Nilang Rindani

Tragedy Inspirational

4  

Nilang Rindani

Tragedy Inspirational

ઘરનો ખૂણો

ઘરનો ખૂણો

12 mins
430


કંદર્પ અને કાદંબરી, સમજોને કે હંસ અને હંસલીની જોડી. કહેવત છેને કે જોડીઓનું નિર્માણ સ્વર્ગમાં થતું હોય છે અને પૃથ્વી ઉપર તેમનું મિલન થતું હોય છે. આ પ્રચલિત કહેવતને સાચી ઠેરવનાર દંપતી એટલે....કંદર્પ અને કાદંબરી. જામનગરના પટેલ કોલોની વિસ્તારમાં આવેલ કંદર્પ જોશિપુરાના ઘરનું નામ હતું "સ્વર્ગ", અને ખરા અર્થમાં સ્વર્ગ જેવું જ સુખ, આનંદ અને શાંતિનું પણ રહેણાંક હતું. કંદર્પ એક બિનસરકારી બેંકમાં મેનેજર હતો. એમ.બી. એ હતો એટલે બેંકમાંનોકરી પણ તરત મળી ગઈ હતી, અને બિનસરકારી બેંક હતી એટલે પગાર પણ ૬ આંકડામાં હતો. ટુંકમાં સરસ્વતી અને લક્ષ્મીનું પણ રહેણાંક હતું "સ્વર્ગ". આડોશ પાડોશમાં પણ ખૂબ સારી છાપ ધરાવતું હતું આ દંપતી. સદાય હસતા રહેતાં, કોઈની પણ મદદમાંટે હમેશાં તત્પર અને પરસ્પર એકબીજામાંટે સમ્માન.આ હતો આ દંપતીની અંગત ઓળખ. 

કંદર્પ અને કાદંબરીના લગ્ન જીવનને સહેજે ૧૦ વર્ષનો ગાળો વીતી ગયો હતો, પરંતુ તેમના આ સ્વર્ગ સમા ઘરમાં બાળકની કિલકારીઓનો અભાવ હતો. કહે છેને કે ઈશ્વર દરેકને બધું એક સાથે નથી આપી દેતો. એક ગુરુ ચાવી તે પોતાની પાસે પણ રાખતો હોય છે. કારણ કે તેને ખબર છે કે જો તે મનુષ્યનામક સામાજિક પ્રાણીને એક સાથે બધું જ હસ્તગત કરી દેશે તો તેને પુજશે કોણ ? કઇંક ખૂટતું રાખીશ તો જ આ બુદ્ધિશાળી અને સ્વાર્થી પ્રાણી તેની પાસે દોડતો આવશે. અને આ ઉક્તિના સાર્થક કરતા હોય તેમ કંદર્પ અને કાદંબરી પણ જેટલા મંદિર એટલી બાધા રાખીને બેઠા હતા. કઈ કેટલાય નિષ્ણાંત, વૈદ, હકીમના ઉપચાર કરાવ્યા, પણ સઘળું વ્યર્થ. પરંતુ તેમણે પણ હજી આશા છોડી નહોતી. કંદર્પ અને કાદંબરી, બન્ને એકબીજાને સાથ, સહકાર અને સધિયારો આપીને ઈશ્વરની મરજીનેમાંન આપીને તેમના ઉપચાર કે પ્રાર્થનામાં કોઈ કમી નહોતા રાખતા. આમને આમ દિવસો પસાર થઈ રહ્યા હતા, સમય પસાર થઈ રહ્યો હતો, પરંતુ તેમની ઈચ્છા તો હતી ઠેરની ઠેર.

