Kalpesh Patel

Drama Inspirational

5.0  

Kalpesh Patel

Drama Inspirational

સૂર્યોદય – અતીતનાં અંધકારનો

સૂર્યોદય – અતીતનાં અંધકારનો

12 mins
5.2K


જરા ખમો, ઓ મારા માડી, મેઘા એ ચુપપી તોડતા બોલી, એના અંતરના અવાજના પડઘાથી તેની સાસુ લલિતાબેન એક ક્ષણ તો ચૂપ થઈ ગયા. મેઘાનો ગુસ્સો હજુ તેના ચહેરા ઉપર તગતગતો હતો, ત્યાં તેની મા નો ચહેરો તરવરતા, માં ની શીખ યાદ આવી, " બેટા વાણી વિલાસ માં શબ્દો વેડફવા નહીં, બોલાયેલા શબ્દો આપણાં રહેતા નથી કે પાછા ગળી શકાતા નથી. એટ્લે વાતચીતમાં ધ્યાન રાખવું. માં ના શબ્દો યાદ આવતા મહા મહેનતે મેઘા એ તમતમી રહેલી લાગણી ઉપર કાબૂ રાખ્યો છતાં, તે બોલ્યા વગર રહી ના શકી, વિધિના લેખથી ચાલે છે આ જગત, કર્ણ જો તમારો પુત્ર હતો તો તે મારો ભરથાર પણ હતો, તેની ટૂંકી જીવાદોરી હશે ને તે અકસ્માત માં ખપી ગયો. સાસુ લલિતાનો દરરોજના માર્મિક ત્રાસ સહન કરતાં, મેઘા પોતાના ઓરડામા જઇ કર્ણની છબી લઈ તે રાત્રે ઘરથી નીકળી ગઈ.

પરિસ્થિતી આવો વળાંક લેશે તેવી લલિતા બેનને બિલકુલ કલ્પના નહતી પણ ખામોશી ધરી બેઠા. તેઓ માનતા હતા કે મેઘા આ અજાણ્યા દેશમાં કાંઇ જશે નહીં તેવી ખાતરીથી ચૂપ રહ્યા, મેઘા બેધડક કર્ણ ની છબી લઈ ને ઘર થી નીકળી, અને પણ લલિતાબેને સ્વાભિમાન ઘવાતું હોઇ મેઘા ને જતાં રોકી પણ નહીં !

 આવેશ નો આવેગ થમતા.. મેઘા ને વાસ્તવિકતા નો ખ્યાલ આવ્યો,.. ક્ષણ માં બધુ તાજું થઈ આવ્યું, તે અને કર્ણ સાથે ભણતા, કર્ણ દેસાઇ,, સ્વર્ગસ્થ રામલાલનો એક માત્ર પુત્ર, રામલાલ દેસાઇ તેલ ના વેપારનું મોટું માથું ગણાતું હતું હવે વેપાર મામા ને હસ્તક હતો અને કર્ણ માતા ના લાડ અને દોમસાહબી ઉછરેલો છતાં તેના પગ જમીન પર રહેતા અને ઠાવકો હતો, એસએસસી પછી કર્ણે મેડિકલ લાઇન લીધી હતી તો મોઢેશ્વરી પરીખ શુશીલ અને દેખવડી, ચંપક ભાઈ પરીખ ની એક માત્ર પુત્રી, ચંપક ભાઈ અનાજ ના વેપારી હતા. મોઢેશ્વરી ને પહેલેથીજ આર્ટ્સમાં લગાવ હતો એટ્લે એણે ફાઇન આર્ટ્સ માં ભણવાનું પસંદ કરતાં હવે તેઓની મુલાકાતો સીમિત થઇ ખરી પણ, બાળપણ ની સ્નેહની ગાંઠ હવે ઉમર વધતાં પ્રેમમાં પરિવર્તિત પામેલી પરિણામે બંને છોકરાઓની પસંદગી ની વચ્ચે ન આવતા દેસાઇ અને પરીખ કુટુંબ ના વેપારી સબંધો હવે કૌટુંબિક માં પરિવર્તિત થવાના હતા, અને કર્ણ એમ બી બી એસ, પછી વધુ અભ્યાસ માટે અમેરિકા ગયેલો છતાં તે મોઢેશ્વરી ની પ્રીત ને વફાદાર રહેલો.અને અમેરિકા થી આવી મોઢેશ્વરી ને પરણી ને સાથે લલિતા બેન ને પણ કાયમ માટે અમેરિકા લઈ ગયો. મોડાસાની મોઢેશ્વરી અમેરિકા આવી અને તેનુ લાંબુ મોઢેશ્વરીનું નામ હવે અંહી "મેઘા" થયું. આમ મોડાસાની "મેઘા" અમેરિકા આવીને શરૂઆતમાં તે ન્યૂયોકમાં દોડતી ગાડીઓ અને ઉભરતો મહેરામણ જોઈ મુજાઈ ગઈ, સહજ સાંપડેલી સાહબી અને સ્વપ્નોની દુનિયામાં મેઘા ધીમે ધીમે કર્ણના સાથ અને કર્ણની માતા લલિતાબેનના સહારા થી ગોઠવાઈ ગઈ.

