સુખી થાવ બેટા
સુખી થાવ બેટા
અનિલભાઈ ખુબ નસીબદાર હતાં એમને સરગમ જેવી પુત્રવધૂ મળી અને અનિલભાઈ પણ પિતાની જેમજ તેને રાખતાં હતાં. એમને દીકરીઓ ખુબ જ વ્હાલી હતી.
મેઘલ દીકરી તો પરણીને સાસરે ગઈ હતી... ફોન ઉપર રોજબરોજ વાત થતી હોય.. અનિલભાઈ કહે કે ખુશીઓથી ભરેલો ખજાનો છે જેના ઘેર દીકરીઓ છે. સારા કરેલાં કર્મો ફળ્યા જેના ઘેર લક્ષ્મીરૂપી દીકરીઓ હોય છે. એક દિવસ અનિલભાઈ નોકરીએ ગયાં ત્યાં એમનાં હાથમાં વાગ્યું, એ ઘરે આવ્યા સરગમે જોયું એણે ડેટોલથી હાથ સાફ કર્યો અને હાથમાં મલમ લગાડી આપ્યો આ જોઈને અનિલભાઈ નું હૈયુ ગદ ગદ થયું અને એમણે સરગમને આશીર્વાદ આપ્યા સુખી થાવ બેટા... તમારું ભલું થાય... ભગવાન તમારી દરેક મનોકામના પૂર્ણ કરે.
તારી મમ્મી ગયાં પછી ફક્ત તું જ આ ઘરની તારણહાર છે.
તારાં પગલે ઘરમાં લક્ષ્મી આવી છે..આ જોઈને દીકરો જીનલ પણ ખુશખુશાલ થઈ ગયો..ને સરગમ સામે જોઈને કહ્યું ફકત તું જ અમારાં જીવનની દીવાદાંડી છો.