ડિસેમ્બર મહિનાની શિયાળાની સાંજ હતી. ૬ વાગતા સુધીમાં તો સૂરજ દેવ પણ પૃથ્વીને બીજે છેડે પહોંચી જતા હતા. કંદર્પ અને કાદંબરી ઘર જરૂરિયાતની ચીજ વસ્તુઓ લેવામાંટે રિલાયન્સ મોલમાં ગયા હતા. બધી વસ્તુઓના બિલની ભરપાઈ કરીને કંદર્પ અને કાદંબરી ગાડી ઓના પાર્કિંગ વિસ્તારમાં આવ્યા. ગાડીની ડિકીમાં બધો સામાન મૂકવામાંટે કંદર્પ જેવો પાછળ આવ્યો તો તેની નજર એક નાના ગલૂડિયાં તરફ ગઈ જે તેની ગાડીના પાછલા વ્હીલ આગળ બેઠું હતું. શિયાળાની સાંજ અને તે ઉપરાંત સહેજે મહિનાનું ગલુડિયું હશે એટલે ઠંડીમાં ઠુંઠવાતું સંકોચાઈને બેઠું હતું. આછો બદામી રંગ અને નાકનો ભાગ સહેજ કાળો, એટલે પરાણે વહાલું લાગે એવું હતું..

"અરે કાદંબરી....જો તો ખરી, કેવું સરસ અને મીઠડું ગલુડિયું છે. પણ તેની માં આસપાસમાં ક્યાંય દેખાતી નથી, કદાચ વિખૂટું પડી ગયું હોવું જોઈએ" કંદર્પ એ કાદંબરીને ઉદ્દેશીને કહ્યું.

અને કાદંબરી પણ ત્વરિત પગલે ડિકી તરફ વળી. તેણે પણ ગલૂડિયાંને જોયું અને એકદમ વહાલ ઉભરાઈ ગયું.

"ઓહ, કેટલું સરસ છે, અહીં કેવી રીતે આવ્યું હશે.ખબર નથી પડતી....સારું છે કે અહીં છે, નહીંતર જો રસ્તા ઉપર પહોંચી ગયું હોત તો ખબર નહીં શું ય થાત..."

એમ કહીને કાદંબરી થોડી નીચેની તરફ વળીને પેલા ગલૂડિયાંનામાંથે વહાલથી હાથ ફેરવ્યો. હવે પેલા ગલૂડિયાંની નજર કાદંબરી ઉપર પડી. ગોળ કાળી કાજળ કેરી આંખો અને આંખોમાંથી નીતરતી એક દયાની કેડી. અમુક ક્ષણો સુધી પેલું ગલુડિયું કાદંબરી સમક્ષ જોઈ રહ્યું. કદાચ એમ કહેવામાંગતું હોય કે "હું એકલું જ છું .શું તમે મને આશરો આપશો ? હું તમારા ઘરના ખૂણે પડી રહીશ. મને લઈ જશો ?" એક આર્તઃનાદ જાણે કે કાદંબરી એ અનુભવ્યો અને તે અચાનક હચમચી ગઈ. તેની આંખોના ખૂણા ભીના થઇ ગયા અને મોડી સાંજના ઉગતા ચંદ્રના પ્રકાશમાં પેલા ગલૂડિયાંની આંખોના અશ્રુઓ પણ જાણે તેને વિહવળ કરી રહ્યા હતા. અને એક અવાજ ઉઠ્યો કાદંબરીની ભીતર. માતૃત્વનું અમૂલ્ય ઝરણું અચાનક કોઈક પ્રચંડ શીલામાંથી વહેતું થયું અને ક્ષણવારનો પણ વિલંબ કર્યા વગર કાદંબરી એ તે ગલૂડિયાંને પોતાના બન્ને હાથથી ઉપાડીને છાતી સરસુ ચાંપી દીધું. કાદંબરીની આંખો બંધ હતી. પેલું ગલુડિયું પણ જાણે કે માતૃત્વના ઝરણાંમાંથી વહેતું અમૃતનું પાન કરી રહ્યું હોય તેમ લપાઈને કાદંબરીને વળગીને બેસી રહ્યું. કંદર્પ આ બધું જોઈને અવાચક થઈ ગયો. શું થઈ રહ્યું હતું તેની તેને કલ્પના તો હતી, ખબર પણ હતી કે આજે ૧૦ વર્ષ પછી કાદંબરીના હૃદયમાં જે માતૃત્વનું સુકાયેલું ઝરણું હતું તે નવ પલ્લવિત થઈને વહેતું થયું હતું, અને કંદર્પથી પણ પેલા ગલૂડિયાંના મસ્તક ઉપર ઉષ્માભર્યો હાથ ફરી ગયો.