લગ્ન પછી પહેલી પ્રેગ્રન્સીના સમાચારથી કર્ણ,મેઘા અને લલિતા બેન નો આનંદ ચરમ સીમાએ હતો.પણ વિધાતાને કઈ બીજું મંજૂર હશે...! નાતાલની રજાઓમાં મેઘાએ આઈસ સ્કીઇંગમાં જવાની વાત કરી અને કર્ણ તૈયાર થયો, બંને જણા ગયા. આખા દિવસની મજા માણ્યા પછી પાછા આવતા તેઓની કારને નડેલ રોડ અકસ્માતમાં કર્ણનું મૃત્યુ થયું હતું, અને મેઘાનો તેમાં આબાદ બચાવ થતાં તે આ દુનિયામાં અટુલી પડી, કર્ણના નિધન પછી લલિતાબેનના સ્નેહમાં એકાએક ઓટ આવી હતી.તેઓ "મેઘા" ને પુત્રના થયેલ આકસ્મિત મોત બદલ જવાબદાર લેખતા હતા અને, કર્ણના અવસાનને મેઘાની તે દિવસ ફરવા જવાની માગણી સાથે સાંકળી વાત વાતમાં અપમાન કરતાં, કોઈ વાર મેઘાને તેના માં બાપને ટાંકીને નીત નવાં માહેણાં મારી કોસતા રહેતા,સહનશીલતાની હદ તૂટતાં હર હમેશ ઠાવકી રહેતી મેઘા ઉશકેરાઈને કર્ણનું ઘર છોડવાં મજબૂર બની હતી.

મેઘાનું ઉશ્કેરાયેલ મગજ નુયોર્કની તે રાતના કાતિલ ઠંડા સુસવાટા ભર્યા પવને ટાઢું પડી દીધું, ઘેરથી તો નીકળી, હવે ક્યાં જઈશ આ અફાટ પ્રદેશમાં. એક મનોમન નજર પોતાના પેટમાં રહેલ કર્ણની નિશાની ભાળી, ત્યાં તેને કર્ણની હોસ્પિટલ કામ કરતી નર્સ મેરીની યાદ આવી……

"સમ વન ઈજ ઓન યોર ફ્રન્ટ ડોર" ના સતત રિપીટ થતાં મેસેજે મેરીને ઊંઘમાથી ઉઠાડી દીધી, એલેક્ષના મેસેજમાં કોણ છે તે જોવા ફોન લીધો ને જોયું તો આ તે મેઘા દેસાઈ છે, ડોક્ટર કર્ણની વાઈફ.. મેરી એ ગાઉનના બેલ્ટને ફિટ કરતાં, દરવાજો ખોલીને મેઘાને ઘર માં આવકાર આપ્યો.મેરીની મમતા ભરી નજરથી અત્યાર સુધી રોકી રાખેલ રુદનને છૂટો દોર મળતા મેરીને વળગી ને ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી. મેરી એ સ્ંત્વાઁના આપતા બધી વિગત જાણી. ચિંતા ન કર, આ ઘર પણ તારું જ ગણજે,ચાલ આરામ કર, સવારે શાંતિથી વાત કરીશું,

