સુહાગની સેજ
સુહાગની સેજ
આજની વરસાદી રાત સુરભીની પોતાના પ્રિયતમની સાથેના મિલનની પ્રથમ રાત હતી. ઘર અને સમાજ સામે લડવા ઝગડવામાં સુરભીએ પુરા ચાર વર્ષનો વિયોગ વેઠયો હતો. લગ્નમંડપમાંથી સુહાગની સેજ પર બેઠેલી સુરભી પિયુની યાદમાં ખોવાયેલી હતી. સહસા એક પરિચિત ઓળો એના તરફ વધ્યો અને એની ચીખ ઢોલનગરાના અવાજોમાં દબાઈને રહી ગઈ.
