બચ્યો હતો. સ્વર ભારે પગલે ઘરે આવ્યો. મુળવંતરાય તેમના શયનખંડમાં સૂતા હતા. સ્વર આવ્યો છે તેની જાણ થતાં તે ઉભા થવાની કોશિશ કરવા લાગ્યા, પરંતુ ત્યાં તો સ્વર જ પોતે તેમના શયનખંડમાં પહોંચી ગયો. મુળવંતરાય અતિ ક્ષીણ અવાજે સ્વરને પૂછ્યું "દિકરા, શું કહ્યું ડોક્ટરે ? રિપોર્ટ આવી ગયા ? તું ચિંતા નહીં કરતો હોં. તું નહીં કહે તો પણમાંરો અનુભવ મને ઘણું બધું કહી જાય છે. આ તારી મા હવે એકલી પડી લાગે છે, એટલે મને બોલાવતી લાગે છે. હવે જોજે ત્યાં પણ મારી પાસે કામ કરાવશે" અને આટલું બોલીને મુળવંતરાય હસી પડ્યા. પરંતુ તે હસવામાંને હસવામાં ફરી પાછા ઉધરસે ચડી ગયા. અને તેમના મોઢાંમાંથી થોડા રક્તના છાંટા મોઢે રાખેલા સફેદ રૂમાલમાં ઉડ્યા.

સ્વરમાંંડમાંંડ હિંમત રાખીને બેઠો હતો. વિચારી રહ્યો હતો કે આટલી ગંભીર બીમારીમાં પણ પપ્પા મજાક મશ્કરી કરવાનું નથી ચૂકતા ! સ્વર તેમના શયનખંડમાંથી બહાર આવ્યો. ધીરે પગલે તેનીમાંંના ફોટા આગળ આવીને ઉભો. ."મા. તમે જ્યારે મને અને પપ્પાને મૂકીને ગયા ત્યારે હું તો સમજણો હતો જ નહીં, પરંતુ પપ્પા તમારી વાત મને કરતા રહેતા...પપ્પા એ મને કોઈ દિવસ તમારી ગેરહાજરી સાલવા નથી દીધી. તેમણે એક પિતા અનેમાંતાની બેવડી ભૂમિકા ભજવી છે. માં. .હું થોડો સ્વાર્થી થઈશ આજે. તમે ત્યાં બીજી દુનિયામાં એકલા છો, પરંતુ જો તમે પપ્પાને બોલાવી લેશો તો તોમાંરી દુનિયા જ પૂરી થઈ જશે પપ્પાને હજી થોડો સમયમાંરી પાસે રાખોને માં ?" અને સ્વરથી એક ડૂસકું નખાઈ ગયું. મૃગાક્ષીના ફોટા ઉપર આજે જાણે કે અશ્રુઓની ઝાલર બાઝી હતી. .!

મુળવંતરાયને હવે હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. ડૉક્ટર કોઈ તક છોડવા નહોતામાંગતા. મુળવંતરાયનું ખાવાનું લગભગ ૮ - ૧૦ દિવસોથી બંધ જ હતું. એક હાડપિંજર જેવું તેમનું શરીર થઈ ગયું હતું. ડૉક્ટરના કહેવા પ્રમાણે હવે તે વધુ સમય ના કાઢે તો તેમને માંટે જ સારું રહેશે. સ્વરને પોતાની કેબિનમાં બોલાવીને એટલું જ કહ્યું "સ્વર, જે ભગવાનમાં માંનતા હો, પ્રાર્થના કરો કે હવે વધારે પિલાય નહીં અને શાંતિથી કોઈ તકલીફ વગર વિદાય લઈ લે." અને પછી સ્વરે ડૉક્ટરને કશું કહ્યું અને તેમની કેબિનની બહાર નીકળી ગયો. મુળવંતરાય તો આઈ.સી. યુમાં હતા, એટલે બહારથી જ સ્વર તેમને જોઈ રહ્યો. શ્વાસ ધીરે ધીરે ચાલી રહ્યા હતા અને ચહેરા ઉપર અપાર વેદના હતી. સ્વરની આંખોમાંથી અશ્રુઓનો મેળો જામ્યો હતો.

આજે તે ઘણો જ સક્ષમ હતો પરંતુ તેના પપ્પામાંટે કઈં જ કરી નહોતો શકતો. અને તે વેદના સ્વરના ચહેરા ઉપર દેખાતી હતી. હોસ્પિટલમાં કલાક જેટલો થયો હશે અને ત્યાંજ સ્વરના ઘરેથી તેનો એક માણસ હાથમાં હાર્મોનિયમની પેટી લઈને હાજર થઈ ગયો. ડૉક્ટર ત્યાં આવી ગયા અને જેમ સ્વર એ તેમની સાથે વાત કરી હતી તે મુજબ સ્વરને મુળવંતરાય જે આઇ.સી. યુ.માં હતા ત્યાં લઈ જવામાં આવ્યો.સ્વર એ તેનું હાર્મોનિયમ ખોલ્યું અને સુર છેડ્યો અને તેની સાથે એક ગીત "ચંદન સા બદન. . ચંચલ ચિત્વન...ધીરે સે તેરા યે મુસ્કાના" સ્વરનો સ્વર તે ઓરડામાં ફેલાઈ રહ્યો હતો. .મુળવંતરાય ધીરેથી પોતાનુંમાંથું સ્વર તરફ વાળ્યું. .તેમના હોઠ સહેજ સ્મિતની મુદ્રામાં વંકાયા. પોતાનો નિર્બળ હાથ ધીરેથી ઉંચો કરીને પોતાની હથેળીને આશીર્વાદની મુદ્રામાં રાખીને. હથેળીને પાછીનીચે ટેકવી દીધી. આંખો સ્થિર થઈ ગઈ હતી.સ્વરનો અંતિમ સુર પણ નીકળી ચુક્યો હતો. વાતાવરણમાં નરી નિસ્તભતા હતી. મુળવંતરાય તો વિદાય લઈ ચૂક્યા હતા. સ્વરની આંગળીઓ રોકાઈ ગઈ હતી. મુળવંતરાયને તે વિદાય લેતા જોઈ રહ્યો. ડૉક્ટર અંદર આવી ગયા અને પ્રાથમિક તપાસના અંતે જાહેર કર્યું કે મુળવંતરાય હવે નથી રહ્યા !

ડોક્ટરે સ્વરને એક સવાલ કર્યો કે તેણે હોસ્પિટલમાં હાર્મોનિયમ મંગાવીને ગીત શું કામ ગાયું ? અને તેના પ્રત્યુત્તરમાં સ્વર એ કહ્યું "ડૉક્ટર સાહેબ, હું જ્યારે બહુ નાનો હતોને, ત્યારે પપ્પા મને આ ગીત ગાઈને સુવડાવતા હતા, અને હું શાંતિથી સુઈ પણ જતો. આજે મેંમાંરા પપ્પા શાંતિથી સુઈ શકે તેમાંટે તેમનું જે પ્રિય ગીત ગાતું. અને એ શાંતિથી સુઈ પણ ગયા. તેમના માંટેનો આ માંરો અંતિમ સુર હતો !


Rate this content
Log in

Similar gujarati story from Tragedy