મેરી હું વતન પરત જવા માગું છું, મારી ટિકિટની વ્યવસ્થા કરી આપોને, તમારો ઉપકાર હું જિંદગી ભર નહીં ભૂલું...મેરી સમસમી ગઈ.. પરંતુ તે મેઘાના સ્વભાવથી પરિચિત હોઇ..તેને હૈયા ધારણ આપતા આવું અમેરિકા છોડીને વતનમાં જવાનું જલદ પગલું ભરવા પાછળનું કારણ પૂછતાં,મેઘા એ હર રોજના કર્ણના મોતને લઈને થતા કંકાસ ના ત્રાસ અને હેરાનગતિની વાત કરી અને પોતાની તૂટેલી સહનશીલતાથી વાકેફ કરતાં જણાવ્યું, કે તે કર્ણની નિશાનીને સમાજમાં પ્રતિસ્થિત વ્યક્તિ બનાવશે. મેરી એ તે પછી ટિકિટની વ્યવસ્થા કરી આપી અને એર પોર્ટ સુધી મુકી આવી ત્યારે મેઘા એ અભરવશ થતાં .. જો પ્રભુની ઈચ્છા હશે તો મળશુ નહીં તો જીવ્યાના જુહાર પાઠવી, ભીની આંખે છૂટા પડ્યા- - - - -

- - - - - - - ---- ડો. નયન પરીખના "આશીર્વાદ" દવાખાનાના દરવાજે એક ટેક્સી આવી ઉભી જેમાંથી એક બુઝર્ગ મહિલા બે સૂટકેસ સાથે ઉતરી દવાખાનામાં પ્રવેશતાજ તે મહિલા રીસેપ્સનિસ્ટના હાથમાં તેનો મોબાઈલમાં થમાવતા ફસડાઈ ગઈ. રીસેપ્સનિસ્ટે સમયની ગંભીરતા જોતાં તાકીદની સારવાર માટે ટ્રોમા વોર્ડ માં તે મહિલા ને ટ્રાન્સફર કરીને ઇન્ટરકોમ ઉપર ડોક્ટરને વાકેફ કર્યા ,

ડોકટરે મહિલા પાસે રહેલી ફાઈલમાં રહેલ લેબોરેટરી રિપોર્ટથી માંડીને એક્સ-રે,સ્ક્રીનિંગ,સોનોગ્રાફી સહિતના બધા રિપોર્ટ જોઈને કહ્યું " બહેન, તમારી સાથે કોણ છે ? મહિલાની આંખમાં લાચારી જોતાં વધુ પૂછવાનું માડી વાર્યું અને પ્રાથમિક સારવાર માટેની તૈયારીના ભાગ રૂપે બ્લડ પ્રેશર ને કંટ્રોલ કરવા માટેના ઉપચાર શરૂ કર્યા.અને ડોક્ટર નયનને બોલાવ્યા."આશીર્વાદ" હોસ્પિટલ એ વાસ્તવવમાં સમાજના દરેક વર્ગ માટે "આશીર્વાદ" સમાન હતી ડોક્ટર નયન પરીખ શહેરના કાબિલ કાર્ડિયાક સર્જન. થોડાકજ સમયમાં તેઓનો સરળ સ્વભાવ ને આગવી આવડતથી બધામાં લોકપ્રિય

ડોક્ટર નયન જ્યારે આવ્યા ત્યાં સુધીમાં બધાજ જરૂરી રિપોર્ટ હાથવાગા હતા, રિપોર્ટ જોતા જણાયું કે મહિલાને ધમની પાસે ટ્યુમર છે, તેથી હ્રદયની જમણી બાજુની મુખ્ય રક્તવાહિની, એ ટયુમર નીચે દબાઈ ગયેલ હોઇ, ઓપરેશન જરૂરી જણાયું પણ તે જોખમી અને ગંભીર હતું,પણ ડોક્ટર નયનને વિશ્વાસ હતો કે એ ઓપરેશન સફળતા પૂર્વક કરી શકાશે.

હવે ડોક્ટર નયને એક નજર પેશન્ટ પર નાખી, જોયું તો એક વયસ્ક મહિલા નિંદ્રાધીન હતી.ચહેરા ઉપર નજર પડતાં એક લાગણી ઉમટી આવી,અને રીસેપ્સનિસ્ટ થી જાણ્યું કે તે એકલી આવી છે. લાઈફ સપોર્ટ સિસ્ટમને સુનીચ્ત કરીને, ઈમરજન્સી હોય તો બોલાવજો કહી ડોક્ટર નયન ઘેર જવા રવના થયા.

