Nilang Rindani

Tragedy

4.4  

Nilang Rindani

Tragedy

સ્ટેશન

સ્ટેશન

8 mins
455


આ "સ્ટેશન" શબ્દને કોઈક કવિ કે શાયરના મુખેથી સાંભળો તો "મંઝિલ" જેવું કંઇક સાંભળવા મળે, અને સત્ય છે પણ ખરું. આપણે એક શહેરથી બીજા શહેર જતા હોઈએ અને જ્યારે તે શહેર આવે ત્યારે આપણે કહેતા હોઈએ છીએ કે "ચાલો, આપણું સ્ટેશન આવી ગયું" અને આપણી મુસાફરી પૂર્ણ થાય છે. પરંતુ કોઈક વાર આ શબ્દ પછી પૂર્ણવિરામ નહીં પરંતુ અલ્પવિરામ આવતા હોય છે અને મુસાફરીનો અંત ક્યારેય આવતો નથી. મૃગેન્દ્રભાઈ અંતાણીના જીવનમાં પણ આવા જ અલ્પવિરામ આવી રહ્યા હતા.

વડોદરા રેલવેસ્ટેશન ઉપર સવારના ૯ વાગ્યાની ગુજરાત મેલ આવવાની તૈયારીમાં હતી. મૃગેન્દ્રભાઈ પણ પોતાના પરમ મિત્ર સમાન થેલાને ખભે ભરાવીને ટ્રેન આવવાની રાહ જ જોઈ રહ્યા હતા. બરાબર ૯:૦૫ વાગ્યે ટ્રેનનું મસમોટું એન્જિન સ્ટેશનમાં પ્રવેશ્યું અને તેને જોડેલા ડબ્બાઓ પણ ધીરે ધીરે સ્ટેશનના પ્લેટફોર્મ નજીકથી પસાર થવા લાગ્યા. સહુ કોઈ પોતપોતાના ડબ્બા આવવાની રાહ જોતા ઊભા હતા. ટ્રેન ખૂબ જ ધીમી પડી અને પછી ઊભી રહી ગઈ.

ટ્રેન સહેજે ૧૦ મિનિટ ઊભી રહેવાની હતી એટલે મુસાફરો પણ રઘવાયા રઘવાયા પોતાના ડબ્બામાં ચડવા લાગ્યા. મૃગેન્દ્રભાઈ પણ થોડીક તેજ ચાલે પોતાના ડબ્બા આગળ આવી ગયા. ૭૦ વર્ષની આયુ એ પહોંચેલા મૃગેન્દ્રભાઈ થોડા હાંફી ગયા હતા, પરંતુ પોતાના ડબ્બા આગળ આવી ગયા હતા એટલે તેમને રાહત થઈ હતી. ડબ્બામાં ચડીને પોતાની ફાળવેલી જગ્યા ઉપર ગોઠવાઈને પોતાના થેલાને હાથથી સહેજ ધક્કોમાંરીને બેઠક નીચે ખેસવી દીધો. પાણીની લાવેલી બોટલમાંથી થોડું પાણી પીને બારીના ટેકે કોણી ગોઠવીને મૃગેન્દ્રભાઈ પ્લેટફોર્મ ઉપરની ભાગા-ભાગી નિહાળી રહ્યા હતા.

મૃગેન્દ્રભાઈને મુંબઈ પહોંચવાનું હતું, જે આ ટ્રેનનું છેલ્લું સ્ટેશન પણ હતું. ટ્રેન ઉપડવાનો સંકેત સમો પાવો વાગ્યો, ત્યાં જ મૃગેન્દ્રભાઈની સામેની બેઠક ઉપર એક દંપતી હાંફણુ ફાફણુ આવીને ગોઠવાઈ ગયું. ૬૦ વર્ષની આયુની આસપાસનું એ દંપતી હતું. સહેજ ઠરીઠામ થયા ત્યાંજ ટ્રેન પણ ધીરેથી હડસેલો લગાવીને વડોદરા સ્ટેશનને પસાર કરવા લાગી. મૃગેન્દ્રભાઈ બારીની બહારની દુનિયા જે પાછળ થતી જતી હતી તે નિહાળવામાં મશગુલ થઈ ગયા. ટ્રેન વિશ્વામિત્રી સ્ટેશનને પસાર કરી ચૂકી હતી અને તેણે તેની અસલ ઝડપ પકડી લીધી હતી. અને ત્યાંજ મૃગેન્દ્રભાઈની વિચાર યાત્રામાં ખલેલ પડ્યો સામેની બેઠક ઉપર બેઠેલા દંપતીની વાતોથી. અને તેમની નજર અનાયાસ જ સામેની બેઠક ઉપર બેઠેલા દંપતી તરફ ગઈ.