કંદર્પ અને કાદંબરી, બન્ને એકબીજા સમક્ષ જોઈ રહ્યા હતા. કઈં પણના કહેતાં કે બોલતાં, ઘણું બધું બોલી ગયા. બન્નેની આંખોમાં એક મુક સમ્મતીની લહેર દોડી ગઈ. અને પછી ગણતરીની પળોમાં કંદર્પની ગાડી મોલના પાર્કિંગમાંથી જ્યારે બહારનીકળી ત્યારે તેમની સાથે એક અબોલ, નિસ્વાર્થ અને પ્રેમાળ પ્રાણી પણ હતું, જે ગાડીની બારીના કાચની બહારની દુનિયા જોવામાં વ્યસ્ત થઈ ગયું હતું. અને ત્યારે જ કંદર્પ અને કાદંબરીથી એકબીજા સમક્ષ એક મૃદુ સ્મિતસભર નજરથી જોવાઈ ગયું. "કદાચ ઈશ્વરનો આ જ નિર્ણય હશે"નો વિચાર તેમના બન્નેનામાંનસપટ ઉપર અંકિત થયો હશે.

"સ્વર્ગ"નું પ્રાંગણ હવે ખરા અર્થમાં "પિન્કી"ની મીઠી કિલકારીઓથી ગુંજી ઉઠ્યું હતું. નાના એવા બગીચામાં ચોપગા જીવના પગલાં આમથી તેમ પડતાં અને કાદંબરી તેની પાછળ દોડતી. આ દૃશ્ય હવે "સ્વર્ગ"માં કાયમનું થઈ ગયું હતું. તેમની આડોશ પાડોશના રહેવાસીઓ પણ આ નવા આવેલ જીવને જોઈને આનંદિત થઈ જતા હતા. આસપાસનાનાનાનાના ભૂલકાંઓ પણ હવે "સ્વર્ગ"ના પ્રાંગણમાં આવતાં હતાં. "પિન્કી"ના આગમનથી અચાનક "સ્વર્ગ"નું વાતાવરણ જાણે કે બદલાઈ ચૂક્યું હતું. કાદંબરી પણ આ બધું નિહાળીને અંદરોઅંદર હરખાઈ ઉઠતી. અને "પિન્કી" તરફ અમિદૃષ્ટી કરીને જોઈ રહે અને ઈશ્વરનો સસ્મિત ચહેરો "પિન્કી"ના ચહેરા ઉપર અંકિત થઈ જતો. કંદર્પ પણ જેવો સાંજે ઘરે પહોંચે ત્યારે કાદંબરી પહેલાં તો "પિન્કી" પ્રાંગણમાં પહોંચી જતી અને આગળના બન્ને પગ ઊંચા કરીને કંદર્પનું સ્વાગત કરતી. કંદર્પ પણ પોતાની લેપટોપની બેગ બાજુ ઉપર મૂકીને તેને પહેલાં તો હાથમાં લઇ લે અને પછી જેમનાના બાળકને તેડીને ખભેમાંથું ટેકવે તેમ "પિન્કી"નુંમાંથું ટેકવીને તેને વહાલ કરે અને "પિન્કી" પણ આ વહાલનો પ્રતિભાવ આપતી હોય તેમ કંદર્પના કાનમાં ધીરેથી ફુસ્ફૂસ કરીને જાણે કે કહેતી હોય "પપ્પા.... કેમ આજે મોડા પડ્યા ? હું તમારી રાહ જોતી હતી" અને કંદર્પ પણ જાણે કે તેની પ્રેમભરી ભાષા, જેમાં કોઈ શબ્દોને સ્થાન નથી, તે સમજતો હોય તેમ "પિન્કી...જો હું આવી ગયો, અને તારામાંટે રમકડું પણ લાવ્યો છું.આંખો દિવસ મમ્મીને હેરાન નથી કરીને ? અને બરાબર જમી લીધું હતુંને ? તેને પછી બગીચામાં ફરવા લઈ જઈશ ઠીક છે ?" આટલું કહીને પિન્કીને જમીન ઉપર મૂકીને ઘરમાં પ્રવેશે પિન્કી પણ દડબડ દડબડ દોડતી ઘરમાં પ્રવેશી. કંદર્પ સોફા ઉપર બેઠો અને લેપટોપ બેગમાંથી એક કોથળી કાઢીને તેમાંથી રબ્બરનું એક રમકડું કાઢીને પિન્કીને આપ્યું અને પિન્કીને તો જાણે ભગવાન મળી ગયા. એકદમ કૂદીને પેલા રમકડાંને મોઢાંમાં દબાવીને ઘરના ખૂણામાં જઈને બેસી ગઈ. 