ડો. નયન પરીખની અદ્યતન હોસ્પિટલની બિલકુલ અડીને પોતાનો "સૂર્યોદય " નામનો બેઠા ઘાટનો બંગલો હતો. ડોક્ટર અને તેમના મમ્મી સિવાય આ વિશાળ બંગલામાં બીજું કોઈ રહેતું નહોતું, બંગલાના વિશાળ કમ્પાઉન્ડ માં બે આબાંના વૃક્ષો હતા. હાલ હવે નિવૃતિ વિતાવતા એમના મમ્મી મોઢેશ્વરી પરીખ, "આશીર્વાદ" દવાખાનામાં આવનાર દર્દીના ભોજન માટેની કેન્ટીનમાં દર્દીની પરેજી પ્રમાણે સાત્વિક ખોરાક પીરસાય તેનો ખ્યાલ રાખતા અને વાંચનમાં સમય પસાર કરતા હતા, અને સાંજની ફુરસદે બંગલાની બારી પાસે બેસી કમ્પાઉન્ડમાં રોપેલા ફૂલોનું મનોરમ્ય દ્રશ્ય જોયા કરતા હતા.

 સાંજનો સમય હતો અને નયનની રાહ જોતા મોઢેશ્વરી બેન આજે બંગલાની બહાર આંબા નીચે ઝૂલે બેસી અતીતમાં ખોવાયેલ હતા. ત્યાં નયન આવ્યો અને વાતની શરૂઆત, ઓ મમ્મી ધ્યાનમાં પાછા તમે ક્યાં ખોવાયા ? બોલો શું જમાડવાના આજે તમે ?, મોઢેશ્વરી તંદ્રા માથી જાગી, અરે બેટા આવી ગયો, શું તે આજે "સરપ્રાઈઝ", બધુજ તૈયાર છે તારે જમવું હોય ત્યારે કહેજે.

ઓ કે,, મમ્મી કહેતા બોલ્યો "મા આજે આપણે ત્યાં એક મહિલા દાખલ થઈ છે, તે એકલી છે,અને તેને ટ્યુમરનું ઓપરેશન કરવું પડે તેમ છે લાઈફ સિસ્ટમ નોર્મલ થાય એટ્લે એનું ઓપરેશન કરવાનું થશે. ટયૂમરના ઘણા ઓપરેશન રમતની જેમ પહેલા કરેલા છે, પણ 'મમાં,.. આ વખતે આ ઓપરેશન કરતા હું કોઈ મારા સ્વજનનું ઓપરેશન કરવાનો હોઉં એ રીતે મને એક માનસિક ભય સતાવે છે. તે મહિલા માટે હમણાં લિક્વિડમાં મગનું પાણી આપવાનું છે તો તેની ગોઠવણ કરજો.

 "મા, દરરોજ સાંજે દવાખાનેથી ઘેર આવતા પહેલા રોજ હું અર્ધી કલાક પેલા "મગના પાણી"ના ડાયેટ વારા પેશન્ટ પાસે બેસીને આવું છું,કુદરતી રીતેજ કોણ જાણે કેમ પણ હું તે બાઈની લાગણી અને વ્યવહારિક વાતોથી એટલો પ્રભાવિત થયો છું કે એની સાથે કેમ જાણે મારે લોહીનો સબંધ હોય એવું મને લાગ્યા કરે છે. તેઓ શારીરિક તકલીફ સાથે મન થી ભાંગી પડ્યા છે, દરેક વખતે એમની વાતમાં એક વાક્ય તો અવશ્ય આવે છે કે " મારા કરેલા કર્મના ફળ સ્વરુપેજ હું આ જીવલેણ દર્દ ભોગવું છું.આજે જો મારા અંગત કોઈ મારી સાથે હોત તો હું આમ એકલી ના હોત અને મને ઘણી રાહત રહેત અફસોસ આજે કોઈ મારી સાથે નથી "

"તો તે દર્દી સાથે કોઈ નથી આવ્યું ?" મમ્મી એ પૂછ્યું

"ના. તેઓ એકલા છે, આ બાઈ "એન આર આઈ " છે ? એમના કહેવા પ્રમાણે તેમના પતિ અને પુત્ર વરસો પહેલા અવસાન પામ્યા છે "

મમ્મીએ ઉત્તર વાળતા કહ્યું " તેઓની લાગણી સાચ્ચી છે, માનવી વગર વિચાર્યે કર્મ કરે છે અને તેનું ફળ ભોગવતી વખતે કરેલા કર્મોને યાદ કરે છે આવી અવળી વિચારસરણી જ દુઃખ નું કારણ બનતી હોય છે.,અને હા જીવન મૃત્યુ તો ઈશ્વરના હાથની વાત છે, પણ આવા સમયે તેમની પડખે કોઈ ન હોય તે અજીબ લાગે છે !