પેલાભાઈ તેમની પત્નીને કહી રહ્યા હતા.."રમા, આમ કરતાં કરતાં ૪ વર્ષ વિતી ગયા છે પરંતુ આપણી શર્વરીનું કઈં ઠેકાણું પડતું નથી, તેની બધી જ સહેલીઓના લગ્ન થઈ ચૂક્યા છે અને તેમાંથી એક બે એ તો માંતૃત્વ પણ ધારણ કરી ચૂકી છે..ખબર નહિ આપણી શોધ ક્યારે પૂર્ણ થશે ?" મૃગેન્દ્રભાઈને અણસાર આવી ચુક્યો હતો કે પેલા દંપતીના દુઃખનું કારણ શું હતું. ત્યાં જ તેમના પત્ની, જેમનુંનામ "રમા" હતું તેમણે થોડી હૈયાધારણ આપવાની કોશિશ કરી જોઈ, "તારક, તમારી વાત સાચી છે, પણ શું કરી શકીએ ? વખત બદલાઈ ચૂક્યો છે. છોકરા છોકરીની પસંદગીના ધારા ધોરણ બદલાઈ ગયા છે. આપણો જમાનો ગયો હવે, ચિંતા મને પણ થાય છે પરંતુ ધીરજ ધરવા સિવાય કોઈ બીજો વિકલ્પ નથી" પરંતુ રમાબેનની આ હૈયાધારણ કદાચ તારકભાઈ સુધી પહોંચી નહોતી.."રમા, તારી વાત સાચી પણ આપણી હયાતીમાં બધું સમુસુતરું પાર પડી જાય તો મનને શાંતિ. આપણી તબિયત પણ એવી સારી નથી રહેતી કે લાંબા ગાળાનો વિચાર કરી શકીએ. આજે જે થોડી ઘણી જમાં પુંજી છે તે શર્વરીના લગ્નમાંટે સાચવી રાખી છે. ના કરેનારાયણને આપણા બેમાંથી કોઈને કઈં થયું તો દવા દારૂના ખર્ચમાં બધું ઉડી જશે.આજકાલ તો બિમાર પડવું એટલે દોઝખ સમાન છે".તારકભાઈ પોતાની વ્યથા ઠાલવી રહ્યા હતા. રમાબેનનો અવાજ થોડો ઢીલો પડ્યો હોય તેવું લાગ્યું."તારક, હું સમજું છું, પણ એક વાતનો સંતોષ છે કે શર્વરીને આપણે સારા સંસ્કાર આપ્યા છે એટલે તે એવું તો કોઈ પગલું નહીં ભરે જેનાથી આપણી નાલેશી થાય..થશે, સૌ સારા વાના થશે."

મૃગેન્દ્રભાઈની નજર બારી બહારની દુનિયામાં હતી પરંતુ તેમના કાન ડબ્બાની ભીતર ચાલી રહેલા આજના જમાનાની ફળશ્રુતિથી થતી વિટંબણાઓના વાર્તાલાપ તરફ હતા. ડબ્બામાં ફેરિયાઓની આવન જાવન ચાલુ હતી. ભરૂચ આવવાની તૈયારીમાં હતું. સામેની બેઠક ઉપર પણ હિલચાલ શરૂ થઈ ગઈ. અને ભરૂચ સ્ટેશન આવ્યું. સામેની બેઠક ઉપર બેઠેલ દંપતી પણ ઊભું થયું અને પોતાનો સામાન ઠીક ઠાક કરીને ડબ્બાની બહાર ઉતરી ગયા. મૃગેન્દ્રભાઈના મગજમાં હજી તેમનો વાર્તાલાપ ગુંજી રહ્યો હતો. પાણીની બોટલ કાઢીને ગળાને થોડી ભિનાશ આપી.