દિવસો, મહિનાઓ અને આમ કરતાં કરતાં લગભગ ૬ વર્ષ વિતી ગયા. પિન્કી હવે તો મોટી થઈ ગઈ હતી. કંદર્પ અને કાદંબરીની વાત્સલ્ય સભર દેખભાળથી તે ખૂબ સુંદર લાગતી હતી. મીનાક્ષી આકારની તેની આંખો, કાજળની કાલિમા જેવી ચમક,ચળકતા બદામી રંગની તેની કેશવાળી....સુડોળ પગ.....અને ભરપૂર કેશ અને કલગીના વણાક સમી તેની પૂંછડી....અને ગળામાં એક રાણીને શોભે તેવો ખાસ બનાવરાવેલો ચાંદીનો પટ્ટો,વાહ. અને જ્યારે કંદર્પ અને કાદંબરી તેને લઈને બહારનીકળતા ત્યારે તો તેની મલપતી ચાલ જોઈને તો એમ જ લાગતું કે સિંહણ વિહાર કરવાનીકળી છે. અને લોકો પણ આ ત્રિપુટીને જોઈ રહેતા.

આવી જ રીતે એક દિવસ કંદર્પ, કાદંબરી અને પિન્કી, ઘરની નજીકમાં આવેલ એક બગીચામાં બાંકડા ઉપર બેઠા હતા.પિન્કીનીચે ઘાંસ ઉપર તેની આગવી છટાથી બેઠી હતી. બગીચામાં ભૂલકાંઓ પકડા પકડીની રમત રમતા કિકિયારીઓ કરી રહ્યા હતા. બગીચાના ફૂલો પણ આ બધું નિહાળીને પવનની લહેરખીઓ સંગ હલીને પોતાની ખુશી અને આનંદ વ્યક્ત કરી રહ્યા હતા. વાતાવરણમાં આછેરી ઠંડક હતી. ઉનાળાનો સમય હતો એટલે દિવસ પણ મોટો હતો.

સાંજના સાતેક વાગ્યાનો સુમાર હશે, પરંતુ સૂરજદેવ હજી જવાનું નામ નહોતા લેતા. કદાચ તે પણ આ બગીચાનું આહલાદક વાતાવરણ જોઈને રોકાઈ ગયા હશે..

"કાદંબરી....." કંદર્પ એ ખૂબ જ હળવા સ્વરમાં કાદંબરીને બોલાવી.