આજે સવારે ડોક્ટર નયન રોજ કરતાં વહેલા ઉઠી દૈનિક ક્રિયાઓ પતાવી પહેલી વાર મેઘા સાથે પૂજા કરવા બેસી ગયો, મેઘાને નવાઈ તો લાગી પણ ચૂપ રહી, પૂજા પુરી થયે માતાને પગે લાગી આશીર્વાદ મેળવી નયન દવાખાને ગયો !

ડોકટર નયન દવાખાને પહોચ્યા તે પહેલાં ઓપરેશનની બધીજ તૈયારી થઇ ચુકી હતી.. નયને પગે લાગતા નમ્ર અવાજે આશિષ માંગતા બોલ્યો " માડી મને આશીર્વાદ આપો કે હું મારી ફરજમાં સફળ નીવડું, આટલા વર્ષોની મારી કેરિયરમાં આપ પહેલાજ એવા વયસ્ક દર્દી છો, કે જેને ઓપરેશન કરનાર ડોક્ટર ઓપરેશન કરતા પહેલાં પગે લાગે છે "

તે મહિલાની આંખમાં આંસુ છલકાયા અને ડોકટરના માથા ઉપર હાથ મુકતા બોલ્યા " આજે હું દર્દી તરીકે નહીં પણ તને એક પૌત્રની સફળતા ઈચ્છા રાખનાર આ અભાગી આશિષ આપે છે, આટલા દિવસોમાં હું અહીં દવાખાનામાં નહીં પણ મારા ઘેરજ આવી હોઉં એવું મને લાગ્યું છે.બેટા આ તમારા કુટુંબના સંસ્કાર બોલે છે" એટલું કહેતા તે મહિલા તેની આંખ આંસુ ન રોકી શકી.

ઓપરેશન લગભગ છ કલાક ચાલ્યું અને સફળ નીવડ્યું ડોકટરે નયને નિરાંતનો દમ ખેંચ્યો,અને ઈશ્વરનો આભાર માન્યો.

 ઓપરેશનના આઠ દિવસ પુરા થયા હતા. મહિલા દર્દી હવે સંપૂર્ણ સ્વસ્થ હતી બસ, હવે બે-ત્રણ દિવસમાં ઘેર જવાની છુટ્ટી મળશે એવા વિચારે તેઓ વધુ પ્રફુલ્લિત હતા હવે તો રૂટિનની થોડી દવા સિવાય ખોરાકમાં પણ કોઈ પરેજી રહી નહોતી.

 એક દિવસ દવાખાનેથી પાછા ફર્યા પછી રાત્રિનું ભોજન પતાવી ડોક્ટર નયન અને તેના મમ્મી બેઠા હતા ત્યારે નયને કહ્યું " મમ્મી, હવે "મગના પાણી" વાળા પેશન્ટ ને બે દિવસ પછી હું દવાખાનામાંથી ઘેર જવાની રજા આપીશ હવે એ તદ્દન સાજા અને હવે ભયમુક્ત છે.

" બેટા મને એમ લાગે છે કે છેલ્લા પંદર દિવસથી તારા દવાખાનાના કેન્ટીનની ફિક્કી રસોઈ ખાઈ એ કંટાળ્યા હશે હવે જયારે તેઓ જાય જ છે ત્યારે આવતી કાલે હું તેઓ માટે આપણે ઘેરથી ટિફિન મોકલીશ " માં એ કહ્યું.

" વાહ, મા હું પણ મનમાં એવું જ વિચારતો હતો ત્યાં, તમે મારા વિચારોને વાચા આપી દીધી, ખરેખર ઉત્તમ વિચાર છે " ડોકટરે માતાના વિચાર સાથે સહમતી આપતા કહ્યું પણ કાલે હું પણ ઘેર જમવા નહીં આવું મારૂ પણ જમવાનું સાથે પેક કરજો..