મૃગેન્દ્રભાઈ ફરી પાછા પોતાના વિચારોની દુનિયા સાથે તાગ મેળવવાની કોશિશ કરી રહ્યા હતા. ત્યાં જ એક દંપતી, જેમની આયુ લગભગ ૬૦-૬૫ વર્ષની હશે, તે આવીને ગોઠવાયું. મૃગેન્દ્રભાઈ તે દંપતીને પોતાની નજરથી માંપવાની કોશિશ કરી રહ્યા હતા. સામાનમાં ફક્ત એકનાનો થેલો જ હતો, તે બે જણ વચ્ચે. પેલાબેનની આંખો થોડી લાલાશ પડતી હતી અને ભાઈની મુખમુદ્રા ચિંતાનામક રાક્ષસીને આધીન હતી. મૃગેન્દ્રભાઈ મનોમન જ હસ્યા. તેમને થયું કે ફરી પાછી કોઈ નવી વિટંબણાના દર્શન કરવાના આવ્યા. ટ્રેન ભરૂચ સ્ટેશન છોડીને આગળ ધપી. અને મૃગેન્દ્રભાઈની વિચાર યાત્રાનો અંત આવ્યો. "મૃદુલા.જો, આ વખતે તો હું ચોખ્ખી વાત કરવાનો છું. દર વખતે આવો જોર જુલમ નહીં ચાલે. અને દર વખતે શું કામ.જોર જુલમ જ નહીં ચાલે. આપણી દીકરી આપી છે.નોકરાણી નહીં, અને કિંજલને આપણે સારા સંસ્કાર આપ્યા છે એટલે એ કોઈ સામો પ્રતિકાર નથી કરતી. "પેલા સજ્જનની વ્યથા સાંભળીને એવું તારણનીકળતું હતું કે તેમની દીકરીને જ્યાં પરણાવી છે તેને તેના સાસરિયાં માંરપીટ કરે છે અને દુઃખ આપે છે. પેલાબેન, જેમનું નામ મૃદુલા હતું તેણે સમજાવટ ભર્યા સ્વરમાં ઉત્તર આપ્યો. "જુઓ કિંજલના પપ્પા, તમારી વાત સાચી જ છે. કોઈની પણ દિકરીને માંરપીટ તો ના જ કરાય..હું એમ કહું છું કે આ વખતે આપણે સીધા ભસ્માંગના પિતાને જ વાત કરીએ અને ચોખવટ કરી દઈએ કે આવું વર્તન તો નહીં ચાલે. શું ખોટ છે અમારી દીકરીમાં ? લાડકોડથી ઉછેરી છે તો એટલા માંટે નહીં કે કોઈ તેને મારપીટ કરે? પણ તમે આકરા જરા પણ ના થતા. વાત સુધારવાની હશે તો તમે બગાડી મૂકશો. મને તો એજ ચિંતા થાય છે તમે જરાક.." અને મૃદુલાબેનની વાતને અધવચ્ચે જ અટકાવીને પેલા સજ્જન બોલ્યા."નાના.થોડું તોમાંરે કહેવું જ પડશે, એમ નહીં ચાલે.દિકરી પરણાવી દીધી એટલે શું આપણી જવાબદારી પૂરી થઈ ગઈ ? મૃદુલા, તું તો એવી વાત કરે છે કે દિકરીના મા બાપ કાયમ નીચા નમીને જ રહે. પણ આ વખતે તારી વાત નહીંમાંનું. આ અત્યાર સુધી નથી બોલ્યા એટલે જ વાત આટલી વણસી છે અને ઓલી બાપડી કિંજલ સહન કર્યે જ જાય છે."