"હ મ મમ" કાદંબરી એ પણ પોતાની આંખો પિન્કી ઉપરથી ખસેડ્યા વિના હોકાર છેડ્યો

કંદર્પ એ વાત આગળ વધારી "પિન્કીના આવ્યા પાછી આપણા ઘરનું વાતાવરણ કેટલું બદલાઈ ગયું છે, નહીં ?"

અને કાદંબરી એ પણ પ્રત્યુત્તરમાં "હા કંદર્પ..જોને તેના ઘરે આવ્યાને ૬ વર્ષ વિતી ગયા અને આ સમય કેવી રીતે પસાર થઈ ગયો તે ખબર જના પડી. છે તો મુક પ્રાણી પણ તેની આપણા ઘરમાં વસ્તી કેટલી બધી લાગે છે. મારું મન ઘણી વાર વિચારોના વંટોળિયામાં વિખૂટું પડી જાય છે, પણ ત્યાં જ પિન્કી નજર સામે આવે અને જાણે કે મનમાં અપાર આનંદ છવાઈ જાય છે. ખરેખર ઈશ્વરની આ એક ભેટ જ છે."

કાદંબરી એ પોતાની વાત જેવી પૂર્ણ કરી કે કંદર્પ એ તેની હથેળી પોતાના હાથમાં લીધી અને

"સાચી વાત છે તારી.....આ ઈશ્વરની જ એક અણમોલ ભેટ છે. અને તને બીજી એક વાત કહું કે ઈશ્વરે આ મુક પ્રાણીઓમાં એક અદમ્ય શક્તિ આપી હોય છે કે તે કોઈ પણ સંજોગોમાં કઈં પણ બોલ્યા વગર મનુષ્યને તેની કઠિન પરિસ્થિતિમાં એકમાંનસિક પરિબળ પૂરું પાડી શકે છે. આપણા મનુષ્યોમાં સ્વાર્થ ખૂબ જ હોય છે, પરંતુ આ લોકો એકદમ નિસ્વાર્થ હોય છે. કોઈ પણ અપેક્ષા વગર કેવી રીતે પ્રેમ કરવો તે આ મુક પ્રાણી જ આપણને શીખવી જાય છે. સારું છે ઈશ્વરે આ મુકપ્રાણીઓને વિચારવાની શક્તિ નથી આપી, નહીંતર આ લોકો પણ આપણા જેવા સ્વાર્થી થઈ જાત. અરે તને કે મને જો ભૂખ કે તરસ લાગે તો આપણે ઉઠીને કઈં ખાઈ લઈએ છીએ, પણ આ લોકો તો આપણા ઉપર પુરે પૂરા નિર્ભર હોય છે. તેમને ભૂખ કે તરસ લાગી હશે તો ફક્ત ભસીને જણાવવાની કોશિશ કરશે પણ જાતે ઉભા થઇને ફ્રિઝમાંથી બોટલ કાઢીને પાણી કે ખાવાનું નહીં ખાઈ શકે. ખરેખર કાદંબરી, મને તો આ લોકોની ખૂબ જ દયા આવતી હોય છે"

કંદર્પ એ તો જાણે પોતાના હૃદયનો ઉભરો કહો કે વેદના કાદંબરી સમક્ષ ઠાલવી દીધો. અને કાદંબરી તેની સમક્ષ એક રમતિયાળ સ્મિત વેરીને જોઈ રહી.."ચાલો મેનેજર સાહેબ, અંધારું થઈ ગયું છે. ઘરે જઈએ હવે, પિન્કીને પણ ભૂખ લાગી હશે" આટલું બોલી જ હતી કાદંબરી કે જમીન ઉપર બેઠેલી પિન્કી પોતાનું નામ સાંભળીને તરત જ ઊભી થઈ ગઈ. "આ જો માંરી દીકરી કેટલી હોંશિયાર છે. પોતાનું નામ સાંભળીને કેવી ઊભી થઈ ગઈ" આટલું બોલીને કાદંબરી એ હેતથી તેના મસ્તિષ્ક ઉપર ચુંબન કરી લીધું, અને પછી આ ત્રિપુટી બગીચામાંથી બહાર આવીને પોતાના "સ્વર્ગ" તરફ પ્રયાણ કરી ગઈ.