બીજે દિવસે બપોરે ભોજનના સમયે ડોક્ટરને ઘેરથી ટિફિન આવ્યું નયન તે મહિલા સાથે જમવા બેઠા, ટિફિન ખોલતાંજ વેઢમી, મરચાંના વડાં, અને રિગણ બટેકાનું શાક,કચુંબર, વિગેરે જોઈને ખુશ થઇ આરામથી ભરપેટ જમ્યા છતાં તે મહિલા વ્યથિત અને બેચેન જણાતા હતા, તેમની ભીની આંખ નયનથી છૂપી ન રહી તેઓ ને આ રીતે રડતા જોઈને પોતે તેના પલંગ ઉપર બેસી સાંત્વના આપતા રડવાનું કારણ પૂછ્યું.

તે મહિલા બેઠા થયા અને રડતા રડતા ડોક્ટરનો હાથ પોતાના હાથમાં લેતા બોલ્યા " ડોક્ટર સાહેબ આજની જમવાની વાનગીઓ એ મને ભૂતકાળમાં ધક્કેલી દીધી, વેઢમી, મરચાના વડાં, અને રિગણ બટેકાનું શાક મારી પ્રિય વાનગી છે સામાન્ય રીતે વેઢમી સાથે ખાલી બટેકા હોય, પણ હું હમેશા વેઢમી સાથે રીંગણ બટેકાનું શાક જ ખાવું પસંદ કરું છું એટલુંજ નહીં પણ વેઢમીમાં જાયફળ અને કેસર એ પણ મારા ટેસ્ટ મુજબનાં હતા. મારા ઘરે દરેક સારા પ્રસંગે મારી પુત્રવધુ "મેઘા" આવું જ બનાવતી, આજે એ જ વાનગી અને એજ સ્વાદની રસોઈ જમતાં વેત મને તેની યાદ આવી, અને હું મારી ભૂલનાં પછતાવામાં તડપું છું.

" "ભૂલ ? પ્રાયશ્ચિત ?આ શું બોલો છો તમે ? એવીતે કઇ ગંભીર ભૂલ તમે કરી છે કે આજનું ભોજન કરવાથી તમને ચોધાર આંસુએ રડવા મજબુર કર્યા છે ? ડોકટરે ઇંતેજારીથી પૂછ્યું. કશું નહીં બેટા જવા દે હું, આ તો આ "ભૂમિ" નો પ્રતાપ છે, અંહી વતનમાં વગર તારે જબૂકતા રહેતા લાગણી- પ્રેમ- મમતાના દીવડાઓ, માનવીને આત્મ નિરીક્ષણ માટે મજબૂર કરે છે એટ્લે મન ઢીલું થાય છે, તે સ્વભાવિક છે,હવે તો ચારપાંચ દિવસમાં પાછી અમેરિકા જઈશ, ત્યાં આવું નથી..!....

નાં માં તમે માંડી ને વાત કરો.. દિલનો મુઝારો કાઢો તમારી બીમારી નું કારણ પણ નીકળી જશે.... ખબર નથી કેમ પણ મને આજે ડોક્ટર તમારાં ઉપર વાત્સલ્ય ઉપજે છે અને તેથીજ હું આજે તમારી પાસે મારુ હૃદય હળવું કરીશ...

હું મારી પુત્રવધુ, નામે મેઘા, નામ એવા ગુણ હર-પળ હેતનાં મેઘ વરસાવે તેવી વહુને મારા દીકરાના મોતનું કારણ માની હેરાન કરતી રહેતી, તે બિચારી સહન કરતી રહેતી તેમ હું વધારે માનસિક ત્રાસ આપતી છેવટે તે જતી રહી,તે રાતનું વહાણું હજુ વાયુ નથી.

 સમયની થાપટે આવી પડેલા કાળા દિબાંગ દિવસોથી હું આટુલી પડી અને આવેશ થમ્યો ત્યારે બહુજ મોડુ થયું હતું મારી જિંદગીમાં તે દિવસથી શરુ થયેલી લાંબી રાતનું હજુ પ્રભાત થયું નથી, મે તેના પિયરમાં તપાસ કરી તેની ભાળ મેળવવા અનહદ કોશિશ કરી પણ કમનસીબે એનું પિયરનું ઘર પણ વેચાઈ ગયું હતું,અને હું તેની શોધ કરવામાં નિષ્ફ્ળ રહી છું ઈશ્વર જાણે એ આજે ક્યાં અને કેમ હશે..?

"જે બનવા કાળ હતું એ બની ચૂક્યું છે" હવે એનો રંજ ન રાખો હૃદયમાં "તમારી તબિયત ફરીથી બગડી શકે છે," આ રીતે તે મહિલાને સાંત્વના આપી નયન ઘેર જવા નીકળી ગયો.

" કેમ આજે તબિયત સારી નથી ? કે કોઈ ગંભીર વિચારમાં અટવાયો છે ?કે શું બાબત છે ?"

ઉદાસ, નિસ્તેજ,અને મુગા રહેલા નયન ને જોતાં માએ પૂછ્યું. " ના માં બરાબર છે,પણ આજે મેં જિંદગીમાં આવતી કરૂણ દાસ્તાન સાંભળી અને તે હજુ સુધી મારા માનસપટ માં સરકી રહી છે" નયને ઊંડો નિસાસો નાખતા કહ્યું

"એવું થયું છે ?"વિસ્મયતાના ભાવ સાથે માં એ સામો પ્રશ્ન કર્યો

મા, આજના આપણાં ટિફિને "મગના પાણી" વાળા પેશન્ટને રડાવ્યા, અને તેમની જીવન કથા સાંભળી ત્યારથી હું ચિંતામાં છું એટલું કહી નયને તે મહિલા પેશન્ટની પુરી આપવીતી ટૂંકમાં કહી સંભળાવી.જેમ જેમ વાત આગળ વધતી ગઈ તેમ તેમ ડોકટરના મમ્મીની આંખમાંથી શ્રાવણ - ભાદરવો વરસવા લાગ્યા.

નયનની વાત પુરી થતા મમ્મી એ પૂછ્યું પેશન્ટ ની વહુ મેઘા હતી ને ? અને પેશન્ટ લલિતાબેન છે ખરું ને ?"

આશ્ચર્યથી પહોળી થઇ ગયેલી આંખે પુત્રે મમ્મીને પૂછ્યું," હા, માં પણ તને એ કેમ ખબર પડી ? મારી આજ દિન સુધીની વાતમાં હું કદી એમનું નામ અહી બોલ્યો જ નથી ? અને આ શું ? તારી આંખમાં આંસુ કેમ આવેછે ?"

"બેટા, એ મહિલા પેશન્ટ બીજા કોઈ નથી પણ તારા દાદી માં જ છે, સાડીના પાલવથી આંખ લૂછતાં, રૂંધાયેલા સ્વરે મા એ જવાબ આપ્યો.

મા પણ તું કેવી રીતે આમ માને છે ?" અસમંજસ નયને માતાને પ્રશ્ન કર્યો

આજે આટલા વર્ષે હું મારી વરાળ કાઢું છું સાંભળ દીકરા. "મેઘા" એ સાસરિયાંયે આપેલ મારૂ નામ હતું."તારું જન્મ સ્થળ ભારત, પણ તારા પિતા અમેરિકા નિવાસી હતા, તેઓનાં અવસાન પાછી હું અમેરિકાથી અહી આવી અને લલિતાબાનાં ઘરમાંથી નીકળી એ જ દિવસે એની જ ચોક્ટ ઉપર મેં મારુ મંગળસૂત્ર ઉતારી નાખ્યું અને એણે આપેલું નામ "મેઘા" તેના ઉંબરે મૂકીને મેં ઘર છોડી દીધું હતું.

પિયર મોડાસામાં તારો જન્મ થયો અને ત્યાંજ રહી, શિક્ષિકા તરીકે નોકરી કરી તને મેં ઉછેર્યો અને ભણાવ્યો એટલુંજ નહીં પણ તને સ્કૂલમાં દાખલ કર્યો ત્યારે મેં તારા નામની પાછળ તારી અટક દેસાઇ ને બદલે મારાં બાપા ની "પરીખ" લખાવેલી, જયારે તું ઇન્ટર સાયન્સમાં સારે માર્ક્સથી પાસ થયો એ દરમ્યાન મારા માતા પિતા પણ ગુજરી ગયા અને તને અમદાવાદ મેડિકલ કોલેજમાં એડમિશન અપાવ્યું અને તને ખબર છે તેમ હું પણ ત્યાંની મહિલા કોલેજમાં અધ્યાપક તરીકે જોડાઈ. તારો M.S.નો અભ્યાસ પૂરો થતાં મારા પિતાજી તરફથી મને વારસામાં મળેલ મોડાસાનું ઘર અને ફાર્મ હાઉસ વેચી નાખી તને કાર્ડિયાક નિષ્ણાત બનાવવા અમેરિકા મોકલ્યો અને તું ભણી ને વતનમાં લોકોની સેવા કરીશ..! એવા નિર્ધાર સાથે અંહી પરત આવ્યો તે પછીની આપણી સફરથી તું વાકેફ છે.