પેલા સજ્જનનો અવાજ રીતસરનો રૂંધાઇ ગયો હતો. ગળગળા થઈ ગયા હતા.અને મૃદુલાબેનની આંખમાં પણ ઝળઝળીયા આવી ગયા હતા. થોડીક વારના વાર્તાલાપના વિરામમાં મૃગેન્દ્રભાઈ બારીની બહારની દુનિયામાં પરત પરોવાઈ ગયા, અને ત્યાં જ પેલા સજ્જનનો અવાજ સંભળાયો. "મૃદુલા, આના કરતા તો મને એમ થાય છે કે દિકરીને પરણાવી જના હોત તો સારું થાત. જેમાંં બાપને પોતાની દીકરીને પરણાવવાની બહુ ઉતાવળ હોય તેમનેમાંરે સંદેશો પહોંચાડવો છે કે આવા દોઝખ કરતા દિકરીનેના પરણાવો તે વધુ સારું".મૃગેન્દ્રભાઈ પેલા સજ્જનની સામે જોઈ રહ્યા. હવે તો પેલા સજ્જનની આંખો પણ વરસી રહી હતી. ડબ્બામાં શાંતિ પ્રસરી રહી. વાર્તાલાપ અટકી ગયો હતો પરંતુ ટ્રેન તો તેની ગતીથી આગળ ધપી જ રહી હતી. વાપી આવવાની તૈયારીમાં હતું. મૃગેન્દ્રભાઈની સામેની બેઠક ઉપર બેઠેલ દંપતી પોતાનો સામાન લઈને ઉભા થવાની તૈયારી કરી રહ્યા હતા કદાચ તેમને વાપી ઉતરવું હશે એમ મૃગેન્દ્રભાઈને લાગ્યું. ટ્રેન ધીમી પડી અને વાપીના સ્ટેશનમાં પ્રવેશી રહી હતી.પ્લેટફોર્મ આવ્યું..પેલું દંપતી પણ ઉતરી ગયું. મૃગેન્દ્રભાઈના મગજમાં વિચારો એ હુમલો કર્યો.એક દંપતી હતું જે ઘણું જ ચિંતિત હતું કે તેમની દીકરીના લગ્ન નથી થતાં. હવે બીજું દંપતી એવું છે જે ચિંતિત છે કારણ કે તેમની દીકરીના લગ્ન થયા છે..એકને પોતાની દીકરી પરણાવવી છે અને બીજાને અફસોસ છે કે કેમ પરણાવી, વાહ પ્રભુ..તારી ગતી પણ ન્યારી છે..બન્નેને દુઃખ તો છે જ, પણ તેનો પ્રકાર અલગ અલગ છે..

હજી આ વિચારોની હોડ મૃગેન્દ્રભાઈના મગજમાં ચાલ્યા કરત પરંતુ ત્યાં જ તેમની સામેની ખાલી થયેલી બેઠક ઉપર એક યુવાન કહી શકાય એવું યુગલ આવીને બેઠું. ભાઈની ઉંમર લગભગ ૩૪-૩૫ વર્ષની હશે અને તેમના પત્નીની ઉંમર પણ લગભગ એટલી જે હતી. મૃગેન્દ્રભાઈ તૈયાર થઈને બેસી ગયા. આ હવે કંઇક નવું આવ્યું. એવો રમુજી વિચાર તેમને ક્ષણિક આવી ગયો. ટ્રેન વાપીથી નીકળીને આગળ વધી રહી હતી. ડબ્બામાં ફેરિયાઓનો કોલાહલ વધી ગયો હતો. વાપીથી મુંબઈ જનારાઓ ઘણા હોય છે તેથી ડબ્બો તો લગભગ ભરાઈ ગયો હતો. મૃગેન્દ્રભાઈ પણ પોતાની સાથે લાવેલ નાસ્તાના ડબ્બામાંથી થેપલાને કટક બટક કરીને ખાઈ રહ્યા હતા. ભૂખ તો નહોતી પરંતુ ટ્રેનમાં બેસો એટલે ટ્રેનની સાથે મોઢું પણ ચાલવું જોઈએ એવો વણલખ્યો નિયમ છે. થેપલાને ન્યાય આપી રહેલા મૃગેન્દ્રભાઈ આમતેમ જોઈ રહ્યા હતા. ત્યાંજ તેમની આ પ્રક્રિયામાં ક્ષેપ પડ્યો. સામે જે યુગલ બેઠું હતું, તેમાંથી પેલાભાઈ તેમની પત્નીને કહી રહ્યા હતા."શાલિની.. તેં બધા રીપોર્ટસની ફાઈલ લઈ લીધી છેને ? તારા અને માંરા, બન્નેના રીપોર્ટસની ફાઈલ અલગ જ બનાવેલી છે એટલે સમજવામાં સરળ રહે".."શશાંક, આજે પહેલી વાર થોડી આવી છું તારી સાથે? રીપોર્ટસ લઈ જ લીધા હોયને ? મને શું એટલી પણ ખબરના હોય ?".પેલાબેન, જેમનું નામ શાલિની હતું તે થોડીનારાજ મુદ્રામાં શશાંક, જે તેનો પતિ હતો તેને કહી રહી હતી. અને પછી શશાંકનો સ્વર."અરે શાલુ, એમ નહીં..તું ખોટી ગુસ્સે થાય છે, માંરો પૂછવાનો એવી રીતનો મતલબ નહોતો. આ તો મુંબઈ જઈએ છીએ અને ત્યાં કોઈ રીપોર્ટ બાકી રહી જાય તો નકામો ધક્કો થાય." શશાંકએ સમજાવટ ભર્યા સ્વરમાં કહ્યું. મૃગેન્દ્રભાઈ આ બધું સાંભળી રહ્યા હતા. "શશાંક, ક્યારે આપણી પ્રતીક્ષાનો અંત આવશે ?".શાલિનીનો વ્યથિત અવાજ, "શાલુ, ધીરજ ધર..સૌ સારા વાના થશે. આપણે કોશિશ કરી જ રહ્યા છેને ? ભગવાન આપણી સામું જરૂર જોશે. આપણે ઘરે પણ બાળકની કિલકારીઓ ગુંજશે..તુંનાહકની ચિંતા કરે છે".હવે શશાંકનો વારો હતો.

મૃગેન્દ્રભાઈના અનુભવી મગજે વાતનું તારણ કાઢી લીધું હતું. એ દંપતીને કોઈ સંતાન નહોતું અને હવે એ બન્ને મુંબઈ કોઈ સારા ડૉક્ટરને બતાવવા જઈ રહ્યા હતા. મૃગેન્દ્રભાઈ કંઇક વિચારમાં ગરકાવ થઈ ગયા. પરંતુ તેમની વિચારધારાને શશાંકના અવાજે રોક લગાવી. "શાલુ, બસ, એક કુટુંબને આગળ ધપાવવા પુત્રના આશીર્વાદ આપી દે પ્રભુ, એટલે ભયો ભયો. આપણી વૃદ્ધાવસ્થામાં આપણી લાકડી બનીને રહેશે." અને શાલિની એ વળતો ઉત્તર આપ્યો.."હા શશાંક..પુત્રનો જન્મ થશે તો હું ૧૦૦ ગરીબોને દાન કરીશ. એવી માંનતા માની છે મેં". મૃગેન્દ્રભાઈ આ સાંભળીને મનોમન અટ્ટહાસ્ય કર્યું. ટ્રેન તેની મંઝિલ તરફ ધપી રહી હતી. મુંબઈ આવવાની તૈયારીમાં હતું. છેલ્લું સ્ટેશન હતું એટલે ટ્રેન પણ આખી ખાલી થવાની હતી.

થોડી વાર પછી મુંબઈ સેન્ટ્રલ આવ્યું. સહુ કોઈ પોતપોતાનો સામાન લઈને જલ્દી ઉતારવાની વેતરણમાં પડી ગયા. મૃગેન્દ્રભાઈ પણ પોતાનો થેલો લઈને પ્લેટફોર્મ ઉપર ઉતર્યા. પરંતુ મનમાં તેમને હજી પણ શશાંક અને શાલિનીની વાતો પડઘાની માંફક ગુંજી રહી હતી. તે દંપતી ફક્ત એક પુત્રની ઈચ્છા ધરાવતું હતું, જ્યારે તેમને તો બબ્બે દીકરા હતા. દેવના દીધેલ સ્તો. અને એટલે જ ૬ મહિના એક દીકરાને ત્યાં અને બીજા ૬ મહિના બીજા દીકરાને ત્યાં.કોઈ નક્કર ઠેકાણું હતું જ નહીં તેમનું. આંખોમાં આંસુનું આગમન થઈ ચૂકયું હતું. તેમની સ્થિતિને લઈને નહીં, પરંતુ શશાંક અને શાલિનીની ઈચ્છાને લઈને. અને એક સણસણતો વિચાર મૃગેન્દ્રભાઈના મગજમાં તેજ લીસોટાનીમાંફક આવી ગયો.

દરેક મુસાફરનું સ્ટેશન આવી ગયું હતું.પોતાનું કાયમી સ્ટેશન ક્યારે આવશે?


Rate this content
Log in

Similar gujarati story from Tragedy