આજે સવાર થી જ પિન્કીની તબિયત થોડી બગડી હતી. કઈં ખાધું તો નહોતું જ, પરંતુ બગીચાના પાંદડાં ખાઈને બેથી ત્રણ વાર ઉલ્ટી પણ કરી દીધી. રમતી અને કુદા કુદ કરતી પિન્કી આજે કઇંક અલગ જ હતી. ઘરના ખૂણે પાથરેલી ગોદડી ઉપર ટૂંટિયું વાળીને સૂતી હતી. થોડી થોડી વારે પોતાની આંખો ખોલીને જોઈ લેતી હતી. કાદંબરી થોડી ચિંતિત હતી. તેને માટે એક વાટકીમાં દૂધ પણ મૂક્યું, પણ પિન્કી એ તે આજેના પીધું. કંદર્પ બેંક જવાનીકળ્યો અને તે પિન્કીની ધ્યાન બહારના ગયું. ધીરેથી ઉઠીને ધીરે ધીરે તે દરવાજા સુધી આવી અને કંદર્પ સામું જોઈ રહી. "પપ્પા, આજે મને ઠીક નથી. એટલે હું બહાર સુધી નહીં આવી શકું. જલ્દી ઘરે આવી જશોને ?" અને કંદર્પ પણ તેની શબ્દો વિહોણી ભાષા સમજી ગયો હોય એમ "હા મારી દીકરી.....તું આરામ કરજે હોં... હું જલ્દી ઘરે આવી જઈશ, પછી આપણે ડૉક્ટર પાસે ચૂઈં કરાવવા જઈશું, એટલે મારી દીકરી એકદમ સાજી થઈ જાશે" આટલું કહીને કંદર્પની આંખમાં ઝળઝળીયાં આવી ગયા, કારણ કે તેણે પિન્કીને આવી રીતે કોઈ દિવસ જોઈ જ નહોતી. અને તે બેંક જવામાંટેનીકળી ગયો. 

બપોરે લગભગ ૩ વાગ્યે કંદર્પના મોબાઈલની ઘંટડી રણકી ઉઠી અને મોબાઈલ સ્ક્રીન ઉપર કાદંબરીનુંનામ આવી રહ્યું હતું. કંદર્પ એ મોબાઈલ લીધો

"હા કાદંબરી....બોલ, શું કામ પડ્યું ?"....

સામે છેડેથી કાદંબરીનો રડમસ અવાજ આવ્યો...."કંદર્પ, પિન્કીને જરાય સારું નથી લાગતું. ખાધું તો નથી જ, પણ ઉંહકારા પણ કરે છે અને ઉલ્ટી પણ કરે છે. પાણી પીવે છે તે પણ કાઢી નાખે છે. પેટમાં કઈં રહેતું જ નથી. અને ઉલ્ટીમાં થોડું લોહી પણ નીકળ્યું છે. કંદર્પ (ડૂસકું ભરીને) મને ખૂબ જ ચિંતા થાય છે. મને પણ ખબર નહીં કેમ, પણ ચક્કર આવી ગયા. તું ઘરે જલ્દી આવી જા.. "

કંદર્પના ચહેરા ઉપર ચિંતાના વાદળો એ ઘેરો ઘાલ્યો. "કાદંબરી તું ચિંતાના કર. હુંનીકળું જ છું, તું પિન્કીનું ધ્યાન રાખ અને તું પણ લીંબુનું પાણી પી જા, ત્યાં સુધી હું આવી જઈશ" આટલું બોલીને કંદર્પ એ ફોન કાપી નાખ્યો અને પોતાનું લેપટોપ બંધ કરી, જરૂરી સૂચનાઓ આપીને ઘર જવામાંટેનીકળી ગયો. કંદર્પ ઘરે પહોંચ્યો. ગાડી પાર્ક કરીને ઘરના દરવાજે જ્યાં આવ્યો કે સામે જોયું તો ખૂબ જ ક્ષીણ હાલતમાં અને એકદમ ધીરે પગલે આવતી પિન્કી દેખાણી. તેની આંખો એકદમ ઊંડી ઉતરી ગઈ હતી. પગ ચાલતા નહોતા પણ તેનો રોજિંદો ક્રમ હતો કે કંદર્પ આવે એટલે તેનું સ્વાગત કરવા દરવાજે જવું. કંદર્પ તો તેને જોઈને એકદમ ભાંગી જ પડ્યો. લેપટોપ બેગનીચે મૂકીને પિન્કીને છાતી સરસી ચાંપી દીધી

"આવમાંરી દીકરી...શું થઈ ગયું મારી દીકરીને ? જો પપ્પા આજે ઘરે જલ્દી આવી ગયા. હવે પપ્પા અને મમ્મી તમને ડૉક્ટર પાસે લઈ જશે એટલે અમારા દિકરી બાઈ એકદમ સાજા સારા થઈ જાશે"

કંદર્પને આટલું બોલતાં બોલતાં તો જાણે હાંફ ચડી ગઈ. તેણે પિન્કીની આંખમાં જોયું. ખૂબ જ ઓશિયાળી થઈ ચૂકી હતી આ રમતિયાળ આંખો. જાણે પૂછી રહી હતી કંદર્પને

"પપ્પા, હું સાજી થઈ જઈશને?"

અને કંદર્પ પણ જાણે પિન્કી શું કહેવામાંગે છે તે સમજી ગયો હોય "હામાંરા દીકરા....તું એકદમ સાજી થઈ જઈશ". તે પછીના બીજા કલાકે તો કંદર્પ અને કાદંબરી પ્રાણીના ડૉક્ટરના દવાખાને હતા. ડૉક્ટર એ પ્રાથમિક તપાસ કરીને નિદાન કર્યું કે પિન્કીનું લિવર ફાટી ગયું છે. કોઈ કારણ નથી હોતું પણ સામાન્ય તઃ કૂતરાં ઓમાં આ થતું હોય છે. પિન્કીને થોડું વહેલું થઈ ગયું છે, પણ આનો કોઈ ઈલાજ પણ નથી.આ સાંભળીને કંદર્પ અને કાદંબરીના પગ તળેથી તો ધરતી ખસી ગઈ. કાદંબરી તો આ સાંભળીજ ના શકી અને શું થયું કે એકદમ ચક્કર આવી ગયા અને તેણે ખુરશી ઉપર બેસી જવું પડ્યું.

પિન્કીને લઈને ઘરે પહોંચ્યા. પિન્કીની તબિયત વધારે લથડી હતી. હવે તો જે ઉલ્ટી થતી હતી તે સંપૂર્ણ લોહી યુક્ત જ હતી.કંદર્પ અને કાદંબરી તેની પાસે જ ઘરના ખૂણે બેસી રહ્યા હતા .બન્નેમાંથી કોઈને હોંશ નહોતા. પિન્કી ટૂંટિયું વાળીને નતમસ્તક સૂતી હતી. કાદંબરી હળવે હળવે તેનામાંથે હાથ ફેરવી રહી હતી. કંદર્પ એકીટશે તેને નિહાળી રહ્યો હતો. અને પિન્કી એ હળવે થીમાંથું ઊંચું કર્યું.

"શું જોઈએ છેમાંરા દીકરાને ? પાણી આપું ?" આટલું કહીને કાદંબરી ઉઠીને તેની સમક્ષ મુકેલ સ્ટીલના વાસણમાં પાણી રેડ્યું. પરંતુ પિન્કી એ તે પીધું નહીં. ધીરે થી તેનો આગલો જમણો પગ ઊંચો કર્યો અને કંદર્પના હાથમાં મૂક્યો. એક દર્દભરી નજરથી કંદર્પ અને તે પછી કાદંબરી સમક્ષ જોયું. "હામાંરા દીકરા...બોલો શું થયું" કાદંબરી તેને પૂછી રહી હતી. અને પિન્કી તેમની સમક્ષ જોઈ રહી. જાણે કહેતી હોય "પપ્પા...મમ્મી, શું હું સાજી નહીં થાઉં ?માંરે તમારી સાથે રહેવું છે. મને સાજી કરી દ્યોને ?" એક અતિ દર્દભરી નજર થી પિન્કી બન્નેને જોઈ રહી. હાથ ધીરેથી છોડાવી લીધો. માથું હળવેથી જમીન ઉપર ટેકવ્યું અને અચાનક જ એક મોટી બૂમ પાડી પિન્કી એ....તેના મોઢાંમાં થી રક્તના ટીપાં જમીન ઉપર પડ્યાં અને તેની મીનાક્ષી જેવી આંખો બન્ને તરફ સ્થિર થઈ ગઈ. તેની નિશ્ચેતન આંખોમાંથી હજી પણ એજ પ્રેમ વરસી રહ્યો હતો, પણ આજે તેનો પડઘો નહોતો પડી રહ્યો. કંદર્પ અને કાદંબરી તેને રીતસરના વળગી પડ્યા. પિન્કીનું નિશ્ચેતન શરીર કંદર્પ અને કાદંબરીના અનરાધાર વરસી રહેલા અશ્રુઓથી ભીનું થઈ ગયું હતું.પિન્કી તેમને છોડીને જતી રહી હતી !

થોડા દિવસો પછી શહેરના એક ગાયનેકોલોજિસ્ટની કેબિનમાં કંદર્પ અને કાદંબરી બેઠા હતા. સામે લેડયે ડૉક્ટરના હાથમાં એક કાગળ હતો. "અભિનંદન કંદર્પ અને કાદંબરી તમે માં બાપ થવાના છો. તમારે ખૂબ જ ધ્યાન રાખવું પડશે. ફરી એક વખત અભિનંદન કે આટલા બધા વર્ષો પછી તમારી બન્નેની ઈચ્છા પૂર્ણ થશે".

કંદર્પ અને કાદંબરી બન્ને ખુશીનામાંર્યા એક બીજા સમક્ષ જોઈને રીતસરના રડી પડ્યા. પૂરા ૯ મહિને કાદંબરી એ એક ખૂબ જ સુંદર દિકરીને જન્મ આપ્યો. હોસ્પિટલમાંથી ઘરે આવ્યા અને બારણું ખોલ્યું. સામે દિવાલ ઉપર ટાંગેલી "પિન્કી"ની સુખડના હાર જડેલી તસ્વીર સમક્ષ જઈને ઉભા રહ્યા કંદર્પ અને કાદંબરી. તસ્વીરમાં પિન્કીની આંખો જાણે કે કહી રહી હતી. "પપ્પા મમ્મી....જુઓ હું પાછી આવી ગઈને ?" અને કંદર્પ અને કાદંબરીની આંખોમાંથી જાણે શ્રાવણ ભાદરવો વહી રહ્યો હતો.

"હામાંરી દીકરી. તુંજ પાછી આવી છે અમારા જીવનમાં. આજથી આ દિકરીનુંનામ પણ પિન્કી" કાદંબરી આટલું બોલીને કંદર્પના ખભેમાંથું મૂકી દીધું.. ઘરનો ખાલી થઈ ગયેલો ખૂણો આજે ભર્યો ભર્યો લાગતો હતો !


Rate this content
Log in

Similar gujarati story from Tragedy