બેટા, હવે એક વાર તું લલિતબા ને પાછા અમેરિકા જતાં જતાં પહેલા આપણે ત્યાં અહીં લઈ આવ, હું તેઓને આપણી સાથે રહેવા સમજવીશ, અને તેમના ઘડપણમાં આપણે હવે સહારો બની તેમના જીવનનો અંધકાર દૂર કરીશું. ટ્રીટમેંટ માટે અમેરિકા પાછા જવાને બદલે ઓપરેશન માટે તેઓનું આપણે ત્યાં આવવું એમાં મને કુદરતી સંકેત લાગે છે, અને જો ઈશ્વર તેઓ ને એ રીતે માફ કરી શકતો હોય તો હું, તો "મોઢે-ઇશ્વરી છું. "ડાંગે પાણી થોડા છૂટા પડવાના છે !" દિવસનો ભૂલેલો જો રાત્રે પાછો આવે તો એ ભૂલેલો નથી ગણાતો.

આટલું સાંભળતાજ નયન માંના પગમાં પડી રડવા લાગ્યો " માં, જિંદગી માં તે દુઃખ, તકલીફ અને સંતાપ જ વેઠ્યા છે એટલુંજ નહીં પણ એ બાબતે આજસુધી તે કદી ન તો હરફ ઉચ્ચાર્યો છે, કે નથી મને કાંઈ કળાવા દીધું ધન્ય છે તને અને તારી સહનશક્તિને !

સવારે દવાખાને પહોંચ્યા તો લલિતા બેન આજે પાછું ફરવાનું હોઈ, પોતાનો સમાન પેક કરવામાં વ્યસ્ત હતા ડોક્ટર નયને વોર્ડમાં પ્રવેશ્યા અને લલિતાબેન ને જોતાં બોલ્યો કેમ છો લલિત બા આજે તો જવાની તૈયાર પણ થઈ ગઈ ?" લલિતાબાના સંબોધનથી લલીતાબેન ભાવુક થયા, અને સ્મિત સહ બોલ્યા, "દીકરા, આજે પંદર દિવસ પુરા થયા, હવે તબિયત પણ પહેલા જેવીજ સારી થઈ ગઈ છે. આપના બિલના પૈસા આપુ છું, મને ડિસ્ચાર્જ સર્ટિફિકેટ આપો એટલે પછી અમેરિકા જવાની તજવીજ થાય. "

 નયને ધીમું હસીને જવાબ વાળ્યો " જો તમે આજે મારે ઘેર એક રાત રહો તો તમારા માટે સારા સમાચાર એ કે તમારી સારવારના ખર્ચના રૂપિયા 2.25 લાખ હું જતા કરીશ,…" શું કહ્યું દીકરા ? મારી ફી જતી કરીશ ?, નાં ભાઈ નાં આવું ના ચાલે, હું તારે ત્યાં આવીશ પણ ખરી અને તારી ફી ઉપરાંત તેટલા જ બીજા રૂપિયા પણ આપી જઈશ.મારે પણ જતાં પહેલા તારી માં ને મળવું હતું, મને પણ મન હતું જોવું ? કે કોણ જનેતા છે ?, આવા હીરા જેવા મારા દીકરાની,બોલ હવે શું કહે છે ? ક્યારે મેળાપ કરાવે છે ?

 પોતાના સામાનનું પેકીંગ પૂરું કરી લલિતા બેન સાંજે તૈયાર હતા, અને તે સાંજે લલિતા બેન નયન નો હાથ પકડી તેના બંગલે જવા નીકળ્યા ત્યારે તેઓ બેખબર હતા કે આજની આ સમી-સાંજે ટૂકમાં જ "સૂર્યોદય" થવાનો છે....!


Rate this content
Log in

Similar gujarati story from